Sponsored Ads
.
Sponsored Ads
12 जुलाई 2026
27 जून 2026
12 जून 2026
ચારણ ગઢવી સમાજનું ગૌરવ ડો. વિનિતાબેન ગઢવી
25 जनवरी 2026
રાજ્ય કક્ષા શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ) તરીકે સન્માન પ્રાપ્ત કરતાં શ્રી આશારીયા વિશ્રામભાઈ ગઢવી
27 सितंबर 2025
15 जुलाई 2025
ઈ - બુક પુસ્તકો આદરણીયશ્રી ભીમશીભાઈ બાપા રચિત પુસ્તકો
28 जून 2025
પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ: - લેખ બાય વસંતદાનભાઈ ગઢવી સાહેબ
પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ:
હંસ તરંતો પરખીએ,
પાણી નદી વહંત.
સોનુ કસીને પરખીએ
માણસ વાત કહંત.
જેમની વાતોમાં વિવેક હોય, કથનની શૈલીમાં ગરિમા હોય તેમ જ જેની કહેણીમાં કઠોરતા ન હોય તેવા 'વાત ડાહ્યા' માણસો સમાજની શોભા સમાન હોય છે. ભીખુદાનભાઈમાં આ ગુણો સહજ રીતે ઉતરેલા છે.
વિશ્વકોશ ટ્રસ્ટ એ ગુજરાતના આભૂષણ સમાન સંસ્થા છે. સાહિત્યના આજીવન ભેખધારી ધીરુભાઈ ઠાકરની નિષ્ઠાનું તેમ જ કર્મઠ જીવનનું એ અનોખું સ્મારક છે. વિશ્વકોશ તરફથી લગભગ છેલ્લા એક દાયકાથી દર વર્ષે પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ વિવિધ કલા કે સામાજિક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવને અર્પણ કરવામાં આવે છે. લોકસાહિત્યની ઉજળી પ્રથા તેમજ પરંપરાના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ભીખુદાનભાઈ ગઢવીને ૨૦૨૫ના વર્ષ માટેનો સવ્યસાચી એવોર્ડ આપવામાં આવે છે તે ઘટના સાહિત્યના ક્ષેત્રમાં રસ ધરાવનાર સૌ કોઈ માટે મહત્વની તેમ જ યાદગાર ઘટના છે.
ભીખુદાનભાઇના અવાજમાં ગિરનારની ગરવાઇ છે. આજે જીવનના આઠમા દાયકે પણ હવા બાંધી લે તેવો જાદુ તેમના અવાજમાં છે. માતાજીની અસીમ કૃપા હોય તો જ આવું શક્ય બને. ભીખુદાનભાઈનું વ્યક્તિત્વ એ સૌજન્ય તથા સરળતાએ માનવદેહ ધારણ કર્યો હોય તેવું લાગે છે. ભાવનગરના ગૌરવ સમાન કવિ તથા વક્તા બળદેવભાઈ નરેલાની પાવન સ્મૃતિ ભીખુદાનભાઈને મળીએ ત્યારે થયા કરે છે. જયારે તેઓ બોલતા હોય ત્યારે તેમની વાતોમાં એક સંસ્કારધારાનો પ્રવાહ વહે છે. કુટુંબના સૌ સભ્યો સાથે બેસીને માણી શકે તેવો તેમનો વાત વૈભવ છે. મનોરંજનની વાતોમાં પણ વાણી વિવેકની મર્યાદા છે. ભગતબાપુએ માતાજી પાસે માંગણી કરી હતી તેવો ઉજળો વાણી પ્રવાહ તેમના કંઠેથી વહેતો થયો છે. ભગતબાપુ લખે છે:
ચારણો સૌ સરસ્વતીને સેવે
ગીત રામાયણ ગાય
સવળી જીભે બેસજે ચંડી,
(અમારી) વૈખરી વાણી જાય...
માતાજી હું એટલું માંગુ
પાયે તોય વિપળી લાગું.
ભીખુદાનભાઈ જેવા સરસ્વતી ઉપાસકોનું અક્ષરજ્ઞાન કદાચ ઓછું હોય તો પણ અંતરજ્ઞાન અગાધ છે. જાગૃતિ પૂર્વકનું લોકદર્શન એ તેમની શક્તિ છે. લોકદર્શનથી જ તેમનું લોક જોડાણ મજબૂત બને છે. તેમના પિતા ગોવિંદભાઇ ગઢવી એક સજ્જન તથા પરગજુ વ્યક્તિત્વ ધરાવતા ચારણ હતા. માણેકવાડા (જૂનાગઢ જિલ્લો)માં તેમની ખેતીની જમીન હતી. ગોવિંદબાપુને રામાયણ પ્રિય હતું. તેઓ રામાયણ ગાઈને પોતાની જાતને તેમજ સૌ સાંભળનારાઓને પ્રસન્ન કરતા હતા. તેમના કાકા રામભાઈ ગઢવી ચારણી સાહિત્યના સુપ્રસિદ્ધ ગ્રંથ 'અવતારચરિત્ર"ના અભ્યાસુ હતા. ભીખુદાનભાઇના સસરા મેકરણભાઇ લીલા પણ સારા કવિ હતા. મેકરણભાઇ પણ સમર્થ વાર્તાકાર ગગુભાઈ લીલાના પુત્ર હતા. ગગુભાઈ લીલાની અનેક વાતો એ સમાજને ડોલાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ તેમની અનેક વાતો પોતાના સર્જનોમાં વણી લીધી છે. લોકસાહિત્ય ઉપરાંત સામાજિક ક્ષેત્રોમાં પણ જયારે કોઈ લોકકલ્યાણ કે લોકહિતની વાત લોકો સુધી પહોંચાડવાની હોય ત્યારે ભીખુદાનભાઈએ આવી જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે. સામાન્ય રીતે વ્યવસાયિક રઝળપાટને કારણે ભીખુદાનભાઈની ઘરમાં સતત ગેરહાજરી રહે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં બહેન શ્રી ગજરાબહેને ઘરનો મોરચો સ્વસ્થતાથી સાંભળ્યો હતો અને બાળકોમાં સંસ્કાર સિંચન કર્યું હતું. તેના અનેક લોકો સાક્ષી છે.
ભીખુદાનભાઈને સુપ્રતિષ્ઠિત "પદ્મભૂષણ ડોકટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ" મળે એ સમગ્ર લોકધારાનું અદકેરું સન્માન છે. ધીરુભાઈ ઠાકરનું વ્યક્તિત્વ એ સર્વસમાવેશક હતું. તેમની સ્મૃતિમાં અપાતો આ એવોર્ડ પણ અનેક ક્ષેત્રોને અજવાળનારા લોકો સુધી પહોંચ્યો છે. જે ગૌરવપ્રદ ઘટના છે. ભીખુદાનભાઈની પ્રેરણાથી તૈયાર થયેલા લોકસાહિત્યના અનેક ઉગતા કલાકારો માટે પણ આ એવોર્ડ પ્રોત્સાહન સમાન છે. ભીખુદાનભાઈનું જીવન સ્વસ્થ તેમ જ સક્રિય રહે તેવી જગદંબા પાસે પ્રાર્થના છે.
વસંત ગઢવી
તા. ૧૬ જૂન ૨૦૨૫
લેખ બાય વસંતદાનભાઈ ગઢવી સાહેબ
9 फ़रवरी 2025
અખિલ કચ્છ ચારણ સભા સંચાલીત સમૂહ લગ્ન સમિતિ, માંડવી આયોજીત આઈશ્રી સોનલ મા પ્રેરીત 29 મો સમૂહલગ્નોત્સવ-2025
5 जनवरी 2025
ચારણ ગઢવી સમાજના પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ જોગ સંદેશ
12 अक्टूबर 2024
આઈશ્રી આવળ મા મંદિર શિલાન્યાસ ભૂમિ પૂજન કાર્યક્રમ આમંત્રણપત્રિકા
આઈશ્રી આવળ મા મંદિર શિલાન્યાસ ભૂમિ પૂજન કાર્યક્રમ આમંત્રણપત્રિકા
આઈશ્રી આવળ માના નૂતન મંદિર ના શિલાન્યાસ ભૂમિ પૂજન કાર્યક્રમ વિક્રમ સવંત 2080, આસો વદ- આઠમ તા. 24-10-2024ના રોજ વિજપાસર મધ્યે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ શુભ પ્રસંગે પધારવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.
કાર્યક્રમ ની રૂપરેખા
તારીખ :- 24-10-2024, ગુરૂવાર
🔴 યજ્ઞ પુજન સવારે 6-30 થી 8-30 કલાકે
🔴 ભૂમિ પૂજન સવારે 9-00 કલાકે
🔴 માતૃ પ્રસાદ સવારે 10-00 થી બપોરે 2-00 કલાકે
🔴 રાસ ગરબા બપોરે 2-00 થી સાંજે 7-00 કલાકે
🔴 માતૃ પ્રસાદ સાંજે 7-00 થી રાત્રે 10-00 કલાકે
🔴 સંતવાણી રાત્રે 10-00 કલાકે
સ્થળ :-
આઈશ્રી આવળ મા ધામ
વિજપાસર (સુખપર), તા. નખત્રાણા - કચ્છ
આમંત્રણ પત્રિકા જોવા માટે :- અહી ક્લીક કરો
નિમંત્રક
આઈશ્રી આવળ ધામ વિકાસ ટ્રસ્ટ
જય આવળ મા
*વંદે સોનલ માતરમ્*
19 सितंबर 2024
ઈન્દુબેન ધીરુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટ દ્રારા આઈશ્રી સોનલ મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને રૂપીયા પચાસ લાખનું અનુદાન આપવામાં આવેલ
ઈન્દુબેન ધીરુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટ દ્રારા આઈશ્રી સોનલ મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને રૂપીયા પચાસ લાખનું અનુદાન આપવામાં આવેલ
2 सितंबर 2024
સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ
સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ
કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અને મૂળ કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના ઝરપરા ગામના વતની શિવરાજભાઈ ધનરાજભાઈ ગીલવા (ગઢવી) સાહેબ એ *સરકારશ્રી ફરજ બજાવતા સાથે 2 વર્ષ પહેલા નેશનલ લૉ યુનિવર્સીટી, બેંગ્લોર ખાતે પ્રોફેશનલ કંટીન્યુઇન્ગ એજ્યુકેશન અંતર્ગત Master of Business Law નો અભ્યાસ શરૂ કરેલ હતો આ કોર્ષ LLM લેવલ નો હોય છે તથા business સ્પેશ્યલ કાયદાઓનો અભ્યાસ છે, આ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. તેમજ આ કોર્ષની ડીગ્રી પ્રમાણપત્ર કોન્વોકેશન 22 સપ્ટેમ્બર ના રોજ બેંગ્લોર ખાતે યોજાશે જેમાં ડિગ્રી આપવામાં આવશે.*
શાળા સમયેથી જ તેજસ્વી વિધાર્થી હતા. આગળ જતાં 2011 માં GPSC ની પરીક્ષા પાસ કરી મામલતદાર તરીકે નિમણુંક થયેલ.
પ્રમાણિક કચ્છી અધિકારીની છાપ ધરાવતા અને કચેરીને લગતા પ્રજાના કામો કરવામાં હંમેશા શ્રેષ્ઠ કામગીરી કરનાર, સરળ વ્યકિત, વર્ષ 2016 મા ચૂંટણી પંચ, ગાંધીનગર દ્રારા બેસ્ટ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (13-ડીસા) તરીકે રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવેલ.
અગાઉ પ્રાંત અધિકારી તરીકે પાલનપુર, રાધનપુર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મહેસાણા તથા ડીસા મામલતદાર તરીકે ફરજ બજાવી ખૂબ જ પ્રશંનીય કામગીરી કરેલ. હાલ ત્યાંના સ્થાનિક લોકો શિવરાજભાઈ ની કામગીરીને યાદ કરે છે. હાલે ગાંધીનગર સચિવાલય ખાતે કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવે છે.
18 अगस्त 2024
ચારણી સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવીને રાજયકક્ષાનો સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ દ્રારા સન્માન કરવામાં આવેલ
ચારણી સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવીને રાજયકક્ષાનો સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ દ્રારા સન્માન કરવામાં આવેલ
ચારણ સમાજનું ગૌરવ એવા ઈતિહાસકાર, પ્રવચનકાર, સફળ ઉદઘોષક, કાવ્યશાસ્ત્ર, પિંગળ શાસ્ત્રના જ્ઞાતા, ડિંગળ સાહિત્યના જાણકાર, આદર્શ શિક્ષક, શ્રેષ્ટ આચાર્ય, ચારણી સાહિત્યકાર, કવિ, લેખક, પત્રકાર એવા શ્રી આશાનંદભાઈ ગઢવી (ઝરપરા)ને કલાતીર્થ સુરત દ્રારા તા.17-08-2024ના રોજ ભુજ-કચ્છ મધ્યે સન્માન કરવામાં આવેલ.
चारण कवि तथा लेखकश्री आशानंदभाई गढवीनुं परिचय
नाम :-आशारिया सुराभाई रविया
जन्म :- भादरवा सूद-1 ता.15-09-1966
शाखा :- सेडा (गुंगडा),
गोत्र :- तुंबेल
जन्मभूमि :- ओखा मीठापुर - सुरजकरडी
व्यवसाय :- प्राथमिक शिक्षक
सरनामुं :- सिंधु भवन,पदरोड वाडी, मुं. झरपरा ता.मुंदरा-कच्छ
मो-9824075995
आशानंदभाई गढवीना प्रकाशित थयेल पुस्तको
🔹विरह पदावली (संपादन)
🔹प्रेम झरणु पदावली (संपादन)
🔹कच्छना धर्मरक्षक संत शेषावतारश्री रावळपीर दादा
🔹सोनल चरित्र
🔹नंदनवन (काव्य संग्रह)
🔹सोनल चालीसा (स्तुति काव्य)
🔹श्री देवाविलास तथा सुबोध बावनी (संपादन)
🔹आईश्री सोनल कथामृत (जीवन चरित्र)
🔹वीर कवि वारु (जीवन चरित्र)
🔹चारण आई परंपरा
🔹कच्छना चारण कविओ
🔹धन्य धरा-झरपरा (ग्रामायण)
🔹चारण स्मृति (शाखा-प्रशाखा अने रीत रिवाजो
आशानंदभाई गढवीना आगामी प्रकाशनो
🔹चारण पुनशी (जीवन कवन)
🔹अपूज खांभीयुं (कच्छी वार्ता संग्रह)
🔹चारणोना चार पीर (मोर,लाधो,आमीयुं, रावळपीर)
🔹वीर वत्सराज सोलंकी - वाछरादादा
🔹कच्छना चारण रत्नो
🔹चारण चरित्र कोश
🔹कच्छना लोक देवी-देवता
🔹रसधरा-झरपरा (वार्तासंग्रह)
🔹कच्छी लोक मांथी
🔹गुजरातना गौररक्षको
🔹दूहो असांजे देशजो
संपर्क :- 9824075995





