.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

व्यकित परिचय लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
व्यकित परिचय लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

1 अक्टूबर 2022

મળવા જેવા માનવી શ્યામભાઈ માણેકભાઈ ગઢવી

આઈશ્રી સોનલ મા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્રારા પ્રકાશિત "ચારણ સંસ્કૃતિ" અંક-48 (ઓક્ટોમ્બર-2022) મા મળવા જેવા માનવી - શ્યામભાઈ માણેકભાઈ ગઢવી (નાયબ સેક્શન અધિકારી)

કચ્છના ચારણ યુવાન શ્યામભાઈ ગઢવીની સંઘર્ષગાથા

UPSC પાસ કરનાર કચ્છના ચારણ યુવાન જયવીરભાઈ ગઢવી(IPS)ની સંઘર્ષગાથા

આઈશ્રી સોનલ મા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્રારા પ્રકાશિત "ચારણ સંસ્કૃતિ" અંક-48 (ઓક્ટોમ્બર-2022) મા મળવા જેવા માનવી - જયવીર ભરતદાનભાઈ ગઢવી (IPS)

UPSC પાસ કરનાર કચ્છના ચારણ યુવાન જયવીરભાઈ ગઢવીની સંઘર્ષગાથા

1 जनवरी 2022

મળવા જેવા માનવી - શ્રી શિવરાજભાઈ ગીલવા (નાયબ કલેકટરશ્રી, પાલનપુર)

મળવા જેવા માનવી - શ્રી શિવરાજભાઈ ગીલવા (નાયબ કલેકટરશ્રી, પાલનપુર)

આઈશ્રી સોનલ મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્રારા પ્રકાશિત "ચારણ સંસ્કૃતિ" અંક-45 માં લેખ

ખૂબ ખૂબ આભાર વડીલશ્રી રામભાઈ જામંગ સાહેબ તથા સમગ્ર ટીમનું ખૂબ ખૂબ આભાર

ખાસ આભાર :- બેનશ્રી હરેશ્વરીબેન નારાયણભાઈ રાબા (માહિતી વિભાગ, ગાંધીનગરના વર્ગ-2અધિકારી) આ લેખ આપ વાંચો જો એનું શ્રેય હરેશ્વરીબેનને જાય છે જેઓ આ લેખનું પ્રુફ રીડીગ કરી આપેલ તેમજ લેખ લખવા પ્રેરણા આપેલ. સહકાર બદલ ખૂબ ખૂબ આભાર

19 अक्टूबर 2019

દક્ષાબેન ગઢવી

ગુજરાતની 'Toofan લેડી' : 51 વર્ષની આ મહિલાને તુફાન ચલાવતા જોઇ આશ્ચર્ય પામે છે મુસાફરો

- 25 એપ્રિલ, 1968ના રોજ ભાવનગરમાં દક્ષાબેનનો જન્મ થયો હતો.
- ગાંધીનગરની સરકારી કૉલેજમાંથી કૉમર્સ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો, છેલ્લી પરિક્ષા આપી ન શક્યા.
- વર્ષ 1990માં દક્ષાબેનના લગ્ન થયા, 2011માં તેમના પતિનું દુખઃદ અવસાન થયું.
- તેમને 24 વર્ષનો એક દિકરો છે, જેણે પેટ્રોલિયમમાં બી-ટેક કર્યું છે.
- છેલ્લે જ્યારે રિક્ષા છોડી ત્યારે તેમની પાસે 4 વાન, 2 રિક્ષા અને એક મેટાડોર હતી.
- 51 વર્ષની ઉંમરે પણ અમદાવાદથી ગાંધીનગર દરરોજ દિવસના ઓછામાં ઓછાં બે ફેરા કરે છે.

અંકિત એમ. પંડ્યા / ગાંધીનગરમાં રહેતા 51 વર્ષના દક્ષાબેન ગઢવી, છેલ્લા 25 વર્ષથી પબ્લિક ટ્રાન્સપોર્ટના આ ફિલ્ડમાં છે. દક્ષાબેન જ્યારે તુફાન જીપ લઈને હાઇવે પર નીકળે છે ત્યારે સગી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ પડે છે. તેમને તમે ગુજરાતની પહેલી મહિલા રિક્ષા ડ્રાઇવર પણ કહી શકો છો. આજે આટલી ઉંમરે પણ અમદાવાદથી ગાંધીનગર દરરોજ દિવસના ઓછામાં ઓછાં બે ફેરા આરામથી કરી લે છે. માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી પણ વર્ધીઓ કરી ચૂક્યા છે. તેમને તુફાન જેવા પેસેન્જર વ્હિકલ ચલાવતા જોઇને લોકો કહે છે કે આ મહિલા ખરેખર એક 'તુફાન' છે.

વર્ષ 1991-92માં તેમણે સૌથી પહેલા રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું, ત્યાર પછી મેટાડોર ચલાવી અને વર્ષ 2003 થી અત્યાર સુધી તુફાન જીપ ચલાવી રહ્યાં છે. શરૂઆતના 13 વર્ષ તેમણે સ્કૂલ રિક્ષા ચલાવી અને છેલ્લે જ્યારે રિક્ષા છોડી ત્યારે તેમની પાસે 4 વાન, 2 રિક્ષા અને એક મેટાડોર હતી. સમય જતા આ બધા વાહનો વેચી દીધા અને આજે એક તુફાન જીપ ચલાવી રહ્યાં છે. સલવાર-કમીઝમાં અને દુપટ્ટાને એક સાઇડથી વ્યવસ્થિત રીતે ગાંઠ મારીને દક્ષાબેન જ્યારે તુફાનની ડ્રાઇવર શીટ પર બેસે છે ત્યારે માનવું મુશ્કેલ થઈ જાય છે કે 51 વર્ષની કોઇ મહિલા આ પેસેન્જર વાહન દરરોજ ચલાવતી હશે.

25 એપ્રિલ, 1968ના રોજ ભાવનગરમાં દક્ષાબેનનો જન્મ થયો. બાળપણ તેમનું ગાંધીનગરમાં પસાર થયું. તે સમયે તેમના પિતા મનુભાઈ ગઢવી ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા હતા. ગાંધીનગરની સરકારી કૉલેજમાંથી તેમણે કૉમર્સ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે પણ કોઇ કારણસર છેલ્લી પરિક્ષા આપી નથી શક્યા. વાહન ચલાવવાના શોખ વીશે કહે છે કે, "હું નાની હતી ત્યારે મને વાપરવાના જે પૈસા મળતા તેનાથી હું સાઇકલ ભાડે લેતી અને ચલાવતી. એક સમયે પપ્પાની ગેરહાજરીમાં તેમનું સ્કૂટર ચલાવી લીધું ત્યારે કદાચ ચિંતામાં પપ્પાએ કહી દીધેલું કે, આજથી તારે મારું સ્કૂટર અડવાનું નહીં. આ વાત ત્યારે મને લાગી આવી કે મારું સ્કૂટર એટલે શું? શું હું તમારી દીકરી નથી? અને મે નક્કી કર્યું કે હવે હું વાહન ત્યારે જ હાથમાં લઇશ જ્યારે મારું પોતાનું હશે અને મારા ઘરે ગાડીઓની લાઇન કરીશ."

વર્ષ 1990માં ગિરીશભાઇ ગઢવી સાથે દક્ષાબેનના લગ્ન થયા. લગ્નબાદ તેમના પતિએ ગાંધીનગરમાં પોતાનું એક નાનકડું ગેરેજ શરુ કર્યું. આ ફિલ્ડમાં તેમની એન્ટ્રી એ ગેરેજમાંથી જ થઇ. પતિ ગેરેજમાં ટૂવ્હિલર રિપૈર કરતા અને ધોવા માટે ઘરે આપી જતા. દક્ષાબેન એ વાહન ધોઇને જે તે ગ્રાહકના ઘરે આપવા જતા અને આ રીતે તેમણે ટૂ-વ્હિલર ચલાવતા શિખ્યું. પતિ વિશે કહે છે કે, "મને સૌથી વધારે સપોર્ટ મારા પતિનો મળ્યો છે, રાત્રિના સમયે પણ જ્યારે લાંબા રુટની વર્ધીમાં જવાનું થતું ત્યારે તેમનો સાથ-સહકાર જ મારા માટે આત્મવિશ્વાસ બનતો. તેમણે મને બેઝિક મિકેનિકલ કામ પણ શીખવાડ્યું જેથી વાહનનું નાનું-મોટું રિપેરિંગ કામ પણ જાતે કરી શકું છું." વર્ષ 2011માં તેમના પતિનું દુખઃદ અવસાન થયું. આજે તેમને 24 વર્ષનો એક દિકરો છે, જેનું નામ છે વનરાજ ગઢવી. તેણે પેટ્રોલિયમમાં બી-ટેક કર્યું છે અને હાલ અન્ય એક ફિલ્ડમાં માસ્ટર કરી રહ્યો છે. દિકરાના અભ્યાસ માટે દક્ષાબેન આજે પણ આટલી સખત મહેનત કરી રહ્યાં છે અને એક મા સાથે એક પિતાની પણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

પોતાના મમ્મી વિશે વાત કરતા વનરાજ ગર્વભેર કહે છે, "મને આજે પણ યાદ છે એ બધુ, જ્યારે જૂનિઅર કે.જીમાં મારું એડમિશન લેવા માટે અમે ગયા. સ્કૂલના આચાર્ય સાથે બધી વાતચીત કરી. મમ્મીએ જ્યારે કહ્યું કે હું રિક્ષા ચલાવું છું, ત્યારે આચાર્યએ એડમિશન આપવાનો ઇનકાર કરતાં કહી દીધેલું કે તમે તો રિક્ષા ચલાવો છો, દીકરાની ફી કેવી રીતે ભરશો? ત્યારે મમ્મીએ તે આચાર્યના પગાર સામે પોતાની આવકનો આંકડો દર્શાવતા કહેલું કે તમારાથી ત્રણ ગણી મારી ઇન્કમ છે, તમે ફીની સહેજ પણ ચિંતા ન કરો, સ્કૂલમાં બાકી તમામ સ્ટૂડન્ટ કરતા મારા દીકરાની ફી સૌથી પહેલા ભરાઇ જશે. તે સમયે અમે ભાડાના મકાનમાં રહેતા. ઘરમાં કોઇ સાચવવાવાળું નહોંતુ એટલે મમ્મી મને તેમની સાથે રિક્ષામાં લઇ જતા. આગળ ડ્રાઇવરની સિટમાં મને ખોળામાં બેસાડતાં, નાસ્તો કરાવતાં, સાચવતાં, રમાડતાં. આજના સમયે જ્યારે નૌકરી કરતી મહિલાઓ પાસે એટલો સમય નથી હોતો કે તેમના સંતાનને સાચવી શકે એટલે ડે-કેરમાં મૂકી શકે છે. તેમનું બાળક ડે કેર શાળાઓમાં જ મોટું થાય છે, તે સમયે તો એવી કોઇ વ્યવસ્થા જ નહોંતી."

આગળ વાત કરતા વનરાજ કહે છે, "મારા મમ્મી હંમેશા એવું વિચારે છે કે મારે કઇંક અલગ કરવું છે અને મારો દીકરો પણ કઇંક અલગ જ કરે. મમ્મી-પપ્પા બન્ને ગુજરાતી માધ્યમમાં ભણ્યા પણ મને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યો કે જેથી હું ખૂબ આગળ વધી શકું અને ઉચ્ચત્તર અભ્યાસ કરી શકું. જ્યારે હું બી-ટેક કરી રહ્યો હતો ત્યારે એક રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવા માટે મારે દુબઇ જવું પડે એમ હતું. તે વખતે મમ્મીએ તેમના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને મને આપ્યા ત્યારે માત્ર દોઢ હજાર તેમના ખાતામાં બાકી રહ્યાં હતા. મમ્મી કહેતા કે તારું ભણતર અત્યારે મહત્વનું છે, તું નિશ્ચિંત થઇને જા અને પેપર પ્રેઝન્ટ કર. આજે માસ્ટરના અભ્યાસની સાથે-સાથે હું શહેરના પ્રખ્યાત રેડિઓ સ્ટેશનમાં વોઇસ ઓવર પણ આપી રહ્યો છું. 10થી વધુ એડવર્ટાઇસમાં પણ મારો વોઇસ અનેક રેડિઓ સ્ટેશનના શ્રોતાઓ સાંભળી રહ્યાં છે. આજે હું જે કઇ પણ છું તે મારી મમ્મીના કારણે જ છું. મારા માટે જે કઇ પણ કહો તે એક માત્ર મારા મમ્મી જ છે અને તેમને જ હું મારા ભગવાન માનું છું. તે જ મારા માટે સૌથી મોટી પ્રેરણા છે."

જિંદગીના અત્યાર સુધીના પોતાના સંઘર્ષને યાદ કરતા દક્ષા બહેન કહે છે, "જ્યારે મેં સૌથી પહેલા રિક્ષા ખરીદવાનું વિચાર્યું અને ઘરમાંથી ગલ્લા સહિતના રૂપિયા ભેગા કર્યા ત્યારે મારી પાસે માત્ર 500 રૂપિયા હતા. 5 એક હજાર મેં મારા સસરા પાસે માંગ્યા તે પણ ખાસ્સી રકઝક કર્યા પછી મને મળ્યા. સસરા અને પપ્પા બન્ને મારા આ કામથી ખુશ તો નહોતા જ. કહેતા કે એક ગઢવીની દીકરી થઈને તું આવું કામ કરીશ? પણ સ્કૂલ રિક્ષા ચલાવવી કે ગાડી ચલાવવી એમા હું કશું ખોટું માનતી નથી, એક મહિલા તરીકે તો આ ગર્વ લેવા જેવી બાબત છે. શરૂઆતમાં તો મારા સમાજમાં પણ આનો ખાસ્સો વિરોધ થતો, પણ આજે મારો સમાજ મારા પર ખૂબ ગર્વ અનુભવે છે, ઘણી જગ્યાએ મારું સન્માન પણ કરે છે. જોકે એક સમયનો મારો એ શોખ આજે મારી જરૂરિયાત બની ગયો છે."

પોતાનો જીવનસાથી ભલે આજે આ દુનિયામાં હાજર નથી, પણ તેમની યાદગીરી રૂપે આજે પણ દક્ષાબેન માથે ચાંદલો જરૂર લગાડે છે. તે કહે છે, "આ ચાંદલો મારા પતિને ખૂબ ગમતો. આપણાં સમાજમાં મહિલાઓ પતિના અવસાન બાદ ચાંદલો અને અન્ય શણગારનો ત્યાગ કરતી હોય છે, પણ હું આ ચાંદલો માત્ર એટલા માટે લગાડું છું કે તેને જોઇને આજે પણ મને મારા પતિ મારી સાથે હોય તેવો એહસાસ થયા કરે છે. આ ક્ષેત્રમાં એકલી મહિલા માટે સુરક્ષિત રહેવું ખૂબ મૂશ્કેલ છે. કેટલાક પુરુષ ડ્રાઇવર મદદ કરવાની જગ્યાએ ખરાબ કમેન્ટ્સ પાસ કરતા હોય છે, પુરુષ બહુમતીનો દુરૂપયોગ કરતા હોય છે. એક મહિલા તરીકે તેમની સામે ઢીલા પોચા રહેવું ન પોષાય. ઘરમાં મારો ચહેરો અલગ હોય છે, બહાર ગાડીમાં મારો ચહેરો અલગ હોય છે. આટલી ઉંમરે પણ હું મારી આત્મસુરક્ષા માટે સક્ષમ છું." 

વાચક મિત્રો, દક્ષાબેન આજની એ મહિલાઓ માટે પ્રેરણા છે જે પોતાની જિંદગીના સંઘર્ષથી હાર માની લે છે અથવા એમ કહો કે નાસીપાસ થઇને ન ભરવા જેવા પગલાં ભરી લેતી હોય છે. એ મહિલાઓને દક્ષાબેન એક મેસેજ આપવા માંગે છે અને કહે છે, "ઘણી મહિલાઓ મને મળે છે અને કહે છે કે અમારે પણ તમારી જેમ પગભર થાવું છે. તે મહિલાઓએ બહાર નીકળવું જોઇએ, ઘરમાં જ સંકોચાઇને ન રહેવું જોઇએ. જેમ પુરુષ સ્વતંત્ર થઇને હરી-ફરી શકે છે તેમ તમારે પણ સ્વતંત્ર થઇને હરતાં-ફરતાં શીખવું જોઇએ. ઢીલા-પોચા રહેશો તો બધા જ તમને અને તમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે. તમારા હક અને અધિકાર માટે, એક મહિલા એટલે આવી જ હોય, તેવી માનસિક્તાને તમારે તોડવી પડશે."

25 जुलाई 2019

समाज सेवक श्री विरमजी देथा

समाज सेवक श्री विरमजी देथा 


PDF FILE :- Click Here

अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 



Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642


अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे

जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.

आ Broadcast नो हेतु ऐटलो ज छे  वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.

खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती

                         सहकार बदल आपनो आभार
                               

                               वंदे सोनल मातरम

8 जुलाई 2019

मळवा जेवा मानवी - सामतभाई गढवी

मळवा जेवा मानवी - सामतभाई गढवी (Angel Academy, Gandhinagar)
संदर्भ :- आईश्री सोनल मा एज्यूकेशन चेरीटेबल ट्रस्ट, राजकोट द्रारा प्रकाशित चारण संस्कृति अंक-34 मांथी






PDF :- Click Here

17 जनवरी 2019

श्री यशवंतभाई गढवी (लांबा) नुं परिचय

श्री यशवंतभाई गढवी (लांबा) नुं परिचय 

जेना रुंवाडे-रुंवाडे चारणनी अस्मिता - चारणत्व - चारणनी संस्कृति रहेल छे तेवां यशवंतभाई लांबा आपणा साहित्यना, आपणां संस्कारनां, आपणां वारसाना ऐक वट वृक्ष समान आ अडाभीड चारणने मोटाभागना लोको यशवंतभाईने लोकसाहित्य - चारणी साहित्यना मर्मज्ञ - विध्वान तरीके तो जाणे ज छे परंतु तेओ ऐक सारा नाट्यकार, विवेचक , लेखक अने गणीतशास्त्रना ज्ञाता छे.

परिचय 
नाम :- यशवंतभाई आणंदभाई गढवी (लांबा)
जन्म तारीख :- 09-10-1956 (नवरात्री)
जन्म स्थळ :- जांबुडा जि.जामनगर
अभ्यास :- बी.ऐ (गुजराती)

वधारे माहिती माटे :- Click Here

संदर्भ :- YCCA 

श्री यशवंतभाई गढवी (लांबा)ना विडीयो 

(1)कागने फलिये कागनी वातु - Click Here 
(2) आपणो वारसॉ अने विज्ञान - Click Here

3 मई 2018

वीररस ग्रंथ विभा विलास ना रचियता राजकवि वजमालजी महेडु - लेखक दिनेशभाई ऐन. मावल

वीररस ग्रंथ विभा विलास ना रचियता राजकवि वजमालजी महेडु - लेखक दिनेशभाई ऐन. मावल

Pdf File ::- अही क्लीक करो


अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 

Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642



अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे

जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.

आ Broadcast नो हेतु ऐटलो ज छे  वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.

खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती

                         सहकार बदल आपनो आभार
                               

                               वंदे सोनल मातरम

7 फ़रवरी 2018

व्यकित परिचय - श्री हरदानभाई गोवाभाई खडीया (कवाडिया)

काग स्मृति ऐवोर्ड 2018 

हलवद ताबाना कवाडिया गामना वतनी श्री हरदानभाई गोवाभाई खडीयाने काग स्मृति ऐवोर्डथी सन्मानित कराई रह्या छे, त्यारे छेल्ला 40 वर्षथी अविरत वहेती तेमनी लोकसाहित्यकार तरीकेनी सफर पण जांणवा समजवा जेवी छे.

ई.स. 1948 ना मार्च महिनामां जन्म...
पिताश्रीना सरकारी नोकरी होई सोराष्ट्रना कोटडा सांगाणीमांथी तेमणे प्राथमिक शिक्षण लीधुं. शिक्षणना दिवसोने याद करी हरदानभाई कहे छे के स्कुलमां 15मी ओगस्ट ने 26 मी जान्युआरीनी उजवणीमां गुरुजनो मारी पासे जन-गण-मन गीत गवडावता अने ऐ वखते मारी व्यक्तिगत साहित्यनी रुचि ने बल मल्युं.. ने में पहेलुं ज गीत पद्मश्री पू. कागबापूनुं  "नमो हिंदना पाटवी संत नेता".... कंठस्थ  करी लीधुं... त्यारबाद ऐमनी रुचि वधुं ने वधुं प्रबल बनती गई.. .. ते अरसामां जूनागढमां स्थापित लोक साहित्य विध्यालय मां विशेष शिक्षण माटे तेमनो प्रवेश थयो... अहिं छंदशास्त्रना विद्वान चारण कविश्री यशकर्णजी रत्नुं ( राजकवि-पोरबंदर) आचार्य पदे हता. ऐ उंपरांत त्यां बीजा पण ख्यातनाम कविराजो जेम के पींगलशी पाताभाई नरेला (राजकवि-भावनगर), ठारणभाई महेडुं(कविराज- वला स्टेट), शंकरदानजी देथा( राजकवि-लींबडी), कविश्री कागबापू, मेरुभा गढवी, पींगलशी मेघाणंद लीला( छत्रावा) जेवा आ क्षेत्रना तजग्न विद्वान कविओ पासेथी साहित्यने शिस्तबंध रीते शीखवानो मोको मल्यो. श्री पींगलशी मेघाणंदभाई गढवी ऐ दरमियान विध्यालयमां गृहपति तरीके फरज बजावता.
हरदानभाई पोताना संस्मरणो वागोलतां कहे छे के, ऐ वखते पींगलशीबापू सांजे काव्य लखता ने अमारे रात्रे ऐ तैयार करी सवारे रजुं करवानुं रहेतुं. साथे साथे विध्यालयमां कागबापूने मलवा आवता महानुभावोमां रतुभाई अदाणी ने लोकसाहित्यना जतन माटे कागबापू साथेनी अंतरंग वातोथी पण तेओ वाकेफ थता ने पोतानी शैक्षणिक जीवनमां उत्साह वधतो जतो... लोक गायक हेमुभाई गढवी अहिं ज कागबापूना आकाशवाणीना रेकोर्डिंग करवा पण आवता. श्री हरसूरभाई गढवी पण ऐ दरमियान विध्यालयमां तेमनी साथे ज भणता. लोकसाहित्य विध्यालयना 2 वर्षना अभ्यास पछी तेमणे आकाशवाणी राजकोटमां ऐ- ग्रेडना कलाकार तरीके नोमिनेशन प्राप्त कर्युं... हरदानभाई कहे छे के आकाशवाणीना बगीचामां अमे बेठा हता ने  ऐ वखते पू. मोरारीबापू पण ईन्टर्व्युं माटे आवेला.  आकाशवाणी राजकोट परथी हरदानभाई भजन, दुहा, छंदो रजुं करता. ऐ सिवाय पण कच्छ, सौराष्ट्र, गुजरातमां मद्रास मुंबई ठेर ठेर जाहेर डायराना कार्यक्रमो करता. विध्यालय ना शिक्षणनी कृतघ्नता व्यक्त करतां हरदानभाई कहे छे के विविध नदीओ, जातिओ अने डुंगरोना नामो अमे डायरामां ऐकी श्वासे बोली जता, ऐ विध्यालय ना शिक्षणने ज आभारी... तेना गेय स्वरुपने आभारी...।। आजना आधुनिक शिक्षणनी प्रणालीमां आ स्वरुप थकी जो बालकोने शीखवाडवामां आवे तो याद रहेवुं सहेलुं पडे.... तेमनी आ मान्यताने पोते आ उंमरे पोतानी स्मृतिमांथी रजु करी केटलीक रजनाओ रजुं करवा साथे पोतानी मान्यताने द्रढता प्रदान करी.
तेमनी आ साहित्य जीवननी सफर माटे ज्यारे काग स्मृति ऐवोर्ड अपाई रह्यो छे त्यारे लोकसाहित्यनुं पण गौरव वधी रह्युं छे.... आ कार्यने आगल वधारवामां जोडायेला सहुं विद्वानो नो पण आभार....।। आवो ता.१९/२/२०१८ सोमवारे,मजादर ,कागधाम,अमरेली ...आजे खडियासाबना काग एवार्ड साथे आवो जाणीए कवाडिया गाम,अने चारण गढवी समाजना चोराडा प्हाडानी खडिया शाखानी आंछेरी झलक....... विश्व विख्यात जगत मंदिर देवभूमी द्वारकाना प्रवेश द्वारे ज डाबा हाथ पर भक्त कविराज कोलवाजी खडिया नी मूर्ति  छे !जेम जगतनाथ मंदिर भुवनेश्वरओरिस्सा मां पण डाबा हाथ पर भक्त कविराज जयदेवजी नीयादमां उडिया भाषामां १४मी सदीनो लेख छे..चारण संत कवि ईशरदासजी ए हरिरस मां बे स्थाने “जुहारत पग जसां जयदेव” एमजयदेवजी अने सोण दुहामां “दसमे तारे द्वार ,करी हठ बेठो कोलवो; एम कोलवाजी खडियाने ए बन्ने चारण भक्त कविराजोने सादर संभारे छे. राजस्थानना खराडी गामथी वि.स. १६२४मां एक परिवार झालावाडमां आवेछे.कविराज गेलाजी खडिया ने हणवद राजवी चंद्रसिंहजी ए कवाडिया गाम अने साहेबजी झालाए सुरवदर गाम जगाजी खडियाने आपेल.. खडिया परिवारो राजस्थान,उत्तर गुजरात,दक्षिण गुजरात,अने सौराष्ट्रमां वस्या. एमां खराडी राज.ना वि.स.१८२५मां जन्मेला कविराज कृपारामजी खडियानुं नाम सौराष्ट्र, कच्छ,गुजरात, राजस्थानमां सादर लेवायछे. कारण के कृपारामजीए पोतानी सेवा चाकरी करनार राजाराम नामना सादा रजपुतने ‘राजिया’नामथी संबोधी ३००दुहा जीवन निति रिति विषयक लखी काव्य संसारे अमर कर्यो! “मतलबनी मनवार, जगत जमाडे चुरमा; विण मतलबना यार, राब न पिरसे राजिया ।। कविराज कृपारामजीनुं एक कवित पण कविओ वक्ताओमां सुप्रसिध्ध छे जे श्रोता-वक्ताओने संस्कारितानुं जीवनमां आवश्यकतानुं सचोट उदाहरण आपेछे—-कहे कृपाराम बाकी सब है नकाम,—।       
    बोलबो न शीख्यो, तो शिख्यो सब धूर में ।।


अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 

Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642

जय माताजी
अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे

जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.

आ Broadcast नो हेतु ऐटलो ज छे  वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.

खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती

                         सहकार बदल आपनो आभार
                               

                               वंदे सोनल मातरम


29 जनवरी 2017

चारण कवि तथा लेखकश्री आशानंदभाई गढवीनुं परिचय

चारण कवि तथा लेखकश्री आशानंदभाई गढवीनुं परिचय

नाम :-आशारिया सुराभाई रविया
जन्म :- भादरवा सूद-1 ता.15-09-1966
शाखा :- सेडा (गुंगडा),
गोत्र :- तुंबेल
जन्मभूमि :- ओखा मीठापुर - सुरजकरडी
व्यवसाय :- प्राथमिक शिक्षक
सरनामुं :- सिंधु भवन,पदरोड वाडी, मुं. झरपरा ता.मुंदरा-कच्छ
मो-9824075995

*आशानंदभाई गढवीना प्रकाशित थयेल पुस्तको*

🔹विरह पदावली (संपादन)
🔹प्रेम झरणु पदावली (संपादन)
🔹कच्छना धर्मरक्षक संत शेषावतारश्री रावळपीर दादा
🔹सोनल चरित्र
🔹नंदनवन (काव्य संग्रह)
🔹सोनल चालीसा (स्तुति काव्य)
🔹श्री देवाविलास तथा सुबोध बावनी (संपादन)
🔹आईश्री सोनल कथामृत (जीवन चरित्र)
🔹वीर कवि वारु (जीवन चरित्र)
🔹चारण आई परंपरा

*आशानंदभाई गढवीना आगामी प्रकाशनो*

🔹कच्छना चारण कविओ
🔹धन्य धरा-झरपरा (ग्रामायण)
🔹चारण पुनशी (जीवन कवन)
🔹अपूज खांभीयुं (कच्छी वार्ता संग्रह)
🔹चारण स्मृति (शाखा-प्रशाखा अने रीत रिवाजो
🔹चारणोना चार पीर (मोर,लाधो,आमीयुं, रावळपीर)
🔹वीर वत्सराज सोलंकी - वाछरादादा
🔹कच्छना चारण रत्नो
🔹चारण चरित्र कोश
🔹कच्छना लोक देवी-देवता
🔹रसधरा-झरपरा (वार्तासंग्रह)
🔹कच्छी लोक मांथी
🔹गुजरातना गौररक्षको
🔹दूहो असांजे देशजो

संपर्क :- 9824075995

Sponsored Ads

ADVT

ADVT