.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

23 जुलाई 2021

ચારણ સમાજનું ગૌરવ મેઘાબેન ગઢવી

લીલા પરીવાર તેમજ ગઢવી સમાજનું ગૌરવ

  શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ ની એમ.એસ.સી.માઇક્રો બાયોલોજી ની લેવાયેલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે મેઘા સંજયકુમાર ગઢવી ઉતીર્ણ થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. તા.૨૧/૦૭/૨૦૨૧ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા યોજવામાં આવેલ પદવીદાન સમારોહમાં માન.મુખ્ય મંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં ગઢવી મેઘા ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ. મેઘા ગઢવી પ્રથમ થી જ અભ્યાસમાં ખુબ તેજસ્વી પ્રતિભા ધરાવે છે અને ધોરણ ૧ થી એમ.એસ.સી. સુધી ફર્સ્ટ કલાસ  વિથ ડીસ્ટ્રીક્શન પાસ થયેલ છે. 

તેમના ઘણાં આર્ટીકલો ઇન્ટરનેશનલ જરનલમાં પ્રસિધ્ધ થયેલ છે. એમ.એસ.સી. અભ્યાસ દરમ્યાન તેઓએ જી-સેટ ની પરીક્ષા પાસ કરેલ છે. 

               ગઢવી મેઘા ના પિતા સંજયદાન હિમંતદાન ગઢવી સનાળીના લીલા પરિવારના હોય, આ પરિવારના કવિશ્રી કરણભાઇ, કવિશ્રી મેકરણભાઇ અને પરદાદા ગગુભાઇ લીલાના ઉજ્જળ વારસાને જ્વલંત સફળતા મેળવી ઉજાગર કરેલ છે. 

 મોસાળ પક્ષે પદમશ્રી લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવી મેધાબેનના નાના બાપુ થતા હોય, આમ મોસાળ પક્ષ તેમજ પિતૃ પક્ષ અને સમગ્ર ચારણ ગઢવી સમાજને ગૌરવ થાય તે રીતે ઉર્તીણ થઇ ગોલ્ડમેડલ મેળવી ગઢવી સમાજ તથા પરિવારનુ ગૌરવ વધારેલ છે.

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT