ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી
ગુજરાત યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગ માંથી અર્વાચીન ચારણી સાહિત્યમાં ધર્મચિંતન (પીંગળશીભાઈ નરેલા અને દુલા ભાયા કાગ ના વિશેષ સંદર્ભમાં) વિષય પર ડો. દિલીપભાઈ ચારણ (પ્રોફેસર અને અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી)ના માર્ગદર્શનથી રાણેસર (અમદાવાદ)ના વતની ચારણ કન્યા ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી (મોડ)એ પીએચડી ની ડિગ્રી મેળવેલ છે. તેમજ રાણેસરના ગામના પીએચડી કરનાર પ્રથમ દીકરી છે.
ડો. મનાલીબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें