*||🕉️ છંદ ત્રિભંગી 🕉️||*
*||🕉️ રચના : મિતેશદાન ગઢવી (સિંહઢાય્ચ) 🕉️||*
વિશ્વેશ વિશાલા, નિર્મળ ન્યાલા,કિરણ ક્રિપાલા, પ્રતિપાળા,
દાતાર દયાળા,રદય રૂપાળા,અજ અજવાળા, મતવાળા,
ભસ્માંગ ભુપાળા,હેમ હેતાળા,સિદ્ધ સુરાલા, સુરધારી,
શંકર સુખકારી,હે ત્રિપુરારી,મહાનાથ મંગલકારી,(૧)
નીલ કંઠ નમામી,હે સુખધામી,વિદ્વ વિસામી,પ્રણમામી
સર્વેશ્વર સ્વામી,વિદ વિદ વામી, કાળ ક્રમામી, બહુનામી,
નિર્વેશ નિકામી,સુરવર શ્યામી,આદિ અનંતા, સંસારી,
શંકર સુખકારી,હે ત્રિપુરારી,મહાનાથ મંગલકારી,(૨)
ગરવા ગુણકારી,ભો ભય હારી,સુધ બુધ્ધ સારી,જયકારી
નિર્ગુણ નિસ્કારી,વિઘન વિડારી,પુણ્ય પ્રસારી,પ્રતિકારી
અવિલંબ ઉભારી, કરુણાકારી,નિત્ય નિહારી,પતવારી
શંકર સુખકારી,હે ત્રિપુરારી,મહાનાથ, મંગલકારી(૩)
કુંજન કિરતારા,તેજ તિહારા,અપરંપારા, ઉજીયારા,
આસુર સુર આરા,દેવ દિસારા, કર્મ કૃપારા,કરનારા
ગંગે શિર ધારા, પ્રથમું પ્યારા,વ્યાઘાંબર,હરકેદારી,
શંકર સુખકારી,હે ત્રિપુરારી,મહાનાથ,મંગળકારી,(૪)
ભવનાથ ભુપેશા, વિરદ વિશેષા,મૃત્યુંજય ગુણ માહેશા,
નટરાજ નરેશા, રુદ્ર રમેશા,સિધ્ધ સુરેશા, ભાવેશા,
વિમલામન વેશા, કાટ કલેશા,અજય ઉમેશા,ઉપકારી
શંકર સુખકારી હે ત્રિપુરારી મહાનાથ મંગલકારી(૫)
ચંદન ચિતવંતાં,હે ભગવંતા,વેદ વદંતા,આગમતા
હર પાપ હરંતા,કૃપા કરંતા,રીદય રમંતા,હર નમતા,
જીહ મિત જપંતા, ૐ અનંતા,નાદ નમંતા,કર વારી,
શંકર સુખકારી હે ત્રિપુરારી મહાનાથ મંગલકારી,(૬)
*|| કળશ છપ્પય ||*
પરમ કોટી મય રૂપ,ભુપ મહાકાલ ભજામી
અજય અજોડ અનૂપ,ધરે આસન હિમધામી,
સત્ય સદા સમરૂપ,નાથ ગિરિવર હર નામી,
નમઃ નમઃ નવરૂપ,નિત્ય ભવનાથ નમામી,
સુર તત્વ સકલ શાંતિ સ્વરૂપ,મૃત્યુંજયો મહાકાલ,
વંદન *મિત* શિવ ધર મન વસો,નિર્મલ અરુ ચિત કર ન્યાલ,
*🙏🕉️જય ભોલેનાથ🕉️🙏*
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें