સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સેમિનાર
કચ્છ ચારણ-ગઢવી સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આઈશ્રી દેવલ મા (સવની-વેરાવળ)ની પ્રેરણા થી અને વિજયભાઈ કે.ગઢવી (પ્રમુખશ્રી અખીલ કચ્છ ચારણ સભા) ના માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.
સેમિનારમા માર્ગદર્શન આપવા ગાંધીનગરની પ્રખ્યાત એકેડેમી Angel Academy ના સ્થાપક અને સંચાલક શ્રી સામતભાઈ ગઢવી સાહેબ પધારશે.
તારીખ :- 30-12-2018 (રવિવાર)
કાર્યક્રમની રૂપરેખા
સવારે :- 9-30 કલાકે દીપ પ્રાગટય સમાજ ના આગેવાનોના વરદ હસ્તે
સવારે 10 થી 5-30 સેમિનાર
સ્થળ :- શ્રી લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગ, લાયજા રોડ, માંડવી કચ્છ
સેમિનાર માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે
Whatsapp No :- 9913051642
નોંધ :- વિધાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ અવશ્ય સમયસર હાજર રહેવું તેમજ સાથે બુક અને પેન લઈને આવવું
વ્યવસ્થા દેવરાજભાઈ ગઢવી (નાની રાયણ)ના નેજા હેઠળ વાલજીભાઈ, ખીમરાજભાઈ, શામરાભાઈ,તથા ગઢવી યુવક મંડળ માંડવી ના તમામ સભ્યો સંભાળી રહ્યા છે.
સામાજીક ફર્જ સમજી આર્થિક યોગદાન તેમજ સમય આપનાર સર્વે દાતાશ્રીઓનું ખૂબ ખૂબ આભાર
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें