🚩સમસ્ત ગુજરાત ગઢવી-ચારણ સમાજ જોગ🚩
જય માતાજી સાથ જણાવવાનું કે શ્રી અમીત જબરદાન ગઢવી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ-આદિપુર દ્વારા સંચાલીત અને શ્રી જબરદાન નારણજી રત્નું દ્વારા નિર્માણાધીન ગઢવી સમાજ કન્યા છાત્રાલય - આદિપુર નું બાંધકામ પૃર્ણતાને આરે છે અને જૂન-૨૦૨૦ સુધીમાં બાંધકામનું નિર્માણકાર્ય પૃર્ણ કરી દેવામાં આવશે અને કોઈપણ જાતના વિલંબ વિના ચાલુ શૈક્ષણીક વર્ષના પહેલા સેમીસ્ટરથી જ વિધ્યાર્થીનીઓ રહેણાક માટે કાર્યવિત કરી દેવામાં આવશે.
હાલમાં કોરોનાની મહામારીને કારણે ૧૫મી ઓગષ્ટ સુધી સ્કુલ-કોલેજોના નિયમિત વર્ગો ચાલુ કરવામાં આવશે નહી પણ એડમીશન માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
તો સમસ્ત ગુજરાતના ગઢવી સમાજની કોઈપણ દિકરીજે જેણે ધોરણ આઠની પરીક્ષા પાસ કરેલ છે.અને ચાલુ સાલે ધોરણ નવમાં અભ્યાસ કરશે ત્યાંથી કોલેજ સુધીના કોઈપણ ક્લાસમાં “ગઢવી-સમાજ કન્યા છાત્રાલય,આદીપુર” માં રહી ને અભ્યાસ કરવા માંગતી હોય તો તેવી દિકરીઓએ પોતાનું જે તે સંસ્થામાં ઓનલાઈન એડમીશનની પ્રક્રિયા પૃર્ણ કરી લેવા વિનંતી છે અને જ્યારથી સ્કુલ કોલેજો ના નિયમિત વર્ગો શરૂ થશે ત્યારથી આ છાત્રાલયમાં તે દિકરીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે જેની ગઢવી સમાજની તમામ દિકરીઓ અને તેમના વાલીઓએ નોંધ લેવા વિનંતી છે.
આ બાબતે વધુ વિગત જાણવા માટે નીચે જણાવેલ વ્યક્તિઓનો રૂબરૂ કે ફોન દ્વારા સંપર્ક સાધી જોઈતી માહિતી મેળવી લેવી અને જરૂર હશે તો આદિપુર ગાંધીધામ ની ગુજરાતી - અંગ્રેજી તમામ શાળા કોલોજોની વિગત-સંપર્ક સાથે PDF ફાઈલ મોકલી આપવામાં આવશે..
આ ઉપરાંત જરૂર પડ્યે સંસ્થાના પ્રમુખશ્રી જબરદાન નારણજી ગઢવી MO.No.98795 07015 ઉપર સીધો કરવો....
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें