.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

13 मार्च 2020

|| કલિયુગ તારી કળા || || મિતેશદાન ગઢવી(સિંહઢાય્ચ) ||

*||  કલિયુગ તારી કળા ||*
*||  મિતેશદાન ગઢવી(સિંહઢાય્ચ) ||*


*આ ભવ ના અંધાતણા,ઘાંઘા ભરીયા ઘડા,*
*કલિયુગ તારી કળા,મોભો ગુમાવે મિતભા(૧)*

હે ઈશ્વર,આ કેવો કલિયુગ,આજ ના જમાના મા લોકો ના અંધપણા તો કેવા,ઈશ્વર જેના થકી આ ધર્મ આ લોક બન્યો એ ધંધો બનવા લાગ્યો,આ અંધવિશ્વાસ મા ભળતા લોકો એમના મન ને વાળવા લાગ્યા છે ઘટ થી ઘાંઘા થઈ ને  બધું ત્યજી દે છે,ધન દોલત માન સન્માન, આવા મોભા ગુમાવી દે છે શું આ કલિયુગ,



*સત્યતા ના સાથ સુ,અળગી રહી ગયી અળા,*
*કલિયુગ તારી કળા,મલક ઉજાળેય મિતભા(૨)*

હે ધરતી મા આ તમારો ખોળો પેહલા દુશ્મન હોય કવ દોસ્ત સત્યતા ના સહારે ધર્મ કર્મ નિભાવતો આજ સત્ય ખોવાઈ ગયો છે આખી ધરતી માથે ભાગ્યે ક્યાંક સત્ય જોવા મળે છે સબંધ સહારા સંગી દરેક જગ્યાએ એ થી સત્ય ખોવાઈ ગયુ છે આ કલિયુગ કેવો જેણે તારો ખોળો ઉજળી નાખ્યો,પાપ પાપ ને નકરું પાપ,


*દુનિયા ના દોરંગને,દાગ્યા રમતા દડા,*
*કલિયુગ તારી કળા,મોંઘી લાગેય મિતભા(૩)*


આ દુનિયા કેવી દો રંગી,બેય બાજુ બોલે,કોઈ કામ એક બાજુ ના થાય જેને બે બાજુ ના જવાબ મળે,એટલે જ કોઈ મુદ્દે સરખા થઈ શકતા નથી આ જમાના ના લોકો,એક મેચ એક દલાલી થઈ ગયુ છે જીવન નો ધ્યેય,જ સટ્ટો બની ગયો છે આ જમાનામાં, એ પણ જ્યા જોવો ત્યાં મોંઘવારી,


*પહેલા તો સૌ પ્રેમસુ,ગઢે બચાવે ગળા,*
પણ
*કલિયુગ તારી કળા,મોત બનીય છે મિતભા(૪)*


આહાહા  સતયુગ ની સુ વાત કહું,એક વચન ખાતર લોકો પોતાના ગળા આપી દેતા,પોતાના માન સન્માન માટે એક બીજાના વચન નિભાવતા,ગઢ માટે ગામ માટે ગરાસ માટે,ધર્મ કર્મ લાભ હાનિ દુશ્મનાવટ દરેક વસ્તુ ને નિભાવા નો  પોતાનો ઠંગ હતો,રીત હતી અને આજ લોકો ને એક બીજા ના જીવ લેવામાય સમય નથી લાગતો એક રમત ની જેમ આટલો કિંમતી જીવ લઈ લે છે પોતાની તુચ્છ બુદ્ધિ અને નાની  બાબત ને ખાતર,પોતાના ગુમાન અભિમાન અને ખોટા કામ ને કારણ,આ તારો નવો જમાનો


*વિરહ વાલ ની વાતમા,થાપે પ્રેમ સુ થળા*
પણ
*કલિયુગ તારી કળા,મુંગા જ રાખે મિતભા(૫)*


આજ લોકો વચ્ચે દુશમનાવટ,વધી રહી છે વાદ વિવાદ,અને કુથલી મા પોતાના સબંધ પ્રેમ પરિવાર ભૂલી ગયા જેના સાથે લોકો પહેલા સુખ મા સાથે,દુઃખમાં સાથે રહેતા પણ આજ દુઃખ વધારે  છે અને સુખ જોવે તો નિંદા કરે આ જમાનો,એટલે જ મૂંગા રહેવાનું મન થાય છે આ કલિયુગમા

*ભક્તિ હતી જે ભાવથી,જ્યોત હતી જળહળા*
પણ 
*કલિયુગ તારી કળા,મંત્ર ના માને મિતભા(૬)*


હે નારાયણ આજ તારી ભક્તિ ડીજીટલ યાંત્રિક રૂપ થી થાય છે,પેહલા તો જ્યોત,અગરબત્તી,ધૂપ દીપ થી થાતી,હવે તો લાઈટ વાળા દીવા,અગરબત્તી,યાંત્રિક મંત્રજાપ,

એમને કોઈ ઘુતારા જાદુ બતાવે તો માને,ભક્તિ શક્તિ મા રસ નહીં,


*મંત્ર નામ જપ મોજને,તંત્ર બન્યા જે તળા*
*કલિયુગ તારી કળા,મોહન ન માને મિતભા(૬)*


અત્યારે આ જમાના મા મંત્ર,ભક્તિ,ભગવાન મા માનવા વાળા ઓછા છે,ખાલી નામ નો દેખાવો કરવા વાળા જ છે,સૌ ને તંત્ર મા રસ પેસી ગયો છે,આધ્યાત્મિકતા ભૂલી આધુનિકતા મા ભળી ગયા છે કાનુડો નામ નો યાદ છે પણ ખાલી મૂર્તિ સુધી જ,




*🙏કવિ મિત🙏*
9558336512

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT