.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

15 मई 2020

ભેર કર ભેર કર જોગમાયા કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા


ભેર કર ભેર કર જોગમાયા
દોહા
અરજ  સુણીને  અમતણી,  ભગવતિ રહેજયો ભેર,
દૈત્‍ય   વિડારણ  દેવીઓ,    માતુ  કરજયો  મેર.

છંદ : ઝુલણા

માત  સતયુગથી   લડાવ્‍યાં  લાડ  તેં,   પ્‍હાડ  હેમાલયે  સ્‍થાન  દીધું,
પાળીયા  અમોને  હિંચોળ્‍યા  પારણે,     કોઈ  દિ  વેણ ના કઠણ કીધું,
ફડક તો  ના હતી જરાયે ફેફરે,    એવા યુગ સતયુગ સુખથી વીતાયા,
તુંહારા  ચરણની  રજ  અમો  ચારણો,     ભેર કર ભેર કર જોગમાયા.
                                                        ટેક........(1)

યુગ   ત્રેતા   અને   દ્વાપરે  દેવિયો,    સમરતાં   અમોને  સાદ  દેતી,
અમતણી  જીભ પર રાસ  રમતી  હતી,  વિમળવાણી સદા મુખ વહેતી,
દેવની  સભામાં અમે   દેવના   દેવથા,    ગુણ જે વ્‍યાસ મુખે ગવાયા,
તુંહારા  ચરણની   રજ  અમો  ચારણો,  ભેર કર ભેર કર જોગમાયા.(ર)

હરઘડી  હાજરાં  હજુર  રહેતી  હતી,      લાડથી  ખૂબ  સંભાળ  લેતી,
તારા અભય વરદાનથી દેવ ડરતા હતા,  કર ધરી ત્રશુળ ખમકાર કેતી,
વિમળ વાઘેશ્વરી  તારા  ઈશ્વરી  ગુણના,  પુરણ જે વેદ ના પાર પાયા,
તુંહારા ચરણની   રજ  અમો  ચારણો,  ભેર કર ભેર કર જોગમાયા.(3)
અડાભીડ  ચારણો  થયા  જે  ગળે,   ગઢપતિ  દબાતા હતા ગરવા,
વદન પર તરતને  તરત  સાચૂં  વદે,   પ્રથમથી હતી ના કાંઈ પરવા,
શિવ શકત‍િ તણા અમે ઉપાસક ચારણો, ભગવતી ભાવ ભકત‍િ ભુલાયા,
 તુંહારા ચરણની   રજ  અમો  ચારણો,   ભેર કર ભેર કર જોગમાયા.(4)
ભાનભૂલી  અને  લાગીયા  ભટકવા,   મુલકમાં  માગવા  મારગ  લીધો,
લાજ  મરજાદને   ધરમને   ધકેલી,    પ્‍યાલો  ખૂશામત  તણો   પીધો,
યાદ માતુ  તણી  રહીના  અંતરે,   એવા લલાટે લેખ અવળા  લખાયા,
 તુંહારા ચરણની   રજ  અમો  ચારણો,   ભેર કર ભેર કર જોગમાયા.(પ)

દરિદરતા  દુ:ખમાં  ડુબતાં  દેવીયો,   ઉગારો   અમ  તણી અરજ એવી,
સુર  સાહિત્‍યના  કંઠ  ગુંજયા  કરે,   હતી  સુખ સંપતિ ફરી થાય તેવી,
કવિ  મેકરણ  કહે અમે  ટાયલાં  તુંહારા,  માત મુકાય ના  પુત્ર માયા,
 તુંહારા ચરણની   રજ  અમો  ચારણો,   ભેર કર ભેર કર જોગમાયા.(6)

કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા. (ભેદુ કવિ મેકરણ) ગામ : સનાળી. 
ટાઈપ બાય : રાજેન્‍દ્ર પ્રતાપદાન લીલા.    rajendralila@ymail.com

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT