Sponsored Ads
.
Sponsored Ads
13 दिसंबर 2023
5 दिसंबर 2023
ચારણ-ગઢવી સમાજના શૈક્ષણિક પ્રોજેકટ
ચારણ-ગઢવી સમાજના શૈક્ષણિક પ્રોજેકટ
પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આઈ શ્રી સોનબાઈ મા નું સપનું હતું ચારણ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે સૌ બાળકો ભણે આગળ વધે કુટુંબ, પરિવાર ,સમાજનું વિકાસ થાય અંને સંસ્કૃતિનું જતન થાય, અને તેના માટે આઈશ્રી સોનબાઇ મા દ્રારા શિક્ષણની દિવ્ય જ્યોત બોર્ડિંગનો સ્થાપના કરી કરેલ હતી એ સિવાય અને સમાજ ઉત્થાન માટે અનેક કાર્ય કરવામાં આવ્યા હતા તેનાથી આપણે સૌ પરિચિત છીએ,વ્યક્તિના જીવનમાં ઉત્કર્ષ અને ઉત્થાન માટે શિક્ષણ અને સંસ્કાર મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે વર્તમાન સમય અનુસાર ચારણ ગઢવી સમાજના વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે એ માટે ચારણ- ગઢવી સમાજના શૈક્ષણિક સંકુલની ગાંધીનગર/અમદાવાદ ખાતે ખાસ જરૂર હતી. આ શૈક્ષણિક સંકુલ માટે આઈશ્રી સોનબાઇ માના જન્મ શતાબ્દી વર્ષ ની ફળશ્રુતિ રુપે બહુ જ સારી પહેલ દિલીપભાઈ શીલગા સાહેબ અને એમની ટીમ દ્રારા કરવામાં આવેલ છે. *આ કાર્ય માટે ભાઈશ્રી "સમ્રાટ" સામતભાઈ ગઢવી દ્રારા રૂ.30,00,000 /- નું યોગદાન જાહેર કરવામાં આવેલ છે.* સમાજ પ્રેમી અને યુવાનોના માર્ગદર્શક સામતભાઈ દ્રારા શૈક્ષણિક કાર્ય માટે હર હંમેશ સહકાર અને યોગદાન હોય જ છે.
*આ ભગીરથ કાર્યમા સર્વે જ્ઞાતિજનો તન, મન , ધન થી આપણા સમાજના વિધાર્થીઓ માટે સાથ સહકાર આપવા વિનંતી.*
યોગદાન અને માહિતી માટે
દિલીપભાઈ શીલગા
મો.9825005224
22 नवंबर 2023
ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરીક્ષા પાસ
ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરીક્ષા પાસ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૮/૨૦૨૨-૨૩), રિસર્ચ ઓફિસર (વર્ગ-1) - નર્મદા, કલ્પસર વિભાગની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. *જેમાં ચારણ-ગઢવી સમાજના* નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.
*વર્ગ-1 મા પાસ*
શ્રી રાઘવદાન કરણીદાન ગઢવી (જામથડા તા.માંડવી કચ્છ)
જેઓ હાલે Geologist (વર્ગ-2) તરીકે રાજકોટ ખાતે ફરજ બજાવે છે.
ભાઈશ્રી રાઘવદાનભાઈને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.
વંદે સોનલ માતરમ્
8 नवंबर 2023
ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરીક્ષા પાસ
ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરીક્ષા પાસ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૩૦/૨૦૨૧-૨૨, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.
*વર્ગ-1 મા પાસ*
(1) પ્રશાંતભાઈ ગંભીરદાનભાઈ ગોરવાળીયા - નાયબ કલેકટર (મેરીટ નં-11)
(2) હરેશભાઇ નાગાજણભાઈ ટાપરીયા (ઝરપરા-કચ્છ) - Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-39)
(3) રાજદીપભાઈ દેવીસંગભાઈ ગઢવી (કવાડીયા) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-40)
(4) કિશનકુમાર મનહરદાનભાઈ ગઢવી (સીતાપુર) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-80)
(5) યોગીતાબેન ધનરાજભાઈ ગઢવી (ગાંધીધામ-કચ્છ) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-126)
*વર્ગ-2 મા પાસ*
(6) જયદીપસિંહ ઘનશ્યામસિંહ ઝુલા - તાલુકા વિકાસ અધિકારી (મેરીટ નં-91)
સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.
વંદે સોનલ માતરમ્
7 नवंबर 2023
ચારણ સમાજનું ગૌરવ અધિક કલેકટરશ્રી તરીકે પ્રમોશન
અધિક કલેકટરશ્રી તરીકે પ્રમોશન
(1) શ્રી શિવરાજભાઈ ડી. ગીલવા સાહેબ
(2) શ્રી કે.વી. બાટી સાહેબ
ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ
વંદે સોનલ માતરમ્
सदस्यता लें
संदेश (Atom)