ચારણ -ગઢવી કન્યા છાત્રાલય નિર્માણ કાર્ય નું ભૂમિ પૂજન
નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત
કિર્તી કેરા કોટડા ઇતો પાડ્યાં નહીં
પડંત
માં ભગવતી સોનબાઇ માં સમાજ ની પ્રગતિ
માટે શિક્ષણ ને પ્રથમ પગલું માનતા તેમાંય કન્યા કેળવણી માટે તો આઇ માં અતિ આગ્રહી
હતા
માં સોનબાઇ ના સ્વપ્ન ને સાકાર કરતા
ચારણ સમાજ ના દિલેર દાતા મુરબ્બી શ્રી જબ્બરદાન ભાઈ નારાણજી ગઢવી(અમીત
જબરદાન ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ) એ કરછ
ની આર્થિક રાજધાની એવા ગાંધીધામ - આદિપુર ના પોસ વિસ્તારમાં રૂપિયા પાંચ કરોડ ના
માતબર ખર્ચે ચારણ કન્યા છાત્રાલય નું તા.૨૭-૦૮-૨૦૧૯ ના રોજ ભૂમિ પૂજન કરવામાં આવેલ.
નિર્માણાધિન સમગ્ર સંકુલ ના દાતા મુરબ્બી શ્રી
જબ્બરદાન ભાઈ ના હસ્તે થયેલ આ શિલાન્યાસ પ્રસંગે કચ્છ ચારણ સમાજ ના અધ્યક્ષ શ્રી
વિજયભાઈ ગઢવી, શ્રી પુષ્પદાન ભાઈ ગઢવી, શ્રી વાલજીભાઇ ગઢવી, સેવા ના ભેખધારી
શ્રી ભીમસીબાપા, એડવોકેટ શ્રી દેવરાજભાઈ ગઢવી, શ્રી ભગવાનજીભાઈ અયાચી, શ્રી શિવરાજભાઈ
ગઢવી, ચારણ સમાજ ની પ્રથમ મહિલા ડી.વાય.એસ.પી.શ્રી
ઋતુબેન ગઢવી, શ્રી દેવીદાન ભાઈ ગઢવી, શ્રી રમેશભાઈ ગઢવી સહિત કચ્છ ચારણ સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें