.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

25 जनवरी 2023

આઈશ્રી બનુમા મૂર્તિ પ્રતિષ્ઠા અનાવરણ કાર્યક્રમ આમંત્રણપત્રિકા

આઈશ્રી બનુમા મૂર્તિ પ્રતિષ્ઠા અનાવરણ કાર્યક્રમ આમંત્રણપત્રિકા

તા.03/02/2023, શુક્રવાર

સ્થળ :- શ્રી સોનલધામ મઢડા તા.કેશોદ જી. જૂનાગઢ


5 जनवरी 2023

પ્રાતઃ સ્મરણીય પ.પૂ. આઈશ્રી સોનલ મા

પ્રાતઃ સ્મરણીય પ.પૂ. આઈશ્રી સોનલ મા


ચારણ સમાજ ના આંગણે દેવી અવતરે, જગદંબા અવતરે એ કોઈ નવી વાત નથી. માં મોગલ હોય, માં રવેચી હોય, નાગબાઈ માં ખોડિયાર હોય કે માં સોનલ.. આ તમામ દેવીઓ એ અવતરણ માટે ચારણો ના ઘર પસંદ કર્યા છે..

માં સોનલ એ આચરણ ની દેવી છે. તેમનો બોધ તેમનો સંદેશ હંમેશા  જ્ઞાતિ, ધર્મ ના વાડાઓ ઉલ્લંઘી પ્રેમ, ભાયચારા અને તાલિમ પર કેન્દ્રિત રહ્યો છે. તેઓ સમાજ ને તેમના ઉપદેશ ને જીવન માં ઉતારી આચરણ માં લાવવા પર ભાર મૂકે છે.

માં સોનલ અંધશ્રદ્ધા ના પ્રખર વિરોધી હતા. તેઓ ને ધર્મ વિશે જાણવાની એટલી તાલાવેલી હતી કે અનેક ગ્રંથો અને અનેક સંતો મહાત્માઓ સાથે ગોષ્ટિ હંમેશા રહી.

તેમને ઇસ્લામ ને જાણવાની ઇચ્છતા થતા તેમને કુરાન ને ગુજરાતી માં ભાષાંત્રિત કરી કુરાન નો સંદેશો જાણવા મઢડા ગામે મૌલવી ને આમંત્રિત કર્યા અને કુરાન ને સમજી. મૌલવી ને એમ લાગ્યું કે માતાજી હવે કુરાન થી ખૂબ પ્રભાવિત થયા છે ત્યારે તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની તાલાવેલી જાગી.

માતાજી ને જાણ થઈ કે હવે આ મૌલવી અલ્લાહ નો સંદેશો ઓછો અને પોતાની ધર્માંતરણ ની લાલચ વધુ સેવે છે ત્યારે માતાજીએ તે મૌલવી ને તગેડી મુકેલો.

જૂનાગઢ ના બાદશાહ મોહબત ખાન માતાજી ના દર્શને ખૂબ આવતા.

આમ માતાજી ને તમામ ધર્મ પ્રત્યે ખૂબ આદર હતો પણ ધર્મ ના દુરુપયોગ કરનાર ને તેઓ હંમેશા ભગાડતા.

માતાજી લોકોને જમાડી ને ખૂબ ખુશ થતા. સંદેશાવ્યવહાર વગર ના તે જમાના માં માતાજી ને ખબર પડી જતી કે આજે અડધી રાતે આટલા મહેમાન આવશે.. એટલે તેમના ભોજન ની તૈયારી તેઓ સુતા પહેલા કરી રાખતા.  તેમને "મધર" નામની ભેંસ મહેમાન અડધી રાત્રે આવે ત્યારે દોહવા દેતી.. અને બોઘેરણુ ભરી ને દૂધ આપતી.

માતાજી અશપૃશયતા માં જરા પણ માનતા નહિ. તે તમામ જાતિ ના  લોકો ને પછી તે રાજા હોય કે રંક તમામને એક પંગતે બેસાડી ને પ્રેમ થી જમાડતા.

માતાજી નો કચ્છ પ્રવાસ હતો,નીકળતા જ હતા.. ત્યાં ખબર આવ્યા કે ગામમાં અનુસૂચિત જાતિના સ્ત્રી ને પ્રસુતિ સમય થઈ ગયો છે અને હોસ્પિટલમાં સમયસર પહોંચે તોજ બચશે.. ગામ માં કોઈ વાહન ઉપલબ્ધ નહોતું..

માતાજી તેમને ત્યાં ઉભેલી એમ્બેસેડર ગાડી પોતે હંકારી કેશોદ લઈ ગયા, અને અનુસૂચિત જાતિ સ્ત્રી સ્વસ્થ થઈ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રોકાયા.

આમ માં સોનલ નું  સમગ્ર જીવન ઉપદેશ સમાન છે. તેમને જે ઉપદેશ આપ્યો તે સૌપ્રથમ પોતે આચરણ કરી ને દેખાડ્યો છે.

એટલેજ માં સોનલ ની ભક્તિ તેમના નામના રટણ માં નથી પણ તેમના ઉપદેશ ના આચરણ માં છે.

જય માં સોનલ.

#આઈશ્રીસોનલમાજન્મશતાબ્દીમહોત્સવ
#સોનલધામમઢડા
#આઈશ્રીસોનલમા


3 जनवरी 2023

પ્રાત: સ્મરણીય પરમ પૂજ્ય આઈશ્રી હાંસબાઈમાના ૯૫ મા જન્મોત્સવ તથા ગૌ કથા આમંત્રણપત્રિકા

આપને સહર્ષ જણાવવાનું કે પ્રાત: સ્મરણીય પરમ પૂજ્ય આઈશ્રી હાંસબાઈમાના ૯૫ મા જન્મોત્સવની હર્ષભેર ઉજવણી સાથે પંચ દિવસીય ગૌકથાનું આયોજન આઈમા ના આંગણે કરવામાં આવેલ છે. આ પાવન પ્રસંગોમાં ઉપસ્થિત રહેવા આપને ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ 

કથા સ્થળ: ભગવતી કૃપા ધામ – મોટા રતડીયા, કચ્છ

2 जनवरी 2023

અધિક અંગત સચિવ તરીકે નિમણુંક

ચારણ સમાજના ગૌરવ, યુવાનોના આદર્શ એવા શિવરાજભાઈ ગીલવા સાહેબ (નાયબ કલેકટર)ની અધિક અંગત સચિવ તરીકે નિમણુંક

કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ સાહેબ

Sponsored Ads

ADVT

ADVT