*ચારણ-ગઢવી યુવા હૈયાંઓના આદર્શ*
*Dy.S.P. ઋતુ રાબા અને Dy.S.P. સુરજિતસિંહ મહેડું*
*Dy.S.P. ઋતુ રાબા અને Dy.S.P. સુરજિતસિંહ મહેડું*
તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ થયેલ જાહેરનામાંથી આપ સૌ વિદિત જ હશો કે,
*અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) વર્ગ-૧ને આઉટડોર તાલીમ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવી.*
૨૭ Dy.S.P. ની યાદીમાં એક ગઢવી યુવક અને એક ગઢવી યુવતીનું નામ વાંચી,સૌની છાતી ગજ-ગજ ફુલી પણ ખરી...
*અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) વર્ગ-૧ને આઉટડોર તાલીમ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવી.*
૨૭ Dy.S.P. ની યાદીમાં એક ગઢવી યુવક અને એક ગઢવી યુવતીનું નામ વાંચી,સૌની છાતી ગજ-ગજ ફુલી પણ ખરી...
ગઢવી સમાજ માટે ખૂબ જ ગર્વની ઘટના એ છે કે *કુ.ઋતુ રાબા* આપણાં સમાજની પ્રથમ મહિલા Dy.S.P.છે. ચારણ-ગઢવી સમાજએ પશુપાલન અને ખેતી સાથે વિશેષ સંકળાયેલો હોવાથી કન્યા કેળવણી અંગે જાગૃતિનો થોડો અભાવ પણ ખરો, છતાં પિતા અમરશીભાઈ રાબા અને પરિવારે દિકરીને ઉચ્ચ અભ્યાસ માટેની તમામ અનુકુળતાઓ પોતે પ્રતિકુળતાઓ વેઠીને પણ કરી આપી હતી.
તે જ રીતે સચિવાલયમાં ફરજ બજાવતાં મહેડું સાહેબે પણ તેઓના પુત્ર સુરજિતસિંહની ઉજ્જવળ કારકિર્દી માટે જાત ઘસી નાખી. ઈશ્વર કૃપાથી બંને પરિવારને ફળ પણ ઉત્તમ જ મળ્યું.
આપણાં સમાજના માતા-પિતા અને યુવક-યુવતીઓ માટે આ બંને નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ અને તેઓના પરિવારજનો પ્રેરણાદાયી છે. ગઢવી જ્ઞાતિમાં કોઈએ *Motivation* માટે ક્યાંય જવાની જરૂર જ નથી. આપણાં સમાજની પ્રતિભાઓનો સંઘર્ષ સૌ માટે પ્રેરણાત્મક છે.
દિકરીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યા બાદ માતા-પિતાને એ ચિંતા ખૂબ જ હોય છે કે, આપણાં સમાજમાં દિકરીને યોગ્ય પાત્ર મળશે કે નહીં....???
અને એ ચિંતા હોવી પણ જોઈએ જ.
કારણકે, પુત્રી માટે યોગ્ય પાત્ર શોધવું એ ખૂબ જ કઠિન છે પરંતુ અશક્ય પણ નથી.
અને એ ચિંતા હોવી પણ જોઈએ જ.
કારણકે, પુત્રી માટે યોગ્ય પાત્ર શોધવું એ ખૂબ જ કઠિન છે પરંતુ અશક્ય પણ નથી.
માતાજીની કૃપાથી આ બંને Dy.S.P. પ્રતિભા વેવિશાળથી જોડાય ગયા છે, ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી પણ જોડાશે.
પરમ પૂજ્ય આઈશ્રી કંકુકેશરમાં તેઓના જાહેર પ્રવચનોમાં આઈશ્રી સોનલનો સંદેશ આપતાં જણાવતાં હોય છે કે, ભાઇઓ-બહેનો આપના સંતાનોને ભણાવજો, ગણાવજો અને મોટાં સાહેબ બનાવજો પરંતુ સંતાનોને જ્ઞાતિમાં જ પરણાવજો. જ્યારે આપણી દિકરીઓ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે છે ત્યારે નવલાખ માતાજીઓ ખૂબ જ નારાજ થાય છે. કારણકે, અન્ય સમાજ માટે આપણી કન્યાએ સામાન્ય યુવતી નથી પરંતુ માતાજી સમાન છે અને માં તરીકેનું સન્માન જાળવવાનું હોય છે ત્યારે આપણે જો આ સતને નહીં સાચવીએ તો આપણો સમાજ ચોક્કસ પતનના માર્ગે જશે.
આપણે સૌ ચારણ-ગઢવી સમાજના ભાઈઓ-બહેનો, યુવક-યુવતીઓ માતાજીના આ શબ્દોને જીવનમાં ઉતારી અને અમલ કરીશું તો જગદંબાની હજુ વધુ કૃપાના હક્કદાર થશું.
*સૌને જા જા કરીને જય માતાજી*
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें