.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

16 जून 2023

ચારણ ગઢવી સમાજનું ગૌરવ - ઋત્વાબેન અજયભાઈ ગઢવી

ચારણ ગઢવી સમાજનું ગૌરવ - ઋત્વાબેન અજયભાઈ ગઢવી (બાલીયા) - જુનાગઢ
ધોરણ-12 માં 99.18 PR 

ગુજકેટ માં 99.51 PR

નીટ(NEET) માં 99.52 PR

બેનશ્રી ઋત્વાબેન અજયભાઈ બાલીયા અને એમના માતા પિતા તથા પરિવારને ચારણી સાહિત્ય બ્લોગ તરફ થી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ

3 जून 2023

ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ

 


ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ

ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા ચારણ - ગઢવી સમાજના વિદ્યાર્થીઓ ને સ્કોલ૨શીપ વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વર્ષ-૨૦૨૩/૨૦૨૪ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલરશીપ આપવાનું નકકી કરેલ છે જેમાં ધો.૧૦ તથા ધો.૧૨માં ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓને 80 PR થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાય૨ એજયુકેશન (મેડિકલ, સી.એ., એન્જિનીયરીંગ તથા અન્ય)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓન અરજી ફોર્મ તા.૪/૬/૨૦૨૩થી વિતરણ કરવામાં આવશે, જે ફોર્મમાં તમામ કોલમ ભરી માંગેલી વિગતો અને માર્કશીટની નકલ સાથે તા.૧૮/૬/૨૦૨૩ પહેલા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯- સુર્યા આર્કેડ, ૧૧૨–પંચનાથ પ્લોટ, બેંક ઓફ બરોડા પાસે, હેડ પોસ્ટ ઓફિસ નજીક, રાજકોટ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન રુબરુ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા અનુરોધ છે. ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહી કરવા વિનંતી કરવામાં આવે છે.


ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ – રાજકોટ
(ચંદુભાઈ સાબા) 
પ્રમુખ
(૨ામભાઈ જામંગ)
મેનેજીંગ ટ્રસ્ટી

21 मई 2023

આઈશ્રી સોનલ મા જન્મશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ @ હરિદ્વાર

ચારણ સમાજના ઉધ્ધારક પ.પૂ. આઈશ્રી સોનલ માના
જન્મશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ @ કચ્છી આશ્રમ,હરિદ્વાર 
વક્તા : શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોષી
ફોટો બાય :- વીપી ડીજીટલ સ્ટુડિયો, મોટા ભાડીયા

4 अप्रैल 2023

આઈશ્રી સોનલમાઁ શતાબ્દી અંતર્ગત જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા બાબત

આઈશ્રી સોનલમાઁ શતાબ્દી અંતર્ગત જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા બાબત

નીચે મુજબના જિલ્લામાં પરીક્ષા આપવા આવનાર ચારણ સમાજના વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવા-સુવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આથી બહારના જિલ્લામાંથી આવતા તમામ ચારણ સમાજના વિદ્યાર્થીઓ વહેલી તકે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી જાણ કરશો જેથી આપની રહેવા-જમવા-સુવાની વ્યવસ્થા કરી શકાય.


*(1) મોરબી*
સ્થળ :- ક્રિષ્ના હોલ, વાવડી ચોકડી અને પંચાસર ચોકડી વચ્ચે, અતુલ શોરૂમની બાજુમાં, કંડલા બાયપાસ, મોરબી-1.
સંપર્ક સૂત્ર
સંજયભા નાંદણ 7874131242
મેહુલભા ખાત્રા 9978388383
ડૉ.કિશોરદાન ગઢવી 9408512844
દિનેશભા ગુઢડા 9099911123
કરણભા રાજૈયા 9727922591

*(2) ભાવનગર*
ભાઈઓ માટે
શ્રી કૃષ્ણકુમારસિંહજી ચારણ વિદ્યાલય
*સંપર્ક :-*
ગૃહપતિ જશુદાન ગઢવી
૯૮૯૮૪૭૮૭૧૨

*બહેનો માટે :-*
ભગવતિ ગર્લ્સ હોસ્ટેલ
સ્થળ:- જ્ઞાન મંજરી સ્કૂલની આગળ,રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સામે, કાળીયાબીડ, ભાવનગર
સંપર્ક :- પ્રતાપભાઈ ગઢવી
મોં. 72018 72445

*(3) વડોદરા*
દાદુભાઈ ગઢવી (પ્રમુખ ચારણ શક્તિ સમાજ વડોદરા)
સંપર્ક :-
9925163596
9978911529

9898558856
ઈશ્વરભા રૂડાચ

*(4) અમદાવાદ :-*
ચારણ - ગઢવી છાત્રાલય,
ભાઈ કાકા નગર,હોમ ટાઉન સામે,
શક્તિ-૧૪૪ પાછળ થલતેજ અમદાવાદ.
સંપર્ક ગૃહપતિ શ્રી નવલદાન ગઢવી
95869 02525

*(5) જૂનાગઢ :-*
શ્રી કાનજીભાઇ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય (ચારણ બોર્ડીંગ)
મેઘાણી નગર, ITI બાજુમાં
સંપર્ક
વિરમભાઈ ગઢવી
9328917471
સામતભાઇ ગઢવી
99980 19752

*(6) જામનગર*
આઈશ્રી સોનલમાં એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ (સોનલધામ)
સંપર્ક :- દેવીદાનભાઈ ગઢવી.
9979256248

*(7) પાટણ*
ડો પ્રકાશદાન ગઢવી 
9428831902
દુર્ગાદાન જી ગઢવી 
8160436716

રાધનપુર જી. પાટણ
શ્રી કરણી એજ્યુકેશન ટ્રસ્ટ
વિનય વિધ્યાલય પાલનપુર હાઈવે રાધનપુર
સંપર્ક :- 9978747759

શંખેશ્વર જી. પાટણ
ભગવતદાનભાઈ ગઢવી
મો.9909239668

*(8) વઢવાણ સુરેન્દ્રનગર*
દાદુભાઈ વિષ્ણુભાઈ ગઢવી
મો. 98792 04667

(9)વલસાડ
મહેન્દ્રભાઈ ગઢવી
મો. 98799 61271

*(10) રાજકોટ*
ચારણ સમાજ વાડી
૦૨- સુખરામ નગર
કોઠારીયા રોડ , રાજકોટ

ભગવતભાઈ સોયા
+919429400004

ભરત ભાઈ પાલિયા
+919898805109

હેમુભાઈ બાવડા
+919723469771

*(11) બોડેલી*
નીલમબેન ગઢવી 97242 42306

*(12) જામ ખંભાળિયા*
જડેશ્વર સોસાયટી ચારણ કુમાર છાત્રાલય
સંપર્ક
95742 19515
7818845678

*(13) ભાટિયા (દ્વારકા)*
રામભાઈ એન ગઢવી
9925048068

*(14) ભુજ કચ્છ*
1) રામ.બી.ગઢવી,
9638829235
2) પરેશ વી. ગઢવી
9724841575
3) ડી.કે.ગઢવી(વવાર)
9824419962
4) પ્રકાશ આર. ગઢવી
9586715984
5) રામ.એમ. ગઢવી
8469681532

*અન્ય કોઈ જિલ્લાઓ માં વ્યવ્સ્થા કરેલ હોય તેમની વિગતો બાકી હોય તો આ નંબર 99130 51642 પર માહિતી મોકલીને સહકાર આપવા વિંનતી*

     *વંદે સોનલ માતરમ્*

11 मार्च 2023

સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિવનની બનાવવા પહેલ સાથે અપીલ

સામાજીક ક્રાંતિના પ્રણેતા પ્રાંત: સ્મરણીય આઈશ્રી સોનલ મા શતાબ્દી વર્ષ નિમિત્તે સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિવનની બનાવવા પહેલ સાથે અપીલ

પ.પૂ. આઈશ્રી સોનલ માના પ્રાગટય દિવસ એટલે સોનલબીજ પોષ સુદ-2 વિક્રમ સવંત 2079 તા.25/12/2022 થી શતાબ્દી વર્ષનું મંગલ પ્રવેશ કચ્છ ચારણ સમાજ તથા સોનલબીજ સમિતિ દ્રારા માંડવી-કચ્છ ખાતે બે દિવસીય ભવ્યાથીભવ્ય કાર્યક્રમોના આયોજન થી શરૂ થયેલ છે. આખો વર્ષ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને પોષ સુદ-2 વિક્રમ સવંત 2080 , 2024 માં મઢડા ખાતે ભવ્યાતિભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આઈશ્રી સોનલ મા શતાબ્દી મહોત્સવ મંગલ પ્રવેશ કાર્યક્રમ માંડવી ખાતે રાત્રે યોજાયેલ સંતવાણીમાં દેવરાજભાઈ ગઢવી (નાના ડેરો) તથા દેવાંધભાઈ ગઢવી,  નાના ભાડિયા, ઈશ્વરભાઈ ગઢવી, ભારુભાઈ ગઢવી દ્રારા સોનલ સરોવર બનાવવા માટેની અપીલ કરવામાં આવેલ. ત્યારબાદ માંડવી તાલુકાના કાઠડા, પાંચોટીયા, ગામના આગેવાનો અને ગ્રામજનો દ્રારા શુભ શરૂયાત કરવામાં આવેલ. ત્યારબાદ ભાડા, મોટા લાયજા, નાના લાયજા તથા મોટા ભાડિયા ખાતે આઈશ્રી સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિ વન બનાવવા માટે પહેલ કરવામાં આવેલ છે. તો આવો આપણે સર્વે ચારણો તથા ચારણેતર આઈશ્રી સોનલ મા ને માનતા સર્વેએ આપણા ગામ, આપણા વિસ્તારમાં સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિ વન બને એ માટે પ્રયત્ન કરીએ.

મિત્રો હાલમાં જીવમાત્રની ઉદ્વારક આઈ સોનલ માનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યુ છે, સાથે ભારતવર્ષ  જી-૨૦ નું આતિથ્ય, પ્રકૃતિ બચાવો જેવા અનેક કાર્યક્રમો ચાલી રહયા છે. જેમાં નામી અનામી પાવન ચેતનાઓ કામ કરી રહી છે ત્યારે સુકી ધરાના હેતાળ હૈયા ના મીઠા માડુઓ કચ્છે પ્રથમ પહેલ કરી છે ત્યારે સૌ ગુજરાતના શકિત ઉપાસકો પ્રકૃતિપ્રેમી આ મહાયજ્ઞમાં તન મન અને ધનથી જોડાઈને આઈમાની શતાબ્દી નિમિતે ૧૦૦ સરોવર અને ૧૦૦ સ્મૃતિવન બનાવવાની નેમ વ્યક્ત કરીએ..

મિત્રો ખાલી વિચારજો આપણા પરિવારના ચાર વ્યકિતઓને આપણે સુધારી નથી શકતા અને પૂરતો સમય નથી આપી શકતા તો સમગ્ર માનવ સમાજને સુધારવા માટે આઈ મા એ કેટલી જીંદગીઓ શતાબ્દી વર્ષ ખર્ચ્યા હશે ત્યારે આ પરિવર્તન આણી શકયા, હાલ આપણો સમાજ જે સ્થિતિએ છે અને શૈક્ષણિક અને આર્થિક વિકાસ પ.પૂ. આઈશ્રી સોનલ માએ જે તે સમયે બોર્ડિંગો સ્થાપીને શિક્ષણની જયોત જગાવે જેના પરિણામે છે. જે તે સમયે આઈમાએ કેટલા કષ્ટો વેઠીને દરેક ચારણોનું ઉદ્ધાર થાય એ માટે આઈમા પ્રવાસ કરેલ હતા. તથા સમાજ માટે સર્વસ્વ કરનાર આઈશ્રી સોનલ માની શતાબ્દી યુગો હજારો વર્ષ સુધી ઉજવાય તે માટે આપ  કેવળ ૧૦૦ દિવસ, ૧૦૦ કલાકો અર્પીને ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી શકો છો… જય હો પ્રકૃતિ પરમેશ્વર..

આવો આપણે સર્વે આઈશ્રી સોનલ મા શતાબ્દી વર્ષ નિમિત્તે સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિવનની બનાવવા માટે યથાશકિત પ્રયત્ન કરીએ.

Sponsored Ads

ADVT

ADVT