.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

अवनवा समाचार लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
अवनवा समाचार लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

28 जून 2025

પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ: - લેખ બાય વસંતદાનભાઈ ગઢવી સાહેબ

 પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ:




                                ભીખુદાન ભાઈ છેલ્લા પાંચ દાયકાથી વધારે સમયથી સંસ્કાર સરિતા સતત વહાવી રહ્યા છે. ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર દેશ કે વિદેશમાં સ્થાયી થયા હોય તેવા તમામ ગુજરાતીઓને ભીખુદાનભાઈનો પરિચય આપવાની ભાગ્યે જ જરૂર રહે છે. તેઓ દેશના નાના-મોટા નગરો તેમ જ શહેરો તથા અનેક ગામડાઓમાં બોલ્યા છે. લોકોના વિશાળ સમૂહે તેમને એકચિત્તે ભાવથી સાંભળ્યા છે. આજ રીતે વિશ્વના અનેક દેશોમાં પણ તેઓ ગયા છે અને ત્યાં વસેલા આપણાં લોકોને લોકજીવનના ઉજળા સંસ્કાર વારસાની વાતો કરી છે. કોઈ કલાકાર પાંચ દસકાથી પણ વધારે સમયથી લોકસાહિત્ય રજુ કરે અને છતાં તેમના તરફનો શ્રોતાઓનો ભાવ સતત ટકી રહે અને વધતો પણ રહે તે સાધારણ વાત નથી. લોકસાહિત્યના દિગ્ગ્જ કલાકારો આપણે અગાઉ પણ જોયા છે. જયારે કવિ શ્રી દુલા ભાયા કાગ કે જેમને આપણે ભગત બાપુના નામથી ઓળખીએ છીએ તેઓ અને મેરૂભા જગત છોડીને ગયા ત્યારે એમ લાગતું હતું કે આ ઉજળા તથા માનવજીવનને પોષક સાહિત્યની રજુઆતમાં કદાચ એક પ્રકારનો શૂન્યાવકાશ આવશે. પરંતુ જગદંબાની કૃપાથી તેમ થયું નહિ. ભગતબાપુ અને મેરૂભા બાપુ ગયા પછી લાખાભાઇ ગઢવી તથા ભીખુદાનભાઈ જેવા કલાકારોએ આ ઉજળી પરંપરા જાળવી રાખી. એટલું જ નહિ પરંતુ આ સાહિત્યની ગરિમા તેમણે પોતાના વાણી તથા વર્તનથી વિશેષ ઉજળી કરી તેમ જ વિસ્તરણ કર્યું. ભીખુદાનભાઈની વાણીના માધ્યમથી કવિ કાગ તથા કવિ દાદની વાણી જન જન સુધી પહોંચી. ઝવેરચંદ મેઘાણીની અનેક ભાતીગળ વાતો લોકોએ પુરા ભાવથી માણી અને ભીખુદાનભાઈની કહેણીને વધાવી. ભીખુદાનબાઈની અઢીસોથી વધારે ઓડિયો કેસેટ્સ બહાર પડી છે. નાના એવા ગામના સરપંચથી માંડીને દેશના વડાપ્રધાન સુધીના લોકોએ તેમને ભાવથી અને પ્રસન્નતા સાથે સાંભળ્યા છે. પૂજ્ય મોરારિબાપુનો ઉજળો હોંકારો તથા પૂજ્ય આઈ શ્રી હાંસબાઈ મા (રતાડીયા-કચ્છ)ના આશીર્વાદનો અનેરો લાભ ભીખુદાનભાઈને સતત મળતો રહ્યો છે. સોનલબીજના પવિત્ર દિવસે તેઓ આઈ સોનબાઈમાની ઉપાસનાનો એક માત્ર ક્રમ વર્ષોથી રાખે છે. અંતે તો માણસની પરખ તેના વાણી વિવેક પરથી જ થતી હોય છે. એક પ્રાચીન દુહો છે:

હંસ તરંતો પરખીએ,

પાણી નદી વહંત.

સોનુ કસીને પરખીએ

માણસ વાત કહંત.

          જેમની વાતોમાં વિવેક હોય, કથનની શૈલીમાં ગરિમા હોય તેમ જ જેની કહેણીમાં કઠોરતા ન હોય તેવા 'વાત ડાહ્યા' માણસો સમાજની શોભા સમાન હોય છે. ભીખુદાનભાઈમાં આ ગુણો સહજ રીતે ઉતરેલા છે.

                          વિશ્વકોશ ટ્રસ્ટ એ ગુજરાતના આભૂષણ સમાન સંસ્થા છે. સાહિત્યના આજીવન ભેખધારી ધીરુભાઈ ઠાકરની નિષ્ઠાનું તેમ જ કર્મઠ જીવનનું એ અનોખું સ્મારક છે. વિશ્વકોશ તરફથી લગભગ છેલ્લા એક દાયકાથી દર વર્ષે પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ વિવિધ કલા કે સામાજિક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવને અર્પણ કરવામાં આવે છે. લોકસાહિત્યની ઉજળી પ્રથા તેમજ પરંપરાના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ભીખુદાનભાઈ ગઢવીને ૨૦૨૫ના વર્ષ માટેનો સવ્યસાચી એવોર્ડ આપવામાં આવે છે તે ઘટના સાહિત્યના ક્ષેત્રમાં રસ ધરાવનાર સૌ કોઈ માટે મહત્વની તેમ જ યાદગાર ઘટના છે.

              ભીખુદાનભાઇના અવાજમાં ગિરનારની ગરવાઇ છે. આજે જીવનના આઠમા દાયકે પણ હવા બાંધી લે તેવો જાદુ તેમના અવાજમાં છે. માતાજીની અસીમ કૃપા હોય તો જ આવું શક્ય બને. ભીખુદાનભાઈનું વ્યક્તિત્વ એ સૌજન્ય તથા સરળતાએ માનવદેહ ધારણ કર્યો હોય તેવું લાગે છે. ભાવનગરના ગૌરવ સમાન કવિ તથા વક્તા બળદેવભાઈ નરેલાની પાવન સ્મૃતિ ભીખુદાનભાઈને મળીએ ત્યારે થયા કરે છે. જયારે તેઓ બોલતા હોય ત્યારે તેમની વાતોમાં એક સંસ્કારધારાનો પ્રવાહ વહે છે. કુટુંબના સૌ સભ્યો સાથે બેસીને માણી શકે તેવો તેમનો વાત વૈભવ છે. મનોરંજનની વાતોમાં પણ વાણી વિવેકની મર્યાદા છે. ભગતબાપુએ માતાજી પાસે માંગણી કરી હતી તેવો ઉજળો વાણી પ્રવાહ તેમના કંઠેથી વહેતો થયો છે. ભગતબાપુ લખે છે:

ચારણો સૌ સરસ્વતીને સેવે

ગીત રામાયણ ગાય

સવળી જીભે બેસજે ચંડી,

(અમારી) વૈખરી વાણી જાય...

માતાજી હું એટલું માંગુ

પાયે તોય વિપળી લાગું.

                 ભીખુદાનભાઈ જેવા સરસ્વતી ઉપાસકોનું અક્ષરજ્ઞાન કદાચ ઓછું હોય તો પણ અંતરજ્ઞાન અગાધ છે. જાગૃતિ પૂર્વકનું લોકદર્શન એ તેમની શક્તિ છે. લોકદર્શનથી જ તેમનું લોક જોડાણ મજબૂત બને છે. તેમના પિતા ગોવિંદભાઇ ગઢવી એક સજ્જન તથા પરગજુ વ્યક્તિત્વ ધરાવતા ચારણ હતા. માણેકવાડા (જૂનાગઢ જિલ્લો)માં તેમની ખેતીની જમીન હતી. ગોવિંદબાપુને રામાયણ પ્રિય હતું. તેઓ રામાયણ ગાઈને પોતાની જાતને તેમજ સૌ સાંભળનારાઓને પ્રસન્ન કરતા હતા. તેમના કાકા રામભાઈ ગઢવી ચારણી સાહિત્યના સુપ્રસિદ્ધ ગ્રંથ 'અવતારચરિત્ર"ના અભ્યાસુ હતા. ભીખુદાનભાઇના સસરા મેકરણભાઇ લીલા પણ સારા કવિ હતા. મેકરણભાઇ પણ સમર્થ વાર્તાકાર ગગુભાઈ લીલાના પુત્ર હતા. ગગુભાઈ લીલાની અનેક વાતો એ સમાજને ડોલાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ તેમની અનેક વાતો પોતાના સર્જનોમાં વણી લીધી છે. લોકસાહિત્ય ઉપરાંત સામાજિક ક્ષેત્રોમાં પણ જયારે કોઈ લોકકલ્યાણ કે લોકહિતની વાત લોકો સુધી પહોંચાડવાની હોય ત્યારે ભીખુદાનભાઈએ આવી જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે. સામાન્ય રીતે વ્યવસાયિક રઝળપાટને કારણે ભીખુદાનભાઈની ઘરમાં સતત ગેરહાજરી રહે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં બહેન શ્રી ગજરાબહેને ઘરનો મોરચો સ્વસ્થતાથી સાંભળ્યો હતો અને બાળકોમાં સંસ્કાર સિંચન કર્યું હતું. તેના અનેક લોકો સાક્ષી છે.

              ભીખુદાનભાઈને સુપ્રતિષ્ઠિત "પદ્મભૂષણ ડોકટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ" મળે એ સમગ્ર લોકધારાનું અદકેરું સન્માન છે. ધીરુભાઈ ઠાકરનું વ્યક્તિત્વ એ સર્વસમાવેશક હતું. તેમની સ્મૃતિમાં અપાતો આ એવોર્ડ પણ અનેક ક્ષેત્રોને અજવાળનારા લોકો સુધી પહોંચ્યો છે. જે ગૌરવપ્રદ ઘટના છે. ભીખુદાનભાઈની પ્રેરણાથી તૈયાર થયેલા લોકસાહિત્યના અનેક ઉગતા કલાકારો માટે પણ આ એવોર્ડ પ્રોત્સાહન સમાન છે. ભીખુદાનભાઈનું જીવન સ્વસ્થ તેમ જ સક્રિય રહે તેવી જગદંબા પાસે પ્રાર્થના છે.

વસંત ગઢવી

તા. ૧૬ જૂન ૨૦૨૫  

લેખ બાય વસંતદાનભાઈ ગઢવી સાહેબ

6 नवंबर 2023

ચારણ સમાજનું ગૌરવ અધિક કલેકટર તરીકે પ્રમોશન

ચારણ સમાજનું ગૌરવ સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત, કર્મનિષ્ઠ અધિકારી એવા આદરણીયશ્રી શિવરાજભાઈ ગીલવા સાહેબ ને નાયબ કલેકટર (GAS) માંથી અધિક કલેકટર (GAS સિનિયર સ્કેલ) માં પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ
હાલે અધિક સચિવશ્રી (કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો) તરીકે ફરજ બજાવે છે. જેઓનું નાયબ કલેકટર (GAS) માંથી અધિક કલેકટર (GAS સિનિયર સ્કેલ) માં પ્રમોશન થી એડિશનલ પર્સનલ સેક્રેટરી જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો, સચીવાલય, ગાંધીનગર તરીકે પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ

શિવરાજભાઈ ગીલવા સાહેબનું પરિચય માટે :- અહી ક્લીક કરો

1 अक्टूबर 2022

મળવા જેવા માનવી શ્યામભાઈ માણેકભાઈ ગઢવી

આઈશ્રી સોનલ મા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્રારા પ્રકાશિત "ચારણ સંસ્કૃતિ" અંક-48 (ઓક્ટોમ્બર-2022) મા મળવા જેવા માનવી - શ્યામભાઈ માણેકભાઈ ગઢવી (નાયબ સેક્શન અધિકારી)

કચ્છના ચારણ યુવાન શ્યામભાઈ ગઢવીની સંઘર્ષગાથા

UPSC પાસ કરનાર કચ્છના ચારણ યુવાન જયવીરભાઈ ગઢવી(IPS)ની સંઘર્ષગાથા

આઈશ્રી સોનલ મા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્રારા પ્રકાશિત "ચારણ સંસ્કૃતિ" અંક-48 (ઓક્ટોમ્બર-2022) મા મળવા જેવા માનવી - જયવીર ભરતદાનભાઈ ગઢવી (IPS)

UPSC પાસ કરનાર કચ્છના ચારણ યુવાન જયવીરભાઈ ગઢવીની સંઘર્ષગાથા

5 जून 2022

આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આરાધના કાર્યક્રમ ની આમંત્રણપત્રિકા

આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આરાધના કાર્યક્રમ ની આમંત્રણપત્રિકા

તા.12/06/2022, રવિવાર

સ્થળ :- આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, મેઘાણી નગર, જુનાગઢ

22 मई 2022

ચારણ ગઢવી સમાજનું ગૌરવ 100 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા

ચારણ ગઢવી સમાજનું ગૌરવ 100 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા

તાજેતર માં રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની એથલેટિક્સ સ્પર્ધા હિમંતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ચાલુ છે. જેમાં વર્ષાબેન કરશનભાઈ ગઢવી (મોટા ભાડીયા તા.માંડવી-કચ્છ)એ  ૧૦૦ મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ.
ખેલ મહાકુંભની એથલેટિક્સ સ્પર્ધામાં કચ્છ જિલ્લાના પ્રતિનિધિ તરીકે ૧૦૦ મીટર દોડ માત્ર 13.27 સેકન્ડમાં પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. નેશનલ લેવલે પણ પ્રથમ આવે તેવી શુભેચ્છાઓ.

વર્ષાબેન તથા એમના પરિવાર તથા એમના કોચ ગીતાબેનને ખૂબ ખૂબ અભિનંદન

27 अप्रैल 2022

સ્વ. મોમાયાભાઈ વાલજીભાઈ બાનાયત પરિવાર (મોટા ભાડિયા તા. માંડવી-કચ્છ) ના આંગણે ચિ.દેવાંધ, ચિ.રતન, ચિ.હરિના લગ્ન પ્રસંગે રૂ. 30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર

સ્વ. મોમાયાભાઈ વાલજીભાઈ બાનાયત પરિવાર (મોટા ભાડિયા તા. માંડવી-કચ્છ) ના આંગણે ચિ.દેવાંધ, ચિ.રતન, ચિ.હરિના લગ્ન પ્રસંગે રૂ. 30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર

*નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત,*
*કીર્તિ કેરા કોટડા ઈતો પાડયાં નહીં પડંત*

જીવદયા એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. જીવદયા એજ સાચી માનવતા છે. "જીવદયા એટલે મોક્ષ માર્ગ" અબોલ પશુઓની સેવાએ મનુષ્યને આત્મ સંતોષ સાથે પુણ્ય કમાવવાની તક આપે છે. 

જીવદયા માટે વાલજીભાઈ ની અમૂલ્ય અને ઉમદા નિઃસ્વાર્થ ભાવના થકી એમના ઘરે શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે સંતવાણી તથા દાંડિયારાસના કાર્યક્રમમાં રૂ.  30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર થયેલ જે રકમ શ્રી મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટને વાલજીભાઈ દ્રારા અર્પણ કરવામાં આવેલ. *આટલી મોટી ઘોર સ્વરૂપે રકમ મોટા ભાડિયા ગામના અત્યાર સુધીના ગાયોના ચારા માટે ઘોરની રકમનું રેકર્ડ થયેલ છે.* વાલજીભાઈ તથા પધારેલ મહેમાનો અને ગ્રામજનો તથા બાનાયત પરિવાર દ્રારા ગાયોના લાભાર્થે મનમૂકીને ઘોર સ્વરૂપે રૂપિયાનો વરસાદ કરવામાં આવેલ જેના પરિણામ સ્વરૂપે આટલી મોટી રકમ ગાય માતાના ઘાસચારા માટે એકઠી થઈ શકેલ છે.
આ અમૂલ્ય યોગદાન બદલ વાલજીભાઈ તથા સર્વે દાતાશ્રીઓનું મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે.

સરળ સ્વભાવ, અને પરોપકારી જીવન, સાદગીમાં માનતા નિઃસ્વાર્થ ભાવે સેવા અને ઉમદા કાર્ય કરતા એવા *વાલજીભાઈ કરશનભાઈ ગઢવી (બાનાયત)* નું જન્મ કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામે શ્રાવણ વદ-11ના રોજ માતૃશ્રી લક્ષ્મીબેન અને પિતાશ્રી કરશનભાઈ મોમાયાભાઈ બાનાયત ના ઘરે થયેલ. સાધારણ ખેડૂત પરિવાર. એ સમયે સ્થાનિકે રોજગારી માટે કોઈ સગવડ ના હોવાથી વાલજીભાઈ નાની ઉંમરે રોજગારી માટે દેશની મહાનગરી એવી મુંબઈની વાટ પકડી, મુંબઈ ખાતે કાપડની દુકાને નોકરી થી કારકિર્દીની શરૂઆત કરેલ. 10 થી 12 વર્ષ નોકરી કરી કાપડ વ્યવસાયનું બહોળો અનુભવ અને વાલજીભાઈની કર્મ નિષ્ઠાથી જે મહેનત કરેલ જેના પરિણામ સ્વરૂપે તેઓ પોતાનું વ્યવસાય દિવ્યમ ફેબ નામથી શરૂ કરેલ. ધીમે ધીમે નાના પાયે કાપડના વ્યવસાયની શરૂઆત કરેલ. અને હાલે શૂન્ય માંથી સર્જન કરી મુંબઈ જેવી મહા નગરીમાં કાપડ ના વ્યવસાયમાં દિવ્યમ ફેબ, હિંદમાતા દાદર તથા દીપમ ફેબ, હિંદમાતા દાદર ખાતે કાપડના વ્યવસાયમાં બહુ જ મોટું નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે.

મોટા ભાડિયા ચારણ સમાજના રત્ન, દાનવીર ભામાશા એવા શ્રી વાલજીભાઈ કરશનભાઈ બાનાયતએ પોતાના 50 વર્ષે પ્રવેશ નિમિત્તે સુર્વણ જયંતિ  મહોત્સવની ઉજવણી જીવદયા માટે પોતે રૂ.1,00,000 /- તથા શુભેચ્છકો તરફ થી રૂ. 6,75,000 /- કુલ રૂ. 7,75,000 /- મોટા ભાડિયાના રામધણના નિભાવ તથા ઘાસચારાની વ્યવસ્થા માટે શ્રી મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટને અર્પણ કરીને જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરેલ. એ સિવાય દર વર્ષે રામધણ અને ગાયો માટે અઢળક આર્થિક યોગદાન આપવામાં આવે છે.

ચારણ સમાજના દરેક કાર્ય માટે વાલજીભાઈ દ્રારા હરહંમેશ આર્થિક યોગદાન મળતું જ હોય છે, જેમ કે, સમુહ લગ્ન હોય, મોટા ભાડિયા ચારણ સમાજ વાડી ખાતે આવેલ અન્નપૂર્ણા વાસણ ભંડાર, શિક્ષણ, તથા રખડતા પશુઓ રામધણ માટે સૌપ્રથમ પહેલ કરનાર, એવા તો અઢળક સામાજિક કાર્યોમાં વાલજીભાઈનું સિંહફાળો હોય છે. કોઈ પણ જાતની પ્રસિદ્ધ વગર સેવાનું ઉમદા કાર્ય વાલજીભાઈ દ્રારા કરવામાં આવે છે. 

વાલજીભાઈએ જીવદયા, ગૌસેવા, અને સમાજ સેવા માટે હરહંમેશ માટે તૈયારી બતાવી છે અને એ માટે આર્થિક યોગદાન પણ આપેલ છે.

નિઃસ્વાર્થ, નિખાલસ, નીરઅભિમાની, નીડર એવા વાલજીભાઈ કોઈની ખટપટ કરવામાં માનતા નથી અને સત્કાર્યો કરતા સારા માણસોને હંમેશા પ્રોત્સાહન આપે છે. આપણા ગામના તથા અન્ય યુવાનોને પોતાના અનુભવ થકી લાઇન આપી આગળ વધારેલ છે. એવા તો અનેક યુવાનોને આપણે જોઈ શકીએ છીએ.

વાલજીભાઈની સાદગી, સરળતા, નિખાલસ વ્યકિત, વાલજીભાઈ દ્રારા કરવામાં આવતા કાર્યો માટે શબ્દો ઓછા પડે એવા સમાજના મુક સેવકને વંદન.

મોટા ભાડિયા ગૌશાળા માં હાલે 850 જેટલી ગાયોને ચારો આપવામાં આવે છે. દૈનિક રૂ. 25000 /- ચારોનો ખર્ચ થાય છે.

6 जनवरी 2022

ગ્રંથ લોકાર્પણ અને લોક ડાયરો

ગ્રંથ લોકાર્પણ અને લોક ડાયરો

કચ્છ રાજયના રાજકવિશ્રી શંભુદાન ઈશ્વરદાન ગઢવી રચિત કચ્છ દર્શન (અંગેજી પ્રકાશન-2022) પુસ્તકનો વિમોચન તથા શ્રી હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર (કચ્છ યુનિવર્સિટી)ને લોક સાહિત્ય તથા ચારણી સાહિત્યના અમૂલ્ય પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ

તારીખ :- 16-01-2022
સમય :- સાંજે 4-00 કલાકે
સ્થળ :- ટાઉન હોલ, ભુજ-કચ્છ

નિમંત્રક
રાજકવિશ્રી શંભુદાન ઈશ્વરદાન ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ

26 दिसंबर 2021

સતના તેજની જાગતી જ્યોત આઈશ્રી કામઈ માના આંગણે સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ આમંત્રણપત્રિકા

સતના તેજની જાગતી જ્યોત આઈશ્રી કામઈ માના આંગણે  સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ આમંત્રણપત્રિકા

તા. 01-01-2022, શનિવાર

યજ્ઞ સવારે 9-00 કલાકે
માતાજીની છડી યાત્રા બપોરે 3-00 કલાકે
મહાઆરતી સાંજે 6-00 કલાકે
ભોજન મહાપ્રસાદ સાંજે 7-45 કલાકે
આઈ વંદના (લોક ડાયરો) રાત્રે 9-00 કલાકે

સ્થળ :- આઈશ્રી કામઈ ધામ, જામ ખંભાળીયા જી. દેવભૂમિ દ્રારકા

નિમંત્રક
શ્રી રામભાઈ નાથાભાઈ (ભાન) ગઢવી પરિવાર -  જામ ખંભાળીયા
શ્રી કામઈ ધામ સેવા સમિતિ અને શ્રી કામઈ માતાજી સંસ્થાપન ટ્રસ્ટ
શ્રી સમસ્ત ચારણ ગઢવી સમાજ (દેવભૂમિ દ્રારકા તથા જામનગર જિલ્લો)

આઈશ્રી કામઈ મા નું ઈતિહાસ જાણવવા માટે :- અહી ક્લીક કરો

29 नवंबर 2021

ચારણ - ગઢવી સમાજના પોલીસ ભરતી ના ઉમેદવારો જોગ સંદેશ

ચારણ - ગઢવી સમાજના પોલીસ ભરતી ના ઉમેદવારો જોગ સંદેશ

PSI તથા લોક રક્ષક ની ભરતી માટેની શારીરિક કસોટી તા. 03/12/2021 થી 29/01/2022 સુધી યોજાનાર છે. જે માટે નીચે મુજબના જિલ્લાઓ ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે.  *ઉમેદવારોની જે ગ્રાઉન્ડ પર કસોટી હોય તેઓ સમયસર નામ નોંધાવી લેવા વિનંતી જેથી વ્યવસ્થા કરવામાં સરળતા રહે.* જેની નોંધ લેવા વિનંતી.

*(1) બનાસકાંઠા*
સ્થળ
ક્રિષ્ના મોહન છાત્રાવાસ પાલનપુર 
સંપર્ક
9426704475, જે ડી ગઢવી.
9723815467, દિનેશભાઈ
9979744788, મહેન્દ્રભાઈ
9426595351 કરણીદાન
9825098755 જગદીશદાન

*(2) ગોંડલ*
(1)
*ભાઈઓ માટે*
હરિભાઈ કે. ગઢવી મો. 80772 39374
દેવાંધભાઈ ગઢવી મો. 99782 98581
મુરજીભાઈ ગઢવી મો. 97279 97375
માણેકભાઈ ગઢવી મો. 96380 34528

*બહેનો માટે વ્યવસ્થા*
સાવિત્રીબેન ગઢવી મો. 93161 31524

*વ્યવસ્થા તેમજ કોઈ કામ માટે સંપર્ક*
દેવરાજભાઈ ગઢવી મો. 98255 91495

*સંયોજક :- શ્રી ગઢવી મિત્ર મંડળ, માંડવી-કચ્છ*

(2)
ગોંડલ માટે વીરપુર (જલારામ)
ખાતે રહેવા માટે ની સગવડ

વીરપુર થી ગોંડલ 17 km થાય છે.સવારે ગોંડલ પહોંચાડવા માટે વાહન ની પણ વ્યવસ્થા રાખેલ છે..
સરનામું :- 
નમ્રતા ગેસ્ટ હાઉસ, રેલવે સ્ટેશન રોડ, વીરપુર (જલારામ)
મોબાઈલ : 97124 84393

સંપર્ક :
મલ્હાર લાંગાવદરા
97260 60288
દેવ દેથા
92659 32298
માનવ સુરું
70965 37173
નિલેશભાઈ 
94264 28989

*(3) ગોધરા*
આઈશ્રી ખોડીયાર માં મંદીર છબનપુર, લુણાવાડા રોડ 
*સંપર્ક*
મનહરભાઈ ગઢવી - 8200937530
હિતેશભાઈ ગઢવી 8200144946
ધીરજભાઈ ગઢવી - 8320817161

*(4) મહેસાણા*
સંપર્ક
આવડદાનભાઈ. એચ.ગઢવી 
8469417917

*(5) ભરૂચ*
સંપર્ક
ભુપેન્દ્રભાઈ ગઢવી 9429555963
નરેશભાઈ ગઢવી 9016100413
કનકસિંહ ગઢવી 9427158419

*(6) પાટણ*
સંપર્ક
ગઢવી ચેતનદાન હરુંદાન 
મો. 9824479525
ગઢવી યોગેશ દાન હરીદાન 
મો.8200531683

*(7) ગાંધીનગર*

દુર્ગેશ ટાપરીયા (હેબતપુર)
મો.9725017890
કરશનદાન મિસણ (મમાણા)
મો. 9909840989
માહીરસિંહ રત્નુ (દેવરાસણ)
મો.9104638146
વિરમભા જામ (જામખંભાળિયા)
મો.9824715578
કબીરદાન ફૂનડા (ઝાડીયાણા)
મો.7016355918
દિપકદાન પાંડરસિંગા (જંત્રાણ)
મો.9898163300

*(8) હિમતનગર*
ડો. ધવલભાઈ અભેસિંહભાઈ ઝૂલા
9067777719

*(9) અમદાવાદ*
1...*દિલીપભાઈ શિલ્ગા*   મો. 9825005224       
 2...*બળવંતસિંહ બાટી*
 મો. 99099 55555

3...*મહેશભાઈ વરસડા*
મો.  75679 88997

( *અમદાવાદ પુર્વ/પચ્છિમ માટે* )

4...*કુલદીપદાન ચારણ....*
મો.8320452480
( *મોટેરા અને ચાંદખેડા સાઈડ માટે*) 

5...*સંજયદાન મહેડુ....*
મો.9974158796
( *નરોડા/શાહીબાગ/કરાઈ માટે*) 

*(10) સુરત*
જગદીશદાન (વિદરકા )
મો - 9925840010
દશરથદાન  (ચારણકી )
મો -9978311888
જીતુદાન ઉસડા 
મો -9925772472
મયુરદાન નાંધુ  (PSI)
મો -. 9099013013
બ્રિજેશદાન ઇશરણી  (PSI )
મો -9925389207
ચેતનદાન ગઢવી (PSI)
મો-9727986722
કુલદીપદાન (વિદરકા )
મો -9909422822
*સ્થળ - *SRP ગ્રુપ 11 (વાવ)કામરેજ ના ગેટ ની સામે  કેન્ડલ વૂડ કોમ્પ્લેક્સ .* 

*(11) રાજકોટ* 
 વિરલદાનભાઈ ગઢવી PI રાજકોટ મો. 97125 69777

*(12) જૂનાગઢ*
આઈશ્રી સોનલ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય મેઘાણીનગર જુનાગઢ 
પી.ટી.સી ગ્રાઉન્ડની બાજુમાં  
સંપર્ક ગિરીશ આપા 9924832610
સામત ગઢવી 9998019752
 જુનાગઢ પી.એસ.આઇ 
જે જે ગઢવી સાહેબ 8000021002

*(13) ખેડા/નડિયાદ*
 ગઢવી સોસાયટી મહેમદાવાદ
જશવંતસિંહ ગઢવી મો. 9727284476
હેમુદાન ગઢવી મો. 9925885793

*(14) અમરેલી*
સંજયભાઈ ખળેલ- 90999 48902
અજીતદાન લાંગાવદરા-99242 66012
જીજ્ઞેશ ભાઈ ભેવલીયા- 94279 62915
કિરીટદાન કુંચાલા- 99796 52874
નિકેશ ભાઈ બાટી- 93768 68555
નિલેશભાઈ લીલા- 99980 08001
રણજીતદાન ઉધાસ-97375 12891
રમેશદાન લાંગાવદરા- 9904339132

*(15) સુરેન્દ્રનગર*

*ભાઈઓ માટે*
સંપર્ક  સુત્ર :
ડો અશ્વિનભાઈ એસ  ઝીબ્બા
 98252 24013
શ્રી જગુભા લાંબા (કેરવી) 
  9727216169
શ્રી  અંબાદાનભાઇ રત્નુ
9879351346
શ્રી પ્રકાશદાન રત્નુ
9913800004
શ્રી અનુભા કિડીયા
9909225841

*બહેનો માટે*
શ્રી શોભનાબેન આર ટાપરીયા
9978103576

શ્રી ઝાલાવાડ ચારણ ગઢવી વિકાસ સંગઠન  સુરેન્દ્રનગર 
આઇશ્રી  સોનલ જન્મોત્સવ સમિતિ સુરેન્દ્રનગર

આપણા સમાજના ઉમેદવારો માટે પોતાનું અમૂલ્ય સમય કાઢી વ્યવસ્થા કરનાર તમામનું ખૂબ ખૂબ આભાર

        વંદે સોનલ માતરમ

30 अक्टूबर 2021

આઈશ્રી દેવલ મા પ્રેરિત મા ભગવતી શકિતપીઠ મંદિરનો શિલાન્યાસ આમંત્રણમાંત્રિકા

ભાવભર્યુ નિમંત્રણ

આઈશ્રી દેવલ મા પ્રેરિત મા ભગવતી શકિતપીઠ મંદિરનો મુખ્ય શિલાન્યાસ પૂજન

મા ભગવતીની અસીમ કૃપાથી આઈશ્રી દેવલ માના પુનિત સાંનિધ્યમાં ગરવા ગીરનારની ગોદમા મા ભગવતી શકિતપીઠનો શિલાન્યાસ કારતક સુદ-૧૧ , રવિવાર તા.14-11-2021 (દેવ દિવાળી)ના શુભ દિવસે નિર્ધારેલ છે. સર્વે ગ્રામજનો તેમજ ગામની બહાર વસતા ભાઈઓ - બહેનોને સહ પરિવાર સાથે મા ભગવતી શકિતપીઠના મંગલ પ્રારંભ શિલાન્યાસના ઉત્સવમાં પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે. 

▶️મુખ્ય શિલાન્યાસ મુહૂર્ત
કારતક સુદ અગિયારસ (દેવ દિવાળી), રવિવાર
તારીખ :-  14-11-2021
સમય :- બપોરે 2-15 કલાકે

▶️ધર્મસભા
બપોરે 3-00 કલાકે

▶️મહા આરતી
સાંજે 7-00 કલાકે

▶️મહા પ્રસાદ
સાંજે 8-00 કલાકે

▶️ભવ્ય લોક ડાયરો
રાત્રે 9-30 કલાકે

નિમંત્રક
આઈશ્રી દેવલ મા પ્રેરિત મા ભગવતી શકિતપીઠ
ભેંસાણ રોડ મુ. બલિયાવડ તા. જૂનાગઢ જી. જૂનાગઢ
સંપર્ક 98796 59107 / 96384 54033

જય મા ભગવતી

વંદે સોનલ માતરમ્

2 अक्टूबर 2021

सिविल सेवा परीक्षा हेतु मार्गदर्शन

जय श्री माता जी की

चारण-गढ़वी समाज के योग्य, मेहनती व जरूरतमंद विद्यार्थियों को सिविल सर्विसेज परीक्षा की उत्तम तैयारी के लिए उचित मार्गदर्शन उपलब्ध कराने के उद्देश्य से *आई श्री देवल मां (बलियावड जूनागढ़(गीरनार)* की प्रेरणा से कुछ सार्थक प्रयास करने का निर्णय लिया गया है। 

सिविल सेवा परीक्षा की तैयारी के लिए समर्पित सभी प्रतिभावान व परिश्रमी विद्यार्थियों की जानकारी एकत्र करने हेतु एक गूगल फॉर्म बनाया गया है।

सिविल सेवा परीक्षा हेतु मार्गदर्शन के इच्छुक युवा इस Google Form द्वारा अपनी जानकारी दे सकते हैं। आप सभी से निवेदन है कि इस फॉर्म को अपने परिचित सभी प्रतिभाशाली व योग्य युवाओं के साथ शेयर करें और उन्हें इसे भरने के लिए प्रेरित करें।

1 सितंबर 2021

ચારણ સમાજનું ગૌરવ - GPSC ની પરીક્ષા પાસ

ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરિક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૧૦/૨૦૧૯-૨૦, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી  સેવા વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

(1) જયવીર ભરતદાનભાઈ ગઢવી (વિંગડીયા તા.માંડવી કચ્છ) સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમાંકે પાસ - નાયબ કલેકટરશ્રી (GAS)

(2) ડો. કિશનદાન જબ્બરદાનભાઈ ગઢવી - નાયબ કલેકટરશ્રી

(3) ભાવિન કારાભાઈ કાંધાણી (જામજોધપુર) - ચીફ ઓફિસર

સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

26 जून 2021

ANGEL ACADEMY DIGITAL CLASS 10 DAY FREE EDUCATION

 ANGEL ACADEMY DIGITAL CLASS 10 DAY FREE EDUCATION


नमस्कार मित्रो
                       सरकारी नोकरीनी तैयारी करता तमाम मित्रो माटे खुशीना समाचार छे  के आवनारा समयमां गुजरात सरकारमां विविध खाताओमां मोटापाये भारती थवानी छे. जेमां GPSC : 1-2, DEPUTY SECTION OFFICER(Dy. SO), NAYAB MAMLATDAR, POLICE INSPECTOR(PI) , POLICE SUB INSPECTOR(PSI), ASSISTANT SUB INSPECTOR(ASI), POLICE CONSTABLE, SENIOR CLERK,  HIGH COURT DySO,   HIGH COURT CLERK, SACHIVALY CLERK, BIN-SACHIVALAY CLERK, REVENUE TALATI, TALATI CUM MANTRI(TCM), TET:1, TET:2, TAT, H-TAT, HIGH COURT PEON ETC.....नो समावेश थाय छे. आ तमाम EXAM नी जाहेरात सरकार श्री द्वारा समयांतरे लेवामा आवशे.




Click Here To Buy FREE COURSE : Click Here

29 मई 2021

પૂજ્ય ચારણ સંતશ્રી શિવરાજ ભગત બ્રહ્મલીન થયા

આજરોજ પૂજ્ય ચારણ સંતશ્રી શિવરાજ ભગત બ્રહ્મલીન થયા

ચારણ સંતશ્રી શિવરાજ ભગતનું પરિચય 

નામ           :- શિવરાજ ભગત
પિતાનું નામ :- અભાભાઈ શિવરાજભાઈ ગઢવી (પુનાણી - સિંધિયા)
જન્મ :- આશો સુદ તેરસ
ગામ :- ભાડા તા. માંડવી કચ્છ


ચારણ સંતશ્રી શિવરાજ ભગતનું પરિચય પુસ્તક ડાઉનલોડ કરવા માટે :- અહી ક્લીક કરો

ચારણ સંતશ્રી શિવરાજ ભગતના ચરણોમા કોટી કોટી વંદન🙏🙏

11 मई 2021

અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરતા ચારણ યુવાન નવીનભાઈ ગઢવી

 અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરતા ચારણ યુવાન નવીનભાઈ ગઢવી

માંડવી તાલુકાના બાયઠ, ઉનડોઠ અને ગોધરા ગામની વચ્ચે સીમાડામા તળાવમાં રાજાશાહી વખત થી કુવો બનેલ છે. આ કાળઝાળ ગરમીના સમયે આ સીમાડામા વસવાટ કરતા અબોલ જીવો પશુ પંખીઓ માટે પાણી સરળતાથી મળી રહે એ માટે નવીનભાઈ ગઢવીને વિચાર આવ્યો કે અહી કૂવામાં પાણી છે તથા અવડા પણ બનેલ છે. પરંતુ અવડા ભરવા વાળો કોઈ નથી એટલે ખાલી પડેલ છે. તો આ કુવા પર પવનચક્કીના માધ્યમથી પાણી અવાડામા આવે એવો પ્રયાસ કરવામાં આવે જેથી અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા થઈ જાય.

જુના કુવા પર પવનચક્કી બનાવા માટે સોસિયલ મીડિયાના ઉપયોગથી Whatsapp Status પર ટહેલ કરવામાં આવી અને અત્યાર સુધી રૂ. અંદાજીત રૂ. 94 હજાર જેટલું આર્થિક યોગદાન સ્વેચ્છાએ મળેલ.

મિત્રો તથા આજુબાજુના તેમજ સેવાભાવિ દાતાશ્રીઓની આર્થિક મદદથી પવન ચક્કી  તૈયાર કરેલ. આ પવનચક્કી પવનના માધ્યમથી ફરે એટલે કુવા માંથી પાણી નીકળે એવી રીતે કુવા પર ગોઠવવામાં આવેલ. આ કાર્ય નવીનભાઈ જશરાજભાઈ ગઢવી (ફોરેસ્ટ ગાર્ડ) અને એમની સમગ્ર ટીમ દ્રારા કરવામાં આવેલ છે. 

પશુ પંખી પ્રેમી અબોલ જીવો માટે ઉમદા સેવા કરતાં કાઠડા ગામના ચારણ યુવાન નવીનભાઈ જશરાજભાઈ ગઢવી જેઓ ફોરેસ્ટ વિભાગમા ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. 

પવનચક્કીના માધ્યમથી સમગ્ર કચ્છમા પ્રથમ વખત કુવા માંથી પવનચકીથી પાણી કાઢવા માટે નવો પ્રયાસ નવીનભાઈ અને એમની ટીમ દ્રારા અબોલ જીવો માટે કરેલ હતો. જે પ્રયાસમાં સફળતા મળતા અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા થયેલ છે.

આવી રીતે જ 2018 મા દરિયા કિનારે કાઠડા ખાતે અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ.

જે આજના સમયમાં એક મિશાલરૂપ તેમજ અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો છે.

વધારે માહિતી માટે 

નવિનભાઈ જશરાજભાઈ ગઢવી

મો.99782 47990




3 सितंबर 2020

આઈશ્રી સોનલ વિસામો - આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટ- ગાંધીધામ

આઈશ્રી સોનલ વિસામો - આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટ- ગાંધીધામ

આજરોજ ગાંધીધામ-કચ્છ ખાતે ચારણ(ગઢવી) સમાજની સેવામાં આઈશ્રી સોનલ વિસામો તેમજ  આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટનો આઈશ્રી દેવલ મા (સવની-વેરાવળ) તથા સમાજના આગેવાનોના વરદ હસ્તે શુભ શરૂઆત કરવામાં આવેલ.

સ્ટલિંગ હોસ્પિટલ, ગાંધીધામ ખાતે સારવાર માટે આવતા જ્ઞાતિજનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા તેમજ યુ.પી.એસ.સી તથા જી.પી.એસ.સી વિગેરે પરીક્ષાઓની તૈયારી કરવા માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી સમાજના વિધાર્થીઓ તેમજ સારવાર માટે આવતા બંધુઓ આ સેવાનો વધુમા વધુ લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે.

કાર્યક્રમ ની શરૂઆત  મહિદાનભાઈ ગઢવી એ "હે ચારણી સુખકારિણી.." પ્રાર્થના થી કરી હતી.

સરનામું
આઈશ્રી સોનલ વિસામો - આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટ
પ્લોટ નં-201, વોર્ડ-10 એ, ટેનામેન્ટ-6, સ્ટલિંગ હોસ્પિટલની બાજુમાં, ગાંધીધામ કચ્છ

સંપર્ક
રાજભા નારાણભાઈ ગઢવી મો. 9879714352
મોમાયાભા પરબતભાઈ ગઢવી મો. 9825368177

8 जुलाई 2020

શ્રી રામભાઈ શિવદાનભાઈ ચારણ

ચારણ ગૌરવ
શ્રી રામભાઈ શિવદાન ચારણ ( કુવાવા ) નિવૃત શિક્ષક, હાલ -હિંમતનગર જિલ્લો-સાબરકાંઠા (ગુજરાત) *મોબાઈલ- ૯૪૨૮૬-૪૫૩૬૯*
એ છેલ્લા ૨૧ વર્ષ (30 નવેમ્બર ૧૯૮૬) થી વૃક્ષો વાવો,પર્યાવરણ બચાવો, પ્રકૃતિને ચાહો વન્ય સૃષ્ટિ નુ જતન કરો , વ્યસન મુક્ત બનો જેવા સૂત્રો સાથે ના ૪૦૦૦૦ ઉપરાંતના પોસ્ટકાર્ડ બૌદ્ધિકોને લખી અનોખો વિક્રમ સ્થાપ્યો છે. તેમના સન્માનમાં *ભારતીય ટપાલ વિભાગ* દ્વારા રૂપિયા ૫ ની *ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવેલ છે* જેનું વિમોચન આજરોજ સાબરકાંઠાના માનનીય સંસદ સભ્ય શ્રી દિપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું.
      કલમનો સિપાહી ચારણ સમાજમાં પરિવર્તન લાવવા શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ને શ્રી રામભાઈ ચારણે તેમના કુટુંબને, કુવાવા ગામ અને સમસ્ત ચારણ સમાજને ગૌરવ પ્રદાન કર્યું છે.
*નોંધ* - ચારણ સમાજ માં *પૂજ્ય કાગબાપુ* પછી તેઓ બીજા વ્યક્તિ છે કે જેમના સન્માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હોય અને ભારતમાં જવલ્લેજ એવું બન્યું છે વ્યક્તિની હયાતી માં તેમના સન્માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હોય.

Sponsored Ads

ADVT

ADVT