.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

15 मई 2020

કાઠીએ કાઠીયાવાડ કીધો - મેકરણભાઈ ગગુભાઈ લીલા


કાઠીએ કાઠીયાવાડ કીધો.
દોહા
સદા સૂયઁ  પુજક અને,  ઉજવળ કુળ આચાર,
કહો કિરત કાઠી તણી, જેણે કીધો કાઠીયાવાડ.

છંદ : ઝુલણા

ધરા   પલટે    કદી    હુકમ   ફરતો  નહિ,
એવી   ખાન   સુલતાનની   આણ   ફરતી,
ફડફડી    ઉઠે    જયાં    નિરખતાં    ફેફરાં,
એવી   ફોજ    મોગલ  તણી  દેશ   ફરતી,
ઘાટ    ખૈબર     અને    રામેશ્વર   દક્ષીણે,
ઝપટમાં     દેશને       જીતી        લીધો,
તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ       કાઠીયાવાડ     કીધો.      (1)

જાય   વટલી    અને    દિકરી    પતા,
ક્ષત્રીયો       તુરકને      પંથ      ચડીયા,
ખમા  કઈ  કઈ   અને   નિત  તાજીમ  કરે,
ગરિબડા      બનીને      પાંવ      પડીયા,
    હિન્‍દવાણનો     ધ્રોડીને   ભાંગીયો,
એને   દબાવી     દબાવી     દંડ    લીધો,
તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ       કાઠીયાવાડ     કીધો.      (ર)

થાય    સામા   કદી   હાથ   હથીયાર  લે,
તોપને       મોઢડે      તુરત        બાંધે,
મૂચ્‍છ  પર  હાથ  જો  નાખતા  કોઈ  વીર,
કોપ     તલવાર    હોય    તરત    કાંધે,
રાણ  પાતલ  વિનાં  કંઈક  નમતા   ગયા,
પરાધીન      ક્ષત્રીયે      પંથ      લીધો,
 તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ       કાઠીયાવાડ     કીધો.     (3)

ઘાટ    હલ્‍લદી    તણે    તોપના   રેંકડા,
મંડાણા    ધરા    ના     ધીરજ    ધરતી,
વીયા    શાહની     ઓળગે    ક્ષત્રીયો,
જેની   આકરી   તેગમાં    અગન  ઝરતી,
વિકટ   એ   વખતમાં    ગયાના  ઓળગે,
મરદ   થઈ   મુચ્‍છ    પર   હાથ   દીધો,
 તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ       કાઠીયાવાડ     કીધો.     (4)

શાહ આલમ   તણો  તાજ   ભલ   ડોલીયો,
પટાધર       પેશ્વા       તણી       પડતી,
જબર   અંગ્રેજની    ફોજ   જયાં   ખડખડી,
જેની   પાયદળ    અશ્વદળ   ફોજ   ચડતી,
ડર  થકી   ડરપીયા    ના   કદી   ડાકીયો,
લડી    સનમુખ     અને    ગ્રાસ    લીધો,
તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ      કાઠીયાવાડ      કીધો.     (પ)

અંધાધુંધ     અંધારૂ    જામીયું    હિન્‍દમાં,
ધીંગાણે       ભાલડે     મરદ      મરતા,
કંઈક    ખેડુ    તણાં   શીષને    વાઢીયા,
ઘીંસરાં       ગામડે       નિત      કરતા,
લાડકી    દેશની    રૈયત    રડતી    ફરે,
એને     ઉગારી    દીલાસો   ખુબ   દીધો,
 તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ       કાઠીયાવાડ     કીધો.     (6)

ભંગાતાં    ગામડાં     ઘોર    ધાડાં    પડે,
ઝડ    થકી     કોઈનો      માલ     જાવે,
મચ્‍ચે  ઘમ્‍મશાણને    અશ્વ   જયાં  આફળે,
મરદ    તઈ     નલોહયો    ઘેર    નાવે,
શિ   પડતાં  અને    લોહી   નદીયું  વહે,
ગગનમાં      ઉડતાં       કઈક      ગ્રીધો,
તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ        કાઠીયાવાડ     કીધો.     (7)
પડે     પડકારને      વાગતા      બુંગીયા,
સુર      શરણાઈના        કાન      પડતા,
તેદી   ફાંકડા  કાઠીઓ     વરમાળને  ફેંકતા,
લાડડી      માંડવે        આપ       મરતા,
કવિ   ‘મેકરણ’     કહે    કીરતી    કાઠીની,
ચાર     યુગ       રાખવા     છંદ    કીધો,
તે’દી અશ્વના સ્‍વાર થઈ, હાથ તલવાર લઈ,
કાઠીએ        કાઠીયાવાડ     કીધો.     (8)

કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા. (ભેદુ કવિ મેકરણ) ગામ : સનાળી. 
ટાઈપ બાય : રાજેન્‍દ્ર પ્રતાપદાન લીલા.    rajendralila@ymail.com               

1 टिप्पणी:

Unknown ने कहा…

રાણ પાતલ વિના કયક નમતા ગયા પરાધીન ક્ષત્રિયે પંથ લીધો તેદી અશ્વ ના સારથે હાથ હથિયાર લય કાઠી એ કાઠિયાવાડ કીથો.

Sponsored Ads

ADVT

ADVT