ચારણ - ગઢવી સમાજના વિદ્યાર્થીઓ અને નોકરીની તૈયારી કરતા ઓ જોગ સૂચના
સમાજ ના જે સ્ટુડન્ટ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે *આઇ શ્રી સોનલ યુવક મંડળ બનાસકાંઠા, પાલનપુર ખાતે ક્રિષ્ના મોહન છાત્રવાસ* અતી આધુનિક સુવિધા સભર હોસ્ટેલ આવેલી છે હોસ્ટેલ મા અનુકૂળ શાંત વાતાવરણ માં તૈયારી કરી શકાય તેમ છે રહેવા જમવા ની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે હોસ્ટેલ માં મેસ ચાલુ છે જેનો એક વ્યક્તિ નો ભોજન નો ખર્ચ અંદાજે 3000/ જેટલો થશે તે ચૂકવવા નો રહેશે તથા હોસ્ટેલ રહેવા નો કોઈ ચાર્જ નથી પરંતુ હોસ્ટેલ મા રહી તૈયારી કરી નોકરી લાગે ત્યારે સમાજ નું ઋણ ઉતારવા જે આપવું હોય તે સ્વેચ્છાએ આપી શકો છો
આદરણીય સ્વ શ્રી બી. કે. ગઢવી સાહેબ તથા આદરણીય સ્વ.શ્રી મુકેશભાઈ ગઢવી એ અથાક પ્રયત્નો થી અને સમાજ ના સહયોગ થી સમાજ માટે હોસ્ટેલ બનાવેલ છે સમાજ નું યુવા ધન આ હોસ્ટેલ નો ભરપુર લાભ લે અને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા લાભાર્થી ઓ એ બહોળો લાભ લેવા મંડળ ના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ ગઢવી દ્વારા અનુરોધ કરવામાં આવે છે
વધુ જાણકારી માટે સંપર્ક :-
જે. ડી.ગઢવી 9426704475
મહેન્દ્ર ગઢવી 9979744788