જય માતાજી
Whatsapp પર "ચારણ એક ધારણ" નામનું ગ્રુપ વર્ષ-2013 મા શરૂ કરેલ. આ ગ્રુપ બનાવવાનું હેતુ એટલો જ હતો કે ચારણ સમાજના સામાજિક સમાચાર, તેમજ અન્ય બાબતો આ ટેકનોલોજી ના માધ્યમથી સરળતા થી એકબીજા સુધી પહોંચી શકે અને સંગઠન થાય. અને આજે આ ગૃપનું હેતુ સિદ્ધ થયેલ આવા ઉમદા કાર્ય માટે ભાઈઓ તરફ થી ખૂબ જ સહકાર મળ્યો એ સર્વેનું ખૂબ ખૂબ આભાર
થોડા દિવસ પહેલા ચારણ એક ધારણ માં આઈશ્રી સોનલ વિસામો (અમદાવાદ) માટે આર્થિક યોગદાન આપવા ટહેલ કરવામાં આવેલ. આ ટહેલ પર ચારણ એક ધારણના સભ્યો દ્રારા રૂ. 81,065 /- આર્થિક યોગદાન એકઠો થયેલ.
આઈશ્રી સોનલ વિસામા દ્રારા સિવિલ હોસ્પિટલ,અમદાવાદ ખાતે દવા લેવા આવતા દર્દીઓ તથા એમના સગા સંબંધીઓ માટે રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ નિઃશુલ્ક આપવામાં આવે છે.
તો આવા અમૂલ્ય સેવાનું કામ કરતા માન.શ્રી દિલીપભાઈ શીલગા અને એમની સમગ્ર ટીમની મહેનતને વંદન સહ આ ઉમદા કાર્ય મા ચારણ એક ધારણ ગૃપના સભ્યો પણ સામાજિક ફરજ રૂપે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે યોગદાન આપેલ છે.
યથાશકિત યોગદાન આપનાર સર્વે ભાઈઓનું ખૂબ ખૂબ આભાર
હાલ Whatsapp પર આવા ઘણા ગ્રુપો ચાલે છે તો હું એમના એડમિનશ્રી ને વિનંતી કરું છું. કે આપ ચારણ એક ધારણ ગ્રુપના સભ્યોની આ પ્રેરણાદાયક પહેલ માંથી પ્રેરણા લઈ આપ પણ આપના ગૃપના સભ્યો પાસેથી આઈશ્રી સોનલ વિસામા કે કોઈ પણ ચારણ સમાજના ટ્રસ્ટ / સંસ્થા / બોર્ડિંગ માટે આર્થિક યોગદાન એકઠો કરવા વિનંતી કરું છું.
આવા અમૂલ્ય સેવાના કાર્યમાં દરેક નો યથાશકિત યોગદાન જરૂરી છે. જેથી કરીને સારી રીતે વ્યવસ્થા થઈ શકે.
સામાજિક ફરજ રૂપે યોગદાન આપનાર સર્વેનું ખૂબ ખૂબ આભાર
યથાશકિત આર્થિક યોગદાન આપવા માટે (યોગદાન જમા કરાવી વિગત Whatsapp મો.નં.9825005224 પર મોકલી આપવા વિનંતી)
"આઈ શ્રી સોનલ ચારણ પરિવાર ટ્રસ્ટ"
(સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા)
(GIDC Odhav)
A/C No. 36193265528
IFC Code: SBIN0001387
ચારણ એક ધારણ ગૃપમા જોડાવા માટે આપનું નામ અને સરનામું લખીને Whatsapp No. 9913051642 પર મોકલી આપવા વિનંતી.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें