*|| કોરોના ||*
*|| છંદ સારસી ||*
*|| કર્તા : મિતેશદાન ગઢવી(સિંહઢાય્ચ) ||*
*ઉપડયું જબર બુહાનથી બહુ જોર કાઠું જામિયું*
*સૌથી સખત આ રોગ ને ઝટ પર ઉપર પરગામીયું,*
*હાલ્યા ગયા પાપી હતા જે હાલ પણ પછતાય છે,*
*કલિયુગ કોરોના તણા આ જોર મા જંખાય છે,(૧)*
*ભૂખ થી પટારા ભેટિયા નીર જીવના જીવન તણા,*
*ભાવી જગત ના ભંડમા ઘૂંટાઈ ગયા ચીની ઘણા,*
*મરીયા હજારો માનવી દુરદશા કેવી થાય છે,*
*કલિયુગ કોરોના તણા આ જોર મા જંખાય છે,(૨)*
*ભગવાન શું ધારે ભલું,શુ ના ભલું કરવું સમે,*
*સૌ બાળ છે મુજ સંપના પણ ભેદ મન જીવન ભમે,*
*જીવના જીવણહારી જ પોતે કૈક જીવ ને ખાય છે,*
*કલિયુગ કોરોના તણા આ જોર મા જંખાય છે,(૩)*
*વૈદ્યો ઘણા વિદ્વાનતા ગુણ વેદ ને પાઠી ગયા*
*કુદરત તણા ઉપચારના કળ નેય એ વિસરી ગયા*
*અગ્નિ હવા જળ આ ત્રણે થી રોગ પણ રજ થાય છે*
*કલિયુગ કોરોના તણા આ જોરમાં જંખાય છે(૪)*
*ચીન દેશથી ફરતા ફરી કઈ દેશ મા ચડતો ગયો*
*થમતો નથી આ રોગ કેવો ભારતે ઠરતો થયો*
*દેવો તણી આ ઘર ઉપર જો કૈક ઔષધ વાય છે*
*કલિયુગ કોરોના તણા આ જોર મા જંખાય છે(૫)*
*ભગવાન પણ જન્મ્યા હતા આ ધર અમારી ધન્ય છે*
*કુદરત સદાને ભેર કરતી ઔષધિ નું વન્ય છે*
*કહે મિત જાશે રોગ આ ભારત તણી ગરવાય છે*
*કલિયુગ કોરોના તણા આ જોર મા જંખાય છે(૬)*
ભારત સમૃદ્ધ દેશ છે,કુદરતી ઉપચારની પ્રાચીન ઉત્તમ વિવિધ ઔષધ ભારતમા મળી રહે છે એથી આ કોરોના તો શું કેવાય,આવા દસ કોરોના ભારત મા આવી ભાગી જાય,જે ધરતી પર ભગવાન ખુદ અવતાર ધરવા નું પસંદ કરતા હોય એ ધરતી પર રોગ શુ રહે ,,,,...
*🙏---મિતેશદાન(સિંહઢાય્ચ)---🙏*
*કવિ મિત*
૯૫૫૮૩૩૬૫૧૨
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें