.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

26 जून 2021

ANGEL ACADEMY DIGITAL CLASS 10 DAY FREE EDUCATION

 ANGEL ACADEMY DIGITAL CLASS 10 DAY FREE EDUCATION


नमस्कार मित्रो
                       सरकारी नोकरीनी तैयारी करता तमाम मित्रो माटे खुशीना समाचार छे  के आवनारा समयमां गुजरात सरकारमां विविध खाताओमां मोटापाये भारती थवानी छे. जेमां GPSC : 1-2, DEPUTY SECTION OFFICER(Dy. SO), NAYAB MAMLATDAR, POLICE INSPECTOR(PI) , POLICE SUB INSPECTOR(PSI), ASSISTANT SUB INSPECTOR(ASI), POLICE CONSTABLE, SENIOR CLERK,  HIGH COURT DySO,   HIGH COURT CLERK, SACHIVALY CLERK, BIN-SACHIVALAY CLERK, REVENUE TALATI, TALATI CUM MANTRI(TCM), TET:1, TET:2, TAT, H-TAT, HIGH COURT PEON ETC.....नो समावेश थाय छे. आ तमाम EXAM नी जाहेरात सरकार श्री द्वारा समयांतरे लेवामा आवशे.




Click Here To Buy FREE COURSE : Click Here

22 जून 2021

દેવ ગઢવીની રચના

કેર કેંકેં મારે તો, હેતે કેર કેંકેં વારે તો
ખૂટી એંજી બાજર હુંધી માડુ કેત સારે તો

વેઠો આય અભ મેં ભની આડુ ઉ ચારે તો
કેતે કેર કડેં મોં વેધેં ઉ વેઠો વેઠો ન્યારે તો

બધલ અયેં સ્વારથ થી,નેકાં કેર આડે તો
તું વેને તીં આંઉ વેંન્ધો,ઠલા આંસુ વારીં તો

લખલ હુંધી સે ભોગવીને,ઠલી મુઠ્ઠ વારી તો
"દેવ"આખર ઠ્લ્લો વેને,ત કુલા પેટ બારીયેં તો
✍🏻દેવ ગઢવી
નાનાકપાયા-મુન્દ્રા
       કચ્છ

દેવ ગઢવીની રચના

કેર કેંકેં મારે તો, હેતે કેર કેંકેં વારે તો
ખૂટી એંજી બાજર હુંધી માડુ કેત સારે તો

વેઠો આય અભ મેં ભની આડુ ઉ ચારે તો
કેતે કેર કડેં મોં વેધેં ઉ વેઠો વેઠો ન્યારે તો

બધલ અયેં સ્વારથ થી,નેકાં કેર આડે તો
તું વેને તીં આંઉ વેંન્ધો,ઠલા આંસુ વારીં તો

લખલ હુંધી સે ભોગવીને,ઠલી મુઠ્ઠ વારી તો
"દેવ"આખર ઠ્લ્લો વેને,ત કુલા પેટ બારીયેં તો
✍🏻દેવ ગઢવી
નાનાકપાયા-મુન્દ્રા
       કચ્છ

21 जून 2021

ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી

ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી

ગુજરાત યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગ માંથી અર્વાચીન ચારણી સાહિત્યમાં ધર્મચિંતન (પીંગળશીભાઈ નરેલા અને દુલા ભાયા કાગ ના વિશેષ સંદર્ભમાં) વિષય પર ડો. દિલીપભાઈ ચારણ (પ્રોફેસર અને અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી)ના માર્ગદર્શનથી રાણેસર (અમદાવાદ)ના વતની ચારણ કન્યા ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી (મોડ)એ પીએચડી ની ડિગ્રી મેળવેલ છે. તેમજ રાણેસરના ગામના પીએચડી કરનાર પ્રથમ દીકરી છે.

ડો. મનાલીબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ.

ચારણ સમાજના નિવૃત થયેલ કર્મનિષ્ઠ કર્મચારીઓનું ગઢવી મિત્ર મંડળ દ્રારા સન્માન સમારંભ યોજાયો

ચારણ સમાજના નિવૃત થયેલ કર્મનિષ્ઠ કર્મચારીઓનું સન્માન સમારંભ યોજાયો
તા.20-06-2021, રવિવારના રોજ ચારણ બોર્ડિંગ, માંડવી ખાતે શ્રી વિજયભાઈ ગઢવી સાહેબ (પ્રમુખશ્રી, અખિલ કચ્છ ચારણ સભા)ના અધ્યક્ષસ્થાને ચારણ સમાજના પોલીસ વિભાગ કર્મનિષ્ઠ (1) શ્રી દેવરાજભાઈ હરિભાઈ ગઢવી (નાની રાયણ, ઉપપ્રમુખશ્રી, અખિલ કચ્છ ચારણ સભા), ASI-ગઢશીશા સ્વૈચ્છીક નિવૃત (આદરણીયશ્રી દેવરાજભાઈ ચારણ સમાજના મુક સેવક છે, સરળ સ્વભાવ, કર્મનિષ્ઠ, ફરજનિષ્ઠ પોલીસ અધિકારી, આટલા વર્ષની જબદરસ્ત કામગીરી પોલીસ વિભાગમા કરેલ છે. તેમજ સામાજિક કાર્યોમા પણ એમનું સિંહ ફાળો હોય છે. આપણા બધા જાણીએ જ છીએ છેલ્લા ઘણા વર્ષોથી કન્યા છાત્રાલય, માંડવીનું સુચારુ વ્યવસ્થા સાથે સંચાલન દેવરાજભાઈ અને એમની ટીમ દ્રારા કરવામાં આવે છે. તેમજ દેવરાજભાઈના નેતૃત્વ મા ગઢવી મિત્ર મંડળ દ્રારા સામાજિક કાર્યો કરવામાં આવે છે. દેવરાજભાઈ વિશે લખવા માટે શબ્દો ઓછા પડે) (2) શ્રી જસરાજભાઈ જાદવભાઈ ગઢવી (નાની ઉનડોઠ) - દેના ગુજરાત ગ્રામીણ બેંક, પદમપુર, (3) ગોપાલભાઈ ગઢવી - નિવૃત PSI, (4) શ્રી રામૈયાભાઈ ગઢવી - પશુ પાલન વિભાગ, જેઓ વય નિવૃત થતા શ્રી ગઢવી મિત્ર મંડળ, માંડવી દ્રારા વિદાય / આવકાર સન્માન સમારંભ રાખવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત આઈશ્રી સોનબાઈમાં રચિત પ્રાર્થના હે ચારણીથી કરવામાં આવેલ. ત્યારબાદ સ્વાગત પ્રવચન શ્રી વીરેન્દ્રભાઈ કાનાણી દ્રારા ગઢવી મિત્ર મંડળ, માંડવીની સ્થાપના ઘણા વર્ષો પહેલા આદરણીયશ્રી પચાણસાહેબ દ્રારા કરવામાં આવેલ હતી. ત્યારબાદ હાલ ગઢવી મિત્ર મંડળ દ્રારા જે સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એની જાણકારી આપેલ. ત્યારબાદ દેવરાજભાઈ, જશરાજભાઈ, ગોપાલભાઈ, રામૈયાભાઈનું સન્માન ગઢવી મિત્ર મંડળના ભાઈઓ તથા ઉપસ્થિત મહેમાનો દ્રારા કરવામાં આવેલ. ત્યારબાદ આદરણીય વિજયભાઈ ગઢવી સાહેબ દ્રારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ. આ અવસરે શ્રી ભીમશી બાપા,  વીરેન્દ્રભાઈ કાનાણી (કાઠડા), હરિભાઈ ગઢવી (નાની રાયણ), મેઘરાજભાઈ (કોડાય), રાણશીભાઈ (કોડાય), ઈશ્વરભાઈ ગઢવી (પ્રમુખ સોનલબીજ સમિતિ), હરિભાઈ શામરાભાઈ (પાંચોટીયા), કાનજીભાઈ જેઠાભાઈ, રાજેશભાઈ કાનાણી, ધનાભા, પત્રકારશ્રીઓ કરશનભાઈ, જીવરાજભાઈ, રમેશભાઈ, વિશ્રામભાઈ (મોટા લાયજા) સહિત સમાજના આગેવાનો ઉપસ્થિતિ રહેલા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગઢવી મિત્ર મંડળ, માંડવીના સભ્યો શામરાભાઈ,ધનરાજભાઈ પુનશીભાઈ,વાલજીભાઈ, નાગાજણભાઈ, ખીમરાજભાઈ, નારાણભાઈ (એડવોકેટ),  ધનરાજભાઈ (કરણી કૃપા), ભચુભાઈ,  મેઘરાજભાઈ (રાજેશ્વરી સ્ટોર), દેવાંગભાઈ(રતડિયા), દેવાંધભાઈ (વવાર) વગેરે ભાઈઓ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન નાગાજણભાઈ તથા આભારવિધિ વાલજીભાઈ દ્રારા કરવામાં આવેલ હતી.

વર્તમાન કોરોના મહામારીના કારણે સરકારશ્રીની માર્ગદર્શિકા પ્રમાણે મર્યાદિત સભ્યો એટલે કે માંડવીમા વસતા ભાઈઓ માટે જ કોરોના ગાઈડલાઈન મુજબ આ કાર્યક્રમ રાખવામાં આવેલ.

ગઢવી મિત્ર મંડળ માંડવી દ્વારા થતી સામાજિક પ્રવૃતિઓ

માંડવીમાં ઉજવાતા સોનલ બીજ અને સમૂહ લગ્ન જેવા સામાજિક ઉત્સવ માં વિવિધ આ તબક્કે આયોજનની જવાબદારી

સમૂહ લગ્નમાં વર-કન્યા નો લગ્નનો પ્રમાણપત્ર, કન્યાઓ માટે કુવરબાઈનુ મામેરુ અને સાત ફેરા સમૂહ ના જેવી સરકારી યોજનાઓ ના લાભ માટે ની સંપૂર્ણ કામગીરી

છેલ્લા ચાર વર્ષથી ચારણ તિથિ કેલેન્ડર નું પ્રકાશન અને તેમાંથી થતી આવકમાંથી સમાજના બાળકો માટે શૈક્ષણિક કાર્ય

દિવાળી નિમિત્તે સમાજ માટે નહિ નફો નહિ નુકસાનના ધોરણે મીઠાઈ બનાવવાનું આયોજન અને તેની વધ રકમ નો સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે વિવિધ કાર્યો કરવામાં આવે છે

*દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે બોર્ડિંગમાં રહેવાની વ્યવસ્થા નું આયોજન અને તેમાંથી થતી આવકમાંથી બોર્ડિંગ ના કાર્યો, શૈક્ષણિક કાર્યોનું આયોજન

*સરકારી નોકરીઓમાં ભરતીમાં સમાજના યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ટ્યુશન ક્લાસીસ અને સેમિનારના આયોજન

*કોરોનાકાળ જેવી આપતીઓ સમયે સમાજના જરૂરિયાત મંદ પરિવારો માટે રાશન કીટ વિતરણ નું આયોજન તથા દર્દીઓ માટે કોવિડ સેન્ટરની તમામ સગવડ ઊભી કરવામાં આવેલ

11 जून 2021

કચ્છની પ્રખ્યાત ઓર્ગેનિક ખારેક

#કચ્છની_પ્રખ્યાત_ખારેક

ઓર્ગેનિક દેશી ખારેક વ્યાજબીભાવે મેળવવા માટે સંપર્ક કરો

શ્રી ભગવતી કૃપા ફાર્મ, મોટા ભાડિયા
9429342782
9638288083

"#The_famous_Kharek_of_Kutch" is AVAILABLE with us.... Pure Organic Kharek At Reasonable Rate.!! Special Handpick And A one Quality Kharek is Available...Hurry Up!!!! 
Book your Order now on contact no. Given below.. 9429342782, 
. 9638288083 Call & What's app📱 @Shree Bhagvati Krupa Farm🌴🌱🌾
  📲!!!BOOK YOUR ORDER NOW!!!🌴

આજે તા.૧૧/૬ એટલે આપણા કવિ શ્રી પ્રવીણભાઈ મધુડા નો જન્મ દિવસ છે

*આજે તા.૧૧/૬ એટલે આપણા કવિ શ્રી પ્રવીણભાઈ મધુડા નો જન્મ દિવસ છે*
"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" કંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા અને કંઈક કરવાની અદમ્ય ઝખનાવાળા પ્રવિણભાઈ મધુડા દ્રારા સાહિત્યના જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા અને અમુલ્ય કાર્ય કરવામાં આવે છે. ખૂબ જ મહેનત અને જહેમતથી રાત દિવસ પ્રવિણભાઈ પુસ્તક પ્રકાશનનું કાર્ય કરે છે.

*ચારણ કવિશ્રી પ્રવિણભાઈ મધુડા નો ટૂંક પરિચય*

*નામ :-* પ્રવીણભા
*અટક :*  મધુડાં
*પિતા  :-* હરુભા કરશનભા મધુડા
*માતા  :-*  રામબાઈ હરૂભા
*મોસાળ :* નરા,બાવડાં  ગામ : સુંદરી ભવાની
*ભાઈ :* ત્રણ ૧ .દેવરાજભા ૩.રાજભા બન્ને વિવાહિત
*પોતે :* ૨. અવિવાહિત
*ઉપનામ:*  પ્રવીણ
*જન્મ તારીખ :-*  ૧૧/૬/૮૬
(ખોટી દાખલા મુજબ ૧૧/૬/૮૨)
*જન્મ સ્થળ :* રામપરડા તા,મુળી
*અભ્યાસ :-* ૮ પાસ સેઠ એન.ટી.એમ હાઇસ્કુલ સુરેન્દ્રનગર
*મૂળ શાખ :-*  ઘાંઘણીયા
*કુલ ઋષિ :-* કોટિ નાગ
*કુળદેવી :* મનશાદેવી(નાગદેવી) -સાચાય ,ચડાઉ દેવ રવેચી
*મૂળવતન:-* ભોજપરા(રામપરડા)
*હાલે રહે :-* રાજકોટ
*આદર્શ :* બાલાબક્ષજી પાલાવત હણુંતિયા, શંકરદાનજી દેથા લીંબડી, ગિરધરદાનજી રતનું દાસોડી, ડૉ, નિર્મલાં આસનાની આદિપુર, કચ્છ
*પરમ મિત્ર બંધું ભાઈ,* પૂર્ણ સમષ્ટિ
*આભારી:*
મદદરૂપ બનેલ કવિઓ, કવિપુત્રો,પ્રેષકો,મારા સુધી સાહિત્ય પુગાડનાર અનેક મિત્રો આર્થિક રીતે મદદરૂપ બનનાર દરેક અદના મોંઘામુલા મહાનુભાવી 
*શોખ :* સાહીત્ય ચિંતન ,મનન,વાંચન અને ચારણી સાહીત્ય ના શોધ કર્તા
*સાહિત્યક ક્ષેત્રે પ્રદાન  :-* ૪૧ પુસ્તકો નું સંકલન સંપાદન અને પ્રકાશન
*વ્યવસાય  :-* માલિક - ઉદય એન્ટરપ્રાઇઝ કારખાનું
*ભાષા :-* સઁસ્કૃત ડિંગલ,ગુજરાતી,નાગરી, હિન્દી,વ્રજભાષા,
*સ્વરચિત કાવ્યો :-* ૧૦૦૦ જેટલી રચનાઓ અને ૨૫૦૦ દોહાઓ
*વિશેષતાઓ :* કવિ,લેખક,ગીતકાર,વક્તા અને ચારણ સમાજના કવિઓ દ્વારા રચિત કાવ્ય પરંપરા ને સાચવવા માટે તન,મન,ધન,થી પ્રયાસ
*વિશિષ્ટ કાર્ય -૧ :* ૧૫ મી સદી થી ૨૧ મી સદી એટલે ૭૦૦ વર્ષ દરમ્યાન રચાયેલ શિવ સ્તૂતિઓ નો અદ્ભૂત સંગ્રહ *વલ્ડ રેકોર્ડ*

*વિશિષ્ટ કાર્ય - ૨ :* ભુજ કચ્છ ની રા.ઓ.લખપત ડીંગળ ભાષા પાઠશાળા(૨૦૦ વર્ષ કાર્યરત)માં ભણેલા અંદાજિત ૫૦૦ જેટલા કવિઓ નું સાહીત્ય સંગ્રહિત કરવાનો અથાગ પ્રયાસ *વલ્ડ રેકોર્ડ*

*વિશેષ આશીર્વાદ :* માં,બાપ અને અનેક જગદંબા અને અનેક કવિઓ અને સત આત્માઓના......

*સન્માન :* સમગ્ર સાહીત્ય પ્રેમીઓ નો પ્રેમ

*ઋણ* મારા માં,બાપ,પુર્વજો પિતૃઓ તથા મારી જ્ઞાતિ ગંગા નું 
*પ્રમુખ :* આઈશ્રી પુરામાં સાહિત્ય સંવર્ધન સંસ્થાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
*સંપર્ક:*
૯૭૨૩૯ ૩૮૦૫૬/૯૫૧૦૯ ૯૫૧૦૯

       વંદે સોનલ માતરમ્

*આઈ શ્રી પુરામાં સ્મૃતિ પ્રકાશન અને પ્રવીણભાઇ મધુડા ના સંપાદિત* પુસ્તકો મંગાવો અથવા એક વખત ૧૧૦૦૦ માં આજીવન સભ્ય બનીને એક - એક પ્રતિ આજીવન મેળવો

*૧.  માતૃ વંદના  રૂ. ૭૦*

*૨.  શિવ વંદના  રૂ. ૨૫૦*

*૩.  શક્તિ વંદના  × અપ્રાપ્ય ×*

*૪. ચરજ થી અરજ ભાગ -૧ રૂ. ૭૫*

*૫. ચરજ થી અરજ ભાગ -૨ રૂ. ૭૫*

*૬. ચરજ થી અરજ ભાગ -૩ રૂ. ૭૫*

*૭. ચરજ થી અરજ ભાગ-૪ રૂ. ૭૫*

*૮. આઈ શ્રી સોનલ સતસઇ રૂ. ૧૦૦*

*૯. આઈ શ્રી સોનલ આરાધ રૂ. ૧૦૦*

*૧૦. આઈ શ્રી સોનલ વંદના × અપ્રાપ્ય ×*

*૧૧. આઈ શ્રી સોનલ માળા × અપ્રાપ્ય ×*

*૧૨.નાગદમણ-સાંયાજી ઝુલા રૂ.૧૦૦*

*૧૩. આઇયુંને આરદા ભાગ -૧  રૂ. ૭૫*

*૧૪. આઇયુંને આરદા ભાગ -૨  રૂ. ૭૫*

*૧૫. આઇયુંને આરદા ભાગ -૩  રૂ. ૭૫*

*૧૬. આઇયુંને આરદા ભાગ -૪  રૂ. ૭૫*

*૧૭. ચારણી શક્તિ ઉપાસના  રૂ. ૮૦*

*૧૮. કાઠીયે કાઠીયાવાડ કીધો  રૂ.૨૫૦*

*૧૯.સોરઠાની સરવાણી ભાગ ૧ (કાનીયા શતક) રૂ.૫૦*

*૨૦.સોરઠાની સરવાણી ભાગ ૨ (કાનીયા શતક)   રૂ.૫૦*

*૨૧.સોરઠા ની સરવાણી ભાગ ૩ (ખાતરા શતક) રૂ.૫૦*

*૨૨. પિંગલ કાવ્ય પુષ્પ ભાગ ૧ રૂ.૫૦*

*૨૩.સુબોધ બાવન(પાલું ભગત)  રૂ.૧૫૦*

*૨૪.વિરમ કાવ્ય પુષ્પ(વીરમભાઈ વાચા)રૂ.૧૦૦*

*૨૫.હરિરસ બૃહદ(મહાત્મા ઇશરદાસજી) રૂ.૧૫૦*

*૨૬. હરિરસ પોકેટ(મહાત્મા ઇશરદાસજી ) રૂ.૮૦*

*૨૭.દેવીયાંણ (મહાત્મા ઇશરદાસજી )પોકેટ રૂ.૮૦*


*૨૮.ગીરની ગંગોત્રી (કવિ રાજભા ગીર)રૂ.૩૦૦*

*૨૯.આઈશ્રી વડવાળી મોગલ વંદના (સ્વરચિત)રૂ.૧૦૦*

*૩૦.આઈ શ્રી મોગલ છન્દ આરાધ રૂ.૧૦૦*

*૩૧.આઈ શ્રી મોગલ વંદના (ચરજૂ )રૂ.૧૦૦*

*૩૨.આઈ શ્રી મોગલ આરાધના(ચરજૂ ) રૂ.૧૦૦*

*૩૩.આઈ શ્રી મોગલ દોહા ચાલીસા રૂ.૬૦*

*૩૪.જગદંબા આઈ જેતબાઇ રૂ.૧૫૦*

*૩૫. લખન કાવ્ય સંગ્રહ × અપ્રાપ્ય ×*

*૩૬.ઇસ્વર નું જગત  × અપ્રાપ્ય ×*

*૩૭.શ્રી સુંદર વિલાસ  × અપ્રાપ્ય ×*

*૩૮.વરદાળીને વંદના  × અપ્રાપ્ય ×*

*૩૯.શ્રી નાગઇ પુરાણ  રૂ.૨૦૦*

*૪૦.પાંડવ યશેન્દુ ચન્દ્રીકા  રૂ.૬૦૦*

*૪૧.જ્વાળામુખી દેવી સ્તુતિ રૂ.૧૦૦*

*૪૨.સૌરાષ્ટ્ર વંદના (કવિ દીલજીત બાટી) રૂ.૩૦૦*

આ શિવાય આપ જે પુસ્તકો માંગો તે મળશે  કાગવાણી ભાગ ૧થી૮ ,પ્રવીણ સાગર, તેમજ વંશ ભાસ્કર,ચારણ સાહીત્યકા ઇતિહાસ, વીર સતસઇ,
પૃથીરાજ રાસો,રાજસ્થાન કા ઇતિહાસ,વિભા વિલાસ,યદુવંશ પ્રકાશ,વાઘેલા વૃત્તાંત, ઝાલા વંશ વારીધિ, 
આવા કોઈ પણ અલભ્ય ગ્રંથો મેળવવા માટે કોન્ટેક કરો 

પ્રવીણ ભાઈ મધુડા રાજકોટ

97239 38056

Sponsored Ads

ADVT

ADVT