पह्मश्री दुला भाया काग (भगत बापु) नी 43 मी पूण्यतिथी तथा काग ऐवोर्ड-2020
ता.27-02-2020 ना रोज कागधाम(मजादर) खाते पह्मश्री दुला भाया काग (भगत बापु)नी 43 मी पूण्यतिथी मोरारिबापु तेमज आगेवानो तथा बहोळी संख्या साहित्य रसिकोनी उपस्थितिमां उजववामां आवेल.
मजादर गाम जेने भारत सरकारे 2014 मां "कागधाम" नाम आप्यु. कागधाम खाते दर वर्षे काग बापुनी पूण्यतिथीऐ विश्व वंदनीय संत श्री मोरारि बापु द्रारा "काग ऐवोर्ड" आपवामां आवे छे.
आ वर्षे काग ऐवोर्ड मेळवनार
(1) स्व. नारणदानजी सुरु
(2) श्री कवि अनुभाई जामंग (बावळी)
(3) श्री राजभा गढवी (गीर)
(4) श्री रतिलाल नाथालाल दवे
(5) श्री भंवरसिंह सामोर (राजस्थान)
वंदे सोनल मातरम
फोटो मोकलवा माटे ईशभाई काग (Kag Sahitya) नु खूब खुब आभार
પૂજ્ય બાપુની પાવન નિશ્રામાં
"કાગના ફળિયે કાગની વાતું"
---------------------------------------
પ્રતિવર્ષ પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ નિમિત્તે, કાગધામ- મજાદર- ખાતે પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં યોજાતા ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત આજે ફાગણ સુદ ચતુર્થીના દિવસે, સાંજે ચાર થી છ દરમિયાન કાગના" ફળિયે કાગની વાતું" કાર્યક્રમ સંપન્ન થયો.
શ્રી બળવંતભાઈ જાનીના સંયોજનમાં યોજાયેલા આ કાર્યક્રમના બે વક્તાઓ- શ્રી પ્રભુદાન સુરૂ તેમજ શ્રી અરવિંદભાઈ બારોટ- એ પોતાના મનનીય વક્તવ્ય પ્રસ્તુત કર્યા.
આ તકે મોરારીબાપુના વરદ્ હસ્તે શ્રી અરવિંદ બારોટ લિખિત પુસ્તક "
તારા આંગણિયા પૂછીને.." શ્રી વસંત બાપુ હરિયાણી લિખિત પુસ્તક "માળાના મણકા" અને રાજસ્થાની ચારણ કવિ લેખક શ્રી ભવાનીસિંહ સુમેરના પુસ્તક...... નું લોકાર્પણ પણ સંપન્ન થયું.
પોતાના પ્રસન્નતા પૂર્ણ પ્રાસંગિક પ્રવચનમાં પૂજ્ય બાપુએ જણાવ્યું કે - "ઓશો કહેતા કે સ્થાનમાંથી તીર્થંકર જતો રહે છે, અને તીર્થ રહી જાય છે, તેથી તીર્થની તેજસ્વિતા ઘટી જાય છે. પરંતુ મને લાગે છે કે અહીંથી હજી તીર્થંકર ગયો નથી તેથી આ તીર્થ દર વર્ષે નવું તેજ લઈને પ્રકાશતું રહે છે. અને ફાગણ સુદ ચોથનો કાગ ઉત્સવ અહીં ઉજવાય છે.
પૂજ્ય બાપુએ કહ્યું કે ભારતના કોઈપણ નગર, ગામ કે શહેરમાં રામ મંદિર બને, તો તેમાં સૌથી પહેલી માટી અયોધ્યાની પધરાવવી જોઈએ. એમ કાગ બાપુ વિશે જે કાંઇ લખાય, બોલાય, વંચાય એની અહીં કાગના ફળિયે જ સૌથી પહેલી પ્રસ્તુતિ થવી જોઈએ ! કાગના ફળિયે સૌથી પહેલા પગે લાગવા આવવું જોઈએ....
બાપુએ કહ્યું કે - "આ ભૂમિમાંથી જ કાગબાપુનો એક બૃહદ્ ગ્રંથ પ્રકાશિત થાય એવી આપણે આશા રાખીએ. કાગબાપુના બધા જ ગ્રંથોનું સંપાદન કરીને, તેને બૃહદ્ રૂપમાં પ્રકાશન કરનાર કાગનું ફળિયું જ હોય, એવો ભાવ બાપુએ વ્યક્ત કર્યો.
પૂજ્ય બાપુએ ત્રણે સર્જકોના પુસ્તકોના આ ભૂમિ ઉપરથી લોકાર્પણ થવા અંગે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.
પૂજ્ય બાપુએ ભાદ્રોડના મુખીના ડેલે કાગ બાપુએ જ્યારે પોતાનું સ્વરચિત પદ "તારા આંગણિયા પૂછીને..." ગાયેલું, ત્યારે બાપુએ પોતે "કેવટ પ્રસંગ" વર્ણવ્યો હતો, તેનું મધુર સ્મરણ તેમણે કર્યું. પોતાની એક કથામાં કાગબાપુ એક કલાક માટે કથાના શ્રોતા બનેલા એનું પણ બાપુએ સ્મરણ કરીને આનંદ વ્યક્ત કર્યો. સીતોપનિષદને યાદ કરતાં બાપુએ કહ્યું કે - "પૃથ્વીની જો કોઈ કવિતા હોય તો તે સીતા છે."
પૂજ્ય બાપુએ કહ્યું કે સીતા રૂપી કવિતા બે રેખામાંથી બહાર નીકળી ગઈ અને એક રેખામાં સમાઇ ગઈ.
રાજા જનકજીએ જ્યારે ધરતી ઉપર હળથી રેખા આંકી, ત્યારે તે રેખામાંથી સીતા બહાર નીકળે છે, પ્રગટ થાય છે. બીજી રેખા પંચવટીમાં લક્ષ્મણજીએ દોરી, ત્યારે જગનું મંગલ કરવા માટે સીતાજી, એ રેખામાંથી બહાર નીકળી જાય છે.
અને અશોકવાટિકામાં પોતાના ચરણની રેખામાં સીતાજી સમાઈ ગયા છે.
બાપુએ કહ્યું કે આપણાં સૌનાં કપાળમાં વિધાતા લેખ લખે છે, પરંતુ માતા સરસ્વતી એકમાત્ર ચારણની જીભ ઉપર જ લેખ લખે છે ! અને એટલે જ ચારણની જીભની જવાબદારી વધી જાય છે. કવિએ કઈ રેખામાંથી બહાર આવવું, કોને કારણે બહાર આવવું તેમજ ક્યારે રેખામાં સમય જવું, એ નક્કી કરવું જોઈએ.
સિતોપનિષદનો એક મંત્ર છે
"સા વિદ્યા વેદમયી દેવમયી લોકમયી કીર્તિમયી કાર્યકારણમયી"
ભગત બાપુએ લોકવિદ્યાની ઉપાસના કરી, જેના ઉપર ઉપનિષદ હસ્તાક્ષર કરે છે! લોકવિદ્યા વેદમયી છે. માતૃદેવો ભવ, પિતૃ દેવોભવ, આચાર્ય દેવોભવ અને અતિથિ દેવોભવ - આ ચાર આપણા વેદના મંત્રોને કાગબાપુની કવિતામાં સાર્થક થતા જોઈ શકાય છે.
કાગબાપુની કવિતા દેવમયી છે, કારણ કે એમાં પૌરાણિક પ્રસંગો- મહાભારત, પુરાણ અને દેવતાઓની પોતાની રીતે કાગબાપુએ આરતી ઉતારી છે- વંદના કરી છે. એટલે તેમાં દેવત્વ ધબકે છે.
કાગબાપુની કવિતા લોકમયી છે. શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય એ બે રેલવેના બે પાટા સમાન છે, જેના પર સમાંતર રીતે કવિતા ચાલે છે. બંને સરખા મહત્વના છે. એક વેદની ધારા છે અને બીજી વેદનાની ધારા છે. કાગબાપુની કવિતા લોકહ્દયની વેદનાને ઝીલે છે. છેલ્લામાં છેલ્લો માણસ સમજી શકે, એવી લોકમયી કાગબાપુની કવિતા છે. બાપુએ કહ્યું કે હંસ ભલે જતા રહે, ભલે ઓછા થાય - એની સમાજે ચિંતા કરવા જેવું નથી. પરંતુ કાગ ન જતો રહેવો જોઈએ. કાગ આપણો ઋષિ છે.
પૂજ્ય બાપુએ અહીં માર્મિક રીતે કહ્યું કે - "છેલ્લો માણસ જેને સમજી શકે, એને પહેલો માણસ કેમ નહીં સમજી શકતો હોય એ હજી મને સમજાતું નથી....!!"
કાગબાપુની કવિતા કીર્તિમયી છે. લોક-હૈયામાં કાગબાપુની કવિતા રૂપી કિર્તી ગુંજે છે.એ જ રીતે કાગબાપુની કવિતામાં કારણ પણ છે અને એનું કાર્યક્ષેત્ર પણ છે.
એવી આ કાગની કવિતા છે.આવી પંચ- ગુણમયી વાણીના પ્રવક્તા કાગબાપુ છે.
બાપુએ એક શેર અર્જ કરતા કહ્યું કે" ફક્ર યે હૈ કિ વો મેરે હૈ ફીક્ર યહ હૈ કિ કબ તક હૈ?"
અને -
"યે જો તેરી મજબૂરી હૈ,
યહી તો સબસે બડી મજબૂરી હૈ..."
અંતમાં પૂજ્ય બાપુએ કહ્યું કે -
"આ ફળિયું બધાંને ભેગા મળીને રહેવાની શીખ આપે છે. સાધુ, ચારણ અને જગદંબા કોઈને શ્રાપ ન આપે ચેતવણી આપે. કાગબાપુએ પણ પોતાની કવિતા દ્વારા સૌને ચેતવણી આપી છે કે સંપીને નહીં રહો, તો માઠાં પરિણામ મળી શકે છે.....
રાત્રી કાર્યક્રમમાં તેમની વંદના થવાની છે, તે સૌ મહાનુભાવોનું સ્મરણ કરી અને બાપુએ એ કાર્યક્રમની આગોતરી પ્રસન્નતા સાથે પોતાની વાણીને વિરામ આપ્યો.🙏
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें