Buy Now Kagvani
Sponsored Ads

.
Sponsored Ads
3 जुलाई 2022
24 जून 2022
કચ્છ ની પ્રખ્યાત દેશી ખારેક
5 जून 2022
આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આરાધના કાર્યક્રમ ની આમંત્રણપત્રિકા
30 मई 2022
ચારણ-ગઢવી સમાજનું ગૌરવ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ
કોઈપણ સમાજના વિકાસની બે આધાર શિલાઓ છે. શિક્ષણ અને સંગઠન, શિક્ષણ વગર સમાજની પ્રગતિ શકય જ નથી. એટલે જ પ.પૂ. સોનલ મા કહેતા કે, “ચારણ સમાજના સંતાનોને ખૂબ ભણાવજો” અને આપણા સમાજના યુવાનો IAS, કલેકટર, મામલતદાર, બને એવા શિક્ષણ આપજો. આઈશ્રી સોનબાઈ માંનું જે સપનું હતુ એ હાલ વર્તમાન સમયે સાકાર થયેલ જોવા મળે છે.
સંઘ જાહેર સેવા આયોગ (UPSC) દ્રારા CIVIL SERVICES EXAMINATION-2021ની પરીક્ષા લેવામાં આવેલ. આ પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ જેમાં કચ્છ જિલ્લાના વિંગડીયા ગામના જયવીર ભરતદાનભાઈ ગઢવીએ પ્રથમ પ્રયાસે અને UPSCની પરીક્ષામાં સમગ્ર દેશમા 341 ક્રમાંકે પાસ થયેલ.
જયવીર
ભરતદાન ગઢવીએ ધોરણ-૧ થી ૫ નું અભ્યાસ સરકારી પ્રા.શાળા વિંગડીયા ખાતે ગુજરાતી
માધ્યમમાં કરેલ. પ્રા.શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જવાહર નવોદયની પરીક્ષા પાસ
કરી ધોરણ-૬ થી ૧૦ સુધીનું શિક્ષણ જવાહર નવોદય વિધાલય ડુમરા ખાતે લીધેલ. ધોરણ-૧૧
અને ૧૨ મોદી સ્કુલ, રાજકોટમાં અભ્યાસ કરેલ. ત્યારબાદ મેકેનિકલ
એન્જિ.ની ડીગ્રી સુરત ખાતેથી કરેલ. ત્યારબાદ
૧૦ મહિના જયપુર ખાતે નોકરી કરી હતી. પરંતુ તેમની ઈચ્છા આગળ વધાવાની હોવાથી દિલ્હી
ખાતે રહીને UPSC/GPSC ની તૈયારી ચાલુ કરેલ. ત્યારબાદ GPSC દ્રારા જાહેર બહાર પડતા પરીક્ષા આપીને પ્રથમ
પ્રયત્ને જ ખુબ જ મોટી સફળતા હાંસલ કરી નાયબ કલેકટર (GAS) વર્ગ-૧માં
૫૩૦.૭૫ માર્કસ સાથે સમગ્ર રાજયમાં GAS કેડરમાં પ્રથમ ક્રમાંકે સૌથી નાની વયે
પ્રથમ પ્રયાસે સફળ થયા હતા. ત્યારબાદ UPSC દ્રારા લેવાયેલ સીવીલ સર્વિસની પરીક્ષા જયવીર ભરતદાનભાઈ
ગઢવીએ પ્રથમ પ્રયાસે અને UPSCની પરીક્ષામાં સમગ્ર દેશમા 341
ક્રમાંકે પાસ કરેલ.
ખુબ ખુબ અભિનંદન
વેજાંધ એમ. ગઢવી (મોટા ભાડિયા તા.માંડવી-કચ્છ)
Mo. 9913051642