.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

8 जुलाई 2019

આદિપુર ખાતે પ્રાથમિક શિક્ષણ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયુ.


આદિપુર ખાતે પ્રાથમિક શિક્ષણ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયુ.

            તા.૦૭-૦૭-૨૦૧૯ના રોજ આઈશ્રી સોનલ માતાજી મંદિર, શ્રી આદિપુર ગઢવી સમાજવાડી, વોર્ડ ૧-એ, આદિપુર ખાતે આપણા બાળકોના મુલ્યોનો ઘડતર થાય તે વ્યવાહર કુશળ બને તે ખુબ જરૂરી છે. અને તેના માટે તેને યોગ્ય માર્ગદર્શન અને સાચુ શિક્ષણ મળે એ માટે આદિપુર, અંજાર, ગાંધીધામના ચારણ ગઢવી સમાજના વિધાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવેલ.

            ગઢવી સમાજના દિકરી દિકરાઓનું પ્રાથમિક શિક્ષણનું સ્તર કાચુ ના રહે તેમનો પાયો મજબુત બની રહે તે હેતુથી આ સેમિનાર યોજાયેલ. જેમા શ્રી ભરતભાઈ ધોકાઈ (સંચાલક શિશુ મંદિર ગાંધીધામ) દ્રારા માર્ગદર્શન આપવામા આવેલ. તેમજ આ અવસરે દેવલ માં તથા સમાજના આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. તેમજ શ્રી મોમાયાભા ગઢવીની અખિલ ભારતીય ચારણ (ગઢવી) મહા સભા યુવા સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી થવા બદલ આદીપુર , ગાંધીધામ, અંજાર, ચારણ સમાજ તેમજ સોનલ શકિત મંડળ,  મેઘપર બોરીચી તથા આદીપુર પુર્વ  પ્રમુખ શ્રી માણશીભાઈ કરશનભાઈ ગઢવી પરીવાર દ્વારા દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતું.

            આ અવસરે આઈશ્રી દેવલ માં (ભાડા) સવની વેરાવળ, શ્રી મોમાયાભા પી.‌ગઢવી (પ્રમુખશ્રી અખિલ ભારત ચારણ (ગઢવી) મહાસભા યુવા સંગઠન),  શ્રી હરીભા વિશ્રામ ગઢવી (પ્રમુખશ્રી સમૂહલગ્ન સમિતિ ગાંધીધામ), રાજભા નારાણભા ગઢવી (મહામંત્રી,સમૂહલગ્ન સમિતિ ગાંધીધામ) જીતુભાઈ પી ગઢવી (પ્રમુખ શ્રી ગીર,બરડો અને આલેચ ચારણ સમાજ), જગદીશભા ગઢવી (કાર્યકારી પ્રમુખ શ્રી ગઢવી ચારણ યુવક મંડળ ગાંધીધામ) રઘુવીરભા એસ.ગઢવી (પ્રમુખ શ્રી ગઢવી ચારણ સમાજ અંજાર) મુરજીભાઈ ડી. ગઢવી (ઉપ પ્રમુખશ્રી ગઢવી ચારણ સમાજ અંજાર) રામભાઈ (એડવોકેટ અને નોટરી) મહીદાનભાઇ, જીગરભા ગઢવી , બળવંતભાઇ ખડીયા,  વિરમભાઇ સંઘડિયા તથા ચારણ સમાજ આદિપુર ની સમગ્ર  ટીમ.  સહિત સમાજના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહેલા.

            આગામી દિવસોમાં આદિપુર, અંજાર અને ગાંધીધામ શહેરમાં અભ્યાસ કરતા ધોરણ- ૪ થી ૯ સુધીના વિધાર્થી માટે નિ:શુલ્ક (ફ્રી) ટયુશન કલાસીસ ચાલુ કરવામાં આવશે. તેમજ આદિપુર ખાતે શરૂ થનાર ટ્યુશન કલાસના ખર્ચના મુખ્યદાતા શ્રી મોમાયાભા ગઢવી (પ્રમુખશ્રી અખિલ ભારત ચારણ (ગઢવી) મહાસભા યુવા સંગઠન)
            આ સેમિનારને સફળ બનાવવા માટે અંજાર, આદિપુર, ગાંધીધામના આગેવાનો અને યુવા ટીમ જહેમત ઉઠાવેલ.
           
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વીપુલભાઇ એલ. ગડદિયા (મહામંત્રી શ્રી ગઢવી ચારણ યુવક મંડળ ગાંધીધામ) સાથે વિરમ સંઘડિયા (આદિપુર) કરેલ.

                               વંદે સોનલ માતરમ્

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT