સદગુરુ ને સમર્પિત
સદગુરુ કૃપા થી તરીએ,પછી ખોટું ભાથું નવ ભરીએ
સત મારગ વળીયે,તો પછી ડગ અવળું નવ ભરીયે
મીઠપ જેની વરસે,જેમ વાદલડી અંબર થી
નીર એના નીતરે છે,જેમ હેત ના સાગર થી
પછી એ નીર ગંગા એની વ્યર્થ નવ કરીએ..... સદગુરુ કૃપા થી....
ભૂલી જવી મોહજાળ,એના ચરણ મૂકવું સંસાર
આધી વ્યાધિ અળગી કરી,અહમ નહીં તલભાર
એની દયા દૃષ્ટિ થી વિમુખ નવ થઈએ... સદગુરુ કૃપા થી....
વિપતું જે વચને ટાળે,એ સતનામ સમરીએ
દાસ ભાવ રાખીને,જેને હૃદય સ્થાન ધરીયે
પછી વચન ની અવગણના નવ કરીએ.... સદગુરુ કૃપા થી....
સંશય ભાંગે કાયમ,એવા ગુરુ ધ્યાન ધરીએ
સેવા ભક્તિ કેરી,આ વાટ છે બહુ દુર્લભ
"દેવ" એ સેવા માં સ્વાર્થ નવ કરીએ.... સદગુરુ કૃપા થી....
✍🏻દેવ ગઢવી
નાનાકપાયા મુંદરા
કચ્છ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें