જેતપુર મા BSNL ના કર્મચારી અને Lions Club જેતપુર નાં માનનીય સદસ્ય એવા નિલેશભાઈ ગઢવી ની ઈમાનદારીની ચર્ચા
ગઈ કાલે જેતપુર BSNL મા નોકરી કરતા નિલેશભાઈ ગઢવી ને એક કિંમતી સોનાની વીંટી મળેલ તેમની બજારમાં કિંમત રૂપિયા 125000 હતી,
કોઈ પણ માણસ હોય તો આવી કિંમતી વસ્તુ મળે તો તરત ઘર ભેગી કરી દે પરંતુ પોતાની કુળદેવી મા સોનલ અને મહાદેવ મા આસ્થા રાખનાર નિલેશભાઈ ગઢવીએ પોતાને મળેલી સોનાની વીંટી મુળ માલિક ને સોંપવા નો નિર્ણય કર્યો ,,
આજે મોટી ઉંમરના એક દાદા તેમની ખોવાયેલી વીંટી ને શોધતા શોધતા BSNL ઓફિસમાં પહોચ્યા હતા ત્યારે નિલેશભાઈ ગઢવીએ તેમને મળેલી સોનાની વીંટી ના માલિક તે દાદા જ છે તે ખાતરી કરીને તરત વીંટી મૂળ માલિકને સૌની હાજરી મા સોંપી દીધી હતી,,,
BSNL ના આ યુવા કર્મચારી ની ઈમાનદારી જોઈને વીંટી શોધવા આવેલા દાદા ની આંખો ભીની થઈ ગઈ હતી અને તેમને નિલેશભાઈ ગઢવીને ખૂબ આશિર્વાદ આપ્યાં હતાં,,,
નીલેશભાઈ દ્વારા કરવામાં આવેલ પ્રેરણા દાયક કાર્ય પર સમગ્ર ચારણ સમાજ ગર્વની લાગણી અનુભવે છે.
*વંદે સોનલ માતરમ*
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें