વૈશ્વિક મહામારી કોરોના થી બચવા માટે સ્વૈચ્છિક યોગદાન જરૂરી
કોઈ એકની ભુલ બીજા બધાને અટવાવી મુકે. એકની લાપરવાહીથી બોવ બધા અટવાઈ જાય, કારણ વગરના..... #Corona ના કિસ્સામાં પણ કંઈક આવું જ છે. ચાલો આપણે સૌ પોતપોતાની કાળજી લઈએ.
🔸સરકારી ચેતવણીને ગંભીરતાથી લેવી.
ચીન, ઈટાલી જેવા દેશોમાં થયેલી જાનહાનિ અને સંક્રમિત લોકોના આંકડા પરથી આ ખતરનાક વાયરસની તાકાતનો ખ્યાલ આવે છે. વિદેશોમા સરકાર દ્રારા મળેલી ચેતવણી ને લોકો ગંભીરતા થી લીધી નહિ. જેના કારણે પરિસ્થિતિ ધીમેધીમે બેકાબુ બનતી ગઈ. જે દેશોએ સજાગતા, સતર્કતા અને સાવધાની રાખી તેઓ ખુવારીથી બચી શક્યા છે.
🔹 જંગ જીતવા માટે સતર્કતા જરૂરી છે.
કોરોના સામેના જંગ જીતવા માટે દરેકે નાગરિકે સતર્ક રહેવું અનિવાર્ય છે. વડાપ્રધાનશ્રીએ પણ જનતાને સંદેશો આપ્યો છે કે, પરિસ્થિતિ ઘણી ગંભીર છે. જેટલી સાવચેતી વધારે રાખીશું એટલી જીતવાની શકયતા વધારે છે.
ભવિષ્ય બચાવવા વર્તમાનમા સાવધાની જરૂરી
અમુક લોકો હાથ વારંવાર ધોવા, ગિરદીમા ન જવું, કામ વગર બહાર ન નીકળવું, હાથ ના મિલાવવું વગેરે આવી વાતોને મજાકમાં કાઢી નાખે છે. આવા લોકોને સાથ ન આપતા સરકારે બહાર પાડેલી સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. તો જ આપણે આ રોગચાળાને ત્રીજા સ્ટેજમા પ્રવેશતો રોકી શકીશું.
ડરવાની જરૂર નથી
આ રોગના જેટલા કેસ નોંધાયા છે એમાંના મોટાભાગના સારા થઈ જાય છે. ફક્ત ચેપ બીજાને ન લાગે એટલું જ ધ્યાન રાખવાનું છે.
ખોટી અફવાના ફેલાવવી
સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें