જટ ભણાવવા જુહાર
॥ દોહા ॥
સુમ લંપટને ચાગલા, જેને લાજ
નહિ લગાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (1)
મન મેલા મુખ મીઠા, પ્રપંચી પારાવાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (ર)
ભંભેરી કાન ખોટું ભણે, જેને પૈસા
ઉપર પ્યાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (3)
ભાગ ભલામાં ભજવે નહિ, અવરનું બુરૂ આદરનાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (4)
ચંચળ મુંઢ ને ચાડીયા,
કપટી ખુશામત કરનાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને
જટ ભણવા જુહાર. (5)
ખાઈ જાય એનું
ખોદતા, ગપોડી મોટા ગેમાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને
જટ ભણવા જુહાર. (6)
આવે મેમાન
ઉતાવળો, હોય અળખામણો અપાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને
જટ ભણવા જુહાર. (7)
તરકટીને તસગર કહું,
નિરખે જે પરનાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને
જટ ભણવા જુહાર. (8)
મહા પ્રભુને માને
નહિ, અંગ નહિ કુળ અણસાર,
ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને
જટ ભણવા જુહાર. (9)
કવિ : મેકરણભાઈ
ગગુભાઈ લીલા.
ટાઈપ
બાય:રાજેન્દ્ર પ્રતાપદાન લીલા.
rajendralila@ymail.com
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें