સરવો સોરઠ દેશ
॥ દોહા ॥
પાતળ બદન ને પદમણી,
જના કડ લગ
લંબા કેશ,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવો સરવો સોરઠ દેશ. (1)
ડણકે સાવઝ ડુંગરે,
હાંકલ વીર હંમેશ,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવો સરવો સોરઠ દેશ. (ર)
મરજાદા પાલન
મહા, પંડ
ઢાંકણ પેરવેશ,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવો સરવો સોરઠ દેશ. (3)
ઉજળ પખાના આદમી,
લોભ નહિ લખ
લેશ,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવો
સરવો સોરઠ દેશ. (4)
ગર્ય ઘાટી ગરવો ધણી, નમણા ચારણ નેશ,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવો સરવો સોરઠ
દેશ. (પ)
મેયું ગાયું મલકતી,
નારી નાજુક
વેશ,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એવો સરવો
સોરઠ દેશ. (6)
‘મેકરણ’ કઈ મુલક હે, દેખો
દેશ વિદેશ,
શુર દાતા સાવઝ સુરા, એવો સરવો સોરઠ દેશ. (7)
યાદ કરે અંતર ઠરે, એવા સજજન ભેટે
શેણ,
‘મેકરણ’ માયાળુ માનવી, જેનાં વહાલાં લાગે વેણ.
(8)
ગરવો તિરથ સોમનાથને, શેતલ ભાદર શેણ,
‘મેકરણ’ માયાળુ માનવી, જેનાં વહાલાં લાગે વેણ. (9)
સાગ શીશમને શેમળા, નીરખું ચારણ નેશ,
‘ભેદુ’ સાવઝ ભાઈબંધ, એવો સરવો
સોરઠ દેશ. (10)
મેમાનોને ગીરનાં માનવી, ખવરાવીને ખાય,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એમાં મારો ઠાકર રાજી થાય. (11)
કવિ : મેકરણભાઈ
ગગુભાઈ લીલા. (ભેદુ કવિ મેકરણ) ગામ : સનાળી.
ટાઈપ બાય : રાજેન્દ્ર
પ્રતાપદાન લીલા. rajendralila@ymail.com
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें