.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

8 मई 2021

કોરોના રસીકરણ અંગે જાગૃતિ મેસેજ બાય આદરણીયશ્રી દિલીપભાઈ શીલગા

જય સોનલ માઁ..
હાલ કોરોનાની પરિસ્થિતીમાં સમગ્ર વિશ્વ ખુબ જ નાજુક પરિસ્થિતીમાં પસાર થઈ રહ્યું છે..આપણે કોવીડ-૧૯ ને આપણા ઘર સુધી આવતાં રોકવો લગભગ અશક્ય લાગી રહ્યું છે..કારણ કે હાલ કોમ્યુનિટી ટ્રાંસમિશન થઈ રહ્યું અને આ લેવલમાં ક્યાંથી આવશે એ સાચો તાગ મેળવો મુશ્કેલ છે..માસ્ક પહેરવા છતાં..કામ વગર બહાર ના નિકળવા છતા કોરોનાનું સંક્રમણ ઘણા લોકોને થયેલ છે..કદાચ નાની મોટી ભૂલ પણ આપણાથી થતી હશે..અને પરિવારમાં એક વ્યક્તિ ભૂલ કરે તો પણ આખા પરિવારને સહન કરવું પડે છે.અને આમેય કામ ધંધે જવા વગર છુટકોય નથી.. વળી હાલની પરિસ્થીતિમાં સમગ્ર દેશમાં મેડીકલ સંશાધન ખુટી પડ્યા છે..ઓક્સિજન બેડ,વેન્ટીલેટર બેડ ખુટી પડ્યા છે..દવા અને ઇન્જેકશન પણ મળવા મુશ્કેલ છે..ત્યારે આ મહામારીથી બચવ માટે અને ખોટા મેડીકલ ખર્ચથી બચવા માટે આપણી પાસે એક જ સરળ રસ્તો છે..આપણે સૌ કોઈ સાથે મળી ચારણ સમાજમાં એક જાગૃતિ લાવીએ અને તમામ ચારણ સમાજ એકજુટ થઈને કોરોના વેક્સીન (રશી)  જેમ બને તેમ જલદી લઈ લઈએ..વેક્સીન લેવાથી કોરોના થતો નથી એવું નથી..પરંતુ વેક્સીન લીધેલને કોરોના થાય ત્યારે એને હોસ્પિટલમાં એડમીટ થવું પડતું નથી..કે વેન્ટીલેટર કે ભારે મોંઘા ઇન્જેકશનોની પણ જરૂર પડતી નથી..આપણા ચારણ સમાજમાં ગામડાઓમાં  હજુ જાગૃતિ ઓછી છે બધા વેક્સીન માટે સમય કાઢતા નથી..પણ આ એક આપણા માટે સારી સુવર્ણ તક છે..સમયસર વેક્સીન લઈ લેવાથી પરિવાર આર્થિક ખર્ચથી બચશે તેમજ આપની સુરક્ષા નિશ્ચિત થઈ જશે..આ માટે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે આજે વાત થઈ હતી અને સમાજમાં વધી રહેલ કોરોના  કેસો માટે પોતે ખુબ ચિંતિત હતા..એમનું ખુબ સારૂં સુચન હતું કે આપણા સૌ સમાજમાં સર્વે લોકોને
વિડીયોના માધ્યમથી વેકેસીન માટે જાગૃત કરીએ તો ઘણો જ ફાયદો થશે...તો ચારણ સમાજના વિવિધ વિસ્તારના આગેવાનો, ડોકટરો,સાહિત્યકારો, લોકગાયકો,વડિલો વગેરે પોતાને ફાવે એ માધ્યમ દ્વારા એક મેસજ દ્વારા અથવા નાની વિડીયો/ઓડીયો ક્લીપ દ્વારા સમાજને જાગૃત કરે..પોતે વેક્સીન લીધા પછી સોસિયલ મિડીયા પર પોતાનો ફોટો અપલોડ કરે અને સૌને જાણ કરે ..તો લોકોમાં જાગૃતિ જલદી આવશે..અને આમેય સમાજના મોભીઓ જેમના થકી સમગ્ર સમાજ ઉજળો છે એ આ માટે પહેલ કરશે તો એની અસર સમાજમાં વધુ સારી રહેશે..સમાજ એમને પોતાના આઈકોન  માને છે એટલે એમની અપિલનું વધુ ધ્યાને ધરશે..અનુકરણ કરશે..
એટલે આ માધ્મમ દ્વારા સમગ્ર સમાજને ફરી અપિલ કરૂ છું કે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરો,કામ વગર બહાર ના જાવ , બની શકે તો ઘરે રહો સુરક્ષિત રહો અને વેક્સીના બંને  ડોઝ સમયસર તમામ યુવાનો અને વડિલો/માતાઓ લઇ લેવા જોઈએ અને પોતાના પરિવારને અને સમગ્ર ચારણ સમાજને એક સુરક્ષા કવચ  (શારિરીક,માનશિક, આર્થિક કવચ) પુરૂ પાડે..વંદે સોનલ માતરમ..🙏

પોસ્ટ બાય આદરણીયશ્રી દિલીપભાઈ શીલગા - જેમની આરોગ્ય ક્ષેત્રે અમૂલ્ય સેવા છે તેમજ આઈશ્રી સોનલ વિસામો - અમદાવાદના પ્રણેતા

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT