.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

28 अगस्त 2020

ચારણ(ગઢવી) સમાજ ગુજરાત જોગ સંદેશ

ચારણ(ગઢવી) સમાજ ગુજરાત જોગ સંદેશ

જય માતાજી સાથે જણાવવાનું કે, આદિપુર (કચ્છ) મધ્યે શ્રી અમીત જબરદાન ગઢવી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ-આદિપુર દ્વારા સંચાલીત શ્રી જબરદાન નારણજી રત્નુ (અયાચી) દ્વારા નવનિર્મિત ચારણ કન્યા છાત્રાલય નું લોકાર્પણ તા.૨૧-૦૮-૨૦૨૦ નાં રોજ કરવામાં આવેલ છે.

ચાલુ શૈક્ષણિક સત્રથી જ હોસ્ટેલ શરુ કરી દેવામાં આવશે, તો સમસ્ત ગુજરાતના ગઢવી સમાજની કોઈપણ દિકરી  ધોરણ-9  થી કોલેજ સુધીના અભ્યાસ માટે  “ગઢવી-સમાજ કન્યા છાત્રાલય,આદીપુર” માં રહી ને અભ્યાસ કરવા માંગતી હોય તો તેવી દિકરીઓએ પોતાનું જે તે સંસ્થામાં ઓનલાઈન એડમીશનની પ્રક્રિયા પૃર્ણ કરી લેવા વિનંતી છે અને જ્યારથી સ્કુલ કોલેજો ના નિયમિત વર્ગો શરૂ થશે ત્યારથી આ છાત્રાલયમાં તે દિકરીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે. *દાતાશ્રીઓ દ્રારા દીકરીઓ દત્તક લીધેલ હોય દીકરીઓ પાસેથી હોસ્ટેલ ફી લેવામાં નહિ આવે.  જેની ગઢવી સમાજની તમામ દિકરીઓ અને તેમના વાલીઓએ નોંધ લેવા વિનંતી છે.*

જે લોકોને સ્થાનિક આદિપુર/ ગાંધીધામ ની શાળા- કોલેજોના સંપર્ક નંબર સહિતની માહિતી જોઈતી હશે તેમને પીડીએફ ફાઈલ મોકલી આપવામાં આવશે.

આ બાબતે વધુ વિગતો માટે નીચે જણાવેલ વ્યક્તિઓ નો સંપર્ક કરી શકો છો.

૧- શ્રી વિજયભાઈ કે. ગઢવી.. (પ્રમુખ શ્રી અખિલ કચ્છ ચારણ સભા) મો.8980015007.
૨- શ્રી જબરદાનજી નારણજી રત્નુ,( પ્રમુખ શ્રી..અમિત જે.ગઢવી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ- આદિપુર)મોં.9879507015
૩- શ્રી મોમાયાભાઈ પી. ગઢવી...    આદિપુર...9825368177.
૪-આનંદભાઈ એન.ગઢવી.મો.9825217563.
૫-  મયુરદાન એ.ગઢવી. 9909192991
૬- વસંતદાન આઈ. ગઢવી મોં.9586006699.             

૭-વેજાંદભાઈ ગઢવી..મોં.9913051642.                                 

૮- રમેશભાઈ એમ. સાદૈયા.મો. 9825803491.                                   

૯- વિપુલભાઈ ગઢવી, ગાંધીધામ.મો.9687700708.

સ્કૂલ/કોલેજની માહિતી ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે :- અહી ક્લીક કરો

23 अगस्त 2020

चारण समाज मे जन्मे देवीदान जी रतनु (स्वामी कृष्णानंद सरस्वती) मॉरीशस के राष्ट्रपिता तुल्य है

*चारण समाज मे जन्मे देवीदान जी रतनु (स्वामी कृष्णानंद सरस्वती) मॉरीशस के राष्ट्रपिता  तुल्य  है*

*आइये जाने स्वामी कृष्णानंद सरस्वती को मॉरीशस का राष्ट्रपिता क्यो कहा जाता है*

*स्वामी कृष्णानंद सरस्वती का जन्म  बीकानेर रियासत के गाँव-दसौड़ी  में  चारण समाज की रतनु शाखा में हुआ था । इनके पिता ठाकुर-दौलतदान जी रतनु  गांव-खारा के जागीरदार थे* , 
*स्वामी कृष्णानंद सरस्वती का जन्म नाम " देवीदान जी रतनु " था* !
 देवीदान जी की प्रारंभ से ही समाज सेवा , संगठन एवं पत्रकारिता में गहरी रुचि थी इसलिए उन्होंने मंडलीय चारण सभा एवम क्षत्रिय महासभा जैसी संस्थाओं की स्थापना में महत्वपूर्ण भूमिका निभाई ।
अपनी योग्यता के कारण राजा महाराजा से लेकर आम जनता तक सभी में लोकप्रिय थे।
इसी दौरान देवीदान जी का संपर्क क्रांतिकारी चारण केसरी सिंह बारहठ, प्रताप सिंह बारहठ, एवम अलवर महाराजा जय सिंह आदि क्रांतिकारी देशभक्तों से हुआ , देवीदान जी राष्ट्र को गुलामी की बेड़ियों से मुक्त कराने के लिए इन क्रांतिकारियों की भावनाओं से काफी प्रभावित हुए
दूसरी तरफ पंडित मदन मोहन मालवीय महर्षि अरविंद स्वामी माधवानंद जी एवं स्वामी रामसुखदास जी जैसे महापुरुषों से भी प्रभावित थे *अंततः देवीदान जी रतनु ने अपनी युवावस्था में जागीर ,पद एवं पूरे परिवार का परित्याग कर जोशीमठ से सन्यास ग्रहण कर लिया अब ये स्वामी कृष्णानंद सरस्वती थे*
सन्यास ग्रहण के पश्चात 6 माह का समय उन्होंने सर्वथा एकांत बद्रीनाथ के निकट भैरव गुफा में गहन चिंतन एवं समाधि में बिताया अंततः उन्हें प्रेरणा मिली कि दिन-दुखी प्राणी की सेवा में ही मानव जीवन सार्थक है ,उन्होंने अपना प्रथम सेवा कार्य ऋषिकेश के कोढी रोगियों को सेवा से प्रारंभ किया ! बाद में वे विश्वव्यापी सेवा कार्य पर निकल पड़े उस समय नेपाल में लोग मोतियाबिंद की बीमारी से ग्रस्त होने के बावजूद इलाज करवाने से कतराते थे
स्वामी कृष्णानंद जी ने पटना से नेत्र चिकित्सकों के एक संयोग दल को नेपाल ले जाकर नेत्र चिकित्सा शिविर का आयोजन किया  स्वामी जी के मित्र एवं तत्कालीन राजा त्रिभुवन शाह देव ने शिविर का उद्घाटन किया तत्पश्चात सैकड़ों नेत्र चिकित्सा शिविर लगाए एवं रोगियों को नेत्र ज्योति प्रदान की इसके फलस्वरूप *स्वामी कृष्णानंद जी नेपाल में "आंखें देने वाले बाबा" के नाम से विख्यात हुए*
नेपाल से स्वामी जी का अफ्रीकी देशों में पदार्पण हुआ उन्होंने वहां लोगों की सेवा का अनुपम कार्य किया इसी क्रम में स्वामी जी ने दीनबन्धु समाज  तथा हिंदू मॉनेस्ट्री आदि संस्थाओं की भी स्थापना की ।
यूरोपियन एवं अमेरिकन देशों में बसे भारतीय मूल के प्रवासियों में संस्कार हीनता बढ़ने के कारण वे धर्म परिवर्तन पर आमादा थे स्वामी जी ने एक लाख गीता एवं रामचरितमानस की प्रतियां घर-घर पहुंचाई एवं सनातन संस्कृति का व्यापक प्रचार प्रसार किया *स्वामी कृष्णानंद जी ने सर्वाधिक अद्भुत कार्य मॉरीशस में किया*
मॉरीशस में भारतीय मूल के लोगों की बहुतायत थी परंतु फ्रांसीसी उपनिवेश होने के कारण बहुसंख्यक भारतीय मूल के लोगों के साथ और अमानवीय व्यवहार किया जाता, मॉरीशस के राष्ट्रीय नेता डॉक्टर शिवसागर रामगुलाम को निर्वासित कर राजनीतिक गतिविधियों पर प्रतिबंध लगा दिया गया था ।  भारतीय मूल के लोग बहुसंख्यक होते हुए भी शिक्षा एवं राजनीतिक चेतना के अभाव में असहाय थे !
*स्वामी कृष्णानंद जी ने मॉरीशस से 40 होनहार नौजवानों को इंग्लैंड और भारत में उनकी शिक्षा का प्रबंध किया 13 वर्ष की लंबी जद्दोजहद के बाद मॉरीशस स्वतंत्र हो गया* 
*डॉ शिवसागर रामगुलाम को प्रधानमंत्री बनाया गया तब से लेकर आज तक स्वामी कृष्णानंद जी द्वारा प्रशिक्षित वही 40 शिष्य मॉरीशस की सत्ता का भार संभालते रहे हैं* ।  मॉरीशस की गणना आज विकसित देशों में की जाती है *मॉरीशस की स्वतंत्रता से लेकर प्रगति तक के सूत्रधार स्वामी कृष्णानंद जी सरस्वती जी ही थे, मॉरीशस सरकार ने स्वामी कृष्णानंद सरस्वती पर डाक जारी करके उनके प्रति श्रद्धा*
 *एवं कृतज्ञता प्रकट की है*

युगांडा के तत्कालीन तानाशाह ईदी अमीन ने युगांडा से भारतीयो को 15 दिन में छोड़ने का फरमान जारी किया नहीं छोड़ने पर मृत्युदंड निश्चित किया था ।
ऐसी स्थिति में देवीदान जी (स्वामी कृष्णानंद सरस्वती जी) ने इंग्लैंड और भारत की नागरिकता दिलवाकर अभूतपूर्व काम किया 71 देशों में स्वामी कृष्णानंद  सरस्वती  जी ने निस्वार्थ सेवा का कार्य किया 🙏🙏🙏🙏🙏🙏

21 अगस्त 2020

શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ કન્યા છાત્રાલય, આદિપુર લોકોર્પણ

શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ કન્યા છાત્રાલય, આદિપુર લોકોર્પણ

 શ્રી અમિત જબ્બરદાન ગઢવી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, સંચાલિત શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર કચ્છ. નવનિર્મિત ગઢવી સમાજ કન્યા છાત્રાલય નું આદિપુર મધ્યે સાદગીપૂર્ણ ઉદઘાટન તા.21-08-2020 ના રોજ કરવામાં આવેલ.

આ છાત્રાલયમા કુલ-17 રૂમોમા 70 દીકરીઓ અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત આધુનિક સુવિધાસભર લાઈબ્રેરી, પ્રાર્થના ખંડ, કોન્ફરન્સ હોલ, ભોજનાલય, સમગ્ર સંકુલ સીસીટીવી કેમેરાથી સજ્જ સહિતની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

સવારે હવનની વિધિ થી શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ કન્યાઓ તથા આગેવાનોના વરદ હસ્તે રિબિન કાપીને શુભ શરુઆત, તથા દીપ પ્રાગટય બાદ પ્રાર્થના હે ચારણી શ્રી મહિદાનભાઈ રેઢ દ્રારા કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન ભરતભાઇ અયાચી, પ્રાસંગિક પ્રવચન  રમેશભાઈ સાદૈયા, શૈલેષભાઈ લાંબા, સાત્વિકદાન રોહડિયા તથા ઉદબોધન પુષ્પદાનભાઈ, વિજયભાઈ, જબ્બરદાનભાઈ દ્રારા કરવામાં આવેલ.

આ અવસરે શ્રી વિજયભાઈ કે. ગઢવી સાહેબ (પ્રમુખશ્રી અખિલ કચ્છ ચારણ સભા), પુષ્પદાનભાઈ ગઢવી (પૂર્વ સાંસદ), દેવીદાનભાઈ ગઢવી, કાનજીભાઈ જેઠાભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી (એડવોકેટ), ભીમશીભાઈ ગઢવી, ભગવાનભાઈ અયાચી, દેવરાજભાઈ હરિભાઈ (ઉપ પ્રમુખ), શેખરભાઈ અયાચી, જગદીશભાઈ અયાચી, હસુભા અયાચી, ગોવિંદભાઈ બારહટ, મોમાયાભાઈ પી. ગઢવી, નરેન્દ્રભાઈ સિંહઢાયચ, શૈલેષભાઈ લાંબા, પ્રવિણભાઈ મધુડા, અંબાદાનભાઈ પાયક, ડો.બળવંતભાઈ ખડીયા, તથા સમૂહ લગ્ન સમિતિના સભ્યો  સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા અને કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ રોહડિયા અને આભારવિધિ શાંતનુભાઈ શામળ દ્રારા કરવામાં આવેલ

સોસિયલ મીડિયા દ્રારા શુભેચ્છા સંદેશ (1)પદ્મશ્રી આદરણીય ભીખુદાનભાઈ ગઢવી (2) શ્રી વસંતભાઈ ગઢવી સાહેબ (3) કથાકાર શ્રી જીવણભાઈ ગઢવી (4) લોક સાહિત્યકાર શ્રી દેવરાજભાઈ ગઢવી (5) હરેશદાન સુરુ (6) જીતુદાન કવિશ્રી" દાદ " (7) અનુભા ગઢવી (8) નવલદાનભાઈ ગઢવી સાહેબ (પ્રાંત અધિકકરી), (9) બિહારી હેમુ ગઢવી (10) હિંમતદાનજી સિંહઢાયચ વગેરે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો

સમાજ પ્રેમી અને સાહિત્યના જતન માટે દિવસ રાત નિઃસ્વાર્થ ભાવે મહેનત કરનાર એવા કવિશ્રી પ્રવિણભાઈ મધુડા(રાજકોટ) તરફથી છાત્રાલયની લાઈબ્રેરી માટે ચારણી સાહિત્યના 800 થી વધારે પુસ્તકોની

દિકરીયું ને 9×70= 630

લાઈબ્રેરી માં       108

ચારણ અંગ        40

જબરદાન જી ને  35

હરિરસ પોકેટ.    11

ચારણી શક્તિ.    11

ટોટલ પુસ્તકો = 835 પુસ્તકો ભેટ આપવામાં આવેલ.

સાંજે 6-00 કલાકે લોકપ્રિય કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી ફેસબુક લાઈવના માધ્યમ થી જોડાયા હતા. જે કાર્યક્રમનું સંચાલન હેમાલીબેન વિવેકકુમાર બારહટ (રાજ્ય વેરા અધિકારી (વર્ગ-2), ગાંધીધામ કરેલ.

સર્વે જ્ઞાતિજનોને જણાવતા અનહદ આનંદ થાય છે કે, આદિપુર ખાતે નવનિર્મિત ચારણ કન્યા છાત્રાલયમાં ૬૮ દિકરીઓ ને પ્રવેશ આપી શકીએ એમ છીએ આપણે દરેક દિકરીઓ ની વાર્ષિક ફી અંદાજે ૨૦,૦૦૦/રુપીયા નક્કી કરેલ હતી.. પરંતુ જગદંબા આઈ શ્રી સોનલ માં ના આશીર્વાદ થકી. તેમજ આપણા સમાજના દિલેર દાતાઓની કન્યા કેળવણી ની ઉમદા ભાવના થકી અત્યારે ૭૫ દિકરીઓની ફ્રી નાં દાતા થઈ ગયા છે સૌ દાતાઓને ખુબ ખુબ ધન્યવાદ.... બીજી વાત એ છે કે..હજી પણ કોઈ પણ વ્યક્તિ દિકરીઓ ને દતક લેવા ઈચ્છતા હોય તો લઈ શકે છે....અને જેટલા દાતા વધારે હશે તો તેઓને એમના સૌ ની ભાગે પડતી રકમ આપવાની રહેશે નહીં કે પુરા રુપિયા વીશ હજાર... બીજી વાત એ કે આપણા સમાજની કોઈપણ વ્યક્તિ પોતાની યથાશક્તિ ફાળો આપવા માંગતી હોય તો એ પણ આપી શકે છે..એ રકમ પણ દિકરીઓ ને સારી સગવડતા આપવા માટે જ વાપરવામાં આવશે.... વાર્ષિક અહેવાલ દરેક દાતાઓને તેમજ દિકરીઓ નાં માવિત્રોને મોકલવામાં આવશે..

એડમિશન તથા વધારે માહિતી માટે
જબ્બરદાનભાઈ ગઢવી
મો. 98795 07015

માહિતી અને ફોટોગ્રાફ મોકલવા બદલ આદરણીય વડીલશ્રી મહીદાનભાઈ ગઢવીનો ખૂબ ખૂબ આભાર

આદરણીય વડીલશ્રી જબ્બરદાનભાઈ ગઢવી અને એમના ટ્રસ્ટ દ્રારા ચારણ સમાજની દીકરીઓના શિક્ષણ માટે ઉમદા કાર્ય, એમની સમાજ સેવાને વંદન સહ ખૂબ ખૂબ અભિનંદન.

       વંદે સોનલ માતરમ્

16 अगस्त 2020

અખિલ કચ્છ ચારણ સભા દ્રારા ભુજ ખાતે શ્રીમતિ સાવિત્રીબેન પુષ્પદાનભાઈ ગઢવી કન્યા છાત્રાલય તથા વિવિધલક્ષી સંકુલના નવ નિર્માણ માટે રૂ. 4 લાખનું દાન

અખિલ કચ્છ ચારણ સભા દ્રારા ભુજ ખાતે શ્રીમતિ સાવિત્રીબેન પુષ્પદાનભાઈ ગઢવી કન્યા છાત્રાલય તથા વિવિધલક્ષી સંકુલના નવ નિર્માણ માટે રૂ. 4 લાખનું દાન

મૂળ થરપારકરના વતની હાલે સોનલનગર તા. લખપત જી.કચ્છના સ્વ. કંસુબાબેન ભાલુદાનભાઈ દેથાના સ્મણાર્થે તેમના પરિવારજનો શ્રી જીવદાનભાઈ રૂપદાનભાઈ દેથા, શ્રીમતિ મોરાબેન જીવદાનભાઈ દેથા, શ્રી નીમદાનભાઈ જીવદાનભાઈ દેથા,  પરિવાર દ્રારા *અખિલ કચ્છ ચારણ સભા દ્રારા ભુજ ખાતે શ્રીમતિ સાવિત્રીબેન પુષ્પદાનભાઈ ગઢવી કન્યા છાત્રાલય તથા વિવિધલક્ષી સંકુલના નવ નિર્માણ માટે માતબર દાન રૂ. 4 લાખ (અંકે ચાર લાખ)* નું દાન શ્રી અખિલ કચ્છ ચારણ સભાના મંત્રી શ્રી ભીમશીભાઈને અર્પણ કરેલ છે.

કન્યા કેળવણી માટે કચ્છ ચારણ સમાજના લખપત વિસ્તારના સોનલનગરના આ પરિવાર તરફથી નીમદાનભાઈ જીવદાનભાઈ રૂપદાનભાઈ દેથા પરિવારનું શ્રી અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખશ્રી વિજયભાઈ કે.ગઢવી સાહેબ, પુષ્પદાનભાઈ ગઢવી (પૂર્વ સાંસદ), શ્રી વાલજીભાઈ જીવરાજભાઈ ગઢવી (પૂર્વ પ્રમુખશ્રી), શ્રી શામરાભાઈ જખુભાઈ ગઢવી (પૂર્વ પ્રમુખશ્રી), તથા કચ્છ ચારણ સમાજના આગેવાનો દ્રારા આ પરિવાર દ્રારા આઈશ્રી સોનલ માના કન્યા કેળવણી યજ્ઞમા માતબર દાન આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરે છે. આ માતબર રકમનું દાન આપવા બદલ ઠેર ઠેર થી અભિનંદન પાઠવવામાં આવેલ છે. એવી સંસ્થાના મંત્રીશ્રી ભીમશીભાઈ ની યાદી જણાવે છે.

Sponsored Ads

ADVT

ADVT