.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

अहेवाल लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
अहेवाल लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

28 जून 2025

પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ: - લેખ બાય વસંતદાનભાઈ ગઢવી સાહેબ

 પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ:




                                ભીખુદાન ભાઈ છેલ્લા પાંચ દાયકાથી વધારે સમયથી સંસ્કાર સરિતા સતત વહાવી રહ્યા છે. ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર દેશ કે વિદેશમાં સ્થાયી થયા હોય તેવા તમામ ગુજરાતીઓને ભીખુદાનભાઈનો પરિચય આપવાની ભાગ્યે જ જરૂર રહે છે. તેઓ દેશના નાના-મોટા નગરો તેમ જ શહેરો તથા અનેક ગામડાઓમાં બોલ્યા છે. લોકોના વિશાળ સમૂહે તેમને એકચિત્તે ભાવથી સાંભળ્યા છે. આજ રીતે વિશ્વના અનેક દેશોમાં પણ તેઓ ગયા છે અને ત્યાં વસેલા આપણાં લોકોને લોકજીવનના ઉજળા સંસ્કાર વારસાની વાતો કરી છે. કોઈ કલાકાર પાંચ દસકાથી પણ વધારે સમયથી લોકસાહિત્ય રજુ કરે અને છતાં તેમના તરફનો શ્રોતાઓનો ભાવ સતત ટકી રહે અને વધતો પણ રહે તે સાધારણ વાત નથી. લોકસાહિત્યના દિગ્ગ્જ કલાકારો આપણે અગાઉ પણ જોયા છે. જયારે કવિ શ્રી દુલા ભાયા કાગ કે જેમને આપણે ભગત બાપુના નામથી ઓળખીએ છીએ તેઓ અને મેરૂભા જગત છોડીને ગયા ત્યારે એમ લાગતું હતું કે આ ઉજળા તથા માનવજીવનને પોષક સાહિત્યની રજુઆતમાં કદાચ એક પ્રકારનો શૂન્યાવકાશ આવશે. પરંતુ જગદંબાની કૃપાથી તેમ થયું નહિ. ભગતબાપુ અને મેરૂભા બાપુ ગયા પછી લાખાભાઇ ગઢવી તથા ભીખુદાનભાઈ જેવા કલાકારોએ આ ઉજળી પરંપરા જાળવી રાખી. એટલું જ નહિ પરંતુ આ સાહિત્યની ગરિમા તેમણે પોતાના વાણી તથા વર્તનથી વિશેષ ઉજળી કરી તેમ જ વિસ્તરણ કર્યું. ભીખુદાનભાઈની વાણીના માધ્યમથી કવિ કાગ તથા કવિ દાદની વાણી જન જન સુધી પહોંચી. ઝવેરચંદ મેઘાણીની અનેક ભાતીગળ વાતો લોકોએ પુરા ભાવથી માણી અને ભીખુદાનભાઈની કહેણીને વધાવી. ભીખુદાનબાઈની અઢીસોથી વધારે ઓડિયો કેસેટ્સ બહાર પડી છે. નાના એવા ગામના સરપંચથી માંડીને દેશના વડાપ્રધાન સુધીના લોકોએ તેમને ભાવથી અને પ્રસન્નતા સાથે સાંભળ્યા છે. પૂજ્ય મોરારિબાપુનો ઉજળો હોંકારો તથા પૂજ્ય આઈ શ્રી હાંસબાઈ મા (રતાડીયા-કચ્છ)ના આશીર્વાદનો અનેરો લાભ ભીખુદાનભાઈને સતત મળતો રહ્યો છે. સોનલબીજના પવિત્ર દિવસે તેઓ આઈ સોનબાઈમાની ઉપાસનાનો એક માત્ર ક્રમ વર્ષોથી રાખે છે. અંતે તો માણસની પરખ તેના વાણી વિવેક પરથી જ થતી હોય છે. એક પ્રાચીન દુહો છે:

હંસ તરંતો પરખીએ,

પાણી નદી વહંત.

સોનુ કસીને પરખીએ

માણસ વાત કહંત.

          જેમની વાતોમાં વિવેક હોય, કથનની શૈલીમાં ગરિમા હોય તેમ જ જેની કહેણીમાં કઠોરતા ન હોય તેવા 'વાત ડાહ્યા' માણસો સમાજની શોભા સમાન હોય છે. ભીખુદાનભાઈમાં આ ગુણો સહજ રીતે ઉતરેલા છે.

                          વિશ્વકોશ ટ્રસ્ટ એ ગુજરાતના આભૂષણ સમાન સંસ્થા છે. સાહિત્યના આજીવન ભેખધારી ધીરુભાઈ ઠાકરની નિષ્ઠાનું તેમ જ કર્મઠ જીવનનું એ અનોખું સ્મારક છે. વિશ્વકોશ તરફથી લગભગ છેલ્લા એક દાયકાથી દર વર્ષે પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ વિવિધ કલા કે સામાજિક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવને અર્પણ કરવામાં આવે છે. લોકસાહિત્યની ઉજળી પ્રથા તેમજ પરંપરાના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ભીખુદાનભાઈ ગઢવીને ૨૦૨૫ના વર્ષ માટેનો સવ્યસાચી એવોર્ડ આપવામાં આવે છે તે ઘટના સાહિત્યના ક્ષેત્રમાં રસ ધરાવનાર સૌ કોઈ માટે મહત્વની તેમ જ યાદગાર ઘટના છે.

              ભીખુદાનભાઇના અવાજમાં ગિરનારની ગરવાઇ છે. આજે જીવનના આઠમા દાયકે પણ હવા બાંધી લે તેવો જાદુ તેમના અવાજમાં છે. માતાજીની અસીમ કૃપા હોય તો જ આવું શક્ય બને. ભીખુદાનભાઈનું વ્યક્તિત્વ એ સૌજન્ય તથા સરળતાએ માનવદેહ ધારણ કર્યો હોય તેવું લાગે છે. ભાવનગરના ગૌરવ સમાન કવિ તથા વક્તા બળદેવભાઈ નરેલાની પાવન સ્મૃતિ ભીખુદાનભાઈને મળીએ ત્યારે થયા કરે છે. જયારે તેઓ બોલતા હોય ત્યારે તેમની વાતોમાં એક સંસ્કારધારાનો પ્રવાહ વહે છે. કુટુંબના સૌ સભ્યો સાથે બેસીને માણી શકે તેવો તેમનો વાત વૈભવ છે. મનોરંજનની વાતોમાં પણ વાણી વિવેકની મર્યાદા છે. ભગતબાપુએ માતાજી પાસે માંગણી કરી હતી તેવો ઉજળો વાણી પ્રવાહ તેમના કંઠેથી વહેતો થયો છે. ભગતબાપુ લખે છે:

ચારણો સૌ સરસ્વતીને સેવે

ગીત રામાયણ ગાય

સવળી જીભે બેસજે ચંડી,

(અમારી) વૈખરી વાણી જાય...

માતાજી હું એટલું માંગુ

પાયે તોય વિપળી લાગું.

                 ભીખુદાનભાઈ જેવા સરસ્વતી ઉપાસકોનું અક્ષરજ્ઞાન કદાચ ઓછું હોય તો પણ અંતરજ્ઞાન અગાધ છે. જાગૃતિ પૂર્વકનું લોકદર્શન એ તેમની શક્તિ છે. લોકદર્શનથી જ તેમનું લોક જોડાણ મજબૂત બને છે. તેમના પિતા ગોવિંદભાઇ ગઢવી એક સજ્જન તથા પરગજુ વ્યક્તિત્વ ધરાવતા ચારણ હતા. માણેકવાડા (જૂનાગઢ જિલ્લો)માં તેમની ખેતીની જમીન હતી. ગોવિંદબાપુને રામાયણ પ્રિય હતું. તેઓ રામાયણ ગાઈને પોતાની જાતને તેમજ સૌ સાંભળનારાઓને પ્રસન્ન કરતા હતા. તેમના કાકા રામભાઈ ગઢવી ચારણી સાહિત્યના સુપ્રસિદ્ધ ગ્રંથ 'અવતારચરિત્ર"ના અભ્યાસુ હતા. ભીખુદાનભાઇના સસરા મેકરણભાઇ લીલા પણ સારા કવિ હતા. મેકરણભાઇ પણ સમર્થ વાર્તાકાર ગગુભાઈ લીલાના પુત્ર હતા. ગગુભાઈ લીલાની અનેક વાતો એ સમાજને ડોલાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ તેમની અનેક વાતો પોતાના સર્જનોમાં વણી લીધી છે. લોકસાહિત્ય ઉપરાંત સામાજિક ક્ષેત્રોમાં પણ જયારે કોઈ લોકકલ્યાણ કે લોકહિતની વાત લોકો સુધી પહોંચાડવાની હોય ત્યારે ભીખુદાનભાઈએ આવી જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે. સામાન્ય રીતે વ્યવસાયિક રઝળપાટને કારણે ભીખુદાનભાઈની ઘરમાં સતત ગેરહાજરી રહે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં બહેન શ્રી ગજરાબહેને ઘરનો મોરચો સ્વસ્થતાથી સાંભળ્યો હતો અને બાળકોમાં સંસ્કાર સિંચન કર્યું હતું. તેના અનેક લોકો સાક્ષી છે.

              ભીખુદાનભાઈને સુપ્રતિષ્ઠિત "પદ્મભૂષણ ડોકટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ" મળે એ સમગ્ર લોકધારાનું અદકેરું સન્માન છે. ધીરુભાઈ ઠાકરનું વ્યક્તિત્વ એ સર્વસમાવેશક હતું. તેમની સ્મૃતિમાં અપાતો આ એવોર્ડ પણ અનેક ક્ષેત્રોને અજવાળનારા લોકો સુધી પહોંચ્યો છે. જે ગૌરવપ્રદ ઘટના છે. ભીખુદાનભાઈની પ્રેરણાથી તૈયાર થયેલા લોકસાહિત્યના અનેક ઉગતા કલાકારો માટે પણ આ એવોર્ડ પ્રોત્સાહન સમાન છે. ભીખુદાનભાઈનું જીવન સ્વસ્થ તેમ જ સક્રિય રહે તેવી જગદંબા પાસે પ્રાર્થના છે.

વસંત ગઢવી

તા. ૧૬ જૂન ૨૦૨૫  

લેખ બાય વસંતદાનભાઈ ગઢવી સાહેબ

6 नवंबर 2023

ચારણ સમાજનું ગૌરવ અધિક કલેકટર તરીકે પ્રમોશન

ચારણ સમાજનું ગૌરવ સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત, કર્મનિષ્ઠ અધિકારી એવા આદરણીયશ્રી શિવરાજભાઈ ગીલવા સાહેબ ને નાયબ કલેકટર (GAS) માંથી અધિક કલેકટર (GAS સિનિયર સ્કેલ) માં પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ
હાલે અધિક સચિવશ્રી (કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો) તરીકે ફરજ બજાવે છે. જેઓનું નાયબ કલેકટર (GAS) માંથી અધિક કલેકટર (GAS સિનિયર સ્કેલ) માં પ્રમોશન થી એડિશનલ પર્સનલ સેક્રેટરી જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો, સચીવાલય, ગાંધીનગર તરીકે પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ

શિવરાજભાઈ ગીલવા સાહેબનું પરિચય માટે :- અહી ક્લીક કરો

26 दिसंबर 2022

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ બીજો દિવસ (સોનલબીજ) અહેવાલ

 આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ બીજો દિવસ (સોનલબીજ)  અહેવાલ



કચ્છમિત્ર મા અહેવાય - કરશન  ગઢવી (મોટા ભાડીયા), રમેશ ગઢવી (કાઠડા), જીવરાજ ગઢવી (કોડાય) 

સોનલ જન્મ શતાબ્દી વર્ષ પ્રવેશે ચારણી રંગ નિખર્યો

ઇશ્વરને પણ અવતરવાના અભરખા જાગે એવી ચારણી કૂખે અવતરેલા પૂ. આઇ સોનલમા માનવકલ્યાણ માટે પોતાનું આયખું સમર્પિત કરી જીવનપર્યંત શિવોપાસના સાથે સનાતન ધર્મની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાના આશય સાથે' પોતાના ચારણ સમાજને ચારણપણાનો પંથ દર્શાવી ગયેલા સોનલમાની યાદમાં ઊજવાતી સોનલ બીજની આજે માંડવીમાં અખિલ કચ્છ ચારણ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરાઇ હતી, જેમાં ચારણી પ્રતિભાઓ, તેજસ્વી તારલા, રાજકીય આગેવાનો, પૂ. સંતો-માતાજીઓના સન્માન સાથે ચારણી રંગ નિતરતો રંગ' કસુંબલ ડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમો યોજાયા હતા. સોનલ જન્મ શતાબ્દી વર્ષ મંગલ પ્રવેશ અંતર્ગત થયેલા આ આયોજનમાં' ચારણો અને ચારણેત્તરની વિશેષ હાજરી ધ્યાનાકર્ષક રહી હતી. સમારોહને' સંબોધતાં માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ જીવનમાં' શિક્ષણક્ષેત્રે આગળ વધવા પૂ. સોનલમાએ ચીંધેલા માર્ગ પર ચાલવા અનુરોધ કરતાં કહ્યું હતું કે, જીવનમાં પુરુષાર્થ સાચો દેવ છે.' સાંસદ વિનોદભાઇ ચાવડાએ' દેવત્વ સાથે ચારણ ઉપરાંત અઢારે આલમમાં જીવન આચરણ, સમરસતા, વિકાસ અને પ્રકાશ પુંજનો પમરાટ પ્રસરાવી ગયેલા સોનલમા અઢારે આલમના આરાધ્ય માતાજી છે. નજીકના ભવિષ્યમાં' ભુજમાં ચારણ સમાજની દીકરીઓ માટે' સાવિત્રીબેન પુષ્પદાનભાઇ ગઢવીના નામકરણ સાથે નિર્માણ પામનારા કન્યા છાત્રાલય માટે રૂા. દસ લાખની ગ્રાન્ટની' આધ્યાત્મિક સંસ્કાર વારસાની' ચેતનવંતી જ્યોત જગાવી ગયેલા સોનલમા ભારતવર્ષના માતા છે.' આ શતાબ્દી મહોત્સવ પ્રવેશ વર્ષ ઊજવાઇ રહ્યો છે, ત્યારે' અનુરોધ કર્યો કે, ચારણોના કાંઠાળ વિસ્તારના તમામ ગામોમાંથી ગૌચર દબાણ દૂર થાય, કોઇ દબાણ ન કરે, સમાજ નશામુકત બને, પ્રકૃતિ અને પર્યાવરણના જતન સાથે શતાબ્દી મહોત્સવને ચાર ચાંદ લાગી જાય તેવા કાર્યો જેવા કે દરેક ગામોમાં સોનલ સ્મૃતિવન, સોનલ સરોવરનું નિર્માણ થાય. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે, ચારણ સમાજ પૌરાણિક સમયથી અમારા સમાજ સાથે નિકટતાનો નાતો ધરાવે છે અને સામાજિક સમરસતાથી રાષ્ટ્રની પ્રગતિમાં ભાગીદાર રહે છે.' ઘનશ્યામભાઇ મોડ (અમદાવાદ), કૈલાસદાનભાઇ ગઢવી (લાખોંદ)એ પણ સામાજિક વિકાસ સાથે આયોજકોની ભાવનાને બિરદાવી હતી. વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજભાઇ ગઢવીએ સોનલમાની અમીદૃષ્ટિથી કચ્છ ચારણ સમાજના થઇ રહેલા શૈક્ષણિક માળખાંનો ગ્રાફ સમાજના સહકારથી વધુ ઊંચો લાવવા અપીલ કરતાં કહ્યું કે, સમાજને હવે આઇએએસ, જીપીએસસીમાં વધારે યુવાનો પાસ થાય તે સમયનો સાદ છે. કેડીસીસીના ચેરમેન દેવરાજભાઇ ગઢવીએ શુભકામનાઓ વ્યકત' કરી છે. મંચસ્થ માંડવીના' નગરઅધ્યક્ષા હેતલબેન સોનેજી, જિ.પં. કા. ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, ગત તા.પં. તથા જિ.પં.માં ચૂંટાયેલા સમાજના પ્રતિનિધિઓ, અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભાના મહામંત્રી મોમાયાભાઇ ગઢવી, મુખ્ય દાતા અરજણભાઇ ગઢવી, ચા. સમાજ મંત્રી ભીમશી બાપા, લોકસાહિત્યકાર રાજેશભાઇ ગઢવી, નારાણ કરમણ ગેલવા, રાયણ ચા. સમાજ પ્રમુખ હરિભાઇ ગઢવી, બાડા ગામે સોનલમા મંદિર નિર્માણના દાતા જયંતીભાઇ શાહ, વીઆરટીઆઇના કમલેન્દુ ભકત, ગોરર્ધન પટેલ વગેરેને આયોજક' સમિતિએ' સન્માનિત કર્યા હતા. પૂ. માતાજીઓ દેવલમા, ધનબાઇમા, લાછબાઇમા, આશામા, પૂ. સંતો કલ્યાણદાસજી બાપુ, અર્જુનનાથજી બાપુ સહિતનાઓની સંતવંદના કરાઇ હતી. પોલીસ ઇન્સ્પેક્ટરો શિવરાજ ગઢવી, મયૂર ગઢવી, મહેશભાઇ આહીર, જીપીએસસી પાસ કરેલા ટેક્સ ઇન્સ્પેક્ટર આશિષ ગઢવી, રૂપલબેન ગઢવી, યોગેશભાઇ ગઢવી, ડો. દેવાંશી ગઢવી સહિતના પીઆઇ, પીએસઆઇ, તેમજ જીપીએસસીમાં ઉત્તીર્ણ થયેલી સમાજની તમામ પ્રતિભાઓને' સમાજે વધાવી હતી. નિરંજન બાપુ ચે. ટ્રસ્ટ તેમજ કૈલાસદાન કરણીદાન ગઢવી (સીએ) તેમજ શહીદ વીર માણશી ગઢવીની સ્મૃતિમાં ચારણ સમાજમાં ધો. 10માં સમાજમાં 91.67 સાથે પ્રથમ નંબરે આવેલા બે છાત્ર જયશ્રીબેન રતનભાઇ ગઢવી (મોટા ભાડિયા), હાર્દિકદાન કરણીદાન ગઢવી (વરણું), ધો. 12માં સમાજમાં 92.20 ટકા સાથે પ્રથમ આવેલી ઓમિકા રામભાઇ ગઢવી (ઝરપરા)ને રનિંગ શિલ્ડ અને ટ્રોફી તેમજ ધો. 10-12 તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસમાં સારા ગુણ મેળવનાર સમાજના કુલ્લ 384 વિદ્યાર્થીઓને' શિષ્યવૃત્તિ વિતરિત કરાઇ હોવાનું સંયોજક નાગાજણ ગઢવીએ જણાવ્યું હતું. કસુંબલ લોકડાયરામાં સમાજના પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ શૌર્યગાનને સમાવતી વિવિધ રચનાઓ, ભક્તિપદો રજૂ કરતાં ઉમેર્યું હતું કે, સોનલબાઈમાનું જીવન ભારતીય ગરવાઈ અને અસ્મિતાને સમર્પિત હતું. ભારત દુનિયા માટે સંસ્કારનું ઉદ્ગમસ્થાન, સિંચન કરતો દેશ છે. માના ઉત્તરદાયિત્વ પાસે શબ્દોના સીમાડા ટૂંકા પડે. ગુજરાતના ગૌરવાન્વિત કલાકાર કે જેની જીભલડીના ટેરવે મા શારદાના બેસણા હતા તેવા સ્વ. કવિ દાદુદાનભાઈ ગઢવીના પુત્ર જીતુભાઈ દાદે (ગઢવી)એ સોનલમા દૃષ્ટિએ ચારણ વીરરસ, શાંતરસનું ગાન કરતી અદ્ભુત રચનાઓ પ્રસ્તુત કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા. પ્રારંભે આજે સવારે દેવલબેન ગઢવી (નાની રાયણ)ના કંઠે ગવાયેલી `સોનલ તું સાદ અમારો, હૈયડે વિશ્વાસ તમારો, પાંખ મને દીધી હોત તો સોનલ, હું નીત મઢડે જાત, જેવી માતાજીની ચરજોએ શક્તિમય ભાવજગતનું નિર્માણ કર્યું હતું. તેમની પ્રસ્તુતિને સમાજે દાદ આપી હતી.

 સંતવાણીમાં સોનલ સરોવર માટે 5.25 લાખ એકત્ર 

સોનલ બીજની પૂર્વ સંધ્યાએ લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગના પટાંગણમાં યોજાયેલી સંતવાણીમાં દેવરાજભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી (ભાડિયા), બિરજુ બારોટ, હરિઓમ ગઢવી (આદિપુર) સહિતના કલાકારોએ માતૃભક્તિના ઓવારણા લેતાં ભજનો રજૂ કરી શક્તિતત્ત્વને પોંખ્યું હતું, જેમાં કલાકાર દેવરાજ ગઢવીએ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા `સોનલ સરોવર'નું સમાજના ગામોમાં નિર્માણ કરવાનું આહ્વાન કરતાં ઉત્સવ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ ગઢવી અને દાતા પ્રભુભાઈ રામભાઈ ગઢવી તરફથી રૂા. 2.51 લાખ જાહેર કરાતાં રૂા. પાંચ લાખ બે હજાર આપી આ કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવી હતી. ઉપરાંત કલાકાર દેવરાજભાઈ તેમજ દેવાંગભાઈ ગઢવી (નાના ભાડિયા) તરફથી પણ 22,000નું દાન મળતાં દાનની રકમ 5.25 લાખે પહોંચી હતી. ભજનાનંદી પાલુભાઈ ગઢવી, રાણશી ગઢવી (કોડાય), દેવરાજ હરિભાઈ ગઢવી, કાઠડા કુટિરના વિરમબાપુ, મૂરજીભાઈ મંધરિયા (ઉનડોઠ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કવિ શ્યામે અને ડાયરાનું સંચાલન સાહિત્યકાર હરિભાઈ ગઢવીએ કર્યું હતું. રવિવારે સાંજે માતૃશક્તિ મહિમાગાન સ્વરૂપે ખીમરાજભાઈ ગઢવી અને ગ્રુપ દ્વારા મહાઆરતી યોજાઈ હતી. સામાજિક ઐક્ય અને ભાવનાત્મકતાના સંગમ સાથે સમાજના સહકારથી સફળતાપૂર્વક પાર પડાયેલા આ આયોજન બદલ સોનલ બીજ ઉત્સવ સમિતિના પ્રમુખ ઈશ્વર અરજણભાઈ ગઢવી, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને પૂ. દેવલમાએ કચ્છી પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા. ઉત્સવમાં સહભાગી વિવિધ સમિતિઓ, કાર્યકરોને સમિતિના ઉપાધ્યક્ષો ધનરાજ પુનશી, ધનરાજ કરમણ તેમજ આગેવાનો વીરેન્દ્રભાઈ, દમયંતીબેન બારોટ, મિત્રજિત વિજય ગઢવી, સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભચુભાઈ ગઢવી, સ્વામી સુખાત્માનંદ, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે, કોડાય ચા.સ. પ્રમુખ વાછિયાભાઈ ગઢવી, રાજપૂત સમાજ અગ્રણી રામસંગજી જાડેજા, હરિભાઈ સામરા, ખીમરાજભાઈ ગઢવી વિ.ના હસ્તે સન્માનિત કરાયા હતા. આગામી 11 જેટલી સોનલ બીજની ઉજવણીના મુખ્ય દાતાઓની નામાવલિ જાહેર કરાઈ હતી. આયોજન વ્યવસ્થામાં સામરા રણમલ, હરદાસ પાસ્તા, નારાણ ગઢવી (પાંચોટિયા), મોહન ગઢવી (રાયણ), રાઘવદાન ગઢવી, વાલજી ગઢવી, થારૂભાઈ ગઢવી, બાબુભાઈ ગઢવી, સામત ગઢવી, માણેક ગઢવી, દેવાંગ ગઢવી સહિતનાઓ તેમજ ગઢવી મિત્રમંડળની આગેવાની હેઠળ કાઠડા, કોડાય, ભાડા, રાયણ, રતડિયા, બ્રહ્મપુરી-માંડવી, ભાડિયા સહિતના ગામોના કાર્યકરો સહયોગી રહ્યા હતા. સંચાલન મોમાયાભાઈ ગઢવી, વિશ્રામભાઈ ગઢવીએ અને આભારવિધિ હરિભાઈ ગઢવીએ કરી હતી.














આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ પ્રથમ દિવસીય અહેવાલ

 આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ પ્રથમ દિવસીય અહેવાલ 



ચારણત્વને છાજે તે રીતે શક્તિતત્ત્વનું જતન કરવા હાકલ


કચ્છમિત્ર મા અહેવાય - કરશન  ગઢવી (મોટા ભાડીયા), રમેશ ગઢવી (કાઠડા), જીવરાજ ગઢવી (કોડાય) 

દેવકુળ ચારણ જાતિને પોતાના સ્વત્વનું ભાન કરાવવા તથા ઉન્નતિનાં શિખરો તરફ દોરી જવા જેમનું આ સૃષ્ટિમાં અવતરણ થયું એ મહાશક્તિ પૂ. આઇ સોનલમાની યાદમાં ચારણ સમાજ દ્વારા ઉજવાતા પાવનપર્વ સોનલ બીજની આજે માંડવી ખાતે બે દિવસીય ઉજવણીનો હજારો ચારણોની ઉપસ્થિતિમાં પ્રારંભે શોભાયાત્રા, દાતાઓના સન્માન, ધર્મસભા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ચારણોએ એકતાનાં દર્શન સાથે સોનલ શક્તિના ગૌરવગાન કર્યા હતા. આ અવસરે યોજાયેલ ધર્મસભાને સંબોધતાં મોગલધામ કબરાઉના સંત અને ચારણઋષિ સામતબાપુએ ચારણોને પોતાની જાતનો નશો હોવો જોઇએ. અન્ય તમામ નશાઓથી દૂર રહી ચારણત્વને છાજે તે રીતે શક્તિતત્ત્વનું સેવન કરી નિજત્વને જગત સમક્ષ મૂકવાની તરફેણ કરવા ઉમેર્યું હતું. વવારના સંત પૂ. પાલુ ભગતે ચારણી શક્તિઓએ આપેલા સિદ્ધાંતને કેન્દ્રસ્થ રાખવાની હિમાયત કરી હતી. રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુએ સમાજે કરેલી આયોજન વ્યવસ્થાને બિરદાવતાં ઉમેર્યું હતું કે, એકત્વ સાથે થતું કાર્ય ગતિ પામે છે. આઇ પરંપરાના વાહક પૂ. દેવલમા (ભાડા)એ જણાવ્યું કે, આજના દિવસભરના સફળતા પામેલા કાર્યક્રમોમાં જો કોઇ શક્તિ કાર્ય કરતી હોય તો તે સોનલમા જ છે. જશવંતભાઇ?લાંબાએ ચારણી સાહિત્યરસ પીરસ્યો હતો. અઢી દાયકા સુધી માતાજીના અંતેવાસી રહેલા સમર્પિત સમાજસેવક અને જાણીતા લેખક વિદ્વાન ચારણ પુરુષ સ્વ. પીંગળશી પરબતભાઇ પાયક (લોદ્રાણી) રાપર દ્વારા પૂ. સોનલમાના જીવનચરિત્ર, તેમના દ્વારા સમાજ ઉત્થાન માટે કરાયેલા કાર્યો, પ્રવાસો વગેરેના જીવન-કવનને આવરી લેતું પુસ્તક `માતૃદર્શન' આજથી ઘણા વરસો અગાઉ બહાર પડાયું હતું જેની પુન: પ્રિન્ટ નવા સ્વરૂપે `સોનબાઇમા માતૃદર્શન જીવન ઇતિહાસ સંહિતા'નું દેવલમા, ગિરીશ આપા (મઢડા) તથા અગ્રણીઓના હસ્તે વિમોચન કરાયું હતુ. પાયક પરિવારના અગ્રણી અનિલ ભરતભાઇ પાયકે પુસ્તક વિશે વિસ્તૃત માહિતીથી ઉપસ્થિતોને અવગત કર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન મંચસ્થ આગેવાનો માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, ધારાશાત્રી દેવરાજભાઇ ગઢવી (ભુજ), મુખ્યદાતા અરજણભાઇ ગઢવી, અગ્રણી વીરેન્દ્રભાઇ કાનાણી, ધારાસભ્યો અનિરુદ્ધભાઇ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રભુભાઇ ગઢવી (ખાખર), મુંદરા તા. ચા. સમાજ પ્રમુખ ડોસાભાઇ ગઢવી, જિ.પં. કા. ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, રાણશી ગઢવી (કોડાય), એન. આર. ગઢવી (જનાણ), પાલુભાઇ ગઢવી (ભજનાનંદી), માંડવી બાર પ્રમુખ ખેરાજ ગઢવી, મુંદરા તા.પં. ઉપપ્રમુખ રતનભાઇ ગઢવી, વિપુલ ગઢવી (ગાંધીધામ), બાબુ ગઢવી (સરપંચ-વવાર), સોનલધામ કાઠડા અધ્યક્ષ જાદવજીભાઇ ગઢવી, હિરજીબાપા કારાણી સહિતનાઓને સમિતિના પ્રમુખ ઇશ્વરભાઇ ગઢવી, અગ્રણી દેવરાજ હરિભાઇ, સમિતિના ઉપાધ્યક્ષો ધનરાજ પુનશી, ધનરાજ કરમણ, ધનાભા, આનંદ ગઢવી તથા અન્ય સભ્યો દ્વારા સન્માનિત કરાયા હતા. ઉજવણીના મુખ્યદાતા અરજણ લધાભાઇ ગઢવી (નાની રાયણ)ને દેવલમા અને પુષ્પદાનભાઇના હસ્તે વિશિષ્ટ રીતે સન્માનિત કરાયા હતા. માજી ડેપ્યુટી કલેક્ટર અને દાતા દમયંતીબેન બારોટને મહિલા અગ્રણી સાવિત્રીબેન વિજયભાઇ ગઢવીના હસ્તે સન્માન કરાયું હતું તેમજ અન્ય લાખેણા દાનવીરો ઉપરાંત અન્ય સહયોગી તમામ દાતાઓને સમિતિએ સન્માન્યા હતા. પ્રારંભે ગઢવી મિત્રમંડળ દ્વારા ખીમકરણ?દેવીદાન આલગા ચારણ કન્યા છાત્રાલય ખાતે ગઢવી મિત્રમંડળ માંડવી દ્વારા નિર્માણ પામેલ અન્નપૂર્ણા ભવનની અર્પણવિધિ કરાઇ હતી. અદાણી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહને સમિતિના પ્રમુખ ઇશ્વરભાઇ ગઢવીના હસ્તે સન્માનિત કરાયા હતા. બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગના પટાંગણમાં રીનોવેશન થયેલ સોનલ ભવન બિલ્ડિંગનું બોર્ડિંગના સંચાલક ભીમશી બાપાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. 18 લાખથી વધારાની લાગતથી વિદ્યાર્થીઓની સુખાકારી માટે નિર્માણ પામેલ આ બિલ્ડિંગના કાર્યને સમાજે વધાવી લીધું હતું. શહેરની અંદર આવેલા કન્યા છાત્રાલયથી રાપરથી સિંધોડી સુધીના ચારણોના તમામ ગામોમાંથી સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી તેમજ સામાજિક ચેતનાની ઝાંખી કરાવતી વિવિધ?જાતની થીમ સાથે આવેલા રથોની શોભાયાત્રાએ માંડવી શહેરમાં આકર્ષણ સાથે ચારણપણાનો નિખાર વ્યક્ત કર્યો હતો. લોકગાયક ખીમરાજ ગઢવીના કંઠે આ શોભાયાત્રામાં શકિતતત્ત્વના, ચારણી શૌર્યના, માતાજીને બિરદાવતા વિવિધ ભક્તિ પદોનું ગાયન કરાયું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કૈલાશદાન (પ્રમુખ-અંજાર ગઢવી સમાજ), શિવરાજ ગઢવી (પ્રમુખ-આદિપુર), વિપુલભા ગઢવી (પ્રમુખ-ગાંધીધામ), મનુભા ગઢવી?(પ્રમુખ-ભચાઉ), કિશોરભા ગઢવી (પ્રમુખ-રાપર), અખિલ ભારત ચારણ ગઢવી મહાસભાના મહામંત્રી મોમાયાભાઇ ગઢવી, મહાસભાના યુવા પ્રમુખ?રાઘવભા ગઢવી, મંત્રી મિત્રજીત ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને વ્યવસ્થામાં ચારણ સમાજના ગામોની વિવિધ?ટીમ ઉપરાંત નાગાજણ ગઢવી, સામરા રણમલ, વાલજી ગઢવી, ભીમશી ગઢવી, ભારૂ ગઢવી, નગરસેવક રાજેશ કાનાણી, મોહન ગઢવી (રાયણ), નારાણ ગઢવી (રાયણ), દિનેશ ગઢવી (કાઠડા), દેવાંગ ગઢવી, મેઘરાજ ગઢવી, ભારૂ ગઢવી (કાઠડા) સહિતના સેવકો સહયોગી બની રહ્યા છે. સોનલ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આવતીકાલે સોનલ બીજની ઉજવણી કરાશે. સંચાલન આશાનંદ ગઢવી, મોમાયાભાઇ, વિશ્રામભાઇ, સાત્ત્વિકદાને સંયુક્ત રીતે કર્યું હતું. આજે શૈક્ષણિક-પ્રતિભા સંપન્ન સન્માન, લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે.














3 नवंबर 2022

ભારત સરકારના જળ મંત્રાલય દ્રારા દિલ્હી ખાતે 7મા ભારત જળ સપ્તાહ માં હિરાબેન ગઢવી દ્રારા જળ સંગ્રહ અને પાણી બચાવો અંગે વ્યાખ્યાન

ભારત સરકારના જળ મંત્રાલય દ્રારા દિલ્હી ખાતે 7મા ભારત જળ સપ્તાહ માં હિરાબેન ગઢવી દ્રારા જળ સંગ્રહ અને પાણી બચાવો અંગે વ્યાખ્યાન

ભારત સરકારના જળ મંત્રાલય દ્રારા દિલ્હી ખાતે 7મા ભારત જળ સપ્તાહનું આયોજન થયેલ જેમાં મોટીખાખર તા.મૂંદરા-કચ્છના  હિરાબેન ગઢવી દ્રારા જળ સંગ્રહ અને પાણી બચાવો અંગે વ્યાખ્યાન આપવામાં આવેલ.

આપણા સર્વે માટે ગૌરવની વાત છે કે, દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં હીરાબેન દ્રારા પ્રેરણાદાઈ ઉદબોધન કરવામાં આવેલ. 

દિલ્હી ખાતે આપવામાં આવેલ વ્યાખ્યાન સાંભળવા માટે :- અહી કલીક કરો 
આ લિંક પર  ૧૯-૩૦ મીનિટ થી ૨૪-૦૦ મીનિટ સુધી હિરાબેનનુ વ્યાખ્યાન છે 

બેનશ્રી હીરાબેન ગઢવી અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ
હીરાબેન ગઢવીનું પરિચય
પશ્ચિમ ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા બ્લોકમાં આવેલા મોટી ખાખર ગામમાં ત્રણ જણના પરિવાર સાથે રહું છું.  હું છેલ્લા 3 વર્ષથી એરીડ કોમ્યુનિટીઝ એન્ડ ટેક્નોલોજીસ (એસીટી) - ભુજ નામની સંસ્થા દ્વારા ભુજના જનકર (બીજેઝ) તરીકે મારા ગામમાં અને આસપાસના ગામોમાં ભૂગર્ભજળ સંબંધિત કામ સાથે સંકળાયેલું છું.  મેં મહિલાઓના જૂથો બનાવ્યા છે અને તેમની સાથે, મેં મહત્તમ આઉટપુટ તેમજ વર્મી-કમ્પોસ્ટ બનાવવા માટે લઘુત્તમ ઇનપુટ સ્થાપિત કરવા અને તેનું સંચાલન કરવા માટે કિચન ગાર્ડન ઉગાડ્યા છે.  ભુજલ જાનકર તરીકે, મેં જમીનનું મૂલ્યાંકન કરવા અને ભૂગર્ભજળના સ્તરનું નિરીક્ષણ કરવા અને બાર અને રેખા ગ્રાફ બનાવીને ગુણવત્તા વિશ્લેષણ કરવા માટે કેટલીક તકનીકી તાલીમ મેળવી છે.  તદુપરાંત, અમે આ પ્રવૃત્તિઓ માટે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ તે સરળ અને ઉપયોગમાં સરળ છે, જે અમારી સેવા પૂરી પાડવામાં મદદ કરે છે અને તળાવને ઊંડા કરવા માટે માપન પણ કરે છે.  સમાંતર રીતે, હું ભૂગર્ભજળના રિચાર્જ માટે નિષ્ક્રિય બોરવેલ અને સપાટી પરથી પાણી વહેતું હોય તેવા સ્થળોને ઓળખીને પણ સ્થળની પસંદગી કરું છું;  અને અમે આ પસંદ કરેલી સાઇટ્સ પર ભૂગર્ભજળ રિચાર્જ માટે દરમિયાનગીરી કરીએ છીએ.  ભુજલ જાનકર તરીકેના મારા કામ પહેલાં, મેં ક્યારેય મારા ગામમાં ભૂગર્ભજળના અતિશય વપરાશ વિશે વિચાર્યું ન હતું અને મને લાગતું હતું કે આપણા માટે વાપરવા માટે ઘણું પાણી ઉપલબ્ધ છે.  હવે હું સમજી ગયો છું કે આપણી પાસે મર્યાદિત જળ સંસાધનો છે અને આપણે તેનું મૂલ્ય રાખવાની અને તેનું સંરક્ષણ કરવાની જરૂર છે.  હું મારા મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ગામડામાંથી નિષ્ક્રિય બોરવેલ પસંદ કરીને કરું છું જેમાં હવે ભૂગર્ભજળ રિચાર્જ ઉપલબ્ધ છે.  અગાઉ, ગ્રામ પંચાયતના પીવાના પાણીના બોરવેલ ઉનાળામાં સુકાઈ જતા હતા;  અને લોકોને તેમના પોતાના ગામથી 3-4 કિમી દૂરથી પાણી લેવા અથવા ટેન્કર મંગાવવા માટે બહાર જવું પડતું હતું.  પરંતુ હવે ઉનાળાના મહિનાઓમાં પણ પંચાયતના બોરવેલમાં પાણી ઉપલબ્ધ છે, કારણ કે અમે કરેલા રિચાર્જ દરમિયાનગીરીને કારણે.  ખેડૂતો પાણીની જમીનની ગુણવત્તા પરીક્ષણ, ભેજનું પ્રમાણ, હવામાનની આગાહી અને ભૂગર્ભજળની ઉપલબ્ધતાના આધારે અમારી સેવાઓ માટે ચૂકવણી કરવા તૈયાર છે, અમે ખેડૂતોને કૃષિ સંબંધિત સલાહ આપી શકીએ છીએ.  તે ખેડૂતો માટે ઉપયોગી સેવા છે, કારણ કે તેઓને ઝડપી પરિણામો મળે છે અને તેમને ગામની બહાર મુસાફરી કરવાની જરૂર નથી કારણ કે ખેડૂતો આ માટે ચૂકવણી કરવા તૈયાર હશે, પરંતુ અમારે તેની યોગ્ય કિંમત કરવી પડશે, અને તે પણ રાખવી નહીં.  ઉચ્ચ  પ્રમાણપત્રો : .WIN FOUNDATION , સમય સમર્પિત કરવા , સક્રિયપણે ભાગ લેવા , પૂર્ણ કરવા અને વ્યવસાયને ખીલવવા માટે સૂક્ષ્મ સાહસિકો માટે Whatsapp બિઝનેસ ટ્રેનિંગ પ્રોગ્રામને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે .  • NSVT ( નેશનલ સોસાયટી ફોર વોકેશનલ ટ્રેનિંગ ), કોમ્પ્યુટર કોન્સેપ્ટને સમજવા માટે.

5 जून 2022

આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આરાધના કાર્યક્રમ ની આમંત્રણપત્રિકા

આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આરાધના કાર્યક્રમ ની આમંત્રણપત્રિકા

તા.12/06/2022, રવિવાર

સ્થળ :- આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, મેઘાણી નગર, જુનાગઢ

27 अप्रैल 2022

સ્વ. મોમાયાભાઈ વાલજીભાઈ બાનાયત પરિવાર (મોટા ભાડિયા તા. માંડવી-કચ્છ) ના આંગણે ચિ.દેવાંધ, ચિ.રતન, ચિ.હરિના લગ્ન પ્રસંગે રૂ. 30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર

સ્વ. મોમાયાભાઈ વાલજીભાઈ બાનાયત પરિવાર (મોટા ભાડિયા તા. માંડવી-કચ્છ) ના આંગણે ચિ.દેવાંધ, ચિ.રતન, ચિ.હરિના લગ્ન પ્રસંગે રૂ. 30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર

*નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત,*
*કીર્તિ કેરા કોટડા ઈતો પાડયાં નહીં પડંત*

જીવદયા એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. જીવદયા એજ સાચી માનવતા છે. "જીવદયા એટલે મોક્ષ માર્ગ" અબોલ પશુઓની સેવાએ મનુષ્યને આત્મ સંતોષ સાથે પુણ્ય કમાવવાની તક આપે છે. 

જીવદયા માટે વાલજીભાઈ ની અમૂલ્ય અને ઉમદા નિઃસ્વાર્થ ભાવના થકી એમના ઘરે શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે સંતવાણી તથા દાંડિયારાસના કાર્યક્રમમાં રૂ.  30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર થયેલ જે રકમ શ્રી મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટને વાલજીભાઈ દ્રારા અર્પણ કરવામાં આવેલ. *આટલી મોટી ઘોર સ્વરૂપે રકમ મોટા ભાડિયા ગામના અત્યાર સુધીના ગાયોના ચારા માટે ઘોરની રકમનું રેકર્ડ થયેલ છે.* વાલજીભાઈ તથા પધારેલ મહેમાનો અને ગ્રામજનો તથા બાનાયત પરિવાર દ્રારા ગાયોના લાભાર્થે મનમૂકીને ઘોર સ્વરૂપે રૂપિયાનો વરસાદ કરવામાં આવેલ જેના પરિણામ સ્વરૂપે આટલી મોટી રકમ ગાય માતાના ઘાસચારા માટે એકઠી થઈ શકેલ છે.
આ અમૂલ્ય યોગદાન બદલ વાલજીભાઈ તથા સર્વે દાતાશ્રીઓનું મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે.

સરળ સ્વભાવ, અને પરોપકારી જીવન, સાદગીમાં માનતા નિઃસ્વાર્થ ભાવે સેવા અને ઉમદા કાર્ય કરતા એવા *વાલજીભાઈ કરશનભાઈ ગઢવી (બાનાયત)* નું જન્મ કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામે શ્રાવણ વદ-11ના રોજ માતૃશ્રી લક્ષ્મીબેન અને પિતાશ્રી કરશનભાઈ મોમાયાભાઈ બાનાયત ના ઘરે થયેલ. સાધારણ ખેડૂત પરિવાર. એ સમયે સ્થાનિકે રોજગારી માટે કોઈ સગવડ ના હોવાથી વાલજીભાઈ નાની ઉંમરે રોજગારી માટે દેશની મહાનગરી એવી મુંબઈની વાટ પકડી, મુંબઈ ખાતે કાપડની દુકાને નોકરી થી કારકિર્દીની શરૂઆત કરેલ. 10 થી 12 વર્ષ નોકરી કરી કાપડ વ્યવસાયનું બહોળો અનુભવ અને વાલજીભાઈની કર્મ નિષ્ઠાથી જે મહેનત કરેલ જેના પરિણામ સ્વરૂપે તેઓ પોતાનું વ્યવસાય દિવ્યમ ફેબ નામથી શરૂ કરેલ. ધીમે ધીમે નાના પાયે કાપડના વ્યવસાયની શરૂઆત કરેલ. અને હાલે શૂન્ય માંથી સર્જન કરી મુંબઈ જેવી મહા નગરીમાં કાપડ ના વ્યવસાયમાં દિવ્યમ ફેબ, હિંદમાતા દાદર તથા દીપમ ફેબ, હિંદમાતા દાદર ખાતે કાપડના વ્યવસાયમાં બહુ જ મોટું નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે.

મોટા ભાડિયા ચારણ સમાજના રત્ન, દાનવીર ભામાશા એવા શ્રી વાલજીભાઈ કરશનભાઈ બાનાયતએ પોતાના 50 વર્ષે પ્રવેશ નિમિત્તે સુર્વણ જયંતિ  મહોત્સવની ઉજવણી જીવદયા માટે પોતે રૂ.1,00,000 /- તથા શુભેચ્છકો તરફ થી રૂ. 6,75,000 /- કુલ રૂ. 7,75,000 /- મોટા ભાડિયાના રામધણના નિભાવ તથા ઘાસચારાની વ્યવસ્થા માટે શ્રી મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટને અર્પણ કરીને જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરેલ. એ સિવાય દર વર્ષે રામધણ અને ગાયો માટે અઢળક આર્થિક યોગદાન આપવામાં આવે છે.

ચારણ સમાજના દરેક કાર્ય માટે વાલજીભાઈ દ્રારા હરહંમેશ આર્થિક યોગદાન મળતું જ હોય છે, જેમ કે, સમુહ લગ્ન હોય, મોટા ભાડિયા ચારણ સમાજ વાડી ખાતે આવેલ અન્નપૂર્ણા વાસણ ભંડાર, શિક્ષણ, તથા રખડતા પશુઓ રામધણ માટે સૌપ્રથમ પહેલ કરનાર, એવા તો અઢળક સામાજિક કાર્યોમાં વાલજીભાઈનું સિંહફાળો હોય છે. કોઈ પણ જાતની પ્રસિદ્ધ વગર સેવાનું ઉમદા કાર્ય વાલજીભાઈ દ્રારા કરવામાં આવે છે. 

વાલજીભાઈએ જીવદયા, ગૌસેવા, અને સમાજ સેવા માટે હરહંમેશ માટે તૈયારી બતાવી છે અને એ માટે આર્થિક યોગદાન પણ આપેલ છે.

નિઃસ્વાર્થ, નિખાલસ, નીરઅભિમાની, નીડર એવા વાલજીભાઈ કોઈની ખટપટ કરવામાં માનતા નથી અને સત્કાર્યો કરતા સારા માણસોને હંમેશા પ્રોત્સાહન આપે છે. આપણા ગામના તથા અન્ય યુવાનોને પોતાના અનુભવ થકી લાઇન આપી આગળ વધારેલ છે. એવા તો અનેક યુવાનોને આપણે જોઈ શકીએ છીએ.

વાલજીભાઈની સાદગી, સરળતા, નિખાલસ વ્યકિત, વાલજીભાઈ દ્રારા કરવામાં આવતા કાર્યો માટે શબ્દો ઓછા પડે એવા સમાજના મુક સેવકને વંદન.

મોટા ભાડિયા ગૌશાળા માં હાલે 850 જેટલી ગાયોને ચારો આપવામાં આવે છે. દૈનિક રૂ. 25000 /- ચારોનો ખર્ચ થાય છે.

29 नवंबर 2021

ચારણ - ગઢવી સમાજના પોલીસ ભરતી ના ઉમેદવારો જોગ સંદેશ

ચારણ - ગઢવી સમાજના પોલીસ ભરતી ના ઉમેદવારો જોગ સંદેશ

PSI તથા લોક રક્ષક ની ભરતી માટેની શારીરિક કસોટી તા. 03/12/2021 થી 29/01/2022 સુધી યોજાનાર છે. જે માટે નીચે મુજબના જિલ્લાઓ ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે.  *ઉમેદવારોની જે ગ્રાઉન્ડ પર કસોટી હોય તેઓ સમયસર નામ નોંધાવી લેવા વિનંતી જેથી વ્યવસ્થા કરવામાં સરળતા રહે.* જેની નોંધ લેવા વિનંતી.

*(1) બનાસકાંઠા*
સ્થળ
ક્રિષ્ના મોહન છાત્રાવાસ પાલનપુર 
સંપર્ક
9426704475, જે ડી ગઢવી.
9723815467, દિનેશભાઈ
9979744788, મહેન્દ્રભાઈ
9426595351 કરણીદાન
9825098755 જગદીશદાન

*(2) ગોંડલ*
(1)
*ભાઈઓ માટે*
હરિભાઈ કે. ગઢવી મો. 80772 39374
દેવાંધભાઈ ગઢવી મો. 99782 98581
મુરજીભાઈ ગઢવી મો. 97279 97375
માણેકભાઈ ગઢવી મો. 96380 34528

*બહેનો માટે વ્યવસ્થા*
સાવિત્રીબેન ગઢવી મો. 93161 31524

*વ્યવસ્થા તેમજ કોઈ કામ માટે સંપર્ક*
દેવરાજભાઈ ગઢવી મો. 98255 91495

*સંયોજક :- શ્રી ગઢવી મિત્ર મંડળ, માંડવી-કચ્છ*

(2)
ગોંડલ માટે વીરપુર (જલારામ)
ખાતે રહેવા માટે ની સગવડ

વીરપુર થી ગોંડલ 17 km થાય છે.સવારે ગોંડલ પહોંચાડવા માટે વાહન ની પણ વ્યવસ્થા રાખેલ છે..
સરનામું :- 
નમ્રતા ગેસ્ટ હાઉસ, રેલવે સ્ટેશન રોડ, વીરપુર (જલારામ)
મોબાઈલ : 97124 84393

સંપર્ક :
મલ્હાર લાંગાવદરા
97260 60288
દેવ દેથા
92659 32298
માનવ સુરું
70965 37173
નિલેશભાઈ 
94264 28989

*(3) ગોધરા*
આઈશ્રી ખોડીયાર માં મંદીર છબનપુર, લુણાવાડા રોડ 
*સંપર્ક*
મનહરભાઈ ગઢવી - 8200937530
હિતેશભાઈ ગઢવી 8200144946
ધીરજભાઈ ગઢવી - 8320817161

*(4) મહેસાણા*
સંપર્ક
આવડદાનભાઈ. એચ.ગઢવી 
8469417917

*(5) ભરૂચ*
સંપર્ક
ભુપેન્દ્રભાઈ ગઢવી 9429555963
નરેશભાઈ ગઢવી 9016100413
કનકસિંહ ગઢવી 9427158419

*(6) પાટણ*
સંપર્ક
ગઢવી ચેતનદાન હરુંદાન 
મો. 9824479525
ગઢવી યોગેશ દાન હરીદાન 
મો.8200531683

*(7) ગાંધીનગર*

દુર્ગેશ ટાપરીયા (હેબતપુર)
મો.9725017890
કરશનદાન મિસણ (મમાણા)
મો. 9909840989
માહીરસિંહ રત્નુ (દેવરાસણ)
મો.9104638146
વિરમભા જામ (જામખંભાળિયા)
મો.9824715578
કબીરદાન ફૂનડા (ઝાડીયાણા)
મો.7016355918
દિપકદાન પાંડરસિંગા (જંત્રાણ)
મો.9898163300

*(8) હિમતનગર*
ડો. ધવલભાઈ અભેસિંહભાઈ ઝૂલા
9067777719

*(9) અમદાવાદ*
1...*દિલીપભાઈ શિલ્ગા*   મો. 9825005224       
 2...*બળવંતસિંહ બાટી*
 મો. 99099 55555

3...*મહેશભાઈ વરસડા*
મો.  75679 88997

( *અમદાવાદ પુર્વ/પચ્છિમ માટે* )

4...*કુલદીપદાન ચારણ....*
મો.8320452480
( *મોટેરા અને ચાંદખેડા સાઈડ માટે*) 

5...*સંજયદાન મહેડુ....*
મો.9974158796
( *નરોડા/શાહીબાગ/કરાઈ માટે*) 

*(10) સુરત*
જગદીશદાન (વિદરકા )
મો - 9925840010
દશરથદાન  (ચારણકી )
મો -9978311888
જીતુદાન ઉસડા 
મો -9925772472
મયુરદાન નાંધુ  (PSI)
મો -. 9099013013
બ્રિજેશદાન ઇશરણી  (PSI )
મો -9925389207
ચેતનદાન ગઢવી (PSI)
મો-9727986722
કુલદીપદાન (વિદરકા )
મો -9909422822
*સ્થળ - *SRP ગ્રુપ 11 (વાવ)કામરેજ ના ગેટ ની સામે  કેન્ડલ વૂડ કોમ્પ્લેક્સ .* 

*(11) રાજકોટ* 
 વિરલદાનભાઈ ગઢવી PI રાજકોટ મો. 97125 69777

*(12) જૂનાગઢ*
આઈશ્રી સોનલ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય મેઘાણીનગર જુનાગઢ 
પી.ટી.સી ગ્રાઉન્ડની બાજુમાં  
સંપર્ક ગિરીશ આપા 9924832610
સામત ગઢવી 9998019752
 જુનાગઢ પી.એસ.આઇ 
જે જે ગઢવી સાહેબ 8000021002

*(13) ખેડા/નડિયાદ*
 ગઢવી સોસાયટી મહેમદાવાદ
જશવંતસિંહ ગઢવી મો. 9727284476
હેમુદાન ગઢવી મો. 9925885793

*(14) અમરેલી*
સંજયભાઈ ખળેલ- 90999 48902
અજીતદાન લાંગાવદરા-99242 66012
જીજ્ઞેશ ભાઈ ભેવલીયા- 94279 62915
કિરીટદાન કુંચાલા- 99796 52874
નિકેશ ભાઈ બાટી- 93768 68555
નિલેશભાઈ લીલા- 99980 08001
રણજીતદાન ઉધાસ-97375 12891
રમેશદાન લાંગાવદરા- 9904339132

*(15) સુરેન્દ્રનગર*

*ભાઈઓ માટે*
સંપર્ક  સુત્ર :
ડો અશ્વિનભાઈ એસ  ઝીબ્બા
 98252 24013
શ્રી જગુભા લાંબા (કેરવી) 
  9727216169
શ્રી  અંબાદાનભાઇ રત્નુ
9879351346
શ્રી પ્રકાશદાન રત્નુ
9913800004
શ્રી અનુભા કિડીયા
9909225841

*બહેનો માટે*
શ્રી શોભનાબેન આર ટાપરીયા
9978103576

શ્રી ઝાલાવાડ ચારણ ગઢવી વિકાસ સંગઠન  સુરેન્દ્રનગર 
આઇશ્રી  સોનલ જન્મોત્સવ સમિતિ સુરેન્દ્રનગર

આપણા સમાજના ઉમેદવારો માટે પોતાનું અમૂલ્ય સમય કાઢી વ્યવસ્થા કરનાર તમામનું ખૂબ ખૂબ આભાર

        વંદે સોનલ માતરમ

30 अक्टूबर 2021

આઈશ્રી દેવલ મા પ્રેરિત મા ભગવતી શકિતપીઠ મંદિરનો શિલાન્યાસ આમંત્રણમાંત્રિકા

ભાવભર્યુ નિમંત્રણ

આઈશ્રી દેવલ મા પ્રેરિત મા ભગવતી શકિતપીઠ મંદિરનો મુખ્ય શિલાન્યાસ પૂજન

મા ભગવતીની અસીમ કૃપાથી આઈશ્રી દેવલ માના પુનિત સાંનિધ્યમાં ગરવા ગીરનારની ગોદમા મા ભગવતી શકિતપીઠનો શિલાન્યાસ કારતક સુદ-૧૧ , રવિવાર તા.14-11-2021 (દેવ દિવાળી)ના શુભ દિવસે નિર્ધારેલ છે. સર્વે ગ્રામજનો તેમજ ગામની બહાર વસતા ભાઈઓ - બહેનોને સહ પરિવાર સાથે મા ભગવતી શકિતપીઠના મંગલ પ્રારંભ શિલાન્યાસના ઉત્સવમાં પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે. 

▶️મુખ્ય શિલાન્યાસ મુહૂર્ત
કારતક સુદ અગિયારસ (દેવ દિવાળી), રવિવાર
તારીખ :-  14-11-2021
સમય :- બપોરે 2-15 કલાકે

▶️ધર્મસભા
બપોરે 3-00 કલાકે

▶️મહા આરતી
સાંજે 7-00 કલાકે

▶️મહા પ્રસાદ
સાંજે 8-00 કલાકે

▶️ભવ્ય લોક ડાયરો
રાત્રે 9-30 કલાકે

નિમંત્રક
આઈશ્રી દેવલ મા પ્રેરિત મા ભગવતી શકિતપીઠ
ભેંસાણ રોડ મુ. બલિયાવડ તા. જૂનાગઢ જી. જૂનાગઢ
સંપર્ક 98796 59107 / 96384 54033

જય મા ભગવતી

વંદે સોનલ માતરમ્

Sponsored Ads

ADVT

ADVT