માતાજી તારી મૂરતી
:(ઢાળ = ચારણી ચરજનો )
।।ભાવગીત।।
મઢડામાં ભાળી મેં મરમાળી રે, માતાજી તારી મૂરતી રે જી (ટેક)
લાખ લાખ દિવડાના ,તનથી તેજાળી રે (2)
એ જી એને આતમાના તેજે પૃથ્વી ઉજાળી રે
માતાજી તારી મૂરતી રે..... (ટેક)
વહે છે મુખેથી જેને, વાણી ચાર વેદ વાળી (2)
એજી એવા જ્ઞાન રે પુરાણો પીધા જેને ગાળી રે
માતાજી તારી મૂરતી રે.....(ટેક)
દેવી છે દયાળી જેના ,થાનકે મળે છે થાળી (2)
એ જી એનો આતમો હુલાસે અતિથી ને ભાળી રે
માતાજી તારી મૂરતી રે..... (ટેક)
ખરુ સમરણ ભાળી, ભલે હોય રાત કાળી (2)
એજી કેવી છે કૃપાળી પુગે પગ પાળી રે
માતાજી તારી મૂરતી રે..... (ટેક)
ભજે 'બલદેવ' ભાળી, મઢડાના મઢવાળી (2)
એ જી એવી પ્રશન રહોને માડી પરચાળી રે
માતાજી તારી મૂરતી રે.....(ટેક)
કતૉ= ચારણકવિ બલદેવભાઈ હરદાનભાઈ નરેલા -ભાવનગર
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें