મા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી પણ હાઇટેક બની રહ્યું છે તો આજે પણ જામજોધપુર માં પ્રાચીન ગરબીનું મહત્વ સાચા અર્થમાં જળવાઇ રહ્યું છે. છેલ્લા 80 વર્ષથી રેલવે સ્ટેશન પાસે યોજાતી જય અંબે ગરબીમાં દેશી ઢોલ અને શરણાઈના તાલે ગરબાની રમઝટ જામે છે. અહીં બીજી નોંધનિય બાબત એ છે કે, ગરબીમાં મા અંબાના ગરબા રમતાં બાળકો, પુરૂષોએ પ્રાચીન ચારણી પહેરવેશ પહેરવા ફરજીયાત છે અહીં ગરબીમાં મણીયારો રાસ જોવો લહાવો છે જે ગુજરાત રાજ્ય માં પ્રથમ નંબર મેળવેલ હતો તદ્ ઉપરાંત ચારણ કન્યા દ્વારા રમાતા રાસ ખાસ કરીને તલવાર રાસ જોવા માનવ મહેરામણ ઉમટી પડે છે... અને હા ચારણ ભાઈઓ દવારા પ્રાચીન દુહા ,છંદ ચરજ, ગરબા ,ચારણી સાહિત્ય સાંભળવા સાહિત્ય રસિકો ઉમટી પડે છે, પશ્ચિમી આક્રમણ હોવા છતાં અહીં પ્રાચીનતા જળવાઈ રહી છે, તો આવો આપણા સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવા એક વાર જય અંબે ગરબી જોવા.....
માહિતી મોકલનાર :- રાજુભાઈ ગઢવી જામજોધપુર 99130 35984
1 टिप्पणी:
Jay ma Ambe
एक टिप्पणी भेजें