.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

23 दिसंबर 2019

ચારણ ગઢવી સમાજના વિધાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી 3 દિવસ સેમિનાર યોજાયો

પ્રાત:સ્મરણીય આઈશ્રી સોનલ માઁના પ્રાગટય પર્વ "સોનલ બીજ" નિમિત્તે નવી પહેલ ચારણ ગઢવી સમાજના વિધાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી 3 દિવસ સેમિનાર

"સમ્રાટ" સામતભાઈ ગઢવી (Angel Academy, Gandhinagar) દ્રારા ચારણ ગઢવી સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય સેમિનાર તા.20-12-19 થી તા.22-12-19 ના રાખવામાં આવેલ જેમાં આઈ શ્રી સોનલ શિક્ષણ કેન્દ્ર (Angel Academy) રાયસણ, ગાંધીનગર ખાતે સામતભાઈ દ્રારા અભ્યાસ કરાવવામાં આવેલ તેમજ નિઃશુલ્ક રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ.

આ સેમિનારમાં રાજાભાઈ રૂદાચ (MD CGIF), પી.કે.ગઢવી સાહેબ (જજ શ્રી, ગાંધીનગર), મૃણાલભાઈ ગઢવી સાહેબ, યોગેશભાઈ બોક્ષા, પાલુભાઈ ગઢવી (ભજનાનંદી, રાષ્ટ્રીય અધ્યક્ષ દેવીપુત્ર સેના), શીતલબેન ગઢવી (ચેરમેન, ધ ભજનાનંદી ફાઉન્ડેશન) મુલાકાત લીધેલ અને વિદ્યાર્થીઓને પોતાના અનુભવો જણાવેલ.

સામતભાઈ વિશે ટૂંકમાં પરિચય
નામ :- સામતભાઈ કુંભાભાઈ ગઢવી (રૂડાચ)
વતન :- ભારા બેરાજા, જામ ખંભાડીયા
જન્મ તા.27-11-1991
અભ્યાસ :- B.Sc, B.Ed

નાની ઉંમરે પણ જબરું કામ ! દિવસ ઉગે ને વિધાર્થીઓ માટે અવનવી માહિતી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થાવું  તેવી જેમની નેમ છે.

સામતભાઈએ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ભાડાના મકાનમાં Angel Academy ની શરૂઆત કરેલ. "અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" કંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા અને કંઈક કરવાની અદમ્ય ઝખનાવાળા સામતભાઈ હવે સ્વ મહેનતથી અને સ્વખર્ચે રાયસણ ખાતે બિલ્ડિંગ ખરીદેલ. જેનું નામ રાખેલ છે. આઈશ્રી સોનલ શિક્ષણ કેન્દ્ર (Angel Academy), આઈશ્રી સોનલ સંસ્કાર કેન્દ્ર (Angel Hostel)

ચારણ સમાજ માટે સામતભાઈ નું પ્રેરણા રૂપ કાર્ય છે. જો એક વ્યકિત પોતાની મહેનતથી શુ નથી કરી શકતું.  એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

સામતભાઈ આપ હજી વધારે પ્રગતિ કરો એવી સોનબાઇ માં પાસે પ્રાર્થના🙏🙏

સામતભાઈ દ્રારા બહુ જ ઉમદા પહેલ કરવામાં આવી. આવી પહેલ માટે સામતભાઈને ખૂબ ખૂબ અભિનંદન💐💐

સંપર્ક
Angel Academy, Gandhinagar 
7575072872
74058 72872

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT