.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

13 अगस्त 2022

||छंद- त्रिभंगी || || महादेव मंगलकारी || || कर्ता कविश्री मितेशदान गढ़वी(सिंहढाय्च) ||

*||🕉️ છંદ ત્રિભંગી 🕉️||*
*||🕉️ રચના : મિતેશદાન ગઢવી (સિંહઢાય્ચ) 🕉️||*


વિશ્વેશ વિશાલા, નિર્મળ ન્યાલા,કિરણ ક્રિપાલા, પ્રતિપાળા,
દાતાર દયાળા,રદય રૂપાળા,અજ અજવાળા, મતવાળા,
ભસ્માંગ ભુપાળા,હેમ હેતાળા,સિદ્ધ સુરાલા, સુરધારી,
શંકર સુખકારી,હે ત્રિપુરારી,મહાનાથ મંગલકારી,(૧)

નીલ કંઠ નમામી,હે સુખધામી,વિદ્વ વિસામી,પ્રણમામી 
સર્વેશ્વર સ્વામી,વિદ વિદ વામી, કાળ ક્રમામી, બહુનામી,
નિર્વેશ નિકામી,સુરવર શ્યામી,આદિ અનંતા, સંસારી,
શંકર સુખકારી,હે ત્રિપુરારી,મહાનાથ મંગલકારી,(૨)


ગરવા ગુણકારી,ભો ભય હારી,સુધ બુધ્ધ સારી,જયકારી
નિર્ગુણ નિસ્કારી,વિઘન વિડારી,પુણ્ય પ્રસારી,પ્રતિકારી
અવિલંબ ઉભારી, કરુણાકારી,નિત્ય નિહારી,પતવારી
શંકર સુખકારી,હે ત્રિપુરારી,મહાનાથ, મંગલકારી(૩)

કુંજન કિરતારા,તેજ તિહારા,અપરંપારા, ઉજીયારા,
આસુર સુર આરા,દેવ દિસારા, કર્મ કૃપારા,કરનારા
ગંગે શિર ધારા, પ્રથમું પ્યારા,વ્યાઘાંબર,હરકેદારી,
શંકર સુખકારી,હે ત્રિપુરારી,મહાનાથ,મંગળકારી,(૪)

ભવનાથ ભુપેશા, વિરદ વિશેષા,મૃત્યુંજય ગુણ માહેશા,
નટરાજ નરેશા, રુદ્ર રમેશા,સિધ્ધ સુરેશા, ભાવેશા,
વિમલામન વેશા, કાટ કલેશા,અજય ઉમેશા,ઉપકારી
શંકર સુખકારી હે ત્રિપુરારી મહાનાથ મંગલકારી(૫)


ચંદન ચિતવંતાં,હે ભગવંતા,વેદ વદંતા,આગમતા
હર પાપ હરંતા,કૃપા કરંતા,રીદય રમંતા,હર નમતા,
જીહ મિત જપંતા, ૐ અનંતા,નાદ નમંતા,કર વારી,
શંકર સુખકારી હે ત્રિપુરારી મહાનાથ મંગલકારી,(૬)


*|| કળશ છપ્પય ||*

પરમ કોટી મય રૂપ,ભુપ મહાકાલ ભજામી
અજય અજોડ અનૂપ,ધરે આસન હિમધામી,
સત્ય સદા સમરૂપ,નાથ ગિરિવર હર નામી,
નમઃ નમઃ નવરૂપ,નિત્ય ભવનાથ નમામી,
સુર તત્વ સકલ શાંતિ સ્વરૂપ,મૃત્યુંજયો મહાકાલ,
વંદન *મિત* શિવ ધર મન વસો,નિર્મલ અરુ ચિત કર ન્યાલ,


*🙏🕉️જય ભોલેનાથ🕉️🙏*

27 जुलाई 2022

સોનલમા એજયુકેશનલ એવોર્ડ

સોનલમા એજયુકેશનલ એવોર્ડ

 આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , રાજકોટ કરી રહ્યું છે . અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે ' સોનલમા એજયુકેશનલ એવોર્ડ ' આપવાનું નકકી કરેલ છે . 

જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો .૧૦ તેમજ ધો .૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ PR પ્રાપ્ત ક૨ના૨ સૌરાષ્ટ્ર - કચ્છના કોઈપણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમા એજયુકેશન એવોર્ડ તથા રૂા .૧૧,૦૦૦ / – રોકડ પુરસ્કાર આપવામાં આવશે . 

આ માટે તા .૧૭-૮-૨૦૨૨ સુધીમાં છેલ્લી ૨૦૨૨ ની ૫૨ીક્ષાની (૯૦ PR ઉ૫૨ માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો ૨ીયલ ટ્રસ્ટ , માધવ વાટીકા , ગોલ્ડન સુપ૨ માર્કેટની બાજુમાં , સોજીત્રાનગ ૨ , આમ્રપાલી રોડ , રાજકોટ –૭ , ઓફિસના સ૨નામે સાદા કાગળમાં પોતાનું નામ , સ૨નામું , મોબાઈલ નંબર સાથે અરજી ક૨વી . 

નોંધ:-
ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કા૨ણે કૃપા ક૨ી ફોન ૫૨ સં૫ર્ક નહીં ક૨વા વિનંતી ક૨વામાં આવે છે .

11 जुलाई 2022

स्व. श्री बचुभाई गढवीनी पुण्यतिथि

स्व. श्री बचुभाई गढवीनी  पुण्यतिथि

समर्थ वार्ताकार श्री बचुभाई गढवी नुं टूंकमां परिचय
नाम :- जीवाभाई रोहडीया (उर्फे बचुभाई गढवी)
पितानुं नाम :- भावसंगभाई रोहडीया
मातानुं नाम :- जीवुबा
जन्म :- ता.21-03-1932
जन्म स्थळ :- देदादरा
अवसान ::- 11-07-1995

वधारे माहिती माटे ::- Click Here

बचुभाई गढवीना स्वर मां ऑडियो डाउनलोड करवा माटे ::- Click Here

7 जुलाई 2022

ચારણ ગઢવી સમાજના વિધાર્થીઓ જોગ સંદેશ

ચારણ - ગઢવી વિદ્યાર્થીઓ જોગ સંદેશ


દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ , રાજકોટ દ્વારા વર્ષ –૨૦૨૨ / ૨૦૨૩ ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલ૨શીપ આપવાનું નકકી છે

જેમાં ધો.૧૦ તથા ધો.૧૨ માં ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓને 80 PR થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાય૨ એજયુકેશન (મેડિકલ , સી.એ. , એન્જિનીયરીંગ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અરજી ફોર્મ તા.૦૩/ ૦૭/૨૦૨૨ થી વિત૨ણ ક૨વામાં આવશે .

જે ફોર્મમાં તમામ કોલમ ભ૨ી માંગેલી વિગતો અને માર્કશીટની નકલ સાથે તા.૧૦/૦૭/૨૦૨૨ પહેલા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો૨ીયલ ટ્રસ્ટ , માધવ વાટીકા , ગોલ્ડનસુપ ૨ માર્કેટની બાજુમાં , સોજીત્રાનગર , આમ્રપાલી રોડ , રાજકોટ –૭ , સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન ( રવિવાર , બુધવા૨ તથા શુક્રવાર ) રુબરુ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા અનુરોધ છે .

ટ્રસ્ટના બજેટ મુજબ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવશે . ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કા૨ણે કૃપા ક૨ી ફોન પર સંપર્ક નહીં કરવા વિનંતી ક૨વામાં આવે છે .

ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો૨ીયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ
મેડિકલ સહાય , શિક્ષણ સહાય , સામાજિક પ્રવૃત્તિ , કુદરતી આપત્તિમાં સહાય

Sponsored Ads

ADVT

ADVT