મોગલ મચ્છરાળી સ્તુતી
રચયતાઃ કવિ અવિચળ ગઢવી
નમો મચ્છરાળી લળી લળી ધ્વાર તોરે, હુકમ તું કરંતી શિરો પર મોરે,
હજી ચારણા વારણા લેત ઉમંગે, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧)
હરે દુઃખ મોરા સુખ સંપતિ રાખે, મોગલ હું તોળી પાસ એક આશ રાખુ,
ડણંકે ડુંગરે તુંહી ત્રાડ દેતી, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૨)
નહીં બુધ્ધિથી માત તને હું જાણું, સર્વ ભુમી પરે લીલા તોળી ભાળું,
તું તો પૃથ્વી લોકે અનંતો બ્રહ્માંડો, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૩)
તું તો મઢ ગોખે તું તો ચાચર ચોકે, અહીં તું તહીં તું બધે તુંને ભાળી,
તોળા કર પે સર્પ ખડગ લે તાણી, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૪)
તું હી અમૃત દેતી તું હી અન્ન દેતી, તારો ખમકારો મેંતો જોને ભાળો,
મીટી જાય જન્મો ને સઘળા પાપો, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૫)
જગત આખે તું કૃપા દ્રષ્ટિ રાખે,ચારણ બાળ તોળો પ્રસાદ જ ચાખે,
દિન રાત હયડે તોળું નામ રાખી, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૬)
તું હી મોટા મનની ને રાજલ તનની, તું હી જીંડવા રાણેસર પ્રકાશી,
તું મચ્છરાળી માત તું હી માત ગાંડી, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૭)
તને ઓખાધરમાં મેંતો માત ભાળી, ભગુડે તું માત ડંકો વગાડી,
દિલ્હી દોઢીએ ર્માં અકબર ધ્રુજાવી, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૮)
ભણીયો મેં તો દુનીયાનું જ્ઞાન જોયુ, ઘણું મેં તો મારૂ માત ખોયુ,
બધે આખડી હું તોરી પાય લાગું, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી ...(૯)
તું સપ્ત લોકે તું સપ્ત દ્રિપે, તું અવની પરે તું શુન્યાકાશે,
બધે તુંજ રમતી આનંદે કિલોલે, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૦)
હોય સત યુગે તું મહામાયા, હોય ત્રેતા યુગે તું સીતા માતા,
હોય દ્રાપર યુગે તું રૂક્ષમણી માતા, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૧)
તુંહી જલ મેં થલ મેં આભ પ્રકાશે, તું હી વેદ વેદાંત સર્વે પુરાણે,
બધે ફરી તું ને હ્રદયાકાશ ભાળુ, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૨)
સુખે માત સૌને તું દે સુવાડી, ભુખે માત સૌને તું દે જગાડી,
સાંજે સૌને દે ખિલાવી, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૩)
ચારણ બાળ માત તોળો, સદા હોય બહુ ભોળો,
સદા બાળ પરે કૃપા દ્રષ્ટી રાખો, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૪)
તારો ભક્ત કે બાળ જો હોય દુઃખી, તું વાયુ વેગે દોડી ઉગારે,
તારી કૃપા દ્રષ્ટી બધે સરીખી, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૫)
તુંજને ઉમા મહેશને દેવો નમે છે, એના સંતાપ હરવા તુંજને ગમે છે,
મઢડે આવી ર્માં મીઠા પ્રસાદ જમે છે, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૬)
તું હી જળ તું- તુંને પવને પિછાણી, તુંહી સાગરે ડુંગરે ઘટોઘટ ભાળી,
તુંહી સુરજ ચંદર તારલે પ્રકાશી, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૭)
તું હી સ્વર્ગ લોકે તું હી પૃથ્વી લોકે, અનંત ભ્રહ્માંડ ચૌદ લોકે પ્રકાશી,
તું હી ધરની આકાશ વિભુ પ્રકાશે, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૮)
તું તો પંચ દેવી ચારણ મંદિરમાં તું, આવડ ખોડલ સોનલ કરણીની સાથે,
સેકટર પાંચમાં તું ઝળાહળા કરતી, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૧૯)
હોય આસો માસે પ્રગટોત્સવ તારો, ભલી ભ્રાતી ઉજવાતો ન્યારો ,
ગાંધીનગર ચારણો તુંને નમે છે, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૨૦)
કવિ અવિચળ માત સ્તુતી તોળી લખે, આજ સોનલ બીજ અવસર રૂડા,
રાખજે ચારણો ઉપરે હાથ તોળા, નમો મચ્છરાળી જાઉં પ્રણામી પ્રણામી...(૨૧)
રચયતા – કવિ અવિચળ ગઢવી (ગાંધીનગર),
મો. ૭૪૦૫૩ ૫૯૦૪૨
(સોનલ બીજ, તા.૨૦/૧૨/૨૦૧૭, બુધવાર
સમયઃ ૬-૩૧ કલાકે સાંજે, ગાંધીનગર)
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें