.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

21 जून 2021

ચારણ સમાજના નિવૃત થયેલ કર્મનિષ્ઠ કર્મચારીઓનું ગઢવી મિત્ર મંડળ દ્રારા સન્માન સમારંભ યોજાયો

ચારણ સમાજના નિવૃત થયેલ કર્મનિષ્ઠ કર્મચારીઓનું સન્માન સમારંભ યોજાયો
તા.20-06-2021, રવિવારના રોજ ચારણ બોર્ડિંગ, માંડવી ખાતે શ્રી વિજયભાઈ ગઢવી સાહેબ (પ્રમુખશ્રી, અખિલ કચ્છ ચારણ સભા)ના અધ્યક્ષસ્થાને ચારણ સમાજના પોલીસ વિભાગ કર્મનિષ્ઠ (1) શ્રી દેવરાજભાઈ હરિભાઈ ગઢવી (નાની રાયણ, ઉપપ્રમુખશ્રી, અખિલ કચ્છ ચારણ સભા), ASI-ગઢશીશા સ્વૈચ્છીક નિવૃત (આદરણીયશ્રી દેવરાજભાઈ ચારણ સમાજના મુક સેવક છે, સરળ સ્વભાવ, કર્મનિષ્ઠ, ફરજનિષ્ઠ પોલીસ અધિકારી, આટલા વર્ષની જબદરસ્ત કામગીરી પોલીસ વિભાગમા કરેલ છે. તેમજ સામાજિક કાર્યોમા પણ એમનું સિંહ ફાળો હોય છે. આપણા બધા જાણીએ જ છીએ છેલ્લા ઘણા વર્ષોથી કન્યા છાત્રાલય, માંડવીનું સુચારુ વ્યવસ્થા સાથે સંચાલન દેવરાજભાઈ અને એમની ટીમ દ્રારા કરવામાં આવે છે. તેમજ દેવરાજભાઈના નેતૃત્વ મા ગઢવી મિત્ર મંડળ દ્રારા સામાજિક કાર્યો કરવામાં આવે છે. દેવરાજભાઈ વિશે લખવા માટે શબ્દો ઓછા પડે) (2) શ્રી જસરાજભાઈ જાદવભાઈ ગઢવી (નાની ઉનડોઠ) - દેના ગુજરાત ગ્રામીણ બેંક, પદમપુર, (3) ગોપાલભાઈ ગઢવી - નિવૃત PSI, (4) શ્રી રામૈયાભાઈ ગઢવી - પશુ પાલન વિભાગ, જેઓ વય નિવૃત થતા શ્રી ગઢવી મિત્ર મંડળ, માંડવી દ્રારા વિદાય / આવકાર સન્માન સમારંભ રાખવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત આઈશ્રી સોનબાઈમાં રચિત પ્રાર્થના હે ચારણીથી કરવામાં આવેલ. ત્યારબાદ સ્વાગત પ્રવચન શ્રી વીરેન્દ્રભાઈ કાનાણી દ્રારા ગઢવી મિત્ર મંડળ, માંડવીની સ્થાપના ઘણા વર્ષો પહેલા આદરણીયશ્રી પચાણસાહેબ દ્રારા કરવામાં આવેલ હતી. ત્યારબાદ હાલ ગઢવી મિત્ર મંડળ દ્રારા જે સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એની જાણકારી આપેલ. ત્યારબાદ દેવરાજભાઈ, જશરાજભાઈ, ગોપાલભાઈ, રામૈયાભાઈનું સન્માન ગઢવી મિત્ર મંડળના ભાઈઓ તથા ઉપસ્થિત મહેમાનો દ્રારા કરવામાં આવેલ. ત્યારબાદ આદરણીય વિજયભાઈ ગઢવી સાહેબ દ્રારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ. આ અવસરે શ્રી ભીમશી બાપા,  વીરેન્દ્રભાઈ કાનાણી (કાઠડા), હરિભાઈ ગઢવી (નાની રાયણ), મેઘરાજભાઈ (કોડાય), રાણશીભાઈ (કોડાય), ઈશ્વરભાઈ ગઢવી (પ્રમુખ સોનલબીજ સમિતિ), હરિભાઈ શામરાભાઈ (પાંચોટીયા), કાનજીભાઈ જેઠાભાઈ, રાજેશભાઈ કાનાણી, ધનાભા, પત્રકારશ્રીઓ કરશનભાઈ, જીવરાજભાઈ, રમેશભાઈ, વિશ્રામભાઈ (મોટા લાયજા) સહિત સમાજના આગેવાનો ઉપસ્થિતિ રહેલા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગઢવી મિત્ર મંડળ, માંડવીના સભ્યો શામરાભાઈ,ધનરાજભાઈ પુનશીભાઈ,વાલજીભાઈ, નાગાજણભાઈ, ખીમરાજભાઈ, નારાણભાઈ (એડવોકેટ),  ધનરાજભાઈ (કરણી કૃપા), ભચુભાઈ,  મેઘરાજભાઈ (રાજેશ્વરી સ્ટોર), દેવાંગભાઈ(રતડિયા), દેવાંધભાઈ (વવાર) વગેરે ભાઈઓ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન નાગાજણભાઈ તથા આભારવિધિ વાલજીભાઈ દ્રારા કરવામાં આવેલ હતી.

વર્તમાન કોરોના મહામારીના કારણે સરકારશ્રીની માર્ગદર્શિકા પ્રમાણે મર્યાદિત સભ્યો એટલે કે માંડવીમા વસતા ભાઈઓ માટે જ કોરોના ગાઈડલાઈન મુજબ આ કાર્યક્રમ રાખવામાં આવેલ.

ગઢવી મિત્ર મંડળ માંડવી દ્વારા થતી સામાજિક પ્રવૃતિઓ

માંડવીમાં ઉજવાતા સોનલ બીજ અને સમૂહ લગ્ન જેવા સામાજિક ઉત્સવ માં વિવિધ આ તબક્કે આયોજનની જવાબદારી

સમૂહ લગ્નમાં વર-કન્યા નો લગ્નનો પ્રમાણપત્ર, કન્યાઓ માટે કુવરબાઈનુ મામેરુ અને સાત ફેરા સમૂહ ના જેવી સરકારી યોજનાઓ ના લાભ માટે ની સંપૂર્ણ કામગીરી

છેલ્લા ચાર વર્ષથી ચારણ તિથિ કેલેન્ડર નું પ્રકાશન અને તેમાંથી થતી આવકમાંથી સમાજના બાળકો માટે શૈક્ષણિક કાર્ય

દિવાળી નિમિત્તે સમાજ માટે નહિ નફો નહિ નુકસાનના ધોરણે મીઠાઈ બનાવવાનું આયોજન અને તેની વધ રકમ નો સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે વિવિધ કાર્યો કરવામાં આવે છે

*દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે બોર્ડિંગમાં રહેવાની વ્યવસ્થા નું આયોજન અને તેમાંથી થતી આવકમાંથી બોર્ડિંગ ના કાર્યો, શૈક્ષણિક કાર્યોનું આયોજન

*સરકારી નોકરીઓમાં ભરતીમાં સમાજના યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ટ્યુશન ક્લાસીસ અને સેમિનારના આયોજન

*કોરોનાકાળ જેવી આપતીઓ સમયે સમાજના જરૂરિયાત મંદ પરિવારો માટે રાશન કીટ વિતરણ નું આયોજન તથા દર્દીઓ માટે કોવિડ સેન્ટરની તમામ સગવડ ઊભી કરવામાં આવેલ

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT