.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

22 सितंबर 2020

वीर शहिद माणसी गढवी नी पुण्यतिथि

 वीर शहिद माणसीभाई गढवी नी पुण्यतिथि 


आजे ता.22-09 ऐटले वीर शहिद माणसीभाई गढवी नी पुण्यतिथि  आजना दिवसे ता.22-09-2004 ना रोज माणशीभाई गढवी शहीद थया हता. तो आजे तेमना विशे टूंकमां माहिती आपवानो नानकडो प्रयास करेल छे.

वीर शहीद माणशीभाई गढवीनुं टुंकमां परिचय

नाम :- गढवी माणशीभाई
पितानुं नाम :- गढवी राजदेभाई
मातानुं नाम :- सुमाबाई
शाखा :- सेडा
जन्म तारीख :- 14-02-1979
जन्म स्थळ :- झरपरा-कच्छ
पत्त्नीनुं नाम :- सोनलबेन
शहीद तारीख :- 22-09-2004
स्थळ :- पुंच सरहद जम्मू काश्मीर

VEER SHAHID MANSHI GADHAVI

वीर शहीदनी वधारे माहिती  (PDF File) :- Click Here

वीर शहीद माणशीभाई गढवीने कोटी कोटी वंदन


संदर्भ :- कच्छना चारण रत्नों मांथी

लेखकश्री :- आशानंद गढवी झरपरा-कच्छ                           वंदे सोनल मातरम्


अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 


Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642

19 सितंबर 2020

ચારણ ગઢવી સમાજ જોગ સંદેશ

*ચારણ ગઢવી સમાજ જોગ સંદેશ*

જય માતાજી સાથે સાદર જણાવવાનું કે, આદિપુર કચ્છ મધ્યે ચારણ(ગઢવી) સમાજની દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે શ્રી જબ્બરદાન નારાણજી રત્નું દ્રારા નિર્મિત ગઢવી સમાજ કન્યા છાત્રાલયનું તા.21-08-2020ના રોજ ચારણ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમા લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ સંસ્થાનું સંચાલન અમીત જબ્બરદાન  ગઢવી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કરવામાં આવશે.

આ છાત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યા કેળવણીમા જાગૃતિ લાવવાનું અને જરૂરિયાતમંદ પરિવારો કે જે આર્થિક નબળી પરિસ્થિતિને કારણે દીકરીઓને અભ્યાસ નથી કરાવી શકતા તેવી દીકરીઓને પ્રાથમિકતા આપી તેમના દાતાશ્રીઓ શોધી તે કાયમી દાતાશ્રીઓ જે તે દીકરી ની હોસ્ટેલ ફી ભરપાઈ કરી આપેલ છે. જેથી કોઈપણ દીકરી પૈસાના અભાવે અભ્યાસ થી વંચિત ન રહી જાય.

આ માટે પ્રત્યેક દીકરી દીઠ વાર્ષિક ફી રૂ. 20,000 /- અંકે વીસ હજાર પુરા નક્કી કરવામાં આવેલ છે.

આપણા સૌના સદભાગ્યે છાત્રાલયના લોકાર્પણના દિવસે જ 84 દીકરીઓના કાયમી વાર્ષિક દાતાઓ મળી ગયેલ છે. અને આ કન્યા કેળવણીના યજ્ઞમા ગઢવી સમાજના આર્થિક સંપન્ન વધુને વધુ કાયમી દાતાઓને જોડાવવા માટે વિનંતી કરવામાં આવે છે. આ સાથે અત્યારસુધી મળેલ કાયમી દાતાશ્રીઓ અને તેમના દ્રારા વ્યકિતગત રીતે દત્તક લીધેલ દીકરીઓ (છાત્રાઓ)નું લીસ્ટ આ સાથે આપની જાણ માટે સામેલ કરેલ છે.

(1) 11 દીકરીઓ શ્રી જબ્બરદાન નારાણજી રત્નુ - રાયધણપર હાલે આદિપુર

(2) 11 દીકરીઓ શ્રી ચંદ્રશેખર નારસંગજી અયાચી - મોડવદર હાલે ગાંધીધામ

(3) 11 દીકરીઓ શ્રી હંસુભા ખાનજી અયાચી હસ્તે દિલીપ હસુભા અયાચી - મોડવદર હાલે ગાંધીધામ

(4) 11 દીકરીઓ અખિલ ભારતીય ચારણ(ગઢવી) મહિલા પરિષદ ગુજરાત હસ્તે પ્રમુખ  શ્રીમતી નયનાબેન કૈલાશદાન ગઢવી - લાખૌદ હાલે અમદાવાદ

(5) 5 દીકરીઓ શ્રી ભરતભાઈ નારાણજી રત્નુ - રાયધણપર હાલે અંજાર

(6) 5 દીકરીઓ શ્રી જગદીશભાઈ નારાણજી રત્નુ - રાયધણપર હાલે ગાંધીધામ

(7) 5 દીકરીઓ સ્વ.રવદાનજી ડોસાજી સિંઢાયચ - જનાણ હાલે ગાંધીધામ હસ્તે અશોકદાન તથા નરેન્દ્ર દાન

(8) 5 દીકરીઓ શ્રી ખેતશીભાઈ દેવરાજભાઈ મધુડા - લાયજા - મુંબઈ

(9) 5 દીકરીઓ શ્રી ઈશ્વરભાઈ અરજણભાઈ મધુડા - રાયણ

(10) 5 દીકરીઓ દેવશ્રીબેન રામભાઈ ગીલવા હસ્તે પ્રભુભાઈ ગીલવા - મોટી ખાખર

(11) 02 દીકરીઓ શ્રી રમેશભા મુલકરણભા સાદૈયા - સીણધરી, રાજસ્થાન આદિપુર

(12) 02 દીકરીઓ શ્રી મોમાયાભા પરબતભાઈ ગઢવી - સીંધોડી હાલે આદિપુર

(13) 01 દીકરી શ્રીમતિ વિધાબેન મોરારદાન ભાઈ ઝુલા - રોઝૂ હાલે માધાપર

(14) 01 દીકરી લતાબેન શૈલેષભાઈ ગઢવી - જાંબુડા જામનગર

(15) 01 દીકરી શ્રી ઘનશ્યામભાઈ વાઘજીભાઈ રત્નું - રાયધણપર હાલે ભુજ

(16) 01 દીકરી શ્રી સાત્વિકદાન મહેશદાનભાઈ ગઢવી - જામથડા હાલે ભુજ 

(17) 01 દીકરી શ્રી રમેશદાન રોહડિયા ( રિ. પી.આઈ) - રાજકોટ

(18) 01 દીકરી શ્રી અમૃતલાલ શિવાભાઈ નેચડા - જાંબુડા હાલે લંડન

આ વ્યવસ્થા દ્રારા ભેગા થયેલ ભંડોળનો ઉપયોગ ફક્ત ને ફક્ત આ સંસ્થામા દાખલ થયેલ ચારણ ગઢવી સમાજની દીકરીઓને વધુમાં વધુ અભ્યાસને લગતી રહેવા,જમવા, ઉત્તમ ગુણવતા પ્રદાન માટે કરવામાં આવશે. 

આ ઉપરાંત જરૂરિયાતમંદ નબળી આર્થિક પરિવારની દીકરીઓની સ્કૂલ ફી ભરપાઈ કરવાની, તેમને મફતમા પુસ્તકો, યુનિફોર્મ, વગેરે આપવા અને તેમાં પણ વિધવા બહેન કે ત્યકતા/છૂટાછેડા થયેલ માતાની દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

આમ દાતાઓ દ્રારા એકત્રિત થયેલ ફંડનો પાઈ પાઈનો વાર્ષિક અહેવાલ તમામ દાતાશ્રીઓને મોકલી આપવામાં આવશે. 

આ સિવાય કોઈ વ્યકિત રૂ. 5100 /- કે તેથી વધુ રકમ નો ફાળો સંસ્થા મા ભેટ આપવા માંગતા હોય તો તે પણ આ સંચાલક સંસ્થા તરફથી સાભાર સ્વીકારવામાં આવશે.

આ સંસ્થા નો હેતુ શિક્ષણ સિવાય દીકરીઓમા સંસ્કાર સિંચન કરવામાં અને તેમને તમામ પ્રકારનું સંરક્ષણ પ્રદાન કરવાનો છે. આ વ્યવસ્થાનો અમલ સરકારશ્રી નિયમિત રીતે સ્કૂલ/કોલેજો શરૂ કરવામાં આવશે ત્યારથી થશે.

*યોગદાન આપવા તથા વધારે માહિતી માટે*
શ્રી જબ્બરદાનભાઈ ગઢવી મો. 9879507015
શ્રી મહિદાનભાઈ ગઢવી મો.94269 97778

      *વંદે સોનલ માતરમ્*

10 सितंबर 2020

8 सितंबर 2020

આદરણીય શ્રી એસ.કે.લાંગા‌‌ સાહેબનો આજે જન્મ દિવસ

આદરણીય શ્રી એસ.કે.લાંગા‌‌ સાહેબ (નિવૃત IAS) (Ex, collector_Gandhinagar)ને સુરત મ્યુનિસિપલ કોરપોરેશનમાં સ્પેશિયલ ઓફિસર નો આજે જન્મ દિવસ છે.


ચારણ કવિશ્રી કિશનદાન લાંગા (માડી તમે ભલે રે ઓઢયો રે આવડ માં ભેળીયો) ના પુત્ર શ્રી એસ.કે.લાંગા સાહેબ

નામ :- શંકરદાનભાઈ કિશનદાનભાઈ લાંગા

મૂળ વતન :- શિવા તા.ભાણવડ જી. દેવભૂમિ દ્રારકા
જન્મ તા. ૦૮-૦૯-૨૦૧૯
2006ની બેચના IAS કેડરના અધિકારી 


જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ, માં ભગવતી આપને સ્વાસ્થ્ય પૂર્ણ દિર્ધાયુ આપે આપના તમામ મનોરથ પુરણ કરે એવી માં ભગવતી પાસે પ્રાર્થના

કવિશ્રી જોગીદાનભાઈ ગઢવી (ચડીયા) દ્રારા શુભેચ્છાઓ

कवि कीशन वंदन करां, शंकर दीध्ध शिवा
जेणे
दूनिया मांय दीवा, जळहळ पुरीया जोगडा

हे किशन कवि हुं आपने वंदन करुं छुं...के आप नुं नाम कृष्ण (कीशन) भक्तिप्रद छे..पण गाम नुं नाम शिवा (जगदंबा) अने त्रिजो सुमेळ आपे जे पुत्र रत्न दिधुं ए नाम शंकर (शिव) आम श्याम,शिवा,अने शिव नो त्रिवेणी समन्वय थतां ए पुत्र रत्नये आखी दुनिया मां चारणो ना दैवत्व ना दिवा मां पोताना परिश्रम अने ज्ञाती प्रेम नुं तेल पुरी ने जळहळता कर्या छे..ई शंकरदानजी आपा.(एस के लांगा साहेब).ने जन्म दिवस नी लख लख वधायुं सह क्रोड दिवाळी ...
जगदंबा स्वास्थ्य पुर्ण दिर्घायु आपी तमाम मनोरथ पुरण करे एज आईयु ने आरदा..


सह जन्मदिन नी हार्दीक शुभःकामना..

4 सितंबर 2020

ચારણ સમાજનું ગૌરવ :- નાયબ સચિવ તરીકે બઢતી

ચારણ સમાજનું ગૌરવ :- નાયબ સચિવ તરીકે બઢતી

સચિવાલય સેવા સંવર્ગ વર્ગ-1 ઉપ સચિવ સંવર્ગના અધિકારીઓને સચિવાલય સેવા સંવર્ગ વર્ગ-1 નાયબ સચિવ તરીકે બઢતી આપવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના અધિકારીઓને બઢતી મળેલ છે. 

ક્રમ        નામ        ફરજનું સ્થળ
(1) એ.પી.ગઢવી - નાયબ સચિવ, નાણા વિભાગ

(2) શ્રીમતિ અનિતાબેન પી. ઝુલા - નાયબ સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

સર્વેને ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐

*વંદે સોનલ માતરમ્*

3 सितंबर 2020

આઈશ્રી સોનલ વિસામો - આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટ- ગાંધીધામ

આઈશ્રી સોનલ વિસામો - આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટ- ગાંધીધામ

આજરોજ ગાંધીધામ-કચ્છ ખાતે ચારણ(ગઢવી) સમાજની સેવામાં આઈશ્રી સોનલ વિસામો તેમજ  આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટનો આઈશ્રી દેવલ મા (સવની-વેરાવળ) તથા સમાજના આગેવાનોના વરદ હસ્તે શુભ શરૂઆત કરવામાં આવેલ.

સ્ટલિંગ હોસ્પિટલ, ગાંધીધામ ખાતે સારવાર માટે આવતા જ્ઞાતિજનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા તેમજ યુ.પી.એસ.સી તથા જી.પી.એસ.સી વિગેરે પરીક્ષાઓની તૈયારી કરવા માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી સમાજના વિધાર્થીઓ તેમજ સારવાર માટે આવતા બંધુઓ આ સેવાનો વધુમા વધુ લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે.

કાર્યક્રમ ની શરૂઆત  મહિદાનભાઈ ગઢવી એ "હે ચારણી સુખકારિણી.." પ્રાર્થના થી કરી હતી.

સરનામું
આઈશ્રી સોનલ વિસામો - આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટ
પ્લોટ નં-201, વોર્ડ-10 એ, ટેનામેન્ટ-6, સ્ટલિંગ હોસ્પિટલની બાજુમાં, ગાંધીધામ કચ્છ

સંપર્ક
રાજભા નારાણભાઈ ગઢવી મો. 9879714352
મોમાયાભા પરબતભાઈ ગઢવી મો. 9825368177

Sponsored Ads

ADVT

ADVT