.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

11 मार्च 2023

સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિવનની બનાવવા પહેલ સાથે અપીલ

સામાજીક ક્રાંતિના પ્રણેતા પ્રાંત: સ્મરણીય આઈશ્રી સોનલ મા શતાબ્દી વર્ષ નિમિત્તે સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિવનની બનાવવા પહેલ સાથે અપીલ

પ.પૂ. આઈશ્રી સોનલ માના પ્રાગટય દિવસ એટલે સોનલબીજ પોષ સુદ-2 વિક્રમ સવંત 2079 તા.25/12/2022 થી શતાબ્દી વર્ષનું મંગલ પ્રવેશ કચ્છ ચારણ સમાજ તથા સોનલબીજ સમિતિ દ્રારા માંડવી-કચ્છ ખાતે બે દિવસીય ભવ્યાથીભવ્ય કાર્યક્રમોના આયોજન થી શરૂ થયેલ છે. આખો વર્ષ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને પોષ સુદ-2 વિક્રમ સવંત 2080 , 2024 માં મઢડા ખાતે ભવ્યાતિભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આઈશ્રી સોનલ મા શતાબ્દી મહોત્સવ મંગલ પ્રવેશ કાર્યક્રમ માંડવી ખાતે રાત્રે યોજાયેલ સંતવાણીમાં દેવરાજભાઈ ગઢવી (નાના ડેરો) તથા દેવાંધભાઈ ગઢવી,  નાના ભાડિયા, ઈશ્વરભાઈ ગઢવી, ભારુભાઈ ગઢવી દ્રારા સોનલ સરોવર બનાવવા માટેની અપીલ કરવામાં આવેલ. ત્યારબાદ માંડવી તાલુકાના કાઠડા, પાંચોટીયા, ગામના આગેવાનો અને ગ્રામજનો દ્રારા શુભ શરૂયાત કરવામાં આવેલ. ત્યારબાદ ભાડા, મોટા લાયજા, નાના લાયજા તથા મોટા ભાડિયા ખાતે આઈશ્રી સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિ વન બનાવવા માટે પહેલ કરવામાં આવેલ છે. તો આવો આપણે સર્વે ચારણો તથા ચારણેતર આઈશ્રી સોનલ મા ને માનતા સર્વેએ આપણા ગામ, આપણા વિસ્તારમાં સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિ વન બને એ માટે પ્રયત્ન કરીએ.

મિત્રો હાલમાં જીવમાત્રની ઉદ્વારક આઈ સોનલ માનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યુ છે, સાથે ભારતવર્ષ  જી-૨૦ નું આતિથ્ય, પ્રકૃતિ બચાવો જેવા અનેક કાર્યક્રમો ચાલી રહયા છે. જેમાં નામી અનામી પાવન ચેતનાઓ કામ કરી રહી છે ત્યારે સુકી ધરાના હેતાળ હૈયા ના મીઠા માડુઓ કચ્છે પ્રથમ પહેલ કરી છે ત્યારે સૌ ગુજરાતના શકિત ઉપાસકો પ્રકૃતિપ્રેમી આ મહાયજ્ઞમાં તન મન અને ધનથી જોડાઈને આઈમાની શતાબ્દી નિમિતે ૧૦૦ સરોવર અને ૧૦૦ સ્મૃતિવન બનાવવાની નેમ વ્યક્ત કરીએ..

મિત્રો ખાલી વિચારજો આપણા પરિવારના ચાર વ્યકિતઓને આપણે સુધારી નથી શકતા અને પૂરતો સમય નથી આપી શકતા તો સમગ્ર માનવ સમાજને સુધારવા માટે આઈ મા એ કેટલી જીંદગીઓ શતાબ્દી વર્ષ ખર્ચ્યા હશે ત્યારે આ પરિવર્તન આણી શકયા, હાલ આપણો સમાજ જે સ્થિતિએ છે અને શૈક્ષણિક અને આર્થિક વિકાસ પ.પૂ. આઈશ્રી સોનલ માએ જે તે સમયે બોર્ડિંગો સ્થાપીને શિક્ષણની જયોત જગાવે જેના પરિણામે છે. જે તે સમયે આઈમાએ કેટલા કષ્ટો વેઠીને દરેક ચારણોનું ઉદ્ધાર થાય એ માટે આઈમા પ્રવાસ કરેલ હતા. તથા સમાજ માટે સર્વસ્વ કરનાર આઈશ્રી સોનલ માની શતાબ્દી યુગો હજારો વર્ષ સુધી ઉજવાય તે માટે આપ  કેવળ ૧૦૦ દિવસ, ૧૦૦ કલાકો અર્પીને ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી શકો છો… જય હો પ્રકૃતિ પરમેશ્વર..

આવો આપણે સર્વે આઈશ્રી સોનલ મા શતાબ્દી વર્ષ નિમિત્તે સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિવનની બનાવવા માટે યથાશકિત પ્રયત્ન કરીએ.

Sponsored Ads

ADVT

ADVT