*|| રચના : મિતેશદાન(સિંહઢાય્ચ) ||*
*આ જમાના નો માનવી કેવો થઈ ગયો,પૈસો,પીણું,અને પ્રાણ, આ ત્રણ વસ્તુએ ભાન ભૂલે એટલે એની વૃત્તિ કેવી થાય,,,એ આ રચના દ્વારા સૌ ને જણાવુ છું*
જીવ જડેલા આ ઝાડવા જોડે,તારી નિવ ટકી ના તોય,
ખાબકી ખોટા ખેલ ખુદ્ધારા,ભાન ભુલી ઠર્યા ભોંય,
સુના આંસુ કેમ સુકાણા,પડયા ખૂટી પંડ ના પાણા,
સાજા નહીં દેહ થી શાણા,નમે નહીં દોષના નાણા,(૧)
કૈક પોતાના કાળજા કાપે,ને કૈક ઘુતારા કામ,
લેર્ય જમાના ની લાલચુના એ,જોમ ઘૂંટી પીધા જામ,
ભાષા ખાવે ભેદ ના ભાણા,પડયા ખૂટી પંડ ના પાણા,
સાજા નહીં દેહ થી શાણા,નમે નહીં દોષના નાણા,(૨)
ભાઈ ભાયુના સાથ ભુલ્યાને,કામ વશી થયા કોય,
મુરખાઓ પછી માનતા માને,લાજ અમારું લોય,
કુડા એના કામથી કાણા,પડયા ખૂટી પંડ ના પાણા,
સાજા નહીં દેહ થી શાણા,નમે નહીં દોષના નાણા,(૩)
વિત્ત વેવાર ને વાણી વિચારે,ચાગલા થ્યા બની ચોર,
માણસાઈ ના માંડીને મેળા,માન થી દોળેય મોર,
વાતે ખોટા વાદ વર્તાણા,પડયા ખૂટી પંડ ના પાણા,
સાજા નહીં દેહ થી શાણા,નમે નહીં દોષના નાણા,(૪)
જોઈ જગત ના ખેલ જુદા આ,કેમ ભજુ કિરતાર,
*મિત* રચ્યા તુજ માનવીઓમા,ખુટ્ટલ ખોદ્યા ખાર,
ડોઢા પાડયા દેવ તે દાણા,પડયા ખૂટી પંડ ના પાણા,
સાજા નહીં દેહ થી શાણા,નમે નહીં દોષના નાણા,(૫)
*🙏---મિતેશદાન(સિંહઢાય્ચ)---🙏*
*કવિ મિત*
૯૫૫૮૩૩૬૫૧૨
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें