🙏ભાવ વંદના 🙏
આઈ સોનલ શક્તિ ભેડી રહેજે મા ભેળિયાવાળી માત,
તુજ સ્મરણ વીના દીન ન નીકળે ન નીકળે અમારી રાત..
અવતાર ધરી ચારણ કુળ માં ઉજળુ કર્યુ ચારણ નામ,
અન્નપૂર્ણા ઈશ્વરી મા અવતરી મઢડા ધામ....(1)
જીવન માં કે' દિ સ્વાર્થ ન આવે મનડું રહે મારી હાથ,
પાપ હરણી મા સુખ કરણી આઈ
રહેજો સદાય સાથ... (2)
ગોર અંધારી ભાળું રાત કારી
ભેડી રહેજે મા સોનલ અમારી,
ભુલો માવડી માફ કરજે,ખમ્મા કરજે ખમકારી...(3)
વિપતો હર્યા માડી ચારણો તાર્યા
ઓઢયો ભેડીયો ભેળિયાડી,
રંક રાજા સરખા કર્યા
"આશિષ" દેજો દયાળી...(4)
આઈ સોનલ શક્તિ ભેડી રહેજે મા ભેડીયાવાળી માત...
સંઘડીયા આશિષ શિવરાજ
સીંધોડી મોટી (અબડાસા)
A S Gadhavi
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें