હે માળી ગુણ ગાઉ દિન રાત
ઢાળ : (હે નામ રે સબસે બડા તેરા નામ )
હે માળી ગુણ ગાઉ દિન રાત ભવાની માં , હોરે ભવાની માં ગુણલા ગાઉ દિન રાત મૈયા.
૧) પ્રથમ શક્તિ રૂપે માં તુ પ્રગટી પ્રગટી આપો આપ,
હે માળી ત્રિદેવો ની તુ છો જનનાર.
ભવાની માં હોરે ભવાની માં ગુણલા ગાઉ દિન રાત...
૨) મહિષાસુર હરણી અસુર સંહારણી કાળીકા તુ માત,
હે માળી અધર્મ નો કરે પ્રતિકાર .
ભવાની માં હોરે ભવાની માં ગુણલા ગાઉ દિન રાત.....
૩) કચ્છ ધણીયાણી આશાપુરા માળી ભીડ ભાંગો માત,
માળી ભક્તો ની તુ છો તારણહાર
ભવાની માં હોરે ભવાની માં ગુણલા ગાઉ દિન રાત..
૪) અરણેજ વાળી બુટભવાની માં ભેળે રહેજો માત,
હે નવેખંડ માં તારો જયજયકાર.
ભવાની માં હોરે ભવાની માં ગુણલા ગાઉ દિન રાત...
૫) આઈ જીવણી તે બાકર માર્યો સરધાર ની માંય,
હે તને નમણુ કરે છે નર-નાર .
૬) રતડિયા માં હાંસબાઈ ભુતનાથ ભજતી કરતી નિત નિત પાઠ,
હે તારો જીવન માં હરીરસ નો સાર.
ભવાની માં હોરે ભવાની માં ગુણલા ગાઉ દિન રાત...
૭) ચારણ પબુ ઘેર જન્મી દેવલ
ઉજળી કરી માં નાત,
હે માળી ભાડુ સોનલ નો અવતાર.
ભવાની માં હોરે ભવાની માં ગુણલા ગાઉ દિન રાત...
૮) ચારણ કુળ માં જન્મી ખોડીયાર કરણી તુ રે માત,
હે માળી કિધો છોરુ પર ઉપકાર.
ભવાની માં હોરે ભવાની માં ગુણલા ગાઉ દિન રાત...
૯) ચારણ દેવાંધ ગુણલા ગાય છે શરણે રહી ને માત,
હે મારા કુળ ને માં તારો રે આધાર
ભવાની માં હોરે ભવાની માં ગુણલા ગાઉ દિન રાત માળી.
હે માળી ગુણ ગાઉ દિન રાત
ભવાની માં ગુણલા ગાઉ દિન રાત માળી
રચના : દેવાંધ મેધરાજ મૌવર.
( મોટા ભાડીયા )
Sponsored Ads
.
Sponsored Ads
29 सितंबर 2017
હે માળી ગુણ ગાઉ દિન રાત
सदस्यता लें
टिप्पणियाँ भेजें (Atom)
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें