.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

19 दिसंबर 2022

સોનલ બીજ ચારણોનું નવું વર્ષ...શા માટે ?

 સોનલબીજ : ચારણોનું નવું વર્ષ



સોનલ બીજ ચારણોનું નવું વર્ષ...શા માટે ?

સમાજ જયારે અંધકારમાં ઘેરાયો હતો..ઘોર નિંદ્રામાં હતો ત્યારે આ શક્તિનું અવતરણ થયુ એ યુગશક્તિનું જ અવતરણ છે. 

"ચારણો એક બનો નેક બનો"  નો સંદેશ આપી અદેખાઈ અને ઈર્ષાના , વાડા અને પહડાનાં ભેદનાં છેદ ઉડાડવાની અને એકતા જગાડવાની જહેમત ઉઠાવી.  અને આજે જૂનાગઢ,ભાવનાગર,રાજકોટ, કચ્છ, અમદાવાદ, જામનગર લગભગ તમામ જગ્યાએ સમૂહ લગ્ન કે ચારણ બોર્ડિંગ છે .  જે સંગઠનનાં સંસ્કારનું ખાતમુહર્ત આઈમાંએ કર્યું હતું.     

વ્યસન અને પરમાટી જેવા રજવાડી શોખની ખાઈમાં કેટલાયની જમીન જાગીર તળિયા જાટક થતી જતી હતી... તો કેટલાક ની દીકરીના રૂપીયા આપવામાં, તો કેટલાકની જુગારની જપટે ચડી જતી હતી .. તો કેટલાકની કાવા કસુંબાની ખરલે ઘોળાઈ ને ચોપટ થઈ રહી હતી... તો કેટલાકે તો  દારૂની કોથળીમાં ફળી સુધી વહેંચી માર્યું.  આવા તો કેટલા દુષણો મધ્યયુગથી ઘર કરી ગયા હતા. જેને જડમૂળથી કાઢવા ઘરે ઘરે નેહડે નેહડે જવું અને પાણા ને માણહ   બનાવવાનું અને જ્ઞાનની ગંગા ઉતારવાનું ભગીરથ કાર્ય  યુગશક્તિ સિવાય અશક્ય હતું.

આટ આટલા અંધકારમાં જીવતા લોકોને સુધારવા જવું લોઢાના ચણા ચાવવા જેવું અઘરું.. આ બધા દુષણો ડામવા આઈમાં એ શિક્ષણ જેવું વેધક હથિયાર હાથમાં ધારણ કર્યું... આઈમાની દીર્ઘ દ્રષ્ટિ અને સમાયાનુકુલિત દ્રષ્ટિકોણમા રહેલી સુઝબુઝ ને સમજવામાં આજેય આપણી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ ટૂંકા પડે.. 

આઝાદી પછી જે કામ સરકારે કરવાનું હતું એ કામ આઇમાં એ કર્યું કદાચ આ નોંધ સરકારે લીધી નથી. રવીશંકર મહારજ જેવા ધુરંધર આઈમાંનાં અભિયાનની નોંધ લીધી હતી અને કન્યા કેળવણી માટે ભલામણ કરી હતી. મધર ટેરેસા ને એવોર્ડ મળે તો આઈમાંને કેમ નાં મળે સહજ રીતે મનને સવાલ થાય.. આ અભિયાનની અસર માત્ર ચારણ સમાજ ઉપર જ નહિ પણ મેર,મૈયા, કાઠી, આહીર, રબારી,સોની,ખારવા, ક્ષત્રિય જેવા બધા સૌરાષ્ટ્ર અને કચ્છના સમાજ ઉપર થઈ હતી.

એટલું જ નહી પણ સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓ  દોરા,ધાગા ,ધૂણવું જેવી કેટલીય ખોટી માન્યતાનો વિરોધ કર્યો. સમાજના લોકો ને શિક્ષણના માર્ગે દોડતો કરવા ઘરે ઘરે જઈને સૌરાષ્ટ્ર કચ્છ અને નિમાડ સુધી યાત્રા કરી સીધો વ્યક્તિગત સંપરક કર્યો. સંમેલન કરીને છૂટો છવાયો અને વેરવિખેર સમાજ એક મંડપ નીચે બેસાડી દીધો. 

કેટલાય કુરિવાજો ઉધઈની જેમ કોરી ખાતા હતા ..લાજ, વિધવાવિવાહ, કન્યા કેળવણી , દીકરીના રૂપીયા લેવા, અપઇયા, જેવા ઘણા કુરીવાજ સામે સવાલ ઉઠાવ્યા... 

આ કાર્યમાં સમાજનો સમજદાર વર્ગ દુલાભાયા કાગ,મેરુભા, પિગલશી ભાઈ, કાનજીભાઈ, લાખાભાઈ ,મનુભાઈ વગેરે જોડાયા..તેમને સાથે લીધા અને આમ એકવીસમી સદીમાં જીવન જીવવા માટેની તાલીમ કહો કે સંસ્કાર શીખવાડી સમાજને સભ્ય બનાવ્યો...સ્વમાન જગાડ્યું.... સરસ્વતીના ઉપાસકો ને ખરા અર્થમાં ઉપાસના શીખવાડી.. જીવન જીવવાની તરાહ બદલી નાખી... સમય થમ્ભી ગયો હતો. ચારણો  ઘોર નિંદ્રામાથી જગાડી આજના સમય સાથે ચાલતા શીખવ્યું.. એટલા માટે  આઇમાં નો જન્મ દિવસ એ ચારણો નવું વર્ષ છે. કારણ કે ત્યાંથી સમાજનાં ઇતિહાસે વળાંક લઈને સોનલ ચીંધ્યા માર્ગે ભણી પગલા માંડ્યા છે... એટલું જ નહિ પણ સમૃદ્ધિનાં શિખર સર કર્યા છે...માટે  મને ગમતો એક દુહો કઈ વિરમું છું .. જય સોનલ...સોનલ સ્મરણ, સોનલ શરણ.

પાખો આપી પરમેંશ્વરી, 
તે ઉડતા કર્યા આઈ,
સાથે રઈ સાચી દિશા 
સુચવજે હવે સોનબાઇ.
- અજ્ઞાત

લેખ બાય - જયદીપભાઈ કે. ગઢવી


कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT