.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

10 मई 2016

मोटा भाडिया खाते समूह लग्न योजाया

मोटा भाडिया खाते समूह लग्न योजाया 

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 9 : ભારતીય સંસ્કૃતિમાં મોટામાં મોટું કોઇ દાન હોય તો તે કન્યાદાન એવું અહીંના ચારણ સમાજના સમૂહ લગ્નોત્સવ પ્રસંગે શાત્રોક્ત વિધિવિધાન સાથે આશીર્વચન આપતા શાત્રી ભીમસેનભાઇ જોશીએ જણાવ્યું હતું. આ અવસરે બે દિવસીય ધાર્મિક-સામાજિક પ્રસંગો થકી ચારણ સમાજવાડીનું પટાંગણ ગાજી ઊઠયું હતું. આજે 29 જેટલા નવદંપતીઓએ સોનલમાના મંદિરના સાંનિધ્યમાં સંસારગૃહે પ્રયાણ કર્યું હતું. પ્રથમ દિવસે સવારે ચારણી લગ્ન પરંપરા મુજબ વરરાજાને વરમાળા પહેરામણી, માંડવા, ચાર વાગ્યે કલાકાર ઘનશ્યામભાઇ ઝુલા અને વિશાલભાઇ ગઢવીના કંઠે માતાજીની અરજુ, રાસ સહિતનો કાર્યક્રમ રજૂ થયો હતો. રાત્રે કલાકારોએ હરિભાઇ ગઢવી, મિતલબેન ગઢવી, ઇશ્વરભાઇ ભાલાણી સહિતનાઓએ સંતવાણી રજૂ કરી હતી. લગ્નગીતોએ શ્રોતાગણનાં દિલ જીતી લીધા હતા. કન્યાઓને સ્થાનિક સમાજ ઉપરાંત વિવિધ દાતાઓ તરફથી ઘરવપરાશ-રોકડની ભેટસોગાદ અર્પિત કરાઇ હતી. સવારે જાન જોડાઇ ત્યારે ચારણી પરિવેશમાં સજ્જ લાડાઓએ પ્રસંગને અનેરી શોભા બક્ષી હતી. 100 જેટલી ખુરશીઓ હરજી માણશી ભૈયા પરિવાર હા. નાગશીભાઇ, 12 ટેબલ અરજણ પચાણ મૌવર, 10 ટેબલ વિશ્રામ અરજણ મુંધુડા (માજી ડેપો મેનેજર) તરફથી સમાજને દાનમાં પ્રાપ્ત થઇ હતી. માતાજી કમળામા, કશ્યપશાત્રીજી સહિતનાઓએ આશિષ આપ્યા હતા. માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, સમાજના પૂર્વ પ્રમુખ વાલજીભાઇ ગઢવી, ધારાશાત્રી દેવરાજભાઇ ગઢવી, જિ.પં.ના માજી ઉપાધ્યક્ષ ગિરીશભાઇ છેડા, અગ્રણી ઉદ્યોગપતિ ચંદ્રકાંતભાઇ ગોગરી, સામાજિક અગ્રણી લાલભાઇ રાંભિયા,, મુંદરા તા. ચા. સ.ના પ્રમુખ ડોસાભાઇ ગઢવી, વિરમભાઇ ગઢવી, રાજગોર સમાજના અગ્રણી અરવિંદભાઇ ગોર સહિતના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા મુંબઇ ચારણ સમાજના અધ્યક્ષ વાલજીભાઇ ગઢવી, સ્થાનિક પ્રમુખ રાણશી જખુભાઇ ગઢવી, પંચાયત અગ્રણી નારાણભાઇ ગઢવી, સમિતિના અગ્રણીઓ રામભાઇ વાલાભાઇ, વરજાંગ રમાભાઇ, નાંગશી પુનશી, પાલુભાઇ આલાભાઇ, ખેંગાર રાણશી, પાલુભાઇ આશારિયા સહિતે સહયોગ આપ્યો હતો. રતનભાઇ પેથાભાઇ, વાલજીભાઇ કરસન વગેરે સેવા આપી હતી. પ્રથમ દિવસે સંચાલન પત્રકાર કરસન ગઢવીએ અને આભારવિધિ તાલુકા પં. સદસ્ય પુનશીભાઇ ગઢવીએ કર્યું હતું.
સંતવાણી



 કન્યા વિદાય



कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT