*|| માઁ ||*
*|| કવિ મિતેશદાન ગઢવી(સિંહઢાય્ચ) ||*
*|| છંદ સારસી ||*
*|| દોહા ||*
*પુત્ર તણા પરમાર્થની,અદભૂત મુરતી આ,*
*મન વાંચે જે મિતભા,ઇ મલક મા સાચી મા,*
*|| છંદ સારસી ||*
જન્મ્યો હતો જે જગત મા એ જગત જોયું ના જતું,
હરદમ તિહારા હાથ મા એ જગત મેં જોયું હતું,
દરિયા સમોવડ દલ ભર્યું કુદરત તિહારા દાન છે,
મમતા તિહારા પ્રાણમા બાળક તણું બલિદાન છે(૧)
ભરીયો કસુંબલ ભાવ તે જે પુત્રને ભભકાવતો,
લહેરાવતા સમદર તણા એ પવન ખેંચી લાવતો,
અમિયલ ભર્યા ગુણ ઉદર ના શક્તિ તણા સન્માન છે
મમતા તિહારા પ્રાણમા બાળક તણું બલિદાન છે,(૨)
સઘડા સદા કષ્ટોય કપરા અડગ મન તું હર સહી,
રખડયા ભલે વાટે રઝળતા વેદના તુજ ની રહી,
પરિવાર ના સુખ કાજ પહેલા પુત્ર તારું ધ્યાન છે,
મમતા તિહારા પ્રાણમા બાળક તણું બલિદાન છે(૩)
બાંધ્યો જે પાટો આંખ પર નિત વાત ઘેલી બાંધતી,
ખમ્મા કહીને પુત્ર ની હર વાત માની તું જતી,
સમરથ સદાને સારથી બન પુત્રની સુર શાન છે,
મમતા તિહારા પ્રાણ મા બાળક તણું બલિદાન છે,(૪)
નવ માસ રાખ્યો પેટ મા જિણ લાડ ને વીસરે નહીં,
*કવિ મિત* ના ઇણ શબ્દ માઁ સર્વેશ્વરી મુરતી કહી,
જોતાય આફત પુત્રની શક્તિ બની તોફાન છે,
મમતા તિહારા પ્રાણ મા બાળક તણું બલિદાન છે,(૫)
*🙏---મિતેશદાન(સિંહઢાય્ચ)---🙏*
*કવિ મિત*
૯૫૫૮૩૩૬૫૧૨
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें