*|| રચના : ઢોંગીઓ ના ઠાઠ ||*
*|| કર્તા : મિતેશદાન મેહેશદાન ગઢવી(સિંહઢાય્ચ) ||*
*|| કવિત ||*
*બાત ના બહાના કરી આના ના ઉપાયો બકે,*
*તકે લેતા લાભ ના એ તકો ને શુ તારશે,*
*ખોટા જે ખજાના ભરી હરી હરી ખરી કરી,*
*વાતું ને ચડાવે વરી વેદો ને શુ વારશે,*
*પુજા ના પુજારી કહે રહે મોટા મહેલો મા,*
*સંપત્તિ ના શોખ એને ધાર્યા કોણ ધારશે,*
*કહે મિત જીત ના આ ગીત જે ગુણાઇ ગયા,*
*એવા ને લજાવા માટે હાથે કરી હારશે,*
અર્થ : આવા લોકો જે ખોટા આજ સંપત્તિ ના શોખ રાખે,પોતે કાંઈક હોય એનું ગુમાન રાખે તો આવા પુજારી થવા ના ઢોંગ કરે,અને ધર્મ ને નામે ઢોંગ કરી હરિ હરિ કરે આવા જ લોકો જે હિન્દ ને જીતાડવા,સ્વરાજ અને સીધા રસ્તે વાળવા ના ગીતો ગાઇ ગયા છે એમને આવા ઢોંગીઓ હાથે કરી ને હરાવશે પોતાના જ પોતાને હરાવશે
*બ્રહ્મા એ વિચાર્યું હશે બ્રહ્મ ના બહાવ કાજે*
*બ્રહ્મ ના વિચારે આખું બ્રહ્માંડ બનાયુ તું,*
*ધર્મ રૂપી ધાન ના આ જ્ઞાન ના પ્રસાર કાજે,*
*શસ્ત્ર અરુ શાસ્ત્ર અવતારો થી સજાયું તું,*
*સત્ય ના પુરાવા સાથે કર્યા બહુ સમર્થનો,*
*સમર્થક બની સત્યગીત સમજાયું તું,*
*કહે મિત છતાં આજે આધુનિક માનવ કો,*
*આર્થિક ના સાથ મા ઇ કુદરત પણ સમાયું તું,*
અર્થ :
આજ લોકો ધર્મ ના પુરાવા માંગે છે,
કુદરત ને નથી જાણતા,
કે આજ જે પૈસો ગાડી બંગલા છે એ કુદરત ના નામે જ છે,
પાછા કેસે અમેં તો અમારી બુદ્ધિ થી કમાયું
પણ એ બુદ્ધિ જ જેણે આપી છે એ ખુદ બુદ્ધિજીવીએ તારા જેવા અસંખ્ય બુદ્ધિ નો અંશ છે એણે આખું બ્રહ્માંડ રચ્યું છે અને તું આજ આ આધુનિકતા અને યાંત્રિક જમાના મા એને જ યાદ કરવાનું એના જ જે પ્રયાસ છે ધર્મ ની સ્થાપના કારણ જે અવતારો ધર્યા,જે કાર્ય કર્યા એને જ ભૂલી જાય છે આ તારો ધર્મ !?
*તારકે હી મારના બચાવના બહાના તપે,*
*જપે ન કો માનવંતા ભેદ કો ન જાણે હૈ*
*સહે ન સહાવે કરે લોભ લલચાવે સહે,*
*સુખ મેં ન સાથ રહી દુઃખ પરમાણે હૈ,*
*માન ભેર વાત સુ વિવાદ ન વિવેક આણે,*
*દાણે ઉ દિખાવ કે જો મતી ભરમાણે હૈ*
*કહે મિત માનવી હી માનવ કો લુંટ લેવે,*
*ઠેર ઠેર બસે ઐસે ઢોંગ કે ઠેકાણે હૈ,*
*કવિ મિત*
*🙏 ---મિતેશદાન(સિંહઢાય્ચ)---🙏*
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें