સ્વ. મોમાયાભાઈ વાલજીભાઈ બાનાયત પરિવાર (મોટા ભાડિયા તા. માંડવી-કચ્છ) ના આંગણે ચિ.દેવાંધ, ચિ.રતન, ચિ.હરિના લગ્ન પ્રસંગે રૂ. 30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર
*નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત,*
*કીર્તિ કેરા કોટડા ઈતો પાડયાં નહીં પડંત*
જીવદયા એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. જીવદયા એજ સાચી માનવતા છે. "જીવદયા એટલે મોક્ષ માર્ગ" અબોલ પશુઓની સેવાએ મનુષ્યને આત્મ સંતોષ સાથે પુણ્ય કમાવવાની તક આપે છે.
જીવદયા માટે વાલજીભાઈ ની અમૂલ્ય અને ઉમદા નિઃસ્વાર્થ ભાવના થકી એમના ઘરે શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે સંતવાણી તથા દાંડિયારાસના કાર્યક્રમમાં રૂ. 30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર થયેલ જે રકમ શ્રી મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટને વાલજીભાઈ દ્રારા અર્પણ કરવામાં આવેલ. *આટલી મોટી ઘોર સ્વરૂપે રકમ મોટા ભાડિયા ગામના અત્યાર સુધીના ગાયોના ચારા માટે ઘોરની રકમનું રેકર્ડ થયેલ છે.* વાલજીભાઈ તથા પધારેલ મહેમાનો અને ગ્રામજનો તથા બાનાયત પરિવાર દ્રારા ગાયોના લાભાર્થે મનમૂકીને ઘોર સ્વરૂપે રૂપિયાનો વરસાદ કરવામાં આવેલ જેના પરિણામ સ્વરૂપે આટલી મોટી રકમ ગાય માતાના ઘાસચારા માટે એકઠી થઈ શકેલ છે.
આ અમૂલ્ય યોગદાન બદલ વાલજીભાઈ તથા સર્વે દાતાશ્રીઓનું મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે.
સરળ સ્વભાવ, અને પરોપકારી જીવન, સાદગીમાં માનતા નિઃસ્વાર્થ ભાવે સેવા અને ઉમદા કાર્ય કરતા એવા *વાલજીભાઈ કરશનભાઈ ગઢવી (બાનાયત)* નું જન્મ કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામે શ્રાવણ વદ-11ના રોજ માતૃશ્રી લક્ષ્મીબેન અને પિતાશ્રી કરશનભાઈ મોમાયાભાઈ બાનાયત ના ઘરે થયેલ. સાધારણ ખેડૂત પરિવાર. એ સમયે સ્થાનિકે રોજગારી માટે કોઈ સગવડ ના હોવાથી વાલજીભાઈ નાની ઉંમરે રોજગારી માટે દેશની મહાનગરી એવી મુંબઈની વાટ પકડી, મુંબઈ ખાતે કાપડની દુકાને નોકરી થી કારકિર્દીની શરૂઆત કરેલ. 10 થી 12 વર્ષ નોકરી કરી કાપડ વ્યવસાયનું બહોળો અનુભવ અને વાલજીભાઈની કર્મ નિષ્ઠાથી જે મહેનત કરેલ જેના પરિણામ સ્વરૂપે તેઓ પોતાનું વ્યવસાય દિવ્યમ ફેબ નામથી શરૂ કરેલ. ધીમે ધીમે નાના પાયે કાપડના વ્યવસાયની શરૂઆત કરેલ. અને હાલે શૂન્ય માંથી સર્જન કરી મુંબઈ જેવી મહા નગરીમાં કાપડ ના વ્યવસાયમાં દિવ્યમ ફેબ, હિંદમાતા દાદર તથા દીપમ ફેબ, હિંદમાતા દાદર ખાતે કાપડના વ્યવસાયમાં બહુ જ મોટું નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે.
મોટા ભાડિયા ચારણ સમાજના રત્ન, દાનવીર ભામાશા એવા શ્રી વાલજીભાઈ કરશનભાઈ બાનાયતએ પોતાના 50 વર્ષે પ્રવેશ નિમિત્તે સુર્વણ જયંતિ મહોત્સવની ઉજવણી જીવદયા માટે પોતે રૂ.1,00,000 /- તથા શુભેચ્છકો તરફ થી રૂ. 6,75,000 /- કુલ રૂ. 7,75,000 /- મોટા ભાડિયાના રામધણના નિભાવ તથા ઘાસચારાની વ્યવસ્થા માટે શ્રી મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટને અર્પણ કરીને જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરેલ. એ સિવાય દર વર્ષે રામધણ અને ગાયો માટે અઢળક આર્થિક યોગદાન આપવામાં આવે છે.
ચારણ સમાજના દરેક કાર્ય માટે વાલજીભાઈ દ્રારા હરહંમેશ આર્થિક યોગદાન મળતું જ હોય છે, જેમ કે, સમુહ લગ્ન હોય, મોટા ભાડિયા ચારણ સમાજ વાડી ખાતે આવેલ અન્નપૂર્ણા વાસણ ભંડાર, શિક્ષણ, તથા રખડતા પશુઓ રામધણ માટે સૌપ્રથમ પહેલ કરનાર, એવા તો અઢળક સામાજિક કાર્યોમાં વાલજીભાઈનું સિંહફાળો હોય છે. કોઈ પણ જાતની પ્રસિદ્ધ વગર સેવાનું ઉમદા કાર્ય વાલજીભાઈ દ્રારા કરવામાં આવે છે.
વાલજીભાઈએ જીવદયા, ગૌસેવા, અને સમાજ સેવા માટે હરહંમેશ માટે તૈયારી બતાવી છે અને એ માટે આર્થિક યોગદાન પણ આપેલ છે.
નિઃસ્વાર્થ, નિખાલસ, નીરઅભિમાની, નીડર એવા વાલજીભાઈ કોઈની ખટપટ કરવામાં માનતા નથી અને સત્કાર્યો કરતા સારા માણસોને હંમેશા પ્રોત્સાહન આપે છે. આપણા ગામના તથા અન્ય યુવાનોને પોતાના અનુભવ થકી લાઇન આપી આગળ વધારેલ છે. એવા તો અનેક યુવાનોને આપણે જોઈ શકીએ છીએ.
વાલજીભાઈની સાદગી, સરળતા, નિખાલસ વ્યકિત, વાલજીભાઈ દ્રારા કરવામાં આવતા કાર્યો માટે શબ્દો ઓછા પડે એવા સમાજના મુક સેવકને વંદન.
મોટા ભાડિયા ગૌશાળા માં હાલે 850 જેટલી ગાયોને ચારો આપવામાં આવે છે. દૈનિક રૂ. 25000 /- ચારોનો ખર્ચ થાય છે.