.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

30 अप्रैल 2020

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.30-04-2020

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.30-04-2020

સ્પર્ધામા ભાગ લેવા માટે :- Click Here 

      વંદે સોનલ માતરમ્

29 अप्रैल 2020

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.29-04-2020

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.29-04-2020

🆕સ્પર્ધામા ભાગ લેવા માટે :- Click Here


વંદે સોનલ માતરમ્

28 अप्रैल 2020

ચારણ સમાજ નું ગૌરવ વિનીતાબેન ગઢવી કાઠડા કચ્છ

ચારણ સમાજ નું ગૌરવ વિનીતાબેન ગઢવી કાઠડા કચ્છ

ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.28-04-2020

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.28-04-2020

આ સ્પર્ધાનું હેતુ
આપણા અમૂલ્ય વારસો, સંસ્કૃતિ, પરંપરાનું  સરળતાથી ખ્યાલ આવી શકે. અને રૂચી કેળવાય એટલા માટે પ્રયાસ

સ્પર્ધામા ભાગ લેવા માટે :- Click Here


      વંદે સોનલ માતરમ્

27 अप्रैल 2020

ચારણ સમાજનું ગૌરવ વીનીતાબેન ગઢવી કાઠડા કચ્છ

ચારણ સમાજનું ગૌરવ વીનીતાબેન ગઢવી કાઠડા કચ્છ.
કોરોના વાયરસ માટે આયુર્વેદિક દવા પર સંશોધન કરે છે. આ પ્રોજેકટ માટે 350 IDEA માંથી ટોપ 5 IDEA મા ડો. વીનીતાવેન ગઢવીની પસંદગી થયેલ.

ગઈકાલે ગુજરાત સરકાર દ્રારા વિડીયો કોન્ફરેન્સ માટે આમંત્રણ આપવામા આવેલ. જેમાં શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (શિક્ષણ મંત્રી), અંજુ શર્મા (IAS)  પ્રિન્સિપાલ સેક્રેટરી અને પ્રો.હિમાંશુ પંડયા (Vice Chancellor of gujarat university)

આ લાઈવ વેબીનારમા 11000 થી વધારે લોકો લાઈવ જોતા હતા

અગાઉ પણ વીનીતાબેન ને diabets સંશોધન પર બનાવેલી દવા માટે ગુજરાત લેવલનું એવોર્ડ પણ મળેલ છે.

ખૂબ ખૂબ અભિનંદન

વીડિયો જોવા માટે :- Click Here

વંદે સોનલ માતરમ્

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.27-04-2020

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.27-04-2020

આ સ્પર્ધાનું હેતુ
આપણા અમૂલ્ય વારસો, સંસ્કૃતિ, પરંપરાનું  સરળતાથી ખ્યાલ આવી શકે. અને રૂચી કેળવાય એટલા માટે પ્રયાસ

સ્પર્ધામા ભાગ લેવા માટે  :- Click Here

ચારણ પ્રશ્નોત્તરી સ્પર્ધા WhatsApp Group એડ થવા માટે :- Click Here


*આ મેસેજ વધુને વધુ ચારણો સુધી પહોંચાડવા આપના મિત્રો / ગૃપોમા મોકલી સહકાર આપવા વિનંતી.*

*ભાગ લઈ સહકાર આપનાર તથા આ મેસેજ ફોરવર્ડ કરનાર સર્વેનું ખૂબ ખૂબ આભાર*

      *વંદે સોનલ માતરમ્*

26 अप्रैल 2020

|| खाखी नु जोर ||

*खाखी नु जोर*

*तुम्बरो*

*धोका लै ने धामधुम,विदाइ देता वीस,*
*अरररर मारा इश,मोर बोली ग्या मितभा*



*कवित*

*दख न सु अखज बल रखज नकोय होय,कांधन कु जोर तिहि मन्नख कळायो है,*
*आतल न बातल रसातल कु रंगसोय,अंग सोय कारण धर खाखी लगवायो है,*
*गो नकोय खे धर तल पा धरा पर गुणोय,होय भल्ल हांक सु ए सादुडो कहायो है,*
*नक्कल को अक्कल दिलावे अटकल्ल सो,बक्कल बन देश को ये मित को सहायो हे,*


|| सवैयों ||


*जकड़ी बंध जोड़ कड़ी ज कड़ी,अकड़ी सब जोड़ भरी अकड़ी,*
*अकड़ी लिये पाण कड़ी पकड़ी,पकडी सह गांठ कुटि ल कड़ी,*
*लकड़ी सगी ना हीन बेल कड़ी,तकड़ी पुठ लोक पड़ी  ककड़ी,*
*फकडी मित भार चडी लकड़ी जद भान ठर्यो उकडी उकडी,*

*कवि मितेशदान  गढवी(सिंहढाय्च)*
9558336512

कच्छीमां गीता ना सर्जक श्री वजा भगत नी जन्म जयंती

आजे वैशाख सुद-3 ऐटले समाज सेवक अने कच्छीमां गीता ना सर्जक श्री वजा भगत (काठडा ता.मांडवी कच्छ) नी जन्म जयंती
आजे तेमनुं संक्षिप्तमां जीवन चरित्र

नाम             :- वरजांग (वजा भगत)
पितानुं नाम   :- गोपाल कानाणी
मातानुं नाम   :- जेतबाई
जन्म            :- वैशाख सुद-3 ता.03-05-1916
अवसान       :- पोष वद-5 ता.27-01-1989
श्रीमद् भगवत गीताना 18 अध्यायो नो कच्छी भाषामां सर्जन करेल अने 1982 मां आ छपावी कच्छी प्रजाने आध्यात्मिक ग्रंथ नी भेट आपेल.


वजा भगतनी जन्म जयंती ऐ कोटी कोटी वंदन

     वंदे सोनल मातरम् 

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.૨૬-૦૪-૨૦૨૦

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.૨૬-૦૪-૨૦૨૦

આ સ્પર્ધાનું હેતુ
આપણા અમૂલ્ય વારસો, સંસ્કૃતિ, પરંપરાનું  સરળતાથી ખ્યાલ આવી શકે. અને રૂચી કેળવાય એટલા માટે પ્રયાસ

સ્પર્ધામા ભાગ લેવા માટે અહી કલીક કરો :-   Clik Here


નિયમો
(1) આ સ્પર્ધા ચારણ(ગઢવી) સમાજના ભાઈઓ બહેનો માટે જ છે.

(2) આ સ્પર્ધા ઓનલાઈન ગુગલ ફોર્મના માધ્યમથી છે. આ લિંક ઓપન કરી આપવામાં આવેલ પ્રશ્નનો જવાબ નીચે લખવા બધા પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે. જવાબ આપ્યા બાદ SUMBIT પર ક્લીક કરવું.

(3) આ સ્પર્ધા 10 દિવસ હશે. અને 10 દિવસ ભાગ લેવું ફરજીયાત છે.

(4) આ સ્પર્ધાના અંતે જેમના વધારે પ્રશ્નોના સાચા જવાબ હશે એમ ક્રમ અનુસાર 1 થી 10 સુધીના ને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતાઓની ફોટા સાથેની યાદી ચારણી સાહિત્ય બ્લોગ પર મુકવામાં આવશે.

(5) પ્રશ્નોત્તરીના સાચા જવાબો આ સ્પર્ધાના અંતે જાહેર કરવામા આવશે.

(6) આ સ્પર્ધા માતાજીને સાક્ષી રાખીને કોઈપણ પુસ્તકમા જોયા વગર પ્રશ્નોના જવાબ પ્રમાણિક પણે આપવાના રહેશે.


આવો આપણે લોક ડાઉનનું સદ્ ઉપયોગ જ્ઞાન સાથે આ પ્રશ્નોત્તરી થી કરીએ

આ સ્પર્ધા માટે આપ પણ પ્રશ્નો મોકલી શકો છો (પ્રશ્નોના જવાબ સંદર્ભ સાથે મોકલવાના રહેશે.) તેમજ આપ આપનો પ્રતિભાવ/સૂચન મોકલી શકો છો જેથી કરી આ સ્પર્ધા આપણે વધુ સારી રીતે કરી શકીએ

પ્રશ્નો/પ્રતિભાવ/સૂચન નીચેના વ્હોટ્સપ નંબર પર મોકલી સહકાર આપવા વિનંતી
Mo. 9913051642 

આપના મિત્રો તથા આપના ગૃપમા અવશ્ય પોસ્ટ મોકલવા વિનંતી

ઘરે રહો સુરક્ષિત રહો

સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી

આ મેસેજ વધુને વધુ ચારણો સુધી પહોંચાડી સહકાર આપવા વિનંતી

     વંદે સોનલ માતરમ

25 अप्रैल 2020

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા

જય માતાજી 

ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી

આ સ્પર્ધાનું હેતુ
આપણા અમૂલ્ય વારસો, સંસ્કૃતિ, પરંપરાનું  સરળતાથી ખ્યાલ આવી શકે. અને રૂચી કેળવાય એટલા માટે પ્રયાસ

આવો આપણે લોક ડાઉનનું સદ્ ઉપયોગ જ્ઞાન સાથે આ પ્રશ્નોત્તરી થી કરીએ

આવતીકાલે અખાત્રીજના દિવસથી આ સ્પર્ધા ઓનલાઈન ગૂગલ ફોર્મના માધ્યમથી યોજાશે. તો આપ સર્વે આપનો અમૂલ્ય સમય કાઢી આ સ્પર્ધામા ભાગ લેવા વિનંતી તથા આપના ભાઈ/બહેન/મિત્રોને જાણ કરી સહકાર આપવા વિનંતી. 

આ સ્પર્ધામા દરરોજ 10 પ્રશ્નો હશે. અને આ સ્પર્ધા તા.05-05-2020 સુધી દરરોજ હશે.

આ સ્પર્ધાના અંતે જેમના વધારે પ્રશ્નોના સાચા જવાબ હશે એમ ક્રમ અનુસાર 1 થી 10 સુધીના ને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતાઓની ફોટા સાથેની યાદી ચારણી સાહિત્ય બ્લોગ પર મુકવામાં આવશે.

સ્પર્ધામા ભાગ લેવા માટેની લિંક આવતીકાલે સવારે મોકલવામા આવશે. સદરહુ લિંકમા 10 પ્રશ્નો હશે. જેના જવાબ આપવાના રહેશે.

આ સ્પર્ધા માટે આપ પણ પ્રશ્નો મોકલી શકો છો (પ્રશ્નોના જવાબ સંદર્ભ સાથે મોકલવાના રહેશે.) તેમજ આપ આપનો પ્રતિભાવ/સૂચન મોકલી શકો છો જેથી કરી આ સ્પર્ધા આપણે વધુ સારી રીતે કરી શકીએ

પ્રશ્નો/પ્રતિભાવ/સૂચન નીચેના વ્હોટ્સપ નંબર પર મોકલી સહકાર આપવા વિનંતી
Mo. 9913051642 

ઘરે રહો સુરક્ષિત રહો

સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી

     વંદે સોનલ માતરમ

23 अप्रैल 2020

|| અફવા ||

*|| અફવા ||*
*|| કર્તા મિતેશદાન ગઢવી(સિંહઢાય્ચ) ||*


*કુદરત તારા કામને,ઘણાય કરે મન ઘા,*
*આવી કૈક અફવા,મલક મા ફરતી મિતભા,(૧).*


હે સૃષ્ટિના સર્જન હાર કેવી રચેલી તારી કળા અદભુત છે,તો પણ આ સૃષ્ટિ મા ક્યાંક આ અફવા જ છે કે સુ ખરેખર કુદરત છે કે નહિ,



*પડકારી ને પામિયો,વિજ્ઞાન તણો આ વા,*
પણ
*આવી કૈક અફવા,માનતો માનવ મિતભા(૨).*


અદભુત કેવાય હો,હાલ તો કેવી કેવી અફવા ફેલાય,પૃથ્વી પર મોટો પથરો આવે છે,2012 મા વિનાશ થાશે,ઓહોહો પણ આ ઘટનાઓ ની માહિતી કોણ આપે,વિજ્ઞાન નો વા(વાયરો) જ હોય ને,અને આ બધું સાંભળી માનવી પોતાના મન મા એ જ સમજે,પણ કુદરત છે ને એ કોઈ દી અફવા સાચી ન થવા દે,જેણે બનાવ્યું છે એના સિવાય કોઈ નાશ કરી શકે એમ નથી,,,


*પથ્થર માંથી પ્રગટતો,એમ દુનિયા રમતી દા*
*આવી જ કૈક અફવા,માન ભુલાવે મિતભા(૩)*


ભગવાન દરેક મા વસે છે દરેક જગ્યાએ એ પણ એને શ્રધા પૂર્વક રદય થી પુજો તો સાચો બાકીઆજ ની  દુનિયાતો એક પથરો મૂકી દે ને કે અહીં તો વર્ષો થી આ પથરો છે પ્રગટ થયો છે,સાક્ષાત છે ભગવાન ના નામેં અફવા કરી ને પણ લોકો પૈસા કમાય આ અફવાનો કમાલ છે નકર દુનિયાના આવા દાવ મા કોણ માને


*લાક્ષાગ્રહ લય લાખમા,ભાવે પુરાણા ભા*
પણ
*આવી જ કૈક અફવા,માની ન લેવી મિતભા(૪)*

દુર્યોધન અને શકુની ના માયાજાળ કપટ અને એ ખોટા ભાવુકપણા ને આધીન તો એમના ભાઈઓ ને પણ મોત ને ઘાટ ઉતારવા લાક્ષાગ્રહ બનાવ્યો તો પણ પાંડવોતો ભાઇ ની લાગણી થી ત્યાં ગયા,પછી એ અફવા ઉડી કે મરી ગયા એ ભૂલ થઈ, 

 *મહાભારત મેદાન માં,જયદ્રથ ને કે જા,*
પણ
*આવી જ કૈક અફવા,માધવ રમાડે મિતભા(૫)*

જયદ્રથ ને મારવા સાટુ પણ કૃષ્ણ એ રચેલ લીલા ને અફવાનું રૂપ કહી શકાય કે એમ લાગ્યું જાણે સૂર્ય અસ્ત થઈ ગયો અને કીધું કે જા જયદ્રથ જા બચી ગયો તું,પણ ત્યાં જ પલકભર  મા પાછો સૂરજ દેખાણો ને જયદ્રથ નો વધ થયો

 *અશ્વતથામા અંતથી,ઘટમા થઇ ગયો ઘા,*
માટે
*આવી જ કૈક અફવા,મુકાવે શસ્ત્રો મિતભા(૬)*


યુદ્ધમેદાન મા જ્યારે અશ્વસ્થામાં મૃત્યુ પામ્યો છે એ સમાચાર મળતા દ્રોણ તો ન માન્યા,પણ યુધિષ્ઠિર ને પૂછવા ગયા,કેમ કે અસત્ય  એમના મુખ થી ન નીકળે,જેથી મૃત્યુ અશ્વસ્થામા નામક હાથી નું થયું તું પણ આ અફવા ને કારણ જ મહાન ગુરુયોદ્ધા દ્રોણ મૃત્યુ પામ્યા,


*પૈસા ખાતર  પ્રાણને,હંબક છાંડેય હા*
માટે
*આવી જ કૈક અફવા,મુલ્ય ન જાણે મિતભા(૭)*


આજ કેવો જમાનો છે મૃત્યુ ની અફવાઓ કાઢી ને પણ લોકો પૈસા કમાય છે,પોતાના પ્રાણ ને પણ દાવ લગાડી દે વાહ આ અફવાઓ થી જ લોકો ના મન,જીવન,અને હૃદય બગડે




*🙏---કવિ મિત---🙏*
9558336512

16 अप्रैल 2020

આઈ શ્રી સોનબાઇ માં નું કાઠડા પ્રવાસ -ઇ.સ.૧૯૫૭

આઈ શ્રી સોનબાઇ માં નું કાઠડામાં દ્રિતિય પ્રવાસ-ઇ.સ.૧૯૫૭



આઈ શ્રી સોનબાઇ માં નું કાઠડામાં દ્રિતિય પ્રવાસ-ઇ.સ.૧૯૫૭

સંપૂર્ણ શબ્દો શ્રી માતૃદર્શન પુસ્તકમાં થી પ્રકરણ-૬૩ મુ. લેખક:-પીંગલસીભાઇ પરબતજી પાયક


◆કાઠડા:-૨૫-૦૧-૧૯૫૭ રાત્રે ૮:૦૦ પછી  કાઠડા પહોંચ્યાં. કાઠડાના ચોક માં કોઈ મોટા સંમેલન છાજે તેવો ભવ્ય મંડપ ખડો કરવમાં આવેલ. અને તેને તોરણો,ચાકળ,ચંદરવા , ધ્વજા-પતાકાઓ તથા કેળના સ્તભોંથી સણગામવામાં આવેલ. વીજળીની રોશની ઝાક્રમઝાળ હતી. અને ધ્વનિ વધ્રક યંત્ર ગાનારાઓના ગાનથી ગાજી રહ્યું હતું. ઉતારાના સ્થળે થોડીવાર આરામ લીધા બાદ પૂ. આઈમાં સભામાં પધાર્યાં . મંચ પર ઉંચ્ચાસને બિરાજ્યા. તુરતજ સંગીતના મીઠા સુર રેલાયા અને કાઠડાની શાળાના અધ્યાપક જ્ઞાતિ બંધુ શ્રી રાણશીભાઈ એ રચેલ કચ્છી ભાષાના ત્રણ સ્વાગત ગીતો એક પછી એક વાજિંત્રોની સ્વરાવલિ સાથે ગુંજી રહ્યા. તેમાનું એક નીચે મુજબ છે..
 કચ્છી બોલીનું પ્રાર્થના ગીત

ભલો અસાજો કજા, સોનલમાં! ધાબળીયાળી !
એ.... અસાજા દુઃખજા ડિયડા... ટા... ર, અસાજા.... દુઃખજા ડિયડા...ટા... ર....ટેક.


ત્યાર બાદ  શ્રી વજા ભગત મૂંધુડા એક છંદ-સ્તુતિ બોલ્યા અને સ્વાગત ભાષણ થયું.. તેનો ઉત્તર આપતા પિંગલ પાયકે પૂ. આઈમાં માસ મદિરા ગ્રહણ કરનારાના હૃદયને ઢંઢોળીને કેવી રીતે એ વસ્તુઓ છોડાવે છે અને તે છોડે નહિ ત્યાં સુધી સ્વાગત સ્વીકારતાં નથી. તેનો ખુલાસો કર્યા અને પછી મહાભારત, ભાગવત,વાલ્મિકી રામાયણ,પદ્મપુરાણના આધારો ટાકીને ભારત વર્ષમાં ચારણો કેવી રીતે ઉતરી આવ્યા તેનું વર્ણન કર્યું અને ક્ષત્રિયોના સંસર્ગથી ક્ષત્રીયોચિંત  આચરણ ગ્રહણ કર્યા અને પોતાના ચારણ કર્મમાં કેટલાક ફેરફારો કર્યા અને તેની વાત કહીને , તુંબેલો  હિમાલયમાંથી પંજાબમાં અને ત્યાંથી સિંધ થઈને કચ્છમાં જાડેજાઓ  સાથે આવ્યા અને તેમને કચ્છ જીતવામાં સહાય કરી અંતે સેવાના બદલામાં ગામ ગરાસ મેળવ્યા, તે હકીકત કહી. અને પાછળથી પુરુષાર્થ છોડી દેવાથી આળસ ,અજ્ઞાન ,અકર્મણ્યતા આદિના પાપ આવ્યા અને વ્યસનો તથા વ્હેમોની બદીઓ આવી, તે અંગે બોલતા પિંગળ પાયકે કહ્યું કે : "ગામો ગામ અમે જુગાર જોતા આવીએ છીએ. ગજબ ની વાત છે. ચારણો અને બીજી જનતા સૌમાં જુગાર વ્યાપક જોવામાં આવ્યો. વગર પરિશ્રમેં પારકા પૈસા સરકાવી લેવા આ ખેલ આપણું સત્યાનાશ કાઢ્યું છે. પુરૂષાર્થ કરવાની, મહેનત મજૂરી કરવાની વૃત્તિનો નાશ કર્યો છે. પરસેવો રેડયાં વિના કે હૃદય અને દિમાગને શુભ કાર્યમાં  પરોવ્યા વિના પારકું ધન હરવાની ક્રિયામાં જગદંબા રાજી ન રહે. આ ગામ ચારણોનું હતું. પણ અત્યારે તો કહેવાનું ચારણોનું રહ્યું છે. ધનિકો ગામનાં ખેતરો વાડીઓ ભોગવે છે. કારણ કે આપણે ઘરેથી પુરૂષાર્થ ગયો , વિદ્યા ગઈ. ધર્મ નો આચારણ ગયો. અને જુગાર આવ્યો. મધમાંસ આવ્યા. વેર ઝગડા આવ્યા, વહેમ અને વ્યસન આવ્યા. અને એવું બીજું ઘણું ઘણું આવ્યું. મા સરસ્વતીના બાળકો આપણે આજે પૂ. આઈમા સમક્ષ એમ કહી શકીએ તેમ નથી કે 'અમે પવિત્ર છીએ, અમે ચારણત્વ જાળવ્યું છે. કારણ કે દેવત્વની વાતો તો ક્યાં રહી? મનુષ્યત્વને અનુરૂપ સદ્ ગુણો પણ આપણે ખોઈ બેઠાં છીએ. આપણે જાણે સંસારથી વિખુટા હોઈ એ, તેવું લાગે છે. જે કોઈ આ બદીઓને  રસ્તે જાય તેમને ઘરે શું શું પાપ ન આવે ? પણ હજુ સર્વ સ્થળે દીવડા ઓલવાઈ નથી ગયા. ખૂણે ખાચરે સાત્વિકતા ઝળકી રહી છે. લાછબાઈ જેવાં પવિત્રાત્માઓ છે, વજા ભગત જેવા પવિત્ર વાનપ્રસથો, સેવાભાવીઓ છે. અને પુરુષાર્થીઓ પણ છે પચાણભાઈ જેવા મૂંગા સેવકો પણ છે. સાત્વિકો પોતે શુભ માર્ગ પર ચાલે અને બીજાઓને તે માર્ગે ચાલવાની પ્રેરણા આપે. પણ આપણે તેમને સાથ આપવો જોઈએ. આજે આપણા ધનયભાગ્ય છે કે પૂ. આઈમાં આપણા મેલ ધોવા પધાર્યા છે. એમણે જે મશાલ, આચારશુદ્ધિની મશાલ પ્રગટાવી છે, તેમાંથી આપણે પણ આપણા નાનકડા દીવાઓ જગાવીએ. અને તેનાં અજ્વાળામાં આપણાં ઘર, આપણા હૃદય વાળી, ઝૂડી સાફ કરીએ. બદીઓ અને પાપોને હાંકી કાઢીએ. પૂ. આઈમાના સ્વાગત માટે આપ સૌએ સગવડ કરવામાં કંઈ કમી નથી રાખી. આલા દરજ્જાનો સભામંડપ છે, વીજળીનો જળહળાટ છે, સારાં ભોજન પકવાન છે. સબકે ઠાઠ છે. પણ પૂ. આઈમાં સ્વાગત ગ્રહણ કરવા માટે નથી જ પધાર્યા. એઓશ્રી જે સ્વાગત ઈચ્છે છે તે એ કે 'આપણે બદીઓ છોડીએ, આપણે એ પાપો છોડવા તૈયાર ન હોઈ એ, તો ક્યાં મોઢે સ્વાગતની વાત કરવાના છીએ ? આપને સૌને મારા શબ્દોથી દુઃખ લાગતું હશે. પરંતુ પૂ. આઈમાને આપણા આચરણોથી જે દુઃખ થાય છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. એમનું મુખ હસે છે. પણ હૈયું તો રૂદન કરે છે. એનો આપણે ખ્યાલ કરવાનો છે."

  " આપણે જુગાર છોડીએ, મધમાંસ ત્યાગીએ, ધૂણવાના અને ખીર પીવાના વહેમો અને નબળાઈઓને દેશવટો આપીએ. ગામોગામ અઠગ જુગારીઓએ,  ભુવાભુવીઓએ , મદ્યમાંસના રસીયાઓએ અને માંગવાના મોહતાજોએ એ બધું છોડ્યું છે. આપ સૌ પણ એજ પ્રકારે એ બધું છોડીને ઉજળે મોઢે પૂ. આઈ માનું સ્વાગત કરો, એ જ ખરૂં સ્વાગત છે, એજ ખરી ભેટ છે. બહેનોને પણ મારી એજ અરજ છે. ( આ વખતે સભામાંથી કહેવામાં આવ્યું કે કોઈ માંગવા જતાં નથી ) બરોબર માંગવા જતાં નથી તે માટે ધન્યવાદ. હવે આગેવાન ભાઈઓ આવીને હકીકત જણાવે." 

       બાદ ગામના આગેવાનોમાંથી એક શ્રી કાકુભાઈ માંછાભાઈએ જણાવ્યું કે :- "ગત વર્ષ પૂ. આઈમાં અત્રે પધાર્યા ત્યારે ઘણાખરાઓએ પ્રતિજ્ઞાઓ લીધી છે. બાકી છે તેમની પ્રતિજ્ઞા પત્રમાં સહી કરાવી માંડવીમાં રજૂ કરશુ. સૌ ભાઈઓ બહેનોને  મારી વિનંતી કે અત્યારે સૌ પ્રતિજ્ઞાઓ લ્યો અને હાથ ઊંચા કરો." પછી સૌ ભાઈઓ બહેનોએ હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞાઓ લીધી હતી.

ત્યારબાદ પિંગળ પાયકે પૂ.  આઈમાના જીવન અંગે ટૂંકું પ્રવચન કર્યું. જેમાં પૂ. આઈમાના સ્વાશ્રયી જીવન, અતિથિયજ્ઞ અને કોઈની પાસેથી કંઈ પણ ન લેવાની બાબતો પર પ્રકાશ પાડી ચારણ આઈઓની વિશિષ્ટતાઓને પોતે કેવી દીપાવી છે , તેનું વર્ણન કર્યું. અને જણાવ્યું કે :- આઇમાની જેમ જીવનમાં સ્વાર્થ ત્યાગ ,સાદાઈ તથા સ્વાશ્રય લાવવા જોઈએ. અને જીવનને એકાંગી અને સંકુચિત નહિ, પણ વ્યાપક,વિશાળ , ઉદાર અને સેવાભાવી બનાવવું જોઈએ." સમય ઘણો વીતી ગયો હતો. એટલે સભાની સમાપ્તિ કરવામાં આવી. પૂ. આઈમાં વગેરેએ આરામ કર્યાં અને સભા મંડપમાં આખી રાત્રી ભજનોનો કાર્યક્રમ ચાલુ રહ્યો.



◆કાઠડા:- ૨૬-૧-૫૭ શનિવાર : સવારમાં ૯-૩૦ વાગે સભા મળી. તેમાં સર્વ પ્રથમ શ્રી શંભુદાનજીએ પૂ. આઈમાના પ્રવાસનો હેતુ 'ચારણો પોતાનાં ષટકર્મ-આચાર ધર્મ પાળે' તે બાબતમાં સુંદર રજુઆત કરી તે પછી તેઓ પૂ. આઇમાનું સ્વરચિત સ્તુતિ કાવ્ય બોલ્યા હતા. બાદ પૂ. આઇમાએ પ્રવચન કર્યું હતું. 
  
     કાઠડામાં પૂ. આઇમાનું પ્રવચન
"ગયા વરસે મારે ઓચિંતા સોંરાષ્ટ્રમાં જવું પડ્યું, તેનું મને ખુબ દુઃખ થયેલું. એટલે આ વર્ષે ફરીને પ્રવાસ ગોઠવ્યો. તમે મારૂં સ્વાગત કરો તે ભલે કરો, પણ તે સાદાઈથી કરો. નકામો અને વધારે પડતો ખર્ચ કરશો નહિ. હવે આપણે જે કરવાનું છે તે ભગતજીના શબ્દોમાં જ કહું છું કે 'દેવ એવા ફરી વાર થાઈએ,' આપણા પૂર્વજોમાં ધર્મ અને તપશ્યાર્યાના તેજ હતા. ત્યાગ અને સાદાઈ હતા. મિલ્કતનાં દાન તો દેવાય, પણ પ્રસંગ આવ્યે શરીરનાં, જીવનના બલિદાન ચારણોએ દીધાં, એવાં થોડાંઓએ દીધા છે. અને પરોપકારમાં કેવા ભાગ લીધા? આઈ આવડ સિંધની પ્રજા પર અને ત્યાંના ચારણો પર થતા જુલ્મોના નિવારણ માટે બારસો વરસ પહેલાંના જમાનામાં સોંરાષ્ટ્રમાંથી સિંધમાં પહોંચેલા. પંજાબ રાજેસ્થાનને ઢંઢોળીને, સિંધના સુમરાઓનું રાજ્ય ઉથાપીને ત્યાંની પ્રજાના દુઃખોનું નિવારણ કર્યું. આઈ જીવણી જેવાંએ પ્રજાની બહેન દીકરીઓ પર જુલ્મો કરનાર બાકર શેખ જેવા જુલ્મીઓની જડ ઉખેડી નાખી. પોતે દુઃખી થઈને. જોખમ ઉઠાવીને, મોત આંગમીને પણ બીજાઓના ભલા કર્યા. ભગતજીના 'એકલા' નામના કાવ્યમાં ચારણનું સાચું વર્ણન છે કે :- 
'તારી શીતળ છાંયલડીમાં સૌને સુવરાવી, તું તપજે તારા સંતાપ એકલો...
જળ તરવા સાગરના સૌને સાથે લેજે,બુડી જાજે આશા ભર્યો તું એકલો....' 

(એક કાવ્યની છ કડીઓ ગાયા બાદ પોતે બોલ્યાં કે)  "ચારણો બીજાઓનાં દુઃખે દુખાતા, એવા તપસ્વી હતા. આપણી નાનકડી નાત. તેમાં વાડાના ભેદ અને ઊંચાનીચાની વાતો., એ બધું જૂની પુરાણી રૂઢિઓને લીધે થઈ ગયું છે. ખરી રીતે કોઈ ઊંચુંનીચું નથી. ચારણ એક ધારણ છે. અને આપણી સ્થિતિ નબળી છે તે આપણે પુરૂષાર્થ કરીને સુધારીએ. સુધારાનું પહેલું પગથિઉં તે ઊંચા વિચાર છે. વિચાર એ બધાનું બીજ છે. આપણે ઊંચા વિચારોનાં બીજ વાવવાં. એમાંથી મહાન વૃક્ષો થશે. 'અણુમાં આખો વડ સંકેલ્યો, એનાં મુખ ઊંધા મુરાર જી'. નાનકડા બીજમાં મોટો વડલો પડ્યો હોય છે, તેમ શુભ વિચારોના નાના બીજમાં ઉન્નતિનું વૃક્ષ હોય છે, માટે સૌથી પહેલાં શુભ વિચારનાં, શુભ વિદ્યાનાં બીજ વાવો, બાળકોને ભણાવો, પિંગલશીભાઈએ હમણાં જ મને કહ્યું કે આવડા મોટા ગામમાં ૪૦૦ છોકરામાંથી પંદર વિશજ ભણે છે. તે બરોબર તો નથી જ. એક નહિ દશ માસ્તર ભણાવતાં થાકે એમ કરો. બીજું તમે માંગતા નથી. તેથી હું ખુશ થઈ છું. ચારણ માંગવાને રવાડે ચડ્યો, તેથી માણસાઈ ગઈ, સાચ ગયું અને ટેક ગઈ, લુખો રોટલો ખાવો પણ માંગવું નહિં, એ ચારણોએ દ્રઢ કરવું. વળી તમે નીમ લીધાં તેથી પણ હું ખૂબ રાજી થઈ છું. પણ એ નીમ બરોબર પાળજો સંપત્તિ વધારવી હોય, જીવન ઊંચા બનાવવાં હોય, તો જીવનમાં પવિત્રતા રાખજો,આચાર પાળજો, પુરુષાર્થ કરજો અને સંપ રાખજો. બાઈઓ બહેનોને મારી ભલામણ છે કે તમે પણ નીમ બરાબર પાળજો અને ધૂણવા ધફવાનું મૂકી દેજો. ધૂંણવાના પાખંડ કરતાં શીખીએ તેથી નીતિ અને સાચ જાતાં રહે. તમે જોગમાયાની દીકરીઓ , તમારાથી પાખંડના ખોટા પરચા ન બતાવાય. એ આસુરી પ્રવાહ છે. એમાં આપણાથી ન પડાય, ન ભળાય. આપણી આઈઓના આદર્શ ઊંચા હતા. એમનાં જીવનમાંથી પવિત્રતાની ફોરમ છૂટતી. આપણે એમના આદર્શ પાળીએ. આપણા જીવનમાંથી બીજાં પણ શીખે, એવાં આપણાં જીવન હોવાં જોઈએ."
"મને કહેવામાં આવે છે કે અહિં પણ ખીર(લોહી) પીવાય છે. બલિદાન દેવાય છે. એતો ભૂંડામાં ભૂંડું છે. બિચારાં ગરીબડાં બકરાં ઘેટાં આપણે આશરે હોય, તેને વહેમમાં પડીને ધરમને નામે મારીને આપણે આપણાં માતાજીઓના થાનક અભડાવ્યા છે. એ થાનકોમાં કતલખાનાં ન કરવાનાં હોય. ધૂપ દીપ કરો. ભજન ધ્યાન કરો, શાસ્ત્રો વાંચો, મીઠાં નૈવેદ્ય કરો અને પાપને કાઢો. તો જ હું રાજી થાઉં." બાદ શ્રી વજા ભગતે ખીર પીનારાં અને બલિદાન આપનારાંઓને એક પછી એક બોલાવ્યાં કે "અજ જીરા ડેવ સાક્ષાત માતાજી પિંઢ પાંજે ઇતે પધાર્યા અઈ, વાસ્તે ખીર પીએતા સે હાજર થીએ. બલિદાન તા કરીએ સે પણ હાજર થીએ. __ ને __, __ ને તેંજા કુટમી હિડાં અચેં ને સમજી વિજે. આઇમાજી ગાલ આકાશવાણી જી ગાલ આય." ( અર્થાતૂ " આજે જીવતાં જાગતા દેવ , સાક્ષાત માતાજી પોતે આપણે ત્યાં પધાર્યા છે. માટે ખીર પીએ છે તે હાજર થાય. બલિદાન કરે છે તે પણ હાજર થાય. __ ને _, __ અને તેના કુટુંબીઓ અહીં આવે ને સમજી જાય, કે આઇમાની વાત એ જગદંબાની વાણી- આકાશવાણી છે.") 

ત્યાર પછી બીજાઓને  પણ બોલાવ્યાં હતાં અને એ સૌ __,_ _,__ _,_ _, __ __ વગેરે સૌએ હાજર થઈ બલિદાન ન કરવાની પ્રતિજ્ઞાઓ લીધી હતી. અને ખીર પીનારી બહેનોએ પણ તે ન પીવાની પ્રતિજ્ઞાઓ લીધી હટીમ એ કાર્ય પુરૂ થયા બાદ ગામમાં એક-બીજા પક્ષો વચ્ચે જુનાં પુરાણા કારણોસર અપૈયા હતા, તે મિટાવીને કસુંબો પાવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. એવા બે અપૈયા ગામના ભાઈઓ વચ્ચે હતા. તથા એક અપૈયો કાઠડા ગામના ભાઈઓ તથા મોટા કરોડીયાના ભાઈઓ વચ્ચે હતો. એ બધા અપૈયાઓનું નિરાકરણ  પૂ. આઇમાની રૂબરૂમાં થયું હતું. આ બધાં શુભ કાર્યોથી પૂ. આઈમાં ખૂબ પ્રસન્ન થયાં અને બોલ્યાં કે-"અપૈયા તોડયાનું દુઃખ તો કોઈને નથી ને !" સૌએ ના પાડી. એટલે પોતે કહ્યું કે "આ અપૈયાઓનું પાપ આપણે ઠેઠ દરિયામાં પધરાવી દેસું. મઢડા સંમેલન વખતે આવા અનેક અપૈયા ભંગાવ્યા હતા. ચૂંવા ને બાવડા ( અને રાજૈઆ વગેરે નરા) સાથે બેસીને ન જમતા, તે બધાંયને સમજાવીને ભેળા બેસાડીને જમાડયા હતા." તે પછી પિંગલ પાયકે આગેવાનો પાસે મુદાની વાત મૂકી. વિદ્યાદાનની ચર્ચા ઉપસ્થિત કરી, કાઠડાનો સહકાર માંગ્યો. પરંતુ કાઠડાના આગેવાનો ઘણી મથામણ પછી પણ એકમત થઈ ન શકતાં એ કામ મુલત્વી રહેલું.

   ◆ લાછબાઈ બહેનના નિવાસે તથા શ્રી વજા ભગતના આશ્રમમાં પૂ. આઇમાની પધરામણી.
કાઠડાનાંજ દીકરી લાછબાઈ સેડા બ્રહ્મચર્ય પાળે છે, સીવણકામ કરીને ગુજરાન કરે છે. (ઉંમર એ વખતે પચીસ લગભગ હતી.) ભજન ધ્યાનમાં જીવન વિતાવે છે. ગામથી અલગ એક વાડીએ રહે છે. તેમની આગ્રહભરી વિનંતિથી પૂ. આઈમાં વગેરે એમને ત્યાં ગયાં અને ત્યાર પછી થોડેક દૂર બીજી વાડીમાં આવેલા શ્રી વજા ભગતના  આશ્રમે-રામકૃષ્ણ કુટીરે- પૂ. આઇમાની પધરામણી કરાવવામાં આવી હતી.  શ્રી વજાભગત (વજાભાઈ ગોપાલભાઈ મૂંધુડા)  વાનપ્રસ્થ જીવન ગાળે છે. ખૂબ સિધી પ્રામાણિક, સાદા, પવિત્ર,સંસ્કારી સેવાભાવી સજ્જન છે. એ પોતે પણ શરીર શ્રમ-ખેતી દ્વારા જીવન નિર્વાહ કરે છે અને દિવસ રાતનો ઘણો ખરો સમય સતશાસ્ત્રોના વાંચન-મનન,ધ્યાન, ભક્તિમાં ગાળે છે. સંસ્કૃત ભાષાના જાણકાર વિદ્યવાન છે. વજા ભગતને આશ્રમેથી સીધા માંડવી તરફ પ્રયાણ કર્યું. ૧૧-30 લગભગ માંડવી પહોંચ્યા...

ભૂલ ચૂક સુધારી મેં વાંચવું

જય માં સોનબાઇ

પોસ્ટ ટાઈપ બાય :- ભાવેશભાઈ ગઢવી (કાઠડા) મો. 7874562857

9 अप्रैल 2020

આઇ શ્રી વરવડી (વરૂડી) સંકલન અને આલેખનઃ મોરારદાન ગોપાલદાન સુરતાણીયા-મોરઝર

આઇ શ્રી વરવડી (વરૂડી) 
આઈશ્રી વરવડી નો જન્મ ચંખડાજી ગોખરૂ (નરા શાખની પેટાશાખા) ના ઘેર ખોડાસર (તા. ભચાઉ-કચ્છ) ગામમાં થયેલો. આ વાતની પ્રતિતી કરાવતો ખોડાસરના ઉતરાદી તરફ આઈનો ઉગમણા બારનો ઓરડો છે, જ્યાં આઈનું પુજા સ્થાન આવેલું છે. તે આજે પણ મોજુદ છે. આજ ખોડાસર માં આઈના પિતાશ્રીએ બંધાવેલું ચંખડાસર નામનું તળાવ પણ આવેલું છે.

આઈના જન્મ વિશે એક બીજી વાત પણ પ્રસિદ્ધ છે કે તેઓ જન્મ વખતે જ પુરા બત્રીસ દાંતો સહીત જન્મેલ. એમના પર લખાયેલ એક છંદમાં લખાયું છે કે "દાંતા બત્રીશા સોત જાઇ, લીયા દાંત સુ લોહરા” “અચરજ દરશણ હુઓ અંબા, મિટયા વાદળ મોહરા” – અને દાંતો સહીત જન્મયા અને તેઓ શ્યામ હતા એટલે કે વરવા (કદરૂપા) હતા એટલે તેમનું નામ વરુડી-વરવડી પડ્યું પણ એ માન્યતા ખોટી લાગે છે. આઇ વિશે આવી ઘણી ખોટી માન્યતાઓ છે તે આપણે આગળ જોશું પણ અહી એમના નામ વિશે જોઈએ. “વળ” શબ્દ મારવાડી ભાષામાં ભોજન માટે વપરાય છે.જશવંત ભૂષણ' ગ્રંથના કર્તા કવિરાજ મુરારિદાન આસીયા એ ગ્રંથમાં પોતાના પૂર્વજોનો પરિચય આપતા લખ્યું છે કે
મમ શાખા આસિયા ભયે પુરખા જુ ભીમ ભલ
દે ભોજન બહુ નરન બિરદ પાયો વળ હઠમલ 

(મારી શાખા આસિયા માં મારા પૂવર્જ ભીમજી ને “વળહઠમલ” (હઠાત-આગ્રહપૂર્વક ભોજન કરાવવાવાળા) નું બિરુદ મળેલું !) અને આઇશ્રી વરવડી તો આતિથ્ય ધર્મનું પ્રતિક છે. પ્રેમથી અને આગ્રહ પૂર્વક ભોજન કરાવવાની તેમની ઘણી વાતો પ્રસિદ્ધ છે. એટલે દેખાવ બહુ સારાં ન હોવાને કારણ વરવામાંથી વરવડી એમ નહીં પણ મુળ નામ 'વરવળ' (ભોજનનું વરદાન આપનાર) અન્નપૂર્ણા જેનું પાછળથી વરવડી બની ગયું હોય એમ ચોક્કસ લાગે છે. અને આજે પણ કચ્છસૌરાષ્ટ્ર-રાજસ્થાનમાં અતિથીનું સ્વાગત કરી પ્રેમપૂર્વક ભોજન દેનારી ગુણીયલ નારીને 'આઈ વરવડી’ નો અવતાર કહી બિરદાવવામાં આવે છે.

આઇશ્રીના પિતા ચંખડોજી ગોખરું ને કચ્છમાં દુષ્કાળ પડવાથી પોતાના માલઢોરને બચાવવા માટે ખોડાસર છોડી બીજે જવાની ફરજ પડી. હાલારમાં ફુલઝર નદીને પશ્ચિમે આવેલા હાલના ધુળશિયા ગામ પાસે તેમને પાણી અને ઘાસચારાની સગવડ જણાતાં તેઓ ત્યાં જ નેશ નાખી રહેવા લાગ્યા. આજે પણ ત્યાં આઈ વરવડીનું સ્થાનક છે.

સૌરાષ્ટ્રમાં પણ ત્યારે ભયંકર દુકાળ પડેલો, ઘાસચારાની શોધ માટે જેનાથી પોતાના માલઢોર મૃત્યુના મુખમાં જતા બચી શકે તે માટે ત્યાંના માલધારીઓને પણ હિજરત કરવાની ફરજ પડી હતી. જુનાગઢના રાજા નવઘણે (૧લો) જેને ધર્મની બહેન માનેલી એવી જાહલ (આહીર) અને તેનો પતિ સતીયો પણ દુષ્કાળ ઉતરવા માટે સિંધમાં ગયેલા. ત્યારે સિંધમાં સુમરા રાજા હમીરનું શાસન હતું. તે ધર્માંધ અને કામી હતો.તેની નજર જાહલ પર પડતા તેને કેદ કરેલી. પોતાની ધર્મની માનેલ બહેનને સુમરા રાજાની કેદમાંથી છોડવવા અને માંડવા નીચે આપેલ 'કાપડ કોર' ના વચનની પૂર્તિ માટે નવધણ પોતાના લશ્કર સાથે સિંધ પર ચડાઈ કરવા રવાના થયો. અને તે જ્યારે ધુળશિયા ગામ પાસેથી નિકળ્યો કે જ્યાં ચંખડાજીનો નેશ આવેલ હતો ત્યારે ફુલઝર નદીમાં પાણીની સગવડ જોઇ. બપોરનો સમય હતો એટલે તેના લશ્કરના માણસોએ એ જગ્યાએ પડાવ નાખવાનો વિચાર કર્યો.

પોતાના ઘોડાને પાણીમાં ધમરોળી પોતે પણ પાણીમાં સ્નાન કરી છાંયડાની શોધ કરવા લાગ્યા કે જેથી ત્યાં આરામ પણ થઇ શકે અને ભોજન વગેરે પણ રાંધી શકાય. તેમને ત્યાંથી થોડે દૂર એક જંગી વડલો નજરે પડતાં રા'નવઘણ અને તેના થોડાક સૈનિકો તે જગ્યા જોવા તે તરફ રવાના થયા. આ વખતે એ વડલા નીચે (જ્યાં હાલે આઈ વરવડીનો થડો છેત્યાં આઈ વરવડી જેમની ઉંમર તે વખતે છ-સાત વર્ષની હશે.પોતાના બહેન સહદેવ અને બીજા સહેલીયો સાથે માતાજી ના નૈવેધ (ખીર) બનાવવાની બાલ સહજ રમત રમતા હતા. પથ્થર નો ચુલો બનાવેલ. એક નાની કુલડીમાં દુધ-ચોખા નાખી તેને ચુલા પર ચડાવેલ. રમતા-રમતા તેમની નજર સામેથી આવતા રા'નવઘણ અને તેના સૈનીકો ઉપર પડી. આઈ અને સહેલીઓ આ અજાણ્યા માણસો કોણ છે તે જોવા માટે સામા ગયા. નવધણ પણ ઉજળી મુખ ક્રાંતિ અને નિર્ભય રીતે પોતાના તરફ આવતી એ બાળા વરવડી અને તેની સખીઓને જોવા લાગ્યો. બાળાઓ જ્યારે નવધણ પાસે પહોંચી ત્યારે નવઘણે પૂછયું, “બહેનો તમે કોણ છો ?” એટલે આઈએ જવા આપ્યો કે 'અમે ચારણ છીએ' પણ તમે કોણ છો રાએ કહ્યું “હું જુનાગઢનો રા નવધણ છું અને હાથ જોડ્યા એટલે આઈએ તેના દુખણા લીધા.” પછી રાએ પછ્યુ કે “અહીં આપ શું કરી રહ્યા છો” આઈએ કહ્યું અમારો નેસ થોડો દૂર છે પણ અમારે બધી સખીઓને માતાજીના નૈવેધ કરવા છે એટલે માતાજીની ખીર રાંધીએ છીએ. આપને પણ માતાજીનો પ્રસાદ લેવાનું ભાગ્યમાં હશે એટલે યોગ્ય સમયે અહીં પહોંચ્યા છે. માતાજીને નૈવેધ ધરાવી દઈએ અને હમણાં જ રોટલા તૈયાર થઈ જાય એટલે આપ સૌ માતાજીનો પ્રસાદ લઈ જમી ને પછી અહીંથી જજો. રા'એ હાથ જોડ્યા અને કહ્યું “આઈ અમે આટલા જણ જ નથી પણ મારી સાથે મારું લશ્કર પણ છે. અમે અહીં પડાવ નાખ્યો છે. અને ત્યાં ભોજન રાંધવા માટેની તૈયારી પણ કરી લીધી છે એટલે આઈ મને માફ કરો” આઈએ કહ્યું “ચારણો ના નેશ પરથી જમ્યા વગર જવાય જ નહીં. મારા ઓરડેથી કોઈ ભૂખ્યું જાય તો તો મારા 'વરવળ' ના બિરદ લાજે એટલે તમારા માણસોને બોલાવી લ્યો” નવધણ હજી વિચારે છે કે “આઈ પાસે આ કુલડી માં રાંધેલું ભોજન છે અને મારા આ મોટા લશ્કરને એનાથી કેમ જમાડી શકાશે ?” છતાં જે થાય તે ખરું એમ  પોતાના લશ્કરના માણસોને બોલાવવા પોતાના સાથેના માણસને મોકલ્યો. આઈએ પોતાના બહેન સહદેવને વડ પર ચડી પાંદડા તોડવા કહ્યું. વડ પરથી પાંદડા પાડવા લાગ્યા.અને કેહવાય છે કે પાંદડા જમીન પર પડતા કાંસાની ઉજળી થારીઓ માં ફેરવાઇ ગયા. રા'નવધણ આ દ્રશ્ય જોઇ રહ્યો હતો તેને પણ લાગ્યુ કે આ ચારણ બાળા સાક્ષાત જગદંબા છે.

અહિ પંગત પડી બધાની આગળ કાસાની તાંસળીઓ મુકવામા આવી અને આઇ નાની કુલડી (નાની મટુકી) આડો લોબડીનો છેડો ઢાંકી ખીર પીરસવા લાગ્યા. કેહવાય છે કે ખીર તે દિ અક્ષયપાત્ર બની ગઇ એટલે સર્વને સંબોધી ને કહ્યુ કે ખીર, રોટલી, ધી બધાની તાંસળીમાં છે છતા કોઇને બીજી કાઇ વસ્તુ જમવાની ઇરછા હોય તો તાંસળી પર કપડુ ઢાંકી આંખો બંધ કરી તે વસ્તુનું ચિંતન કરજો આપો આપ તે વસ્તુ આપના ભાણામાં આવી જાશે.બધાએ તે પ્રમાણે કર્યું અને તેમની થાળીમાં તેમની મનપસંદ ચીજ પિરસાઈ ગઈ પણ કહેવાય છે કે એક નાદાન માણસને એવું લાગ્યું “આમ આંખ બંધ કરી માંગવાથી કાંઇ મનપસંદ વસ્તુ મળી શકે. આમ કાંઈ પાણા મળે” કહેવાય છે તેની થાળીમાં પથ્થર પિરસાયા. આઇએ સર્વને ખુબ આગ્રહ કરી જમાવ્યા છતાં એ કુલડી અણખુટ રહી.

વડલા નીચે થોડીવાર આરામ કર્યા પછી વિદાયની તૈયારી થવા લાગી. નવધણ પોતાની પાઘડીનો છેડો અંતરવાસ નાખી (ગળે વિંટાળી) હાથ જોડી માથું નમાવી આઈ પાસે વિદાયની આજ્ઞા માંગતા કહ્યું કે “આઈ હું મારી બહેન જાહલને કેદમાંથી છોડાવવા માટે સિંધ તરફ જાઉં છું. આઈ આપ આશિષ આપો એટલે સુમરાઓ સામે મારો વિજય થાય.” આઈએ કહ્યું “ખમા મારા વીરને નવલાખ લોબડિયાળીયું તારી રક્ષા કરે. જા મારા આશિષ છે તારો વિજય થશે.” નવઘણે કહ્યું “આઈ મારા માર્ગમાં આવતો હાકડો સમુદ્ર તો આઈ આવડના પ્રતાપે સુકાઈ ગયો છે પણ ચોમાસાના પાણી હજી તેમાં ભર્યો છે એટલે મારે ફેરાવાળા માર્ગે જવું પડશે તેથી વિમાશણ થાય છે.” આઈએ કહ્યું “વીર ફેરાવાળા માર્ગ ન જતાં સિધે માર્ગ જજે. સમુદ્ર પાસે તારા ભાલા પર એક કાળી ચકલી આવીને બેસશે તેને તું આઇના આશિર્વાદ સમજજે અને બીક રાખ્યા વગર તારા ઘોડા પાણીમા નાખજે.જા તારા ઘોડાને પગે છબછબીયા અને તારા કટકના ઘોડાના પગમાં ખેપટ ઉડતી આવશે. આ મારા તને આશીર્વાદ છે.” આ પ્રસંગને અમર બનાવતી દુહો છે.

“કુલડી એ હેકણ કટક (તે) નોતરીયા નવલાખ
વડાં પુરણ વરવડી સુરજ શસીયર શાખ” 

આઈ વરુડીએ આતિથ્ય સત્કારના તો વ્રત લીધા હતા. તેમના નેશ પાસેથી નિકળતા સર્વકોઈ ને ભોજન લીધા પછી જ જવાની રજા મળતી. હિંગલાજ પિરસવા જતા કાપડીઓ ના સંઘ ને જમાડવાની વાત પણ બહુ પ્રસિદ્ધ છે. એમની સદાવ્રત સત્કારની પ્રવૃતિ એમના મહાપ્રયાણ સુધી સતત ચાલુ રહી હતી.

આઇના લગ્ન ઝાલાવાડમાં ખોડ (તા. હળવદ) નામના ગામમાં થયા હતા. તેમના પતિનું નામ ચાંદણ ભુવા હતું (મારૂ શાખ). છંદની એક કડીમાં ‘ભુવા ઘરની નીજ નારી' એમ કહેવાયું છે. જે આ વાતને સમર્થન પુરું પાડે છે. અહીં એક એવી માન્યતા છે કે ચાંદણભુવા દેથા હતા. જ્યારે રતુભાઇ રોહડીયાના (ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ) નામના પુસ્તકમાં ચાંદણભુવા સોદા હતા એમ નોંધવામાં આવ્યું છે (એ તે સૌને વિદીત જ છે કે સોદા અને દેથા એ મારું ચારણોની પેટા શાખ છે.) હવે આ વાત રાવળદેવ (ચારણોના વહીવંચા) ના વંશાવળી ના ચોપડામાં જોતા સત્ય નથી એમ સાબિત થાય છે. રાવળ દેવોના ચોપડે નોધાયેલ છે તે પ્રમાણે ચાંદણભુવાના પુત્રો (માતાનું નામ આઈ વરવડી) નાં સોદો અને સુરતાણ એમ લખાયેલ મળે છે. એટલેકે ચાંદણ ભૂવા પછી સોદા શાખ અસ્તિત્વમાં આવી. એટલે ચાંદણ ભૂવાને સોદા શાખના કહેવા એ ભૂલ લાગે છે. જ્યારે દેથા શાખતો સોદાની ત્રિજી પેઢીએ થયેલા દેથા નામના પુત્રથી શરૂ થઈ છે. રાવળદેવના ચોપડાના નોંધ પ્રમાણે ચાંદણ ભુવાનો સોદો સોદાનો સતીઓ અને સતીઆનો દેથો. તેથી ચાંદણ ભુવાને દેથા શાખના કહી દેવા એ વાત સત્યથી વેગળી જણાય છે.વિદ્રાનો અને આ વિષયના જાણકારો થોડું આ બાબતે સંશોધન કરી યોગ્ય વાત બહાર લાવે ત્યારે જ આ દુવિધા દૂર થઈ શકે. કે આમાં સત્ય શું છે?

આઇશ્રી વરવડીના આશીર્વાદથી ચિતોડનો રાણો હમીર ચિતોડનું રાજ્ય પાછું મેળવી શકેલો અને આઇના આશીર્વાદથી તેને થયેલો કોઢનું દર્દ મટી ગયું હતું એ પ્રસંગ વિશે પણ જાણવું જરૂરી છે.
મેવાડના મહારાણા લક્ષ્મણસિંહ પર અલ્લાઉદીન ખિલજીએ ચડાઇ કરેલી. સતિ પદ્મીની ના જોહરથી આ લડાઈ ઇતિહાસ પ્રસિદ્ધ છે. લક્ષ્મણ સિંહના ૧૨ પુત્રો પૈકી ૧૧ પુત્રો આ લડાઈમાં કામ આવ્યા. અને તેમની સાથે બીજા ૧૪૦૦૦ રાજપૂતો પણ કેશરિયા કરી આ યુદ્ધમાં વિરગતિ પામ્યા. તેને કારણે રાણી પદ્મીની સહિત ૧૪૦૦૦ રાજપુતાણીઓ ચિતોડના કિલ્લામાં જોહર (જીવતા અગ્નિ પ્રવેશ) કરી પોતાના પ્રાણ સમર્પિત કર્યા. લક્ષ્મણસિંહે પોતે કેસરીયા કરી યુદ્ધમાં પોતાની આહુતિ દેતા પહેલાં પોતાના વંશવેલાની રક્ષણ માટે પોતાના એકમાત્ર બચેલ પુત્ર અજયસિંહ સાથે પોતાના પૌત્ર હમીરસિંહ (પાટવી પુત્ર અરિસિંહના પુત્ર) ને બચાવવા એમને ગુપ્તવેશે અરવલ્લીના પહાડોમાં મોકલી દિધેલા. ગુપ્તવેશે સીસોદા ગામમાં રહેતા હમીરજી થોડા મોટા થયા ત્યારે તેમના કાકા અજીતસિંહ પણ સ્વર્ગવાસી થઈ ગયા.આવા નિરાશા ભર્યા વાતાવરણમાં હમીરજી અનેક વિડંબણામાં ઘેરાઈ ગયા. પોતાનું ગયેલું રાજ પાછું મેળવાય એવું કોઇ આશાનું કિરણ તેમને દેખાતું નહતું. તેમાં તેમને કોઢ નું દર્દ થયું એટલે તેઓ જીવનથી એકદમ હતાશ થઈ ગયા. આ બધી વિડંબણામાંથી તેમને ફક્ત મોત જ છોડાવી શકે એવી એમની ધારણા દ્રઢ થતી ગઈ અને તેમણે દ્વારકાધીશની યાત્રા કરી ભગવાન ના દર્શન કરી ત્યાં જ દેહ પાડી નાખવાનું મનોમન નક્કી કરી પોતાના થોડા સાથીદારો સાથે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું. 

આઈ વરવડી તો એ સમયે પોતાની દેહલીલા જીવન કાર્ય પૂરું કરી મહા પ્રયાણ કરી ચુક્યા હતા. પણ રાણા હમીરે સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ આખે રસ્તે આઈ વરવડીની દેવી શક્તિના ગુણગાન સાંભળ્યા હતા એટલે તેણે ખોડ ગામ જઈ આઈના મઢમાં દર્શન કરવાની ઈચ્છા થઈ. 

સાંજ સમયે ખોડ પહોંચ્યા પછી આઈના મઢ પાસે જ ઉતારે સાંજના ધુપ-દિપના સમયે આઈના થડા પાસે જઈ સાષ્ટાંગ દંડવત કરતા : પ્રાર્થના કરવા લાગ્યા. “ત્રાહિમામ શરણાય ભગવતિ” “ત્રાહિમામ શરણાય ભગવતિ” આઈ હું ચિતોડનો મહારાણો આજે તારે શરણે આવ્યો છું. ભગવતી મારો આધાર થા. આઈ હું મારા આખા કુટુંબને અને મારા રાજ્યને ખોઈ બેઠો છું પાછો દર્દથી પણ પિડાઉં છું. આ સંકટમાંથી મને છોડાવી શકે એવી તું જ એક સમરથ છે તો હે આઈ મારે ભેરે આવો” આવા આર્તનાદે હમીરજી પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાં તો આઈ જાણે તેમની પ્રાર્થના સ્વીકારી લીધી હોય એમ મઢમાંથી અવાજ આવ્યો. “ધીરજ ધર, તારું ચિતોડ જ નહીં તારા રાજ્યની સર્વભૂમિ તારે ઘરે આવશે.” આઈના આશીર્વાદ પ્રાપ્ત થયા તેથી હમીરજી બહુ ખુશ થયા અને તેમનામાં હિંમતનો સંચાર થયો. તે જ રાત્રે સ્વપન માં આવી ફરી માતાજીએ જણાવ્યું કે “થડા પાસેના હવનકુંડની વિભુતી તું લગાવજે અને જગદંબાનું સ્મરણ કરજે. તારો રોગ મટી જશે. તંદુરસ્ત થયા પછી તું સૈન્યની જમાવટ કરવામાં લાગી જજે. મારા વંશ ના બારુ સૌદા(પુત્ર નહીં આઈના વશમાં થયેલ મહા પુરૂષ) ને પણ હું પ્રેરણા કરું છું તે તને નાણા, ઘોડા અને હથીયાર પુરા પાડશે. આઇના આશીર્વાદ છે કે તારું ચિતોડ તારા ઘરે પાછું આવશે” આઈના વંશના બારૂજી સૌદા પણ તે સમયે ખોડમાં જ રહેતા હતા તેમને પણ આઈએ સ્વપ્નમાં આજ્ઞા આપી હમિરજીને મદદ કરવા કહ્યું. અહીં જ બારૂજી અને હમીરજી ની મૂલાકાત થઈ અને બારૂજી એ આઇની આજ્ઞા પ્રમાણે ધન, ઘોડા, હથીયાર એમ સર્વ પ્રકારે હમીરજીને મદદ કરવાની ખાત્રી આપી. તે પછીની વાત જાણીતી છે. હમીરજી એ બારૂજી તરફથી મળેલ ૫૦૦ ઘોડા, હથીયાર અને ધન" મદદથી એક સેના જમાવી અને ધીમે ધીમે મુલ્ક કબજે કરવા લાગ્યા. ચિતોડમાં વખતે દિલ્હી સલ્તનત ના પ્રતિનીધી તરીકે જાલોરનો માલદેવ ચૌહાણ વહિવટ કરતો હતો. અને તેણે ચિતોડના વહીવટમાં મદદરૂપ થવા એક કુશળ વણીક કારભારી રાખ્યો હતો. જેથી તે પોતે પોતાના રાજ્ય જાલોરમાં વિશેષ ધ્યાન આપી શકે.હમીરજી ધીમે ધીમે પોતાની સૈન્ય શક્તિ વધારતા ગયા. ચિતોડ સિવાયના મેવાડના મોટા ભાગ પર ધીરે ધીરે કબજો લઈ રાણા હમીરે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. તે દરમ્યાન નાની નાની લડાઈઓ ચાલુ જ હતી તેથી ચિતોડના વહીવટદાર માલદેવની મુશીબતો માં વધારો થવા લાગ્યો. તે ખૂબ મુંઝાઈ ગયો. તેવામાં એક કટુનીતિ ભરી પહેલ કરી રાણા હમિરે માલદેવની કન્યાના હાથનું માગું કર્યું. રાણા કુટુંબ સાથે સબંધ બંધાય તો એ બહુ ગૌરવની વાત કહેવાય વળી આ કારણે હમીરજી પણ શાંતી પકડશે એવી ધારણાથી માલદેવે આ માંગણી સ્વીકારી લીધી. અને આમ મહારાણા હમીરના માલદેવની કન્યા સાથે લગ્ન થયા. અને લગ્ન વખતે હમીરે ચિતોડનો વહીવટ કરતો કુશળ વણિક કામદાર માંગી લીધો. અને એ વણીક ની મદદથી અને પોતાની સૈન્ય શક્તિના બળે તેણે ચિતોડનો કબજો મેળવ્યો.

ચિતોડના કબજા પછી રાણા હમીરે બારૂજી સોદાને ચિતોડ બોલાવી લીધા. તેમનું ભવ્ય સ્વાગત કરી તેમને આંતરી નામના ગામ સહિત બાર ગામની જાગિર આપી, અને આઈ વરવડીની સ્મૃતિમાં ચિતોડના કિલ્લામાં એક ભવ્ય મંદિર બંધાવ્યું અને આઈની પ્રતિમાની બહુ ભવ્ય રીતે પ્રતિષ્ઠા કરી. ચિતોડના કિલ્લામાં આ મંદિર અન્નપુર્ણાના મંદિર તરીકે પ્રસિદ્ધ છે.

એકાદ વિદ્રાને આઈ વરવડી નામ વાળા બે આઈઓ ચારણોમાં થઈ ગયા એવું માને છે. પણ તે વાતને બહુ સમર્થન મળતું નથી. આ ધારણા એટલા માટે બની છે કે આઇશ્રી વરવડી એ નવધણ (ઈ.સ. ૧૦૭૬ થી ઈ.સ. ૧૧૦૦) અને મહારાણા હમીર (ચિતોડ) (ઇ.સ. ૧૩૬૩ થી ઇ.સ.૧૪૨૧)ને સહાય કરેલી આ બંને વચ્ચેનો સમયગાળો લગભગ ૨૫૦ વર્ષ જેવો થઈ જાય છે. આટલું લાંબુ આયુષ્ય આઈશ્રી વરવડી એ ભોગવ્યું હોય એવી સંભાવના બહુ ઓછી છે એટલે વિદ્વાનોએ રા નવઘણ ના સમયે વરવડી-૧લા અને રાણા હમીરને સમયે વરવડી ર-જાની ધારણા કરી છે. પણ એક જ શાખમાં એક જ ગામે જેના પિતાનું નામ પણ એક હોય. સાસરાનું ગામ પણ એક હોય, અને આઈનું નામ પણ એક હોય. આટલી બધી સામ્યતા વાળી બે વ્યક્તિઓનો જન્મ થયો હોય એ વાત અશકય ન હોય તો પણ તેની સંભાવના નહીંવત જ હોઈ શકે.

આઈનો સમય નિશ્ચિતપણે વિ.સ. ૧૧૦૦ ની આસપાસનો જ છે. અને મહા પ્રયાણ પછી પણ યોગ્ય માણસ આઈની દેવી કૃપાની પ્રસાદી પ્રાપ્ત કરી શકે છે એટલે આઈએ રાણા હમીરને પોતાના મહા પ્રયાણ પછી કૃપા પાત્ર સમજ્યો હોય એમ લાગે છે. અને આ શક્તિઓ મહા પ્રયાણ પછી ૨૦૦ વર્ષ સુધી જ શા માટે આજ સુધી પોતાની દેવીકૃપા ના પરચા આપતી જ રહી છે.

પોતાના મહા પ્રયાણ પછી એક છંદમાં શબ્દબધ્ધ આ આશીર્વાદ રાણા હમીરને આપ્યા હોય તો તેમાં કંઈ બહુ આશ્ચર્ય ની વાત નથી. "ઐળા ચિતોડ ઘર આસી, હું થારા દોખિયા હરુ." (રાણા હું તારા વેરીઓને વિદારીશ અને ચિતોડ સાથે સર્વ ભૂમિ તારે ઘેર આવશે)

રાવળદેવના ચોપડાને આધાર માનવામાં આવે તો નીચેની બાબતો પણ જાણી લેવી જરૂરી છે.
આઇના સમયનું નિર્ધારણ કરવા એક મહત્વનો પુરાવો વંશાવળીના ચોપડા પુરી પાડે છે. એ ચોપડા પ્રમાણે આઈ વરવડી અને તેમના પતિદેવ ચાંદણભુવા ના પુત્ર સુરતાણ (જેના પુત્રો પાછળથી સુરતાણીઆ કહેવાય) ના લગ્ન સિધ્ધરાજ જયસિંહના રાજકવિ મિસણઆણંદ કરમાણંદના પુત્રી માનબાઈ સાથે થયેલ. સિધ્ધરાજ જયસિંહનો સમયકાળ વિ.સ. ૧૧૫૦ થી વિ.સ. ૧૧૯૯ સુધીનો છે એટલે એ જ સમયકાળ મિસણ આણંદ કરમાણંદ નો માની શકાય. આમ આઈ વરવડીનો સમય વિ.સ. ૧૧૦૦ ની આસપાસનો છે તેને સમર્થન મળે છે.

બીજીવાત બારૂજી સોદાની અટક વિશે કે તેઓ મોટા વ્યાપારી હતા અને ઘોડાના બહુ મોટા સોદાગર હતા એટલે એ કારણે તેમની અટક ‘સોદા બની ગઈ સામાન્યરીતે ચારણોની અટક તેમના ધંધા ઉપરથી પડતી નથી આ પ્રથા પારસીઓમાં પ્રચલિત છે. ચારણોની શાખાઓ પિતૃઓના નામથી અથવા પ્રદેશભેદ ના કારણે પડી છે. રાવળદેવોના વેશાવળી ના ચોપડે આ પ્રમાણે નોંધ છે.

ચાંદણભુવાના-સોદા-સુરતાણ-સીલગો-કિનીયા હાહણીઓ જે નરાના ભાણેજ વરવડીના જન્મેલચંખડા ગોખરુના સદોતર.

એટલે સોદા શાખ પિતૃઓના નામ પરથી જ પડી હોય એવું લાગે છે.

રાવળદેવોના ચોપડે સોદા શાખમાં એક બારૂ નામની વ્યક્તિ મુળ પુરૂષ સોદા પછીની સાતમી પેઢીએ થઈ ગયા એવું નોંધાયેલ છે. રાણા હમીરને આઇશ્રી વરવડીની પ્રેરણાથી મદદ કરનાર બારૂ સોદા આ વ્યક્તિ પણ હોઈ શકે. કારણ કે સાત પેઢી એટલે ૧૫૦ થી ૨૦૦ વર્ષનો ગાળો લેખાય એટલેબારુ સોદા રાણા હમીરના સમકાલીન ગણી શકાય.

આ બાબતે વિદ્વાનો થોડું સંશોધન કરી વધુ પ્રકાશ નાખશે તો ખુબ યોગ્ય ગણાશે.

અંતમાં કવિશ્રી કાનાભાઈએ રચેલ આઈ વરવડીના છંદના અંતિમ બે કડી દ્વારા આઇને વંદના કરી લઈએ.
“ચખંડા સધુ કાનો ચવે જેરા યશ સારા જમી
વરવળ દે પાત્રા વલા સુરજ ઉગતાં સમી” 
સંદર્ભઃ- 
(૧) ગુજરાતના ચારણી સાહિત્યના ઇતિહાસ - લે. રતુદાન રોહડીયા
(૨) સૌરાષ્ટ્રની રસધાર – લે. ઝવેરચંદ મેઘાણી 
(૩) માતૃદર્શન – લે. શ્રી પિંગલસિંહજી પાયક 
(૪) ચારણ શાખાની વંશાવલીનો ચોપડો – રાવળ રામજી હમિરજી –મોરઝર (રાવળશ્રી રામજી દેવે પોતાના ચોપડામાંથી ઉપયોગી માહિતી પુરી પાડી તે બદલ તેમનો વિશેષ આભાર માનું છું.) 
(૫) જશવંત ભુષણ – લે. કવિરાજા મુરારિદાન આસિયા

કચ્છમાં આઇ વરુડીના ખોડાસર સિવાય અન્ય સ્થાનકોમાં બેલાગામ તા.રાપર જી.કચ્છ ભુજ તથા જોગણીનારને પણ આઇ વરૂડીનુ સ્થાન ગણવામા આવે છે.સોરાષ્ટ્રમાં ગામ ધુળશીયા તા.કાલાવડ જીલ્લો જામનગરમાં આઇ વરુડીનું સ્થાન છે ત્યાં વરુડી સાથે અન્ય બે માતાજી ચરુડી અને જટુકલી પણ પુજાય છે.હળવદ પાસે ખોડગામ તથા ધાગંધ્રામાં આઇ વરુડીના સ્થાનકો છે.

📌સંકલન અને આલેખનઃ
મોરારદાન ગોપાલદાન સુરતાણીયા-મોરઝર 
📌પ્રેષિતઃ મયુર. સિધ્ધપુરા-જામનગર






8 अप्रैल 2020

समाज सेवक श्री पिंगळशीभाई पायक नो जन्म दिवस

आजे चैत्र सुद पुनम ऐटले समाज सेवक श्री पिंगळशीभाई पायक नो जन्म दिवस

'चारण' (द्रिमासिक) मुख पत्रना तंत्री, तेओ चारणी साहित्यना संशोधक हता.  "मातृदर्शन" ना रचियता अने ऐ जमानामां वकीलात भणेला हता. तेमज सरकारी नोकरी ठुकरावी समाज सेवामां जीवन अर्पी देनार अलगारी चारण रत्न. आई श्री सोनल मां ना शकितशाली नेजा हेठळ पह्म श्री दुला भाया काग साथे समाज सुधारणाना कार्य करेल

नाम               :-  पिंगळशीभाई पायक
पितानुं नाम    :- परबतभाई पायक 
जन्म             :- चैत्र सुद पुनम 
वतन             :- लोद्राणी - कच्छ 
स्वर्गवास       :- श्रावण सुद पुनम 

पिंगळशीभाई पायक ने कोटि कोटि वंदन




अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 


Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642



अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे

जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.

आ Broadcast नो हेतु ऐटलो ज छे  वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.

खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती

                         सहकार बदल आपनो आभार
                               

                               वंदे सोनल मातरम


7 अप्रैल 2020

चैत्र सूद चौदश ऐटले शेषावतार श्री रावळापीर दादानो जन्म दिवस

आजे चैत्र सूद चौदश ऐटले  शेषावतार श्री रावळापीर दादानो जन्म दिवस 

श्री रावळापीर दादानो संक्षिप्तमां परिचय

नाम :- रावळ अजरामल गेलवा

पितानुं नाम :- अजरामल घांघणीया गेलवा

मातानुं नाम :- देवलबाई काना सेड़ा

कुळ :- चारणकुळ

वंश :- नागवंश

जन्म :- वि.स.1491 चैत्र सूद-14

जन्म स्थल :- गंगोण ता.नखत्राणा-कच्छ 

शाखा गोत्र :- मीसण

कुलऋषि :- गियाणनाथ

पेटा शाखा :- गेलवा

अवतार :- शेषनारायण (धोरमनाथ)

सगपण :- गुंदल ममाया लांबा

समाधी :- भादरवा सूद-7

कार्यभूमि :- वलसरा

मंदिर :- वलसरा  गाम :-मस्का ता.मांडवी कच्छ

लेखक :- आशानंदभाई गढवी
              झरपरा मुंदरा कच्छ


संदर्भ :- शेषावतार श्री रावळापीर दादा ईतिहास बुकमांथी

आ बूक डाउनलोड करवा माटे :- Click Here


जय रावळापीर दादा


4 अप्रैल 2020

આઈ શ્રી સાંગવારી મા

🌺 આઈ શ્રી સાંગવારી મા🌺


વિક્રમની આઠમી સદીમાં ભગવતી આવડે સિંધના અન્યાયી શાસક સુમરાના શાસન સામે લોકસમુહ દ્વારા ચાલતી ચળવળનું નેતૃત્વ લીધું અને આ
અન્યાયી શાસનને સમાપ્ત કરી સિંધમાં શાંતિ અને ન્યાયપ્રિય વ્યવસ્થા સ્થાપી. 

આઇશ્રી ત્યારપછી સિંધ છોડી રાજસ્થાન તરફ આવ્યા. આ સમયે તેમની સાથે ઘણા ચારણ સમૂહોએ પણ સિંધ છોડયું. તેમાંથી ઘણા રાજસ્થાન, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવી આ ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી. આ સીલસીલો વિક્રમની સોળમી સતરમી સદી સુધી લગભગ ચાલુ રહયો.

આમ પણ ચારણો ભ્રમણશીલ જાતિ છે. પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. તે કારણે દુષ્કાળના વર્ષોમાં માલઢોરોનું જતન પોષણ કરવા તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહ્યા છે.
વાગડના ખડીર પ્રદેશનો અમુક ભાગ ખુબ સારા ઘાસ માટે પ્રસિદ્ધ છે. એટલે આ ઘાસીયો પ્રદેશ માલધારી ચારણો માટે સદા આકર્ષણનું કેન્દ્ર રહયો છે. કદાચ આ કારણે જ સુરતાણિયા શાખના ચારણો વિક્રમની ચૌદમી સદીમાં પાધરડી, તો ઝીબા શાખના ચારણો સોળમી સદીમાં વાવડી, સિંહઢાયચ શાખાના ચારણો વિક્રમની સતરમી સદીમાં આ પ્રદેશ પર પસંદ ઉતારી અહીં સ્થાયી થયા.

ભાદાજી કરણજી ઝીબા નામના ચારણ સરદાર જ્યારે વાવડીમાં આવ્યા ત્યારે આ પ્રદેશ પર સિંધલ રાજપુતોની હકુમત હતી. ભાદાજીનું કુટુંબ એક સંસ્કારી ચારણી કુટુંબ હતું. ભાદાજીને ખોડીદાનજી નામે પુત્ર અને પદ્માબાઈ નામે પુત્રીરત્ન હતા. જેમાંથી પદ્માબાઈને સોમલ શાખાના ચારણોમાં જતાવીરા-કચ્છ (તા. નખત્રાણા) પરણાવેલ જ્યાં તેમના પુત્રી સીતા સતીએ વિ.સં. ૧૬૮૪ મહાસુદ-૭ સોમવારે સત લીધેલું. આજે પણ તળાવ કાંઠે એમની નાની દેરી મોજુદ છે.
 છે.

ભગવતી આઇશ્રી વરજુમા ઉર્ફે સાંગવારીનું પ્રાગટ્ય કચ્છના ખડીર પંથકના વાવડી ગામે થયેલો તેમના પિતાશ્રીનું નામ ખોડીદાનજીને અને તેમના માતૃશ્રીનું નામ પૂરબાઈમાં જેઓ વરસડા શાખાના હતા. દાદાશ્રીનું નામ  ભાદાજી હતુ. આઇમા ના પીતાશ્રી ખોડીદાનજી ને ચાર પુત્રો સાંગોજી, રાણોજી, ખેંગારજી તેમજ રાજધર અને ત્રણ પુત્રીઓ દેવલબાઈ વરજુબાઈ અને વાનુમાં નામે ત્રણપુત્રી રત્નો  હતા આ કુટુંબના  પુર્વ ના  કેટલા પુનિત  કર્મો  હશે કે તેમની  આ ત્રણે પુત્રીઓ જગદંબા સ્વરુપે પૂજાય છે

ઝીબા શાખાના ચારણો પાસે બહોળું પશુધન હતું. તેથી ચરિયાણ પ્રશ્ને સિંધલ રાજપુતો કે જે અહીંના શાસકો હતા તેમની સાથે તેમનો વિવાદ થતો રહેતો ઝીબા શાખાના ચારણો આ પ્રદેશ છોડી જાય તે માટે તેમના સાથે અવારનવાર ત્રાસ આપી સંઘર્ષ કરવામાં આવતો પણ આ ચારણો શક્તિશાળી હતા. તેથી સિંધલોની એક કારી ન ફાવતી છતાં પણ તેઓ સદા સંઘર્ષ વિવાદ માટે મોકાની તલાશમાં રહેતા આમ આ સંઘર્ષ વધતો ગયો.

ખોડીદાનજીના પુત્ર સાંગોજી આ બધું પશુધન સંભાળતા અને ચરાવતા. સિંધલ રાજપુતો સાથેના અણબનાવને કારણે સાંગોજીની રક્ષા માટે તેમના બહેન ભગવતી સ્વરૂપા વરજુબાઈ પણ સાંગોજી સાથે જતા. તેમના ચારણી સંસ્કારો જગદંબા સ્વરૂપ રહેણી કરણી મુખ પરનું તેજ અને તેમની પ્રતિભાને કારણ વરજુબાઇથી સિંધલ રાજપુતો ડરતા અને આ કારણે ઝીબા ચારણોનું પશુધન અને પુત્ર સાંગોજીને ઉની આંચ ન આવતી.

હાલમાં જ્યાં માતાજીનું સ્થાનક છે. તેની પાસેના તળાવ પર હંમેશાની જેમ સાંગાજીનું પશુધન પાણી પીવા આવતું. આ ઘટના બની તે દિવસે પણ પશુધન તળાવે પાણી પીવા આવેલું. આ દરમ્યાન એક નાની વાછરડી તળાવ અંદર ચાલી ગઇ અને ત્યાં કાદવમાં ફસાઈ ગઈ. આઈમાનું હદય મૂંગા જીવ પ્રત્યે કરૂણાથી આદ્ર થઈ ગયું. આઈમાંથી આ નાના જીવની પીડા સહન ન થઈ શકી એટલે આઈમા આ તળાવમાં ઉતરીએ નાના અબોલ જીવને બચાવવા પ્રયત્ન કરવા લાગ્યા.

અહીં સાંગોજી પોતાના પશુધન સાથે થોડા આગળ નીકળી ગયા. અંહી હંમેશાં ઝઘડાના મોકાની તલાશમાં રહેતા બે સિંધલ રાજપુતોએ સાંગોજીને એકલા જોયા. આજે માતાજી પણ તેમની સાથે નથી એટલે આને ખુબ સારો મોકો માંની આ રાજપુતોએ સાંગાજી સાથે ઝઘડો કર્યો. સાંગોજી એકલા હતા એટલે આ સંઘર્ષમાં સાંગોજી કામ આવી ગયા.

વાછરડી બચાવી આઈ બહાર નીકળ્યા ત્યાં આઈને આ ઝઘડાનો અવાજ કાને પડયો. આઈ સમજી ગયા કે કાંઈ અજુગતું થયું છે એટલે આઈ દોડતા દોડતા પોતાના ગૌધન પાસે આવ્યા જોયું તો સાંગોજીનું શરીર મૃત અવસ્થામાં જમીન પર પડેલ છે અને સિંધલો અહીંથી નાસી જવાની તૈયારી કરી રહ્યા છે. આઇને જોતાં જ સિંધલો ભાગ્યા. આ દશ્ય જોઈ આઈ ક્રોધિત થયા બોલ્યા ફટ ભૂંડા આવું હિણ કામ કર્યું. એક ચારણને માર્યો હવે આમાં કાંઈ સારી વાટ નહીં થાય. ભગવતી તમને સજા જરૂર આપશે.

આમ બોલી પોતાની ગાયોને તેમના નામથી સંબોધી બોલ્યા ! ગવરી ગાયત્રી સરસતી તમને કુણા કુણા ઘાસ ખવડાવનારો તમારી સેવા કરનારો, તમને જીવની જેમ વ્હાલ કરનારો સાચવનારાને મારનારા શું અહીંથી સલામત ચાલ્યા જશે. ગાયોએ જાણે આ ભાવ સમજી લીધો હોય તેમ બને સિંધલ રજપુતોને ઘેરવા વર્તુળ રચવા આગળ વધી. અહીં સિંધલ રાજપુતો ગભરાયા ભાગ્યા. ગાયો તેમની પાછળ દોડી. ગભરાટને ગભરાટમાં બન્ને રાજપુતો એક પથ્થર સાથે અફળાયા અને બન્નેનો જીવ નીકળી ગયો. આમ પાપીઓ ગામના ઝાંપા સુધી પહોંચે તે પહેલાં જ તેમને સજા થઈ ગઈ અને આઈમાના વચન સાચા થયા. આ વાતની સાક્ષી પુરતો એક દુહો લોકજીભે સચવાયેલો

શક્તિ તેં સાંગા તણા અરીને હણ્યા આઈ
વરજુ વિસાં ભુજાળી (તારા) બિરદ વડા છે બાઈ

અહીં ગાયો ગામમાં પહોંચી ગામ લોકોને ઘટનાની જાણ થઈ બધા ગ્રામજનો ઘટના સ્થળે આવ્યા તો ભાઈના પાર્થીવ શરીર પાસે આઈને બેઠેલા જોયા.

આઈએ ગ્રામજનોને જોઈ કહયું કે  "મારી સમગ્ર ચેતના, ધ્યાન, શક્તિ સામર્થ્ય એક મુંગા જીવને બચાવવામાં કેન્દ્રીત હતા તે દરમ્યાન આ બનાવ બની ગયો પણ ભગવતીને આમ મંજુર હશે એમ માનજો. પાપીઓને સજા મળી ગઇ છે મારી ઓળખ પણ હવે પ્રગટ થઈ ગઈ છે. એટલે મારે ભાઈ સાંગાને ખોળામાં લઇ સત લેવું છે માટે આપ એ માટે વ્યવસ્થા ગોઠવો.”
આઈમાનું જ્યાં સ્થાનક હાલે કરછ જીલ્લાના ભચાઉ તાલુકાનું  રતનપર ખડીર પાસેના વાવડી ગામ તળાવના કાંઠે છે. ત્યાં ચિતા ખડકવામાં આવી અને આઇશ્રી પોતાના ભાઈ સાંગાના પાર્થીવ દેહને ખોળામાં લઈ અગ્નિના સથવારે મહાપ્રયાણ આદર્યું. આમ જ્યોત મહાજ્યોતમાં સમાઈ ગઈ.

ભાઇ સાંગા માટે સત લીધું એટલે આઈશ્રી સાંગાવારી અને પાછળથી સાંગવારી નામે પ્રસિદ્ધ થયા.  

આજે પણ આઈને અઢારે વર્ણના લોકો માને છે અને ભાદરવા સુદ ચૌદશનો આ પંથકનો સૌથી મોટો મેળો અહીં ભરાય છે અને આઇની જાતર ઉજવાય છે. હાલે ત્યાં આઇમાનું એક સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે.

આઈમાના આ પ્રસંગ વિશે એક છંદની કડી લોકજીભે સચવાયેલી છે જોકે પુરો છંદ મળતો નથી.

કામધેનુ ચારતાં સંકટ સાંગાને પડયું.
બીજું ન મારે કોઈ બાઈ એમ શક્તિનું સમરણ કર્યું ઝાંપા ઉપર ઝોંપી લિધાતા આઈ તેદી તેંઅરી 
સાંગવારી શકત વરજુ વાર કર વિશ્વંભરી...

📌સંકલન અને આલેખનઃ
મોરારદાન ગોપાલદાન સુરતાણીયા-મોરઝર 
📌પ્રેષિતઃ
મયુર. સિધ્ધપુરા-જામનગર

2 अप्रैल 2020

नम्र निवेदन साथे क्षमा

જય માતાજી સર્વે જ્ઞાતિજનો

આજે એક વાતની ચોખવટ માટે પોસ્ટ કરું છું. મારા દ્રારા ચારણ આઈઓ તથા સંતો મી જન્મ જયંતિ /પુણ્યતિથિ નિમિતે માહિતી માતૃદર્શન લેખક શ્રી પિંગળશીભાઈ પાયક ના પુસ્તક માંથી આપ બધાને માહિતી પહોંચાડતો હતો. 

પરંતુ આજે હું આઈશ્રી આવડની જન્મ જયંતિ અને કરણી માની પુણ્ય તિથિ નિમિતે પોસ્ટ કરવામાં આવેલ એમાં માતાજીની જીવન ચરિત્ર માતૃદર્શન માંથી પીડીએફ કરી ને મોકલી હતી. *એ બાબતે પિંગળશીભાઈ ના વારસદારો (1) દેવદત્તભાઈ પાયક (મો.9426917044) તથા અનિલભાઈ પાયક (મો.7574866228) દ્રારા ફોન કરી સ્પષ્ટ ના પાડવા મા આવી છે. કે માતૃદર્શન માંથી કોઈ વિગતનું ઉપયોગ ના કરશો.*

*માતૃદર્શન માંથી સંદર્ભ માટે ઉપયોગ કરેલ એ બદલ માફી માંગુ છું. અને જેટલી પણ વસ્તુ ઉપલોડ કરેલ છે. એ ટૂંક સમયમા ડીલીટ કરવામાં આવશે.*

એટલે આપ સર્વેને હવેથી મારા તરફ થી આવી કોઇ માહિતી આપવામાં નહિ આવે જેની નોંધ લેવી.

Vejandh Gadhavi
Mo. 9913051642

*સાચી માહિતી આપવી એ પણ ગુનો છે. સાચી વાત છે. મફત અને મહેનત ની વસ્તુ ની કઈ કિંમત નથી.*

*સર્વે ભાઈઓ મને માફ કરજો* એ સિવાય સામાજિક કામ હોય તો આપ બધા અવશ્ય મારું સંપર્ક કરી શકો છો.

चारण महात्मा ईशरदासजी बापु नी पुण्यतिथी निमित्ते ई-बुक हरिरस

आजे चैत्र सुद - 9 (राम नवमी ) ऐटले चारण महात्मा  ईशरदासजी बापु नी  पुण्यतिथी छे आ निमित्ते ई-बुक स्वरूपे हरिरस पुस्तक मुकववानो नानकडो प्रयास करेल छे 





चारण महात्मा  ईशरदासजीनुं टुंक मां जीवन चरीत्र 

नाम                :- ईशरदासजी बारहट 
पिता               :- सुराजी 
माता               :- अमरबा 
जाती               :- चारण 
शाखा               :- रोहडिया 
जन्म               :- विक्रम सवंत 1515 श्रावण सुद - 2 
जन्म स्थळ      :- भाद्रेश ता.बाडमेर जी.जोधपुर राजस्थान 
निर्वाण             :- विक्रम सवंत 1622  चैत्र सुद - 9 (रामनवमी) संचाणा मां समुद्र गमन 


                      चारण महात्मा  ईशरदासजी रचित पुस्तको
 

  1. हरिरस
  2. देवियाण
  3. छोटा हरिरस
  4. गुण निंदा स्तुति
आ पुस्तक ई-बुक स्वरूप मुकवा मंजुरी आपवा बदल तथा आ बुक नी PDF FILE कुरीयर मारफते मोकलाववा हुं हरिरस पुस्तकना  संपादक :- श्री लष्मणभाई  पिंगळशीभाई  गढवी - जामनगर वाळानुं खूब खूब आभार मानु छु.
                                           
                                            MP3 AUDIO

चारण महात्मा  ईशरदासजी नी वात -नारायण स्वामी बापुना स्वरमां :- Click Here

सांगा गौड़ अने  ईशरदासजी नी वात -ईशरदान ना स्वर :-  Click Here

चारण महात्मा  ईशरदासजी जीवन चरीत्र(PDF FILE ) :- Click Here


                                   देवियाण - किर्तीदन गढवी 


 देवियाण - जीतु दाद  गढवी 




आई श्री करणी मां नो निर्वाण दिवस

आजे चैत्र सुद - 9 (राम नवमी)

राम नवमी
आई श्री आवड मां नी जन्म जयंती
आई श्री करणी मां नो निर्वाण दिवस
चारण महात्मा ईसरदास नी पूण्यतिथी

आईश्री करणी मां नी टूंक मां माहिती
नाम :- आई श्री करणी
पितानुं नाम :- मेहाजी किनीया
मातानुं नाम :- देवलबाई
जन्म :- वि. सं 1444 आसो सुद-7
स्वाधामगमन :- संवत 1595 चैत्र सुद-9
संदर्भ :- मातृदर्शन लेखक :- पिंगलशीभाई पायक पाना नं-112 थी 125


आई श्री आवड मां नी जन्म जयंती

आजे चैत्र सुद - 9 (राम नवमी)  ऐटले

आई श्री आवड मां नी जन्म जयंती
आई श्री करणी मां नो निर्वाण दिवस
चारण महात्मा ईसरदास नी निर्वाण दिवस
आई श्री आवड मांनी टुंकमां माहिती
नाम :- आवड
पितानुं नाम :- मामड /मामडिया चारण
जन्म :- चैत्र सुद - 9 वि.सं - 888
संदर्भ :- मातृदर्शन लेखक :- पिंगलशीभाई पायक


आई श्री आवड जयंती ऐ कोटी कोटी वंदन

1 अप्रैल 2020

मेरुभा मेघाणंद गढवी (लीला)नी पूण्यतिथि

मेरुभा मेघाणंद गढवी (लीला)नी पूण्यतिथि 
नाम :- मेरुभा
पितानुं नाम :- मेघाणंद गढवी (लीला)
जन्म :- ता.09-03-1906 (छत्रावा)
स्वर्गवास :- 01-04-1977 (पोरबंदर)
संदर्भ :- गुर्जर साहित्यनो झरूखो - निरंजन हरिशंकर पंड्या

मेरुभा गढवीना स्वरमां अप्राप्य ऑडियो

LANGEET  - Click Here


  1. BHAN BE BHAN MA
  2. DEVA DATARA
  3. HARIRAS-MOTIDAM
  4. HARIRAS - CHHAPAY
  5. JAWALA MUKHU STUTI
  6. PAVAN CHARAKHO

मेरुभा मेघाणंद गढवी (लीला) ना स्वरमां वीडियो 


जवाला मुखी छंद
https://youtu.be/5qWz16NvA5Y

आ वीडियो संकलन बाय :- दिनेशदान ईश्वरदान चारण 
गाम :- सेगरस  ता. कुतियाणा जी. पोरबंदर 
मो :- 9913862873

Sponsored Ads

ADVT

ADVT