*રાજ્ય કક્ષા શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ) તરીકે સન્માન પ્રાપ્ત કરતાં શ્રી આશારીયા વિશ્રામભાઈ ગઢવી (મોટા ભાડિયા)*
*ભારત સરકારશ્રી દ્વારા ચૂંટણી પંચના સ્થાપના દિવસ 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરેલ છે. આ દિવસે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ સરકારી અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ પૈકી શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રીઓને રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દરમિયાન ઍવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવે છે.*
*આજરોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી યોજાયેલ ઍવોર્ડ વિતરણ સમારોહમાં 002-માંડવી વિધાનસભા તાબા હેઠળના બુથ લેવલ ઓફિસરશ્રી (બી.એલ.ઓ) આશારીયાભાઈ વિશ્રામભાઈ ગઢવીને રાજ્યક્ષાએ શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ) ઍવોર્ડથી માનનીય રાજ્યપાલશ્રીના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં.*
રાજ્યક્ષાએ શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ) ઍવોર્ડ મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें