.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

21 अगस्त 2020

શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ કન્યા છાત્રાલય, આદિપુર લોકોર્પણ

શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ કન્યા છાત્રાલય, આદિપુર લોકોર્પણ

 શ્રી અમિત જબ્બરદાન ગઢવી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, સંચાલિત શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર કચ્છ. નવનિર્મિત ગઢવી સમાજ કન્યા છાત્રાલય નું આદિપુર મધ્યે સાદગીપૂર્ણ ઉદઘાટન તા.21-08-2020 ના રોજ કરવામાં આવેલ.

આ છાત્રાલયમા કુલ-17 રૂમોમા 70 દીકરીઓ અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત આધુનિક સુવિધાસભર લાઈબ્રેરી, પ્રાર્થના ખંડ, કોન્ફરન્સ હોલ, ભોજનાલય, સમગ્ર સંકુલ સીસીટીવી કેમેરાથી સજ્જ સહિતની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

સવારે હવનની વિધિ થી શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ કન્યાઓ તથા આગેવાનોના વરદ હસ્તે રિબિન કાપીને શુભ શરુઆત, તથા દીપ પ્રાગટય બાદ પ્રાર્થના હે ચારણી શ્રી મહિદાનભાઈ રેઢ દ્રારા કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન ભરતભાઇ અયાચી, પ્રાસંગિક પ્રવચન  રમેશભાઈ સાદૈયા, શૈલેષભાઈ લાંબા, સાત્વિકદાન રોહડિયા તથા ઉદબોધન પુષ્પદાનભાઈ, વિજયભાઈ, જબ્બરદાનભાઈ દ્રારા કરવામાં આવેલ.

આ અવસરે શ્રી વિજયભાઈ કે. ગઢવી સાહેબ (પ્રમુખશ્રી અખિલ કચ્છ ચારણ સભા), પુષ્પદાનભાઈ ગઢવી (પૂર્વ સાંસદ), દેવીદાનભાઈ ગઢવી, કાનજીભાઈ જેઠાભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી (એડવોકેટ), ભીમશીભાઈ ગઢવી, ભગવાનભાઈ અયાચી, દેવરાજભાઈ હરિભાઈ (ઉપ પ્રમુખ), શેખરભાઈ અયાચી, જગદીશભાઈ અયાચી, હસુભા અયાચી, ગોવિંદભાઈ બારહટ, મોમાયાભાઈ પી. ગઢવી, નરેન્દ્રભાઈ સિંહઢાયચ, શૈલેષભાઈ લાંબા, પ્રવિણભાઈ મધુડા, અંબાદાનભાઈ પાયક, ડો.બળવંતભાઈ ખડીયા, તથા સમૂહ લગ્ન સમિતિના સભ્યો  સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા અને કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ રોહડિયા અને આભારવિધિ શાંતનુભાઈ શામળ દ્રારા કરવામાં આવેલ

સોસિયલ મીડિયા દ્રારા શુભેચ્છા સંદેશ (1)પદ્મશ્રી આદરણીય ભીખુદાનભાઈ ગઢવી (2) શ્રી વસંતભાઈ ગઢવી સાહેબ (3) કથાકાર શ્રી જીવણભાઈ ગઢવી (4) લોક સાહિત્યકાર શ્રી દેવરાજભાઈ ગઢવી (5) હરેશદાન સુરુ (6) જીતુદાન કવિશ્રી" દાદ " (7) અનુભા ગઢવી (8) નવલદાનભાઈ ગઢવી સાહેબ (પ્રાંત અધિકકરી), (9) બિહારી હેમુ ગઢવી (10) હિંમતદાનજી સિંહઢાયચ વગેરે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો

સમાજ પ્રેમી અને સાહિત્યના જતન માટે દિવસ રાત નિઃસ્વાર્થ ભાવે મહેનત કરનાર એવા કવિશ્રી પ્રવિણભાઈ મધુડા(રાજકોટ) તરફથી છાત્રાલયની લાઈબ્રેરી માટે ચારણી સાહિત્યના 800 થી વધારે પુસ્તકોની

દિકરીયું ને 9×70= 630

લાઈબ્રેરી માં       108

ચારણ અંગ        40

જબરદાન જી ને  35

હરિરસ પોકેટ.    11

ચારણી શક્તિ.    11

ટોટલ પુસ્તકો = 835 પુસ્તકો ભેટ આપવામાં આવેલ.

સાંજે 6-00 કલાકે લોકપ્રિય કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી ફેસબુક લાઈવના માધ્યમ થી જોડાયા હતા. જે કાર્યક્રમનું સંચાલન હેમાલીબેન વિવેકકુમાર બારહટ (રાજ્ય વેરા અધિકારી (વર્ગ-2), ગાંધીધામ કરેલ.

સર્વે જ્ઞાતિજનોને જણાવતા અનહદ આનંદ થાય છે કે, આદિપુર ખાતે નવનિર્મિત ચારણ કન્યા છાત્રાલયમાં ૬૮ દિકરીઓ ને પ્રવેશ આપી શકીએ એમ છીએ આપણે દરેક દિકરીઓ ની વાર્ષિક ફી અંદાજે ૨૦,૦૦૦/રુપીયા નક્કી કરેલ હતી.. પરંતુ જગદંબા આઈ શ્રી સોનલ માં ના આશીર્વાદ થકી. તેમજ આપણા સમાજના દિલેર દાતાઓની કન્યા કેળવણી ની ઉમદા ભાવના થકી અત્યારે ૭૫ દિકરીઓની ફ્રી નાં દાતા થઈ ગયા છે સૌ દાતાઓને ખુબ ખુબ ધન્યવાદ.... બીજી વાત એ છે કે..હજી પણ કોઈ પણ વ્યક્તિ દિકરીઓ ને દતક લેવા ઈચ્છતા હોય તો લઈ શકે છે....અને જેટલા દાતા વધારે હશે તો તેઓને એમના સૌ ની ભાગે પડતી રકમ આપવાની રહેશે નહીં કે પુરા રુપિયા વીશ હજાર... બીજી વાત એ કે આપણા સમાજની કોઈપણ વ્યક્તિ પોતાની યથાશક્તિ ફાળો આપવા માંગતી હોય તો એ પણ આપી શકે છે..એ રકમ પણ દિકરીઓ ને સારી સગવડતા આપવા માટે જ વાપરવામાં આવશે.... વાર્ષિક અહેવાલ દરેક દાતાઓને તેમજ દિકરીઓ નાં માવિત્રોને મોકલવામાં આવશે..

એડમિશન તથા વધારે માહિતી માટે
જબ્બરદાનભાઈ ગઢવી
મો. 98795 07015

માહિતી અને ફોટોગ્રાફ મોકલવા બદલ આદરણીય વડીલશ્રી મહીદાનભાઈ ગઢવીનો ખૂબ ખૂબ આભાર

આદરણીય વડીલશ્રી જબ્બરદાનભાઈ ગઢવી અને એમના ટ્રસ્ટ દ્રારા ચારણ સમાજની દીકરીઓના શિક્ષણ માટે ઉમદા કાર્ય, એમની સમાજ સેવાને વંદન સહ ખૂબ ખૂબ અભિનંદન.

       વંદે સોનલ માતરમ્

1 टिप्पणी:

Ramesh m rabari ने कहा…

Ava dataro ne kubj harday purvak naman

Sponsored Ads

ADVT

ADVT